For Personal Problems! Talk To Astrologer

વોડાફોન- અાઇડીયા વિલીનીકરણ: લાભ ખરો પણ ધીરજનાં ફળ મીઠાં..!


Share on :


વોડાફોન-અાઇડીયા વિલીનીકરણ
બિઝનેસ જગતમાં જ્યારથી વોડાફોન અને અાઇડીયાના વિલીનીકરણની શક્યતાના સમાચાર ફરતા થયા છે ત્યારથી લોકો અને રોકાણકારોમાં તેને લઇને જિજ્ઞાસા જોવા મળી રહી છે. વોડાફોન તેના ભૂતપૂર્વ અેમડી માર્ટિન પિટર્સને ભારતીય યુનિટના હેડ બનાવવા માટે સમજાવી રહ્યું છે. તે ઉપરાંત તે બન્ને ટેલિકોમ માંધાતાઅોના વિલીનીકરણની પ્રક્રિયાની પણ દેખરેખ અને સંચાલન કરે તેવી શક્યતા છે. વ્યાવસાયિક વર્તુળોમાં તેને લઇને અનેક પ્રકારના અનુમાનો થઇ રહ્યા છે. પણ ગણેશજીને લાગે છે કે અા વિલીનીકરણ વોડાફોન ઇન્ડિયા માટે લાભદાયી પૂરવાર થશે છતાં તેનો ખરા અર્થમાં લાભ પામવા માટે પ્રતિક્ષા તો કરવી જ પડશે. તદુપરાંત, મેનેજમેન્ટ લેવલમાં પણ કેટલીક સમસ્યાઅો જોવા મળી શકે છે.


વોડાફોન

સ્થાપનાની તારીખ: 8 મે, 2007

સ્થાપના સમયની કુંડળી

અમારા વિદ્વાન જ્યોતિષવિદોઅે તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ મેળવો

વોડાફોનના મજબૂત પાસાઅો પર અેક નજર..!
વોડાફોનની સૂર્ય કુંડળીમાં મેષ પ્રથમ સ્થાન છે તેમજ ઉચ્ચનો સૂર્ય બુધ સાથે ત્યા ઉપસ્થિત છે. બીજા અને સાતમા ભાવનો સ્વામી શુક્ર ત્રીજા ભાવમાં છે – ત્રીજો ભાવ કમ્યુનિકેશનનો ગણાય છે અને તેના પર ચંદ્રની શુભ દૃશ્ટિ છે. કમ્યુનિકેશન અને ટેક્નોલોજીને લગતા ગ્રહોની મજબૂત ઉપસ્થિતિને કારણે વોડાફોન વ્યવસાયમાં વિસ્તરણ કરી શક્યું છે તેમજ તેના કારણે જ અાંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વૃદ્વિ નોંધાવવામાં સફળ રહ્યું છે. 

કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન અને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો

વોડાફોન અાઇડીયા વિલીનીકરણમાં સાતમા સ્થાનની ભૂમિકા:
કુંડળીમાં સાતમું સ્થાન ભાગીદારી, વ્યાપારિક સોદાઅો અને વિલીનીકરણનું કારક છે. સાતમા ભાવનો સ્વામી શુક્ર ત્રીજા ભાવમા ઉપસ્થિત છે. તદુપરાંત, સપ્ટેમ્બર 2017 બાદ સાતમો ભાવ અને સાતમા ભાવનો સ્વામી શુક્ર પર ગોચરના ગુરુની કૃપાદૃષ્ટિ રહેશે.

વિલીનીકરણ બાદ વસ્તુમાં કઇ રીતે પરિવર્તન અાવશે?
ગણેશજી કહે છે કે વોડાફોનની કુંડળીમાં જન્મના મંગળ તેમજ બીજા અને દસમા ભાવ પર ગોચરનો ગુરુ દૃષ્ટિ કરી રહ્યો છે. તેથી અા વિલીનીકરણને કારણે ટેલિકોમ માંધાતા ખૂબ જ મજબૂતી પ્રાપ્ત કરશે તેમજ ટેલિકોમ જગતમાં તેનું સ્થાન જમાવી શકશે. નવા પ્રોજેક્ટની કોઇ પણ સમયે જાહેરાત થઇ શકે છે. 

શું અાપના વ્યવસાયને પ્રગતિકારક બનાવવા ઇચ્છુક છો? તો અાજે જ વ્યવસાય અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો અને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો.

ધન રાશિમાં શનિ ગોચરને કારણે વિલંબની સંભાવના:
જો કે શનિ અહીંયા મહત્વના ગ્રહો તેમજ સ્થાન પર પ્રભાવ કરતો હોવાથી ત્વરિત પરિણામની અાશા રાખવી અયોગ્ય છે. તે જન્મના ચંદ્ર પરથી પસાર થશે તેમજ જન્મના શુક્ર, અગિયારમા, ત્રીજા તથા છઠ્ઠા ભાવ પર દૃષ્ટિ કરશે. તેનાથી મહત્વના નિર્ણયોમાં વિલંબ થશે તેમજ નાણાંકીય પ્રવાહની ગતિને પણ મંદ કરશે. અા પરિબળને કારણે વોડાફોન ઇન્ડિયાને અપાતું ભંડોળ પણ અાગામી મહિનાઅોમાં ઘટે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

મેનેજમેન્ટ સ્તરે સમસ્યાઅો તેમજ સત્તાકીય પરિવર્તનના અણસાર:
ગણેશજીને લાગે છે કે અોગસ્ટ 2017 બાદ ગોચરના રાહુ-કેતુ ચોથા-દસમા ભાવમાંથી પસાર થશે, ત્યારબાદ સ્થિતિમાં મહત્વપૂર્ણ વળાંક અાવશે. રાહુ જન્મના શનિ પરથી પસાર થશે તેમજ તેથી દસમો ભાવ અને દસમા ભાવના સ્વામી પ્રભાવ હેઠળ અાવશે. તે કંપની માટે કેટલીક ગુંચવણોનું સર્જન કરશે તેમજ સતામાં પણ કેટલાક નોંધપાત્ર ફેરફાર થાય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
ગણેશાસ્પિક્સ ટીમ

અાજે જ જ્યોતિષ સાથે સીધી વાત કરો અને સમસ્યાનો અસરકારક ઉપાય અને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો

20 Feb 2017


View All blogs

More Articles