તમારી પાસે હાલમાં નાણાંની આવક વર્તમાન સ્ત્રોતોમાંથી આવતી રહેશે પરંતુ મહિનાના પૂર્વાર્ધમાં ખાસ કરીને સરકારી અને કાયદાકીય બાબતોમાં ખર્ચનું પ્રમાણ રહેશે. પિતા, ઉપરીઓ અને સરકાર તરફથી મળતા લાભો અથવા રાહતોમાં પણ રુકાવટ આવી શકે છે. તા. 10મી પછી રોકાણ સંબંધિત નિર્ણયો ખૂબ સમજીવિચારીને લેવા. ઉત્તરાર્ધના સમયમાં તમારે પ્રોફેશનલ હેતુઓથી ખર્ચની તૈયારી રાખવી પડશે. વ્યવસાયિકોને પણ નફાનું ધોરણ ઘટી શકે છે.