For Personal Problems! Talk To Astrologer

કર્ક – તુલા સુસંગતતા

કર્ક અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા

તુલા જાતકો સુમેળ સાધનારા અને ખુશમિજાજી હોય છે જ્યારે કર્ક જાતકો મૂડી અને લાગણીશીલ હોય છે. તેમની બંનેની જરૂરિયાત અલગ પ્રકારની હોવાથી તેઓ એકબીજાની જરૂરિયાત પૂરી ન કરી શકે તેવી શક્યતા છે. તુલા જાતકોને સામાજિક મેળાવડા અને સાહસિક પ્રવૃત્તિઓ ગમે છે જ્યારે કર્ક જાતકોને ઘરે રહેવું ગમે છે અને તેને એકાંતની જરૂર હોય છે. તેમની વચ્ચે પ્રેમ અને રોમાન્સ ઉત્કટ ન હોય તેવી શક્યતા છે કારણ કે કર્ક જાતકો ઘણાં લાગણીશીલ હોય છે અને તેમના સાથી તેમની કાળજી લે અને લાડ લડાવે તેવી તેમની અપેક્ષા હોય છે. પણ તુલા જાતકો વ્યવહારૂ હોય છે અને કર્ક જાતકોને સમજી ન શકે તેવી પણ શક્યતા છે.

કર્ક રાશિના પુરુષ અને તુલા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધ સુસંગત જણાતો નથી. એકબીજા પ્રત્યે કાળજીને અભાવે સમસ્યા ઊભી થશે. એક તરફ, તુલા રાશિની સ્ત્રી વધારે પડતી ઉડાઉ હોય છે જ્યારે કર્ક રાશિનો પુરુષ પૈસાને વધુ મહત્વ આપનારો હોય છે. પુરુષ ઘણો લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે પણ સ્ત્રી ઘણી સરળ અને બેપરવા હોય છે. આ સંબંધ કાયમ માટે જળવાઇ શકતો નથી. ગણેશજીને એવું પણ લાગે છે કે જો બંને વ્યક્તિઓ સમજુ હોય તો સંબંધ જલ્દી ન તૂટવો જોઇએ.

કર્ક રાશિની સ્ત્રી અને તુલા રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, જ્યારે બે રાશિના જાતકો એકબીજા સાથે જોડાય ત્યારે તેમનું નસીબ ક્યાં સુધી સાથે રહેવાનું છે તેમાં સુસંગતતા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. અને આ સંબંધમાં સુસંગતતાનું સ્તર વધુ ઉંચે ન જાય તેવી પણ શક્યતા છે. પ્રેમ અને હૂંફની શોધમાં રહેલી કર્ક રાશિની સ્ત્રી પુરુષને હંમેશા ઠપકો આપતી રહે છે. અને પુરુષ તેનાથી ગુસ્સે થાય કે ત્રાસી જાય તેવી પણ શક્યતા છે. તેમની જરૂરિયાત અલગ-અલગ પ્રકારની હોવાથી ગણેશજી તેમને યોગ્ય જોડી નથી ગણાવતા.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાય અને કારકિર્દી બાબતે આ સપ્તાહ પ્રગતિકારક જણાઈ રહ્યું છે. સપ્તાહનો પૂર્વાર્ધનો સમય નવા સાહસો ખેડવા માટે ઉત્તમ છે. આપના મનમાં આકાર લેતી યોજનાને હવે અમલમાં મુકી શકો છો. સપ્તાહના મધ્યમાં આપે કોઈપણ નિર્ણયો સ્થિર અને શાંત…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતમાં આપ સંબંધોમાં ધ્યાન આપો પરંતુ પ્રોફેશનલ લાઇફમાં વધુ વ્યસ્ત રહેશો. શુક્ર આપના વ્યય સ્થાનમાં રાહુ સાથે યુતિમાં હોવાથી સંબંધોમાં અસ્થિરતાની શક્યતા પણ રહેશે. સપ્તાહના અંતિમ દિવસે ચંદ્ર વ્યય સ્થાનમાં આવશે…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે જોવામાં આવે તો આ સપ્તાહે આપને નાણાંભીડની કોઈ સમસ્યા જણાતી નથી પરંતુ મનોરંજન અને વૈભવી જીવનશૈલી પાછળ તમે વધુ પડતો ખર્ચ કરો તેવી સંભાવના છે માટે ખર્ચને અંકુશમાં રાખવો. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાં છુટા થતા નવા રોકાણ…

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ શૈક્ષણિક જ્ઞાનવૃદ્ધિ માટે ખૂબ સારું જણાઈ રહ્યું છે. ઉચ્ચ અભ્યાસમાં સંકળાયેલા જાતકો માટે શરૂઆતના બે દિવસ ઉત્તમ છે. આપ ખૂબ સારી પ્રગતિ કરી શકશો. ગોચરના બુધની સારી અસરના કારણે આપની બૌદ્ધિકતામાં વૃદ્ધિ થશે તેમજ સાથે સૂર્ય…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે સ્વાસ્થ્યની વાત કરીએ તો જેઓ અગાઉ કોઈ માંદગીથી પીડાઈ રહ્યા છે તેમને સારવારની અસર દેખાવા લાગશે જેના કારણે આપને માનસિક શાંતિ અને હળવાશ જણાશે. આ સમયમાં આપ સ્વાસ્થ્ય મામલે સહેજપણ ગાફેલિયત રાખવાના બદલે નિયમિત ચેકઅપ કરાવતા…

નિયતસમયનું ફળકથન