પ્રોફેશનલ મોરચે આ મહિનો ખાસ કરીને નોકરિયાતોને સારી તકો અપાવી શકે છે. જેઓ પરિવર્તન કરવા માંગે છે તેમના માટે પણ આ દિશામાં ગતિવિધીઓ તેજ થશે. જોકે, હાથમાં રહેલું કામ પાર પાડવા માટે વધુ મહેનત કરવાની તૈયારી રાખવી. પરિવાર અને વ્યવસાયના ક્ષેત્રે સમયનું સંતુલન જાળવવામાં અત્યારે તમને વાંધો નહીં આવે. કામકાજના સ્થળે કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે પરંતુ તેની પાછળ આર્થિક લાભ દેખાતાં આપ તે કામ ઉત્સાહથી કરશો. પરિવારમાં અત્યારે ક્રોધમાં આવીને કોઈની સાથે તણાવ વધવાની શક્યતા હોવાથી શક્ય હોય એટલો સંયમ રાખવો. વાણીમાં સૌમ્યતા રાખવી. મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્મરણ અને સારૂં વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. વિદ્યાર્થીવર્ગને પૂર્વાર્ધમાં વાંધો નહીં આવે. પહેલા સપ્તાહ પછી તમને અભ્યાસમાં ઘણી રુચિ વધશે પરંતુ છેલ્લું સપ્તાહ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં ગાફેલ રહેવું નહીં કારણ કે થોડું ટેન્શન અને થોડું કામનું ભારણ તમારા સ્વાસ્થ્ય પર ઝડપથી અસર કરી શકે છે.