For Personal Problems! Talk To Astrologer

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે


Share on :


તાજેતરમાં રશિયામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં 76% મતો સાથે પ્રચંડ બહુમતિ મેળવી ઐતિહાસિક વિજય હાંસલ કરીને રશિયાની ગાદી પર ફરી વ્લાદીમીર પુટિન સત્તારૂઢ થતા ખાસ કરીને અમેરિકા સહિત દુનિયામાં રશિયાના સંખ્યાબંધ દુશ્મન દેશોના નેતાઓના ભવાં ચડી ગયા છે. અમેરિકાની ચૂંટણીમાં જાસુસી મામલે રશિયા અને યુએસ વચ્ચે પહેલાથી સંબંધોમાં ખટાશ છે તેવા સંજોગોમાં આક્રમક સ્વભાવ, હિંમતપૂર્ણ નિર્ણય શક્તિ અને દેશહિતમાં આકરી નીતિઓ માટે જાણીતા પુટિનને તેમના દેશની જનતાએ ભારોભાર જનાદેશ આપીને તેમની લોકપ્રિયતાનો ગ્રાફ દુનિયા સામે લાવીને મુકી દીધો છે. પુટિન રશિયાની ગાદી પર બેસનારા બીજા અને ચોથા રાષ્ટ્રપ્રમુખ છે. અગાઉ વર્ષ 2000 થી 2008 સુધી તેમણે હોદ્દો સંભાળ્યો હતો અને 7 મે 2012થી ફરી સત્તા પર આવ્યા છે. પુટીનનો જન્મ સોવિયત સંઘના લેનિનગાર્ડ (જે હાલમાં રશિયાના સેન્ટ પીટ્સબર્ગ તરીકે ઓળખાય છે)માં થયો હતો. 1954થી 1991માં સોવિયત સંઘનું વિખંડન થયું ત્યાં સુધી રશિયાની મુખ્ય સુરક્ષા એજન્સી કેજીબીમાં પણ તેમણે 16 વર્ષ સુધી ફોરેન ઈન્ડેલિજન્સ ઓફિસર તરીકે સેવા આપી છે. વૈશ્વિક સ્તરે રશિયાની સ્થિતિ વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પુટિનની સૂર્યકુંડળીનો અભ્યાસ કરીને અહીં તેમના ભાવી અંગે તેમજ દેશ માટે તેમના યોગદાન અંગે ફળકથન આપવામાં આવ્યું છે.

જન્મતારીખ- 7-10-1952
જન્મસ્થળ – લેનિનગાર્ડ (હાલનું સેન્ટ પીટ્સબર્ગ)
જન્મસમય – અજ્ઞાત

સૂર્યકુંડળી

અંકશાસ્ત્ર મુજબ પુટિનની જન્મ તારીખ07-10-1952 છે માટે મૂળાંક 7 આવે  છે જે કેતુનો અંક છે અને ભાગ્યાંક પણ 7 આવે છે.
હવે નામાંકનો વિચાર કરીએ તો VLADIMIR = 4+3+1+4+9+4+9+9 = 43 અને PUTIN= 7+3+2+9+5 = 15 અર્થાત બંનેનો સરવાળો કરતા છેવટે 43+26= 15 એટલે કે 6 અંક મળે છે જે શુક્રનો અંક છે.

પુટિનની કુંડળીમાં નામાંક શુક્રનો છે અને મૂળાંક તેમજ ભાગ્યાંક કેતુનાછે. મૂળાંક અને ભાગ્યાંક સરખા હોવાથી જીવનમાં ઘણા સંઘર્ષ પછી ઉત્તરોત્તર પ્રગતિની સંભાવના છે.7 અંક કેતુનો છે અને કેતુ સંશોધનવૃત્તિ, આધ્યાત્મિકતા તેમજ વહીવટ કુશળતા આપે છે. પુટિનની કારકિર્દીની શરૂઆત જાસૂસી સંસ્થા સાથે થઈ હતી અને હાલમાં રશિયાના સર્વોચ્ચ હોદ્દે બિરાજમાન છે. વર્ષ 2018 નો અંક 2 આવે છે જે ચંદ્રનો અંક છે. વર્ષાંક ચંદ્રનો છે અને ભાગ્યાંક તેમજ જન્માંક કેતુના છે જે બંને એકબીજાના શત્રુ હોવાથી દેશકાળ મુજબ અન્ય દેશો સાથે તેમનો સંઘર્ષમય સમય રહેવાનો સંકેત મળે છે, જ્યારે વર્ષ 2019નો વર્ષાંક 3 આવે છે. 3નો આંકડો ગુરુનો છે માટે તેનો વિચાર કરતા ગુરુ અને કેતુ વચ્ચે સારા સંબંધ હોવાથી તેમના માટે સમય સારો પુરવાર થશે.

જન્મના ગ્રહોની સ્થિતિ
વ્લાદીમીર પુટિનની સૂર્યકુંડળીનો અભ્યાસ કરતા તેમને કન્યા લગ્ન આવે છે. લગ્નેશ બુધ કન્યા રાશિમાં ઉચ્ચની રાશિમાં છે. સૂર્ય વ્યયેશ  છે  તેમજ શનિ પંચમેશ અને છષ્ઠેશ છે. શુક્ર તુલા રાશિમાં ધનેશ થઈ રહ્યો છે. તૃતિયેશ અને અષ્ટમેશ મંગળ ચોથા સ્થાનમાં છે. રાહુ પંચમ સ્થાનમાં મકર રાશિમાં છે. કેતુ અગિયારમા સ્થાનમાં કર્ક રાશિમાં છે જ્યારે ગુરુ અષ્ટમ સ્થાનમાં છે માટે મંગળ અને ગુરુ પરિવર્તન યોગમાં છે. લાભેશ ચંદ્ર નવમા સ્થાનમાં પોતાની ઉચ્ચની રાશિમાં છે.

