For Personal Problems! Talk To Astrologer

કર્ક – કુંભ સુસંગતતા

કર્ક અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

કુંભ જાતકોનાં એ લક્ષણ છે કે તેઓ પ્રયોગો કરતા રહે છે અને સ્વતંત્રતા ઈચ્છે છે. સંવેદનશીલ કર્ક જાતકો હઠીલા કુંભ જાતકોને સંભાળી શકશે નહીં. કર્ક જાતકો કુંભ જાતકો પાસેથી સુરક્ષા અને હૂંફ ઝંખે છે પણ તેમનો ગૂઢ સ્વભાવ તેમને અસ્વસ્થ બનાવી મૂકે છે. નવા વિચારોની શોધમાં તેઓ પરિવારથી દૂર થઇ જાય છે. બીજી તરફ, કર્ક જાતકો, પરિવાર સાથે ઘણું સારું ભાવનાત્મક જોડાણ ધરાવે છે. ટૂંકમાં, આ સંબંધમાં સારી સુસંગતતા જોવા નથી મળતી.

કર્ક રાશિના પુરુષ અને કુંભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધને યોગ્ય કહી શકાય નહીં કારણ કે કર્ક રાશિના પુરુષો વાસ્તવદર્શી અને અનિર્ણાયક કુંભ સ્ત્રી જાતકની પ્રશંસામાં વધારે પડતા લાગણીશીલ થઇ જાય છે. આ સ્ત્રી દયાળુ અને મળતાવડી હોય છે, છતાં તે ઢચુપચુ મન ધરાવતા કર્ક રાશિના પુરુષથી જલ્દી ત્રાસી જાય છે. આ સ્ત્રીનું સાવ વિરૂદ્ધ લક્ષણ એ છે કે તેને એકાંતમાં રહેવું ગમે છે, છતાં તે ઘણાં મિત્રો ધરાવે છે અલબત્ત,તેમાં નિકટના મિત્રો કોઇ નથી હોતા. આ સ્ત્રી એવો સાથી ઝંખે છે જે આનંદી હોય અને કર્ક રાશિના પુરુષની જેમ કોઇ એક વાતને વળગી રહેનારો ન હોય.

કર્ક રાશિની સ્ત્રી અને કુંભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધ જીવનના જુસ્સાને માણી નહીં શકે કારણ કે આ પુરુષ અને સ્ત્રીના લક્ષણો સાવ જ અલગ હોય છે. સ્ત્રી હંમેશા સુરક્ષા અને પ્રેમ ઝંખતી હોય છે. બીજી તરફ, કુંભ રાશિનો પુરુષ સ્વતંત્રતાની ઇચ્છા ધરાવતો હોવાથી આ સંબંધ ઘણો વ્યથાજનક અને મુશ્કેલીઓ ઊભી કરનારો બની રહે છે. તેમનો સંબંધ ત્યારે જ વિકસી શકે જ્યારે કર્ક રાશિની સ્ત્રીની લાગણીઓ અને કુંભ રાશિના પુરુષના બુદ્ધિશાળી વિચારોનું મિલન થાય.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કર્ક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યાવસાયિકોની તુલનાએ નોકરિયાતો માટે અત્યારે સારો સમય છે. ખાસ કરીને તમે પોતાના બૌદ્ધિક કૌશલ્ય દ્વારા કામમાં કંઈક નવું કરો અથવા નવા અંદાજથી કામ પાર પાડો અને ભવિષ્યમાં પ્રગતિ માટે માર્ગ તૈયાર કરો તેવી સંભાવના છે. જોકે આ બધાની…

કર્ક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારા પંચમ સ્થાનમાં જ કેતુ અને સૂર્યની યુતિ હોવાથી સંબંધોમાં તણાવ અને અનિશ્ચિતતા રહેશે તે સ્વાભાવિક છે. ખાસ કરીને સપ્તાહના પહેલા બે દિવસ તમે સંબંધોમાં અંતર વધતુ હોય તેવું અનુભવો. વિવાહિતોને પણ જીવનસાથી સંબંધો બાબતે…

કર્ક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે સપ્તાહની શરૂઆત સામાન્ય રહેશે અને કદાચ પહેલા બે દિવસમાં આવકની તુલનાએ જાવકનું પલ્લું પણ ભારે રહે પરંતુ ત્રીજા દિવસથી તમારી આવકમાં વૃદ્ધિ થવા લાગશે. ભાગ્ય પણ સાથ આપશે. પરિવાર માટે અથવા પોતાની આસપાસના માહોલમાં વધુ…

કર્ક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોએ અત્યારે મહેનતની તૈયારી રાખવી પડશે કારણ કે ગ્રહો આપને સંપૂર્ણ સાથ નથી આપી રહ્યા. તમારું મન અનેક વિચારોમાં ઘુમરાતું રહેશે જેથી વાંચનમાં સ્થિરતા અને એકાગ્રતાનો અભાવ વર્તાશે. સપ્તાહના પહેલા બે દિવસમાં તમે…

કર્ક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે શરૂઆતના બે દિવસમાં ખાસ તબિયત સાચવવી પડશે કારણ કે બેચેની, અનિદ્રા અથવા થાકના કારણે ઋતુગત ફેરફારોની અસર ઝડપથી થઇ શકે છે. જેમને લોહીના પરિભ્રમણને લગતી સમસ્યા, આકસ્મિક ઈજા, સ્નાયુઓમાં તણાવની સમસ્યા હોય તેમણે અત્યારે…

નિયતસમયનું ફળકથન