For Personal Problems! Talk To Astrologer

કર્ક – મિથુન સુસંગતતા

કર્ક અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

આ જાતકો વચ્ચે સમાનતા ઘણી ઓછી હોય છે. સમસ્યાઓ ઉકેલવાના તેમના રસ્તા પણ અલગ-અલગ હોય છે. કર્ક જાતકો કામ કરવામાં માને છે જ્યારે મિથુન જાતકો ફક્ત વાતો કરે છે. હકારાત્મક પાસું એ છે કે મિથુન જાતકોનો મજાકિયો સ્વભાવ, વિનોદવૃત્તિ અને બુદ્ધિ કર્ક જાતકોને આકર્ષે છે અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાવાની શક્યતા વધી જાય છે. બદલામાં કર્ક જાતકો સ્થિરતા અને ઊંડાણ આપશે. કેટલીકવાર મિથુન જાતકોનો રંગીન સ્વભાવ કર્ક જાતકોને ઇર્ષાળુ અને અસુરક્ષિત બનાવે છે.

કર્ક રાશિના પુરુષ અને મિથુન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
કર્ક રાશિનો છોકરો એક વસ્તુ કે વ્યક્તિને વળગી રહેનારો હોય છે. તેના શંકાશીલ સ્વભાવને કારણે છોકરી બીજા છોકરામાં રસ લેતી થાય છે જે તેમના સંબંધ પર ખરાબ અસર કરી શકે છે. છોકરી જે ખુલાસા આપે છે તે છોકરો સાંભળવા તૈયાર થતો નથી, આ રીતે છોકરી કર્ક રાશિના છોકરાથી કંટાળી જાય છે. શરૂઆતનું આકર્ષણ છોકરાના ઉત્તેજિત સ્વભાવને કારણે થાય છે. છોકરો પ્રતિબદ્ધ રહેવા માટે જ જન્મ્યો છે અને છોકરી લાંબો સમય ટકે તેવા સંબંધમાં સમજતી નથી. છોકરીએ તેના રંગીન મિજાજ પર અંકુશ રાખવાની તેમજ કર્ક જાતકોને જેની ઉત્કટ ઇચ્છા હોય છે તે પ્રેમ અને સહકાર આપવાની જરૂર છે.

કર્ક રાશિની સ્ત્રી અને મિથુન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં સ્ત્રી પુરુષના ઉત્સાહ અને શક્તિથી આકર્ષાય છે. બીજી તરફ સ્ત્રીનું જાદુઇ આકર્ષણ અને સંવેદનશીલ વર્તન પુરુષને આકર્ષે છે. પણ સંબંધ વિકસવાની સાથે તેમના મતભેદો વધવાના શરૂ થઇ જાય છે. પુરુષની તર્કસંગતતા સ્ત્રીના સંવેદનશીલ સ્વભાવ સાથે મેળ ન ખાય તેવી શક્યતા છે અને પુરુષનો પ્રતિબદ્ધતા માટેનો ઈનકાર સ્ત્રીને અસુરક્ષાનો અનુભવ કરાવે છે. ગણેશજીને લાગે છે કે આપ એકબીજાને સમસ્યાઓ આપવા કરતા શાંતિ આપો તે વધારે મહત્વનું છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

શેરબજાર, કમિશન, ટુંકાગાળાનું ટ્રેડિંગ વગેરેમાં જોડાયેલા જાતકોને સપ્તાહના પહેલા દિવસે કોઇપણ પ્રકારે ઉતાવળે નિર્ણય ના લેવાની સલાહ છે. નોકરિયાતોએ અત્યારે કોઇપણ અવિચારી સાહસોથી દૂર રહેવું. તમારું કામ પૂરું કરવા માટે કદાચ વધુ…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના સંબંધો ટકાવી રાખવા માટે તમારે વિનમ્ર બનવું પડશે કારણ કે ખાસ કરીને તમારી વાણીની ઉગ્રતા તમારી વચ્ચે તકરાર અથવા વિવાદમાં મોટી ભૂમિકા ભજવશે. તમારામાં જાતીય આકર્ષણ રહેશે પરંતુ તમારા સાથીને લગતી કોઇક ચિંતાના કારણે…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

નાણાકીય બાબતે આ સપ્તાહે આપને જીવનસાથીના કારણે કોઇ ફાયદો થઇ શકે છે. પૂર્વાર્ધમાં પ્રિયપાત્ર તેમજ સંતાનો પાછળ ખર્ચની શક્યતા છે. સપ્તાહના મધ્યમાં તમે રોજિંદી આવકના સ્ત્રોતોમાંથી કમાણીની આશા રાખી શકો છો. નવા રોકાણો કે…

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં યોગ્ય ફળ મળી રહેશે પરંતુ પરીક્ષા આપવાની હોય તો અત્યારે અતિ ઉતાવળ કરવાનું ટાળજો અન્યથા તમને કોઇ પ્રશ્નોના જવાબ આવડતા હોવા છતાં ચુકી જશો. તમે દિલ દઈને અભ્યાસ કરી શકશો. સપ્તાહના મધ્યનો તબક્કો…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારે આકસ્મિક ઈજા, વીજ કરંટ અને ગરમીજન્ય સમસ્યાઓથી સાચવવું પડશે. આપનામાં શક્તિ અને ઉત્સાહનું પ્રમાણ વધુ રહેશે માટે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાની સલાહ છે. જેમને પહેલાથી આંખ અને કાનની તકલીફ છે તેમણે ખાસ તબીબી સલાહ અને…

નિયતસમયનું ફળકથન