For Personal Problems! Talk To Astrologer

કર્ક – મેષ સુસંગતતા

કર્ક અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષનો સિદ્ધાંત એવું કહે છે કે મેષ રાશિની વ્યક્તિ પરિવાર સાથે જેટલો લગાવ ધરાવે છે તેટલો કર્ક રાશિની વ્યક્તિ ધરાવતી નથી. મેષ રાશિની વ્યક્તિ સ્વતંત્ર અસ્તિત્વ ઝંખે છે જ્યારે કર્ક રાશિની વ્યક્તિ પરસ્પર અવલંબન અને નિકટતા ઇચ્છે છે. મેષ રાશિની વ્યક્તિ ઠંડી, ઉદાસીન અને સામાન્ય હોય છે જ્યારે કર્ક રાશિની વ્યક્તિ સંવેદનશીલ અને હૂંફ ઝંખનારી હોય છે. આ સંબંધની સુસંગતતાનો આધાર બંને વચ્ચેની સમજણ પર રહેલો હોય છે. મેષ રાશિની વ્યક્તિ કર્કની વ્યક્તિને કેવી રીતે સ્વાવલંબી બનવું તે શીખવી શકે છે. બદલામાં મેષ રાશિની વ્યક્તિ કર્ક પાસેથી કરૂણાનો ગુણ શીખી શકે છે. મેષ-કર્ક પ્રેમ સંબંધમાં સમાધાનનું મહત્વ વધુ રહે છે. મેષ રાશિએ પોતાની મુક્ત વાણી પર અંકુશ રાખવાનું શીખવું પડે નહીં તો સંવેદનશીલ કર્ક વ્યક્તિને તે પોતાની વાણી દ્વારા વારંવાર દુઃખી કરે. સાથેજ, કર્ક વ્યક્તિએ વારંવાર બદલાતા મૂડને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ.

કર્ક રાશિના પુરુષ અને મેષ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
સ્ત્રીના મોજ-મસ્તી ઝંખતા વલણ અને પુરુષના માલિકીભાવ ધરાવતા સ્વભાવના કારણે બંને વચ્ચે બહુ સુમેળ રહેતો નથી.શારીરિક સુસંગતતા અને એકબીજા તરફના આકર્ષણ છતાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘણો સારો પ્રેમ સંબંધ કહી શકાય નહીં. મેષ રાશિના પુરુષો સૌથી વધુ પ્રામાણિક અને ભરોસાપાત્ર ગણાય છે છતાં કેટલીક સમસ્યાઓ ઉદભવે છે. બંને હઠીલા અને કૃતનિશ્ચયી હોય છે અને આ વાત આ બંને વચ્ચે સુમેળ સાધવા માટે બરાબર નથી. થોડું સમાધાન કરવામાં આવે તો સંબંધમાં સુમેળ જાળવી શકાય છે.

કર્ક રાશિની સ્ત્રી અને મેષ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
મેષ રાશિના છોકરા સાથે જોડાયેલી કર્ક રાશિની છોકરી તેની કાળજી લેવા ઇચ્છે છે. પણ છોકરો આટલી નિકટતામાં બંધન અને ગુંગળામણ અનુભવે છે. છોકરો બીજી છોકરીને જુએ કે તેના વખાણ કરે તેનાથી છોકરીને ઇર્ષા થાય છે. છોકરીને કોઇના પર આશ્રિત રહેવું તેમજ જીવનપર્યત મિત્રતા રાખવી ગમે છે જ્યારે છોકરાને નવી ઉત્તેજના અને પરિવર્તન ગમે છે. છોકરીને ભાવનાત્મક આધાર મળતા તે છોકરાને જોઇતી સ્વતંત્રતા આપી દે તો આ સંબંધ સારી રીતે આગળ વધી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે ખાસ કરીને એકાઉન્ટિંગ, બેંકિંગ, શિક્ષણ, જર્નાલિઝમ, લેખન, સાહિત્ય વગેરેમાં ઘણી સારી પ્રગતી થશે. આ ઉપરાંત આયાતનિકાસ, જન્મભૂમિથી દુર નોકરી, મલ્ટીનેશનલ કંપનીના કાર્યો, મનોરંજન વગેરેમાં પણ તમને સારી પ્રગતી કરી શકશો. હાલમાં…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રણય સંબંધે શરૂઆત ઘણી સારી છે. મિલન મુલાકાત માટે પ્રથમ બે દિવસ ઉત્તમ છે. જોકે સપ્તાહના મધ્યમાં તમારા વ્યય સ્થાનમાં ચંદ્ર રહેશે માટે થોડુ સાચવવું પડશે બાકી આખુ સપ્તાહ ઉત્તમ છે. લગ્નોત્સુક જાતકોને કોઈ જાહેર મેળાવડામાં યોગ્યા…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જન્મભૂમિથી દૂરના અંતરથી તેમજ વિદેશમાં તમારા સંપર્કો દ્વારા ઉત્તમ કમાણી કરી શકશો. ભાગીદારીના કાર્યોમાં પણ સપ્તાહના ઉત્તરાર્ધમાં સારી કમાણીના યોગ છે. નોકરિયાતોને થોડા અવરોધો બાદ આવક થશે….

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો માટે ઉત્તમ સમય છે અને તેમાં પણ જેઓ વિદેશમાં અભ્યાસ અર્થ જેવા માંગે છે તેમને ઘણા સમયથી અટકેલા કાર્યોનો પણ ઉકેલ આવી શકે છે. સપ્તાહના મધ્યમાં કોઇપણ કારણથી તમને થોડો અજંપો રહેવાથી અભ્યાસમાં મન નહીં ચોંટે પરંતુ…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્ય મામલે શરૂઆત સારી છે પરંતુ સપ્તાહના મધ્યમાં ચુસ્તિ અને સ્ફૂર્તિનો અભાવ વર્તાશે. તમને માનસિક અજંપાના કારણે પણ દરેક બાબતે અરુચિ જાગશે. આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી એકાંતમાં રહેજો અને આધ્યાત્મમાં વધુ ધ્યાન આપજો….

નિયતસમયનું ફળકથન