ગોચરના ગ્રહોની સ્થિતિ
પુટિનની કુંડળીમાં ગોચરના ગ્રહોની સ્થિતિ જોવામાં આવે તો, સૂર્ય સપ્તમ સ્થાનમાંથી મીન રાશિમાં બુધ સાથે યુતિમાં ભ્રમણ કરે છે જ્યારે શનિ અને મંગળ ચોથા સ્થાનમાં જન્મના મંગળ પરથી પસાર થાય છે. શનિ – મંગળ અને સૂર્યનો સ્ક્વેર થાય છે. પંચમ સ્થાનમાં જન્મના રાહુ પરથી મકર રાશિમાં ગોચરનો કેતુ અને અગિયારમા સ્થાનમાં જન્મના કેતુ પરથી કર્ક રાશિમાં ગોચરનો રાહુ પસાર થાય છે. ગોચરનો શુક્ર અષ્ટમ સ્થાનમાં જન્મના ગુરુ પરથી પસાર થાય છે. જન્મના શુક્ર પરથી તુલા રાશિમાં ગોચરનો ગુરુ પસાર થઈ રહ્યો છે.

આગામી વર્ષ કેવુ રહેશે?

જાહેર જીવનમાં ઝાંખપ 
વર્તમાન સમય જોતા જન્મના મંગળ પરથી શનિ અને મંગળ પસાર થાય છે તેમજ જન્મના સૂર્ય સાથે કેન્દ્ર યોગ બનાવે છે. જન્મના શનિ સામે સમસપ્તક સ્થિતિમાં ગોચરનો સૂર્ય ચાલે છે જે જાહેર જીવનમાં ઝાંખપ લગાડવાનું કામ કરે છે. હાલમાં યુરોપના દેશો રશિયાન રાજનીતિ વિરુદ્ધ છે.  

શું તમે સંબંધોમાં કોઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? તો અાજે જ અંગત સમસ્યાઓનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

યુરોપિયન દેશો તરફથી વિરોધની અાંધીનો સામનો કરવો પડશે 
ઉપરાંત, તા. 2-5-2018 પછી મકરનો મંગળ જન્મના રાહુ પરથી પસાર થાય છે જે 6-11-2018 સુધી રહેશે. આ સમય અન્ય દેશો સાથે સંબંધોમાં તણાવ લાવી શકે છે. હાલમાં સપ્તમ સ્થાનનો સ્વામી ગુરુ વક્રી થઈને તુલા રાશિમાં જન્મના શુક્ર પરથી ભ્રમણ કરે છે જે જાહેરજીવનમાં આક્ષેપો અને અપયશ અપાવવાનું કામ કરે. હાલમાં યુરોપના દેશોએ રશિયાના રાજદૂતોને પોતાના દેશોમાં બહાર કાઢવાનું શરૂ કર્યું છે. 

સમસ્યાઓને ઓળંગી જવામાં વિજયી બનશે
જોકે જન્મનો ગુરુ ગોચરના ગુરુને જુએ છે. ઉપરાંત ગોચરનો ગુરુ દશમ સ્થાનને જુએ છે. દેશકાળ કુંડળીમાં દસમુ સ્થાન એટલે સરકાર, સત્તા પક્ષનું હોય છે. વ્લાદીમીર પુટિનને યશ, માન, કિર્તી, પ્રતિષ્ઠામાં કોઈપણ પ્રકારે વાંધો નહીં આવે. વળી 12-10-2018 બાદ વૃશ્ચિકનો ગુરુ જન્મના સૂર્ય, ચંદ્ર અને શનિ પરથી ભ્રમણ કરશે તેમજ સપ્તમ સ્થાન અને ચંદ્નને જોશે. આ ગુરુ પુટિનના(રશિયાના) અન્ય દેશો સાથે વ્યવહારમાં શાંતિપૂર્ણ અને પ્રગતિકારક સમયનો સંકેત આપે છે.  તમારા બિઝનેસની સમસ્યાઓને ઉકેલવા માટે માર્ગદર્શન પ્રાપ્ત કરો. આજે જ નિ:શુલ્ક બિઝનેસ રિપોર્ટ 2018 મેળવો. 

રશિયામાં તેની લોકપ્રિયતા ઊંચાઇ આંબશે
તેમના યશ, માન અને કિર્તીમાં વધારો પણ થશે. આર્થિક મામલે દેશની પ્રગતિ થશે. જોકે, 8-3-2019 થી જન્મના રાહુ પરથી ગોચરના કેતુનું ભ્રમણ અને જન્મના કેતુ પરથી ગોચરના રાહુનું ભ્રમણ પુટિનને બિનજરૂરી ચિંતામાં ધકેલી શકે છે. તેમના સંઘર્ષમાં વધારો થઈ શકે છે. એકંદરે જોતા, સંઘર્ષ, આક્ષેપો, અપયશ હોવા છતાં સરવાળે પુટિનની પ્રતિષ્ઠામાં ઝાંખપ નહીં આવે તેમ કહી શકાય.

ગણેશજીના આશીર્વાદ સાથે,
પ્રકાશભાઈ પંડ્યા

અાપની વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલ માટે હમણાં જ જ્યોતિષ સાથે સીધી વાતચીત કરો. 

10 Apr 2018


View All blogs

More Articles