કર્ક અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા
કર્ક જાતકો ઘણાં દયાળુ અને લાગણીશીલ હોય છે. તેમનો મૂડ વારંવાર બદલાઇ જાય છે અને તેઓ પોતાના પરિવાર સાથે ઘણી સારી રીતે જોડાયેલા હોય છે. કર્ક જાતકો ઘણાં સંવેદનશીલ હોય છે.કોઈ તેમની ઉગ્ર ટીકા કરે અથવા ગુસ્સો કરે તો પણ તેઓને ઘણું લાગી આવે છે. તેમને મનાવવા ઘણાં પ્રયત્નો કરવા પડે છે, નહીં તો તેઓ બોલવાનું બંધ કરી દે છે, રડે છે અને પોતાનુ દુઃખ પોતાના સુધી જ સીમિત રાખે છે. તેઓ ઘણાં રહસ્યમયી અને અતડા પણ હોય છે, તેઓ પોતાની સમસ્યાઓ બીજાને કહેશે નહીં અને આપને ટેકો તેમજ પ્રેરણા આપવા હંમેશા હાજર થઇ જશે. જ્યારે આપને જરૂર હોય ત્યારે કર્ક જાતકો તેમનો પ્રેમ, લાગણી, કરૂણા વરસાવે છે અને આપને સુરક્ષા આપે છે.
કર્ક રાશિના પુરુષ અને કર્ક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
કર્ક જાતકનું બીજા કર્ક જાતક સાથેનું જોડાણ ડૂબતા ટાઇટેનિક જહાજ જેવું હોઇ શકે છે. તેઓ એકબીજાની જરૂરિયાત અને લાગણીઓ સમજી શકતા નથી. તેઓ ખૂબજ લાગણીશીલ હોય છે અને તેમનો મૂડ વારંવાર બદલાઇ જાય છે. તેઓ પોતાની ઉગ્ર ચર્ચાઓ જેટલી લાંબી ખેંચશે તેટલા જ જલ્દી જુદા થઇ જશે. બંનેએ એકબીજાની પ્રેમ, કાળજી અને સુરક્ષાની જરૂરિયાત પૂરી પાડવી જોઇએ. જો તેમ થાય તો શાંતિથી સાથે રહેવાની શક્યતાઓ વધી જાય છે.