કર્ક અને મીન રાશિ વચ્ચે સુસંગતતા
મીન અને કર્ક જળ તત્વને લગતી રાશિ છે તેથી તેઓ એકબીજાની લાગણીઓ અને વિચારોને આદર આપે છે. કર્ક જાતક માટે મીન જાતક પ્રેરણારૂપ અને આદર્શ હશે કારણ કે મીન જાતક ઘણી શિખામણ આપનારા અને પ્રેમાળ હોય છે. તે કર્ક જાતકને ઘણો પ્રેમ, કરૂણા અને આધાર પૂરા પાડશે. જોકે, મીન જાતકો નબળા અને સંવેદનશીલ હોય છે, પણ જરૂર હોય ત્યારે તેઓ શક્તિશાળી અને બળવાખોર પણ બની શકે છે. કર્ક જાતક પણ મીન જાતકને ઘણો પ્રેમ કરશે અને તેને લાગણીના બંધનમાં બાંધી દેશે. આ સંબંધ સારો તાલમેલ ધરાવતો હોવાનું કહી શકાય.
કર્ક રાશિના પુરુષ અને મીન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
તેઓ બંને મોટેભાગે એકબીજાની પ્રશંસા કરતા હોય છે. મીન રાશિની સ્ત્રી કર્ક રાશિના પુરુષને તેની મોહકતા અને વિનોદવૃત્તિ દ્વારા આકર્ષશે. સ્ત્રી પુરુષને દરેક પ્રકારનો આરામ અને પ્રેમ આપશે અને પુરુષ પણ તેને સૌથી વધુ પ્રગતિશીલ અને સંપૂર્ણ સ્ત્રી માને છે, જે તેના અંધકારમય જીવનમાં પ્રકાશપૂંજ લાવી શકે છે. તેમનું રોમેન્ટિક જીવન ઘણું અદભૂત હશે અને તેઓ જ્યારે પણ સાથે હશે ત્યારે દરેક પળ માણી શકશે. તેમની વચ્ચેનું બંધન ઘણું મજબૂત અને ગાઢ હશે.
કર્ક રાશિની સ્ત્રી અને મીન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ યુગલ માટે જીવન એટલે એકમેકનો સંગાથ હોય છે. આ પુરુષ સ્ત્રીની પ્રશંસા કરશે અને તે દુનિયામાં સૌથી મહત્વની વ્યક્તિ હોય તે રીતે તેને માન આપશે. કર્ક રાશિની સ્ત્રી માટે પણ મીન રાશિના પુરુષનું મહત્વ બીજી બધી બાબતો કરતા વિશેષ હોય છે. આ સ્ત્રી પુરુષને પોતાનાં સપનાઓ સાકાર કરવામાં મદદ કરશે. જો તેમાંથી કોઇ એક દ્રઢ બને અને વ્યવહારૂ દ્રષ્ટિએ વિચારતું થાય તો સુખની ચાવી તેમને હાથવગી જ છે.