For Personal Problems! Talk To Astrologer

કર્ક નક્ષત્ર

કર્ક નક્ષત્ર

પુનર્વસુ નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ અદિતિ (દેવોની માતા) તથા સ્વામી ગુરુ છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકનું શરીર ભરાવદાર હોય છે. તેઓ ધાર્મિક હોય છે અને કોઈપણ કામમાં આરંભે શૂરા હોય છે. તેમના પ્રવૃત્તિ ક્ષેત્રો હંમેશા બદલાય છે. તેઓ હંમેશા મદદ કરવાનો સ્વભાવ ધરાવે છે. ધંધાદારી સાહસ કરતાં જાહેર સાહસમાં તેઓ વધુ સફળ બને છે અને સમૃદ્ધિ કરતા પ્રસિદ્ધિ વધારે મેળવે છે.
પુષ્ય નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ ગુરુ છે અને સ્વામી શનિ છે. જાતીય સુખની ભૂખમાં સંતાનોની સંખ્યા વધે. તેમનામાં ફળદ્રૂપતા વિશેષ જોવા મળે છે. તેઓ ભાગ્યે જ કોઇને આદર આપી શકે છે પણ બીજા પાસેથી હંમેશા એવી અપેક્ષા રાખે છે કે લોકો તેમનો આદર કરે. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ કંઇક અલગ હોય છે. તેઓ મોટેભાગે ધાર્મિક, શાંતિ પ્રિય, આદરભાવ રાખનારી, નમ્ર, ગંભીર અને પદ્ધતિસર કામ કરનારી હોય છે.
આશ્લેષા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ નાગ (સર્પ) છે અને નક્ષત્ર સ્વામી બુધ છે. આ નક્ષત્રમાં કર્ક રાશિની પ્રત્યેક નબળી બાબતોનો પ્રભાવ વધારે જોવા મળે છે. તેમની સ્વતંત્રતા સામે કોઇ પડકાર બને તો તેઓ સાંખી લેતા નથી અને તેની સામે ઉગ્ર પ્રતિક્રિયા આપે છે. આ જાતકો પક્ષપાતી અને કઠોર હોય છે. તેઓ ગંભીર નથી હોતા અને તેમને મદદ કરનારાની પણ કદર નથી કરતા. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રી શાંત પ્રકૃતિની હોય છે.
 

કર્ક સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કર્ક | નામનો અર્થ : કર્ક | પ્રકાર : જળ- મૂળભુત- નકારાત્મક | સ્વામી ગ્રહ : ચંદ્ર | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ | ભાગ્યશાળી દિવસ : સોમવાર, ગુરુવાર