વિરાટનું બેટ કદાચ ખૂબ સારું પરફોર્મન્સ આપશે પરંતુ જાન્યુઆરી 2016 પછી જ તે ખરા અર્થમાં ‘વિરાટ’ બનશે


Share on :

ક્રિકેટની દુનિયામાં આક્રમકતા અને વિરાટ કોહલી કદાચ એકબીજાના પર્યાય બની ગયા છે. મૂળ દિલ્હીના વિરાટે તેના શાળાકીય અભ્યા સમયથી ઉંમરના પ્રમાણમાં દરેક સ્તરે રમાતી ક્રિકેટ મેચોમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપીને પોતાની હાજરીની નોંધ લેવા માટે સૌને મજબૂર કરી જ દીધા હતા અને તેમાં પણ વર્ષ 2008માં અન્ડર -19 ટીમના કેપ્ટન પદે રહીને મલેશિયામાં રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિશ્વ વિજેતા બનાવીને પુરવાર કરી દીધું કે તે કોઈ નાના ગજાનો ખેલાડી નથી. બસ, ત્યારથી વિરાટે તેની કારકિર્દીમાં ક્યારેય પાછુ વળીને જોયુ નથી. ટીમ ઈન્ડિયામાં પ્રવેશ, શરૂઆતથી જ આક્રમક બેટિંગ અને મેદાન પર રનોના વરસાદ સાથે સાથે મેદાન બહાર અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ડેટિંગના અહેવાલોના કારણે સતત તે મીડિયાનું કેન્દ્ર બન્યો છે અને તેના ચાહકોની સંખ્યા હજારોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી પહોંચી ગઈ.

વિરાટ કોહલી પાસેથી ક્રિકેટ રસિકોને ઘણી મોટી આશાઓ છે અને કદાચ આગામી વર્લ્ડકપમાં તેના પર ટીમ ઈન્ડિયાનો ઘણો મોટો મદાર રહેવાની સંભાવના પણ નકારી શકાય નહીં. વિરાટ કોહલીની સૂર્ય કુંડળીના આધારે જો તેના ભાવી અંગે વિચાર કરવામાં આવે તો નીચે દર્શાવ્યા અનુસાર કેટલીક બાબતો સામે આવે છે.


વિરાટની આ કેટલીક ખાસિયતો છે….

  • વિરાટનો જન્મ મંગળ અને શુક્ર એકબીજાથી તદ્દન સામસામેના ભાવમાં હોય તેવી સ્થિતિમાં થયો છે. આ ગ્રહદશા તેનામાં ખૂબ જ સ્પોર્ટ્સમેનશિપનો સંકેત આપે છે અને તેનામાં રમત અંગે ઉત્સાહનું કારણ પણ આ જ છે. તેના કારણે જ વિજાતીયપાત્રોને આકર્ષવામાં પણ તે સફળ રહે છે.

  • તેના લગ્ન સ્થાનમાં સૂર્ય અને બુધની યુતિ હોવાથી, તે ખૂબ જ બુદ્ધિશાળી છે અને ઝડપથી વિચારવાનું સામર્થ્ય ધરાવે છે. તે હંમેશા ત્વરીત નિર્ણય લઈ શકે છે.

  • વિરાટની કુંડળીમાં ચંદ્ર અને કેતુ યુતિમાં હોવાથી તેને ગુસ્સો ઝડપથી આવે છે અને તે વર્ચસ્વની ભાવના વાળો છે. આ કારણે જ તે હંમેશા આવેશાત્મક મૂડમાં જોવા મળે છે.

  • ધન રાશિમાં રહેલા શનિના કારણે તે મુક્ત વિચારસરણી ધરાવે છે અને તેને વાસ્તિવકતા તેમજ સ્વતંત્રતા ગમે છે.


ગ્રહો પર એક નજર

  • ઉપરોક્ત ખાસિયતો સિવાય ગ્રહોની સ્થિતિ પરથી વિચાર કરીએ તો, કોહલીના વ્યક્તિગત કૌશલ્યને દર્શાવતા ગ્રહોની તુલનાએ ભાગ્યના ગ્રહો વધુ બળવાન છે. આગામી સમયમાં તેના માટે સુંવાળો માર્ગ તો નથી જ પરંતુ સંઘર્ષો વચ્ચે પણ શિખરે પહોંચવાનું તે ચોક્કસ સામર્થ્ય મેળવશે. આગામી સમયમાં તેના જન્મના મંગળ અને શુક્ર પરથી પાપગ્રહ રાહુ અને કેતુ પસાર થશે જેથી કામ બાબતે તેને મુશ્કેલી આવી શકે છે. તેના માટે આક્રમકતા મોટુ હથિયાર પુરવાર થઈ શકે છે પરંતુ, ગ્રહોનો સાથ મળતો નહીં હોય ત્યારે આ હથિયાર જ તેના પર પ્રહાર કરી શકે છે. કોહલીએ ખાસ પરિપકવતાથી દરેક સાથે વર્તન કરવાનું રહેશે.

  • કોહલીએ બેટ્સમેન તરીકે અને કેપ્ટન તરીકે એમ બંને પ્રકારે પોતાના દિમાગ પર અંકુશ રાખીને તેમજ ખૂબ પરિપકવતા સાથે સ્થિતિને સંભાળવી પડશે. કેપ્ટન તરીકે કદાચ બધુ તેની યોજનાઓ અનુસાર પાર ન પડતા તેને ગુસ્સો આવી શકે છે અને બેટ્સમેન તરીકે તેના પરફોર્મન્સમાં સાતત્યનો અભાવ રહેવાની સંભાવના પણ નકારી શકાય નહીં.

  • ગ્રહોની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે જાન્યુઆરી 2016 પછીનો સમય તેના માટે વધુ બહેતર રહેશે કારણ કે પાપગ્રહ રાહુ અને કેતુનો મંગળ પર અને શુક્ર પરનો પ્રભાવ ખતમ થતા તેનું કૌશલ્ય, રમત અને શક્તિસ્તર ફરી ખીલી ઉઠશે.

  • અનુષ્કા સાથે સંબંધોની વાત કરીએ તો 30 જાન્યુઆરી 2016 પછી તેમની વચ્ચે સંબંધોમાં વધી નિકટતા આવશે. કદાચ તે પછીના સમયમાં જ તેઓ લગ્નનો નિર્ણય લે તો પણ નવાઈ નહીં.

28 Oct 2015


View All blogs

More Articles