વિરાટ કોહલીના જન્મની વિગતો
જન્મ તારીખ: 5 નવેમ્બર 1988
જન્મ સમય: અજ્ઞાત
જન્મ સ્થળ: દિલ્હી, ભારત
વિરાટ કોહલીની સૂર્ય કુંડળી
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન ઉપરાંત સફળ બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલીનું નામ અચુક લઇ શકાય કારણ કે મેદાન પર તેની આક્રમક ફટકાબાજી ઉપરાંત ખૂબ જ પદ્ધતિસરનું સુકાનીપદ ટીમ ઇન્ડિયાને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે અનેક સફળતાઓ અપાવી શક્યું છે. હંમેશા આક્રમક મૂડમાં રહેલા કોહલીને જ્યારે કેપ્ટનશીપ આપવામાં આવી ત્યારે ઘણા લોકોના મનમાં આશંકા હતી કે અગાઉના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની જેમ કોહલી કદાચ ટીમ ઇન્ડિયાને સફળતા અપાવશે કે નહીં. જોકે, કોહલીએ દરેકની ધારણાઓ ખોટી પાડીને ટીમ ઇન્ડિયાને વનડે અને ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં નંબર-1નું રેન્કિંગ અપાવીને પુરવાર કરી દીધું છે કે તે અજોડ છે. જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે વિરાટ કોહલીની સૂર્ય કુંડળીનું વિશ્લેષણ કરીને આ વર્ષમાં તેના પરફોર્મન્સ અંગે ચિતાર આપવામાં આવ્યો છે.
વિરાટની સૂર્ય કુંડળીમાં છઠ્ઠા ભાવ મંગળ છે અને પોતાના સ્થાનથી ચોથા ભાવમાં એટલે કે ભાગ્યના સ્થાન પર તે દૃષ્ટિ કરે છે તેથી તેને કારિકિર્દીમાં કૌશલ્યની સાથે સાથે ભાગ્યનો સાથ પણ મળી શકે છે. આ ઉપરાંત પોતાના સ્થાનથી અષ્ટમ સ્થાનમાં મંગળની દૃષ્ટિ પ્રથમ(પુરુષાર્થ) ભાવ પર હોવાથી વિરાટ કોહલીમાં જુસ્સાનું પ્રમાણ ઘણું સારું છે. મંગળના કારણે ક્રિકેટ પ્રત્યેની તેમની લગન તેને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન અપાવે છે અને કેપ્ટન બનવામાં પણ મદદ કરી છે. કોહલીની કુંડળીમાં અગિયારમા ભાવમાં ચંદ્ર છે અને કુંડળીમાં પંચમ(રમત) ભાવ પર ચંદ્રની સીધી દૃષ્ટિ તેની ભાવનાત્મક, ઉત્સાહપૂર્ણ બેટિંગનો પરિચય આપે છે. આ કારણે વિરાટ કોહલી કોઇનાથી પણ પાછો નથી પડતો અને તે તેની તાકાત છે.
ચંદ્ર દશમ ભાવનો સ્વામી થઈને અગિયારમા ભાવમાં છે અને તેની સપ્તમ દૃષ્ટિ પંચમ ભાવ(રમતના ભાવ) પર હોવાથી રમતના સૌથી અવિરત અને લોકપ્રિય ક્રિકેટ તરીકે કોહલી જાણીતો થયો છે. સાથે સાથે, આ ચંદ્ર અને મંગળના લીધે તે પહેલાથી જ વર્લ્ડ કપ વિજેતા (2011) છે, વર્લ્ડ ટી -20 (2014)માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની શક્યો છે અને તે ભારતને સતત આઠ ટેસ્ટમાં રેકોર્ડ જીત તરફ લઈ ગયો છે.
વિરાટ કોહલીએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના સામે 26 મી ટેસ્ટ સદી ફટકારી હતી. વધુ આક્રમક અભિગમ સાથે વિરાટ કોહલીએ 150 થી વધુ સ્કોર કરીને કેપ્ટન તરીકે આટલો ટેસ્ટ સ્કોર કરવાનો ઓસ્ટ્રેલિયાના ખૂબ જ જાણીતા ખેલાડી ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો.
કોહલીની કુંડળીમા તૃતીય ભાવમાં શનિ છે અને તેની દૃષ્ટિ પંચમ(રમતના ભાવ) ભાવ પર અને ભાગ્ય ભાવ પર હોવાના લીધે રમતમાં એકાગ્રતા આપે છે અને વ્યૂહાત્મક રીતે દૃઢતાથી રન ચેઝ કરવામાં કોહલીને વધુ સારો બેટ્સમેન બનાવે છે. શનિના લીધે તે લક્ષ્યો ને પૂર્ણ કરવા સ્પષ્ટ રીતે વિચારી શકે છે અને તે રન બનાવવા માટે સારી સમજ આપે છે. શનિના લીધે વિશિષ્ટ બેટિંગ ટેકનિક અને સર્વોપરી આત્મવિશ્વાસની માનસિકતા આપે છે. એક સ્થિર ચિત્તે, ખાતરીપૂર્વક ટેકનિક અને મક્કમતા કોહલીના કાંડાના હથિયાર છે, જે તેને અદભુત શોટ સારી રીતે રમવામાં મદદ કરે છે.
કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ નંબર -1 ટેસ્ટ રેન્કિંગમાં આવી ગયું છે અને વનડેમાં પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. વિરાટ કોહલીની કુંડળીના ગ્રહોનું વિશ્લેષણ કરતા આવનાર સમયમાં તે ક્લાઇવ લોઇડ અને સ્ટીવ વો જેવા સર્વશ્રેષ્ઠ કપ્તાન ભારતીય ટીમમાં બનવાની સંભાવનાઓ છે.
04 Nov 2019
View All blogs