For Personal Problems! Talk To Astrologer

કર્ક – સિંહ સુસંગતતા

કર્ક અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

કર્ક અને સિંહ જાતકો અલગ પ્રકારનો દ્રષ્ટિકોણ ધરાવે છે જે તેમના ઘમંડને હાનિ પહોંચાડી શકે છે. તેમની સુસંગતતા સારી રહે છે કારણ કે સિંહ જાતકો આગેવાન બનવા માંગે છે અને કર્ક જાતક ભરોસાપાત્ર રહીને તેમને અનુસરે છે. તેમનો મનમેળ સફળ લગ્નજીવનમાં પરિણમે તેવી પણ શક્યતા છે. સિંહ જાતક દલીલ કરે છે જ્યારે કર્ક જાતક તેના વખાણ કરે છે. આ સુસંગતતામાં તેમના આગવા મિજાજને કારણે સમસ્યા ઊભી થઇ શકે છે. જોકે, આ સંબંધ સારી રીતે વિકસી શકે છે કારણ કે તેમને એકબીજાનો સંગાથ ગમે છે.

કર્ક રાશિના પુરુષ અને સિંહ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં જો સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરે તો ઘણી સારી સુસંગતતા સધાઇ શકે છે. પુરુષ જલ્દી પીગળી જનારો અને મિજાજી હોય છે જ્યારે સ્ત્રીને પ્રેમ અને કાળજીની જરૂર હોય છે. જો પુરુષને વિશ્વાસ હોય કે તે સ્ત્રીને સાચવી શકશે અને તેને મનપસંદ પ્રશંસા કરી શકશે તો આ સંબંધ સારી રીતે જળવાઇ રહેશે. આ પુરુષ અને સ્ત્રી બંનેએ બીજાની દખલ છતાં ઘણાં સંવેદનશીલ બની રહેવું પડશે. ગણેશજીને લાગે છે કે જો તેને તોડવાના પ્રયત્નો ન કરવામાં આવે તો આ સંબંધ ખૂબ જ યોગ્ય સાબિત થઇ શકે છે.

કર્ક રાશિની સ્ત્રી અને સિંહ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
સિંહ રાશિના પુરુષો ઉદાર હોય છે અને પોતાની વસ્તુઓ બીજા સાથે વહેંચે છે. તેને જીવનસાથી સાથે સમય વિતાવવો ગમે છે. આ સંબંધમાં સુસંગતતાનું સ્તર ઘણું ઊંચુ હોય છે. કર્ક રાશિની સ્ત્રી વિશ્વાસ ઝંખતી હોય છે જે આપવા પુરુષ તૈયાર હોય છે. સ્ત્રી જ્યારે પણ ખરાબ પરિસ્થિતિમાં હોય ત્યારે પુરુષ તેને ટેકો આપવા હંમેશા તૈયાર હોય છે. તેમના વચ્ચે સારો તાલમેલ હોય છે કારણ કે તેઓ એકબીજાની લાગણીઓનો આદર કરે છે. આ સફળ સંબંધમાં વિશ્વાસ અને સંનિષ્ઠતા મુખ્ય હોય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

ધંધાના વિસ્તરણ માટે સપ્તાહની શરૂઆતમાં તમે ધ્યાન આપી શકશો. સપ્તાહના મધ્યમાં આપને હિતશત્રુઓ પરેશાન કરવાનો પ્રયાસ કરે માટે સતર્ક રહેવું જરૂરી છે. ભાગીદારીના કામકાજ અથવા ક્યાંય પણ કરારો કરવાના હોય તેમાં થોડો વિલંબ થઇ શકે છે. આ…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આપના પ્રણય સંબંધોમાં આ સપ્તાહે આપને કેટલીક સારી તકો મળે પરંતુ પારસ્પિક વિશ્વાસ ટકી રહે તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોમાં ખાસ તમારા ગુસ્સા અને ઉતાવળને અંકુશમાં રાખવી. ઉત્તરાર્ધમાં તમે વિવાદોને ટાળી શકશો અને તમારી વચ્ચે…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે શરૂઆતમાં તમારું ભાગ્ય થોડું સાથ આપે જેથી નાણાકીય સ્થિતિમાં મજબૂતી આવશે. શરૂઆતના ચરણમાં તમે પ્રોફેશનલ હેતુથી કેટલાક ખર્ચ કરો તેવી સંભાવના છે. છેલ્લા ચરણમાં બુદ્ધિબળ અને કૌશલ્યથી નાણાં છુટા કરાવી શકશો. સપ્તાહના…

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને તેમની બૌદ્ધિકતા સાથ આપે જેથી આગળ વધી શકો છો જોકે, અત્યારે તમારે અભ્યાસમાં કોઇપણ તબક્કે જરૂર જણાય તો બીજાની સલાહ સાથે આગળ વધવું કારણ કે પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમે જાતે કરેલી તૈયારીઓમાં…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે મોટાભાગના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ખાસ કરીને જેમને ડાયાબિટિસની સમસ્યા, અપચો, થાપાના ભાગે દુખાવો, મેદસ્વીતા અને તેને લગતી ફરિયાદો, લિવરમાં દુખાવો હોય તેમણે સાવચેતી રાખવી જરૂરી છે. છેલ્લા દિવસે બપોર…

નિયતસમયનું ફળકથન