તમે કામકાજમાં અત્યારે ધીમી પરંતુ એકધારી ગતિએ આગળ વધશો. નવી શરૂઆત કરવા માટે ઉત્તરાર્ધનો સમય બહેતર રહેશે. હાલમાં શેરબજાર, કરન્સી બજાર, વાયદા બજાર અથવા કોઈપણ સટ્ટાકીય પ્રવૃત્તિ, લોટરી વગેરેથી દૂર રહેવું અન્યથા મોટી ખોટ આવી શકે છે. ભાગીદારીના કાર્યોમાં આગળ વધવા માટે શરૂઆતના 10 દિવસ બહેતર છે. કામકાજ સંબંધિત કોઈપણ સરકારી અથવા કાયદાકીય કાર્યો તા.15મી પછી હાથ ધરવાની સલાહ છે.