For Personal Problems! Talk To Astrologer

મંદીમાંથી રાહત મળશે પરંતુ થોડી રાહ જુઓ!


Share on :

છેલ્લા કેટલાય સમયથી તમામ બજારો પારાવાર મંદીનો સામનો કરી રહ્યા છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં મંદીએ ભરડો લીધો છે. તેમાં પણ ભારતમાં ભાજપ સરકારની પહેલી ટર્મમાં લેવાયેલા બે મોટા આર્થિક નિર્ણયો એટલે કે નોટબંધી અને જીએસટીની કળ હજી પણ બજારને ઉતરી નથી. બીજી તરફ દુનિયાની મોટી આર્થિક સત્તાઓમાં પણ રાજકીય ખેંચતાણના કારણે મંદીએ માઝા મૂકી છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરના કારણે આકરા પ્રતિબંધો અને ટેક્સમાં જનતા પીસાઇ રહી છે તો બીજી તરફ બ્રેક્ઝિટના સંકટમાં અટવાયેલા ઇંગ્લેન્ડના કારણે આખો યુરો ઝોન અસરગ્રસ્ત છે. અધુરામાં પૂરું, અખાતી દેશોની વાત કરીએ તો, ઇરાનની અમેરિકા વિરોધી નીતિ, સાઉદીમાં સૌથી મોટી ક્રૂડ ઉત્પાદક કંપની પર હુમલો અને ક્રૂડ વાહક જહાજો પર થઇ રહેલા હુમલાના કારણે ચારેબાજુથી અર્થતંત્રને ફટકા પડી રહ્યા છે. ભારતમાં પીએસયુ બેંકોમાં થઇ રહેલા મસમોટા ઉઠમણા પણ દેશની આમ જતાને પડ્યા પર પાટુ પુરવાર થઇ રહ્યા છે. જોકે, હવે સૌના મનમાં એક જ સવાલ છે કે, ક્યાં સુધી આ મંદીના અજગર ભરડામાં રહેવાનું છે? ક્યારે આમાંથી મુક્તિ મળશે અને ભારત સહિત વિશ્વના બજારોમાં ધમધમાટ આવશે? જ્યોતિષીય દૃષ્ટિ હાલમાં ગ્રહોની સ્થિતિ અને અર્થતંત્ર પર તેના પ્રભાવો અંગે અહીં સંક્ષિપ્ત વિશ્લેષણ દ્વારા આગામી વર્ષમાં આર્થિક સ્થિતિનો ચિતાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હાલમાં ધન રાશિમાં શનિ-કેતુનું અશુભ ભ્રમણ ચાલી રહ્યું છે. શનિ-કેતુની યુતિ શાપિત દોષ બનાવે છે. તેમાં પણ ધન રાશિમાં નવેમ્બર મહિનામાં ગુરુ પણ આ બંને ગ્રહો સાથે યુતિમાં આવશે. ગુરુ આ રાશિમાં સ્વગૃહી થશે પરંતુ પાપગ્રહો સાથે યુતિના કારણે તે પોતાનું મૂળ શુભ ફળ પૂર્ણપણે નહીં આપી શકે. શનિ-કેતુની યુતિના કારણે હાલમાં વિશ્વકક્ષાએ આર્થિક સ્થિતિ વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે. ભારતની કુંડળી અનુસાર જોવામાં આવે તો, આ યુતિ અત્યારે અષ્ટમ એટલે કે હાનિ-નુકસાનના સ્થાનમાં થતી હોવાથી ભારત આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ કારણે જ વિકાસદર ઘટ્યો છે જ્યારે મોંઘવારી દર વધ્યો છે. 

ઓટો સેક્ટર અને એન્જિનયરિંગ, મેન્યુફેક્ચરિંગ વગેરેમાં આવેલી મંદી માટે આ યુતિને જવાબદાર ગણી શકાય. વેચાણના આંકડા તો ઘટી રહ્યાં છે તો સાથે સાથે બચતના આંકડા પણ નીચે આવી રહ્યાં છે. 4 નવેમ્બરથી લગભગ એક વર્ષ સુધી ગુરુનું પોતાની જ રાશિ એટલે કે ધનમાં ભ્રમણ થશે જે આર્થિક સ્થિતિમાંમાં થોડો સુધારો લાવવા પ્રયાસ કરશે. કદાચ સુધારો ના આવે તો કમસેકમ હાલમાં રોજ નવી સમસ્યા માથુ ઊંચકી રહી છે તેમાં તો ઘટાડો ચોક્કસ થશે. ગુરુના પ્રભાવ હેઠળ લોકોની ખરીદક્ષમતા વધશે અને આવક થોડા પ્રમાણમાં વધશે. બેરોજગારીની સમસ્યા પણ ધીરે ધીરે સુધરતા બજારમાં આશાવાદ જાગી શકે છે. જોકે, આ બધુ તાત્કાલિક થાય તેવી શક્યતા ઓછી છે કારણ કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જાન્યુઆરીના મધ્ય સુધી ધન રાશિમાં ગ્રહોની મહાયુતિ થઇ રહી હોવાથી આર્થિક ગતિવિધીઓમાં ભારે અનિશ્ચિતતા પ્રવર્તી શકે છે.

જાન્યુઆરીના અંતમાં શનિ પોતાની રાશિ બદલીને મકરમાં આવશે જે તેની પોતાની રાશિ છે. ફેબ્રુઆરી પછી ભારતના અર્થતંત્રમાં થોડો વેગ પકડાય તેવી આશા છે. ખાસ કરીને એપ્રિલથી જુલાઇ દરમિયાન કોસ્મેટિક્સ, સજાવટની ચીજો, હોટેલ, રેસ્ટોરન્ટ, જ્વેલરી, ટેક્સટાઇલ, ગ્લેમરજગત, મીડિયા, મનોરંજનના ક્ષેત્રો, કૃષિ આધારિત ફૂડ પ્રોડક્ટ્સ, વૈભવી ચીજો, મોજશોખને લગતી ચીજો, મોંઘા વાહનોના કામકાજોમાં પ્રગતિની શક્યતાઓ જણાઈ રહી છે.

આ વર્ષ દરમિયાન ફાઇનાન્સ, રોકાણ, શૈક્ષણિક સંસ્થાઓ, ખાંડ, પીળા રંગની ચીજવસ્તુઓ, શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ, ઉડ્ડયન વગેરેમાં ગતિ ધીમી રહેવાની શક્યતા છે. ઉડ્ડયન કંપનીઓને પડકારજનક તબક્કામાંથી પસાર થવાની તૈયારી રાખવી પડશે. ઓગસ્ટ પછીનો સમય ખાસ કરીને વાહનો, ઓજારો, કૃષિને લગતા વાહનો, રીઅલ એસ્ટેટ વગેરેમાં ખૂબ જ ગતિવિધી વાળો રહેશે અને આ ક્ષેત્રોમાં કોઇ મોટા ફેરફારોની શક્યતા નકારી શકાય નહીં.

04 Nov 2019


View All blogs

More Articles