For Personal Problems! Talk To Astrologer

કર્ક – મકર સુસંગતતા

કર્ક અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

આ બંનેમાં ઘણાં ગુણો એક સરખા હોય છે, સાથે જ કેટલાંક ગુણો એકબીજાથી સાવ વિરૂદ્ધ હોય છે. તેથી એ કહેવું મુશ્કેલ છે કે આ બે રાશિ વચ્ચેનો સંબંધ સારો હોઈ શકે કે નહીં. મકર જાતકો વિશ્વાસુ અને ભરોસાપાત્ર હોય છે પણ વધુ પડતી લાગણીશીલતા અને વારંવાર બદલાતો મૂડ તેમને ખૂબજ મિજાજી બનાવી દે છે. તેમની વચ્ચે ઘણાં સારા રોમાન્સની શક્યતા છે પણ મકર જાતક પાસેથી વધારે પડતા સ્નેહની અપેક્ષા ન રાખી શકાય.

કર્ક રાશિના પુરુષ અને મકર રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
કર્ક રાશિના પુરુષ અને મકર રાશિની સ્ત્રીની પ્રેમની રેખા સરળતાથી મળતી નથી. જોકે, પ્રેમના શરૂઆતના તબક્કામાં, તેઓ બંને એકબીજા સાથે આકર્ષાય છે. પણ, પુરુષના વારંવાર બદલાતા મૂડ અને કોમળ સ્વભાવથી ગુસ્સાવાળી સ્ત્રી જલ્દી અકળાઇ જાય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, આ બંને જાતકો એક જ દિશામાં ન વિચારતા હોય તેવું બને. જો તેમને બંનેને એકબીજા પર વિશ્વાસ હોય તો, તેમનું જીવન સરળતાથી પસાર થઇ શકે છે.

કર્ક રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષ ઘણો મહત્વાકાંક્ષી અને વિચારશીલ હોય છે તે સ્ત્રીના પ્રેમ કરતા તેના ઉચ્ચ હોદ્દા અને સત્તાથી વધુ આકર્ષાય છે. લાગણી, જુસ્સો કે સમર્પણ મકર રાશિના પુરુષના લક્ષણો નથી. કર્ક રાશિની સ્ત્રી માટે પુરુષને આ ગુણો શીખવવા ઘણાં અઘરા હોય છે. જ્યાં સુધી પુરુષ આ સ્ત્રી સાથે થોડો સમય પસાર નહીં કરે અને તેની લાગણીઓને સમજશે નહીં ત્યાં સુધી પુરુષ જવાબદાર અને વિશ્વાસુ હોવા છતાં આ સ્ત્રી સાથે ખુશી મેળવી શકશે નહીં.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતોને હાલમાં પાસા સીધા પડવાથી કોઇ વાંધો નથી પરંતુ વિરોધીઓ કે હિતશત્રુઓથી સાચવજો. તમને નોકરી બદલવાના વિચારો પણ વારંવાર આવશે. શરૂઆતનો તબક્કો ટીમવર્ક અથવા ભાગીદારીના કાર્યો માટે સારો છો. સપ્તાહના મધ્યમાં બાજી સંભાળી લેવી…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધોમાં અત્યારે તમારી રુચિ વધશે અને વર્તમાન સંબંધોમાં સ્થિરતા પણ આવશે પરંતુ તમારે સંબંધ ટકાવી રાખવા માટે અહંને અંકુશમાં રાખવો પડશે. દાંપત્યજીવનનું સુખ માણવા માટે શરૂઆત સારી છે. સપ્તાહના મધ્યમાં તમે એકાંતમાં રહેવાનું…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે ચડાવઉતારની સ્થિતિ જણાઈ રહી છે. રોજિંદી આવકમાં પણ તમારી અપેક્ષા પ્રમાણે વળતર મળી શકે છે. સપ્તાહના મધ્યમાં આકસ્મિક ખર્ચ આવે અથવા પૈતૃક મિલકતોના પ્રશ્નોમાં તમારી પાછી પાની થાય તેવું બની શકે છે. અત્યારે સંતાનો અથવા…

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી ઉત્સાહ સાથે અને જ્ઞાનપીપાસા સાથે આગળ વધશે તેમજ અભ્યાસની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓમાં મન પરોવાયેલું નવા નવા વિષયો શીખો અથવા નવું જ્ઞાન મેળવો. સપ્તાહના મધ્યમાં તમે સામાન્ય અભ્યાસ છોડીને કર્મકાંડ,…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારું સ્વાસ્થ્ય આમ તો સારું રહેશે પરંતુ પેટ સંબંધિત સમસ્યા, ફૂડ પોઈઝિનિંગ થઇ શકે છે. કફ અથવા ફેફસાને લગતી સમસ્યા હોય તેમને થોડી રાહત મળી શકે છે. આ સમયમાં તમારે દિનચર્યામાં નિયમિતતા લાવવી જરૂરી છે તેમજ શક્ય હોય તો નિયમિત…

નિયતસમયનું ફળકથન