For Personal Problems! Talk To Astrologer

વિજય માલ્યાનું ભવિષ્ય: તેના ભાવી વિશે શું કહે છે અંકશાસ્ત્ર? ચાલો જાણીઅે ગણેશજીના શબ્દોમાં…!


Share on :


દેશના કોઇ પણ સુવિખ્યાત ઉદ્યોગપતિઅોઅે અેટલું ધ્યાન નથી ખેંચ્યું કે જેટલી ચર્ચા વર્તમાન સમયમાં વિજય માલ્યાની થાય છે. વિજય માલ્યા હાલ અનેક વિવાદોથી ઘેરાયેલા છે. તેની ખર્ચાળ અને વૈભવી જીવનશૈલીને કારણે અેક સમયના રાજા કહેવાતા વિજય માલ્યા પર અનેક બેંકોના કુલ રૂ. 9000 કરોડની લોનની રકમ ચાઉં કરવાનો આરોપ છે. સરકારે તેને ભાગેડુ જાહેર કર્યો છે. બેંકો પાસેથી લોન લઇને વિદેશ ભાગી ચૂકેલો માલ્યા ડિફોલ્ટર પણ જાહેર થયો છે. અનેક વિવાદોમાં સપડાયેલા વિજય માલ્યાની 18 અેપ્રિલ 2017ના રોજ યુકેમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને 10 જુલાઇના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતમાં હાજર રહેવાનું ફરમાન પણ જારી કરાયું છે. 

વિજય માલ્યા વિશે: 
માલ્યા યુનાઇટેડ સ્પિરીટ્સ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન છે, જે દેશની સૌથી મોટી દારુની કંપની છે અને યુબી ગ્રૂપના ચેરમેન છે. તેઅો ભૂતકાળમાં 20 વર્ષ સુધી સનોફી ઇન્ડિયા અને બેયર ક્રોપસાઇન્સ કંપની ચેરમેન રહી ચૂક્યા છે. તે સિવાય તેણે કેટલીક અન્ય કંપનીઅોના ચેરમેન તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો. માલ્યાએ એક વેપારી તરીકે અઢણક નાણાંની કમાણી કરી છે. શું અાપ પણ તેના જેટલા નાણાંની કમાણી કરી શકશો? આજે જ અા પ્રશ્નના જવાબ માટે 2017નો ફાઇનાન્સ રિપોર્ટ મેળવો.

દેશની 17 બેંકો માલ્યા પાસેથી રૂ.9000 કરોડની રકમ વસૂલાત માટેના પ્રયત્નો કરી રહી છે. વાત અેવી છે કે માલ્યાઅે 100 ટકા પ્રોફિટ કે પછી વિશ્વભરની 40 કંપનીઅોમાં અડધા હિસ્સાની માલિકી માટે દેશની 17 બેંકો પાસેથી રૂ.9000 કરોડની લોન લીધી હતી. જો કે માલ્યા અા રકમ ચાઉ કરી ગયો છે. તે ઉપરાંત દેશના અાયકર વિભાગ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવી તપાસ અેજન્સીઅો પણ તેની સામેના નાણાકીય છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. 

18 અેપ્રિલ 2017ના રોજ માલ્યા વિરુદ્વની નાણાકીય છેતરપીંડીના અારોપસર તેની યુકે મેટ્રોપોલિટન અેક્સાડ્રિશન યુનિટ દ્વારા ધરપકડ કરાઇ હતી અને તે પછીના દિવસે તે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહ્યો હતો. 9 મેના રોજ સુપ્રીમ કોર્ટે તેને અદાલતનું અપમાન કરવા માટે દોષી ઠેરવ્યો હતો અને તેને 10 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાનો અાદેશ અપાયો છે. માલ્યાની કારકિર્દી સંઘર્ષમય રીતે પસાર થઇ રહી છે. શું તમારી કારકિર્દીમાં પણ સંઘર્ષથી ચિંતિત છો? તો અાજે જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો અને તમારા સૌથી ગંભીર પ્રશ્નનું સચોટ સમાધાન મેળવો.  

ગણેશજીનું ફળકથન: વિજ્ય માલ્યા અને નંબર 5
માલ્યાની વાસ્તવિક જીવનમાં પણ અાટલી રસપ્રદ સ્ટોરી અાગળ જતા અેક શ્રેષ્ઠ નવલકથા કે પછી બોલિવૂડ મૂવિની થીમ માટે પ્રેરણાત્મક બની રહેશે ત્યારે વર્તમાન સમયમાં દરેકના મનમાં જે સવાલ ઉઠી રહ્યો છે તે અે છે કે તેનું ભાવી કેવું રહેશે. ગણેશજીઅે તેના જીવન અને ભવિષ્યનું વિશ્લેષણ કર્યું છે અને અંકશાસ્ત્ર પ્રમાણે નીચે પ્રમાણે નિષ્કર્ષ અાપી રહ્યા છે. 

માલ્યા નંબર 5થી વધુ પ્રભાવિત છે.
 
ચલદીન અંકશાસ્ત્ર પ્રમાણે, તેના નામનો નંબર છે: 

V+I+J+A+Y+M+A+L+L+Y+A= 6+1+1+1+1+4+1+3+3+1+1=23=2+3=5 

તદુપરાંત, પાયથાગોરિયન અંકશાસ્ત્ર પ્રમાણે, તેનો નંબર છે: 

4+9+1+1+7+4+1+3+3+7+1=41=4+1=5 

હવે તેની જન્મતારીખ પર નજર કરીએ:

18 ડિસેમ્બર 1955 =1+8+1+2+1+9+5+5=32=3+2=5 

નંબર 5નું મહત્વ: 
તેથી, કહી શકાય કે તેના જીવન પર નંબર પાંચનો વિશેષ રીતે પ્રભાવ જોવા મળે છે. નંબર 5 બુધ સાથે સંકળાયેલ છે. અંકશાસ્ત્રમાં તે 1 થી 9ની શ્રેણીમાં મધ્યમાં હોવાથી સવિશેષ મહત્વ ધરાવે છે. બાઇબલ સંબંધી અંકશાસ્ત્રમાં અા નંબર માનવી સાથે સંકળાયેલ છે. માનવી તેની પસંદગી પ્રમાણે સારો અથવા દુષ્ટ બની શકે છે. તેથી અા નંબરની સૌથી સકારાત્મક લાક્ષાણિક્તા સ્વતંત્રતા છે. તે સિવાય તેના સકારાત્મક ગુણધર્મોમાં મુસાફરી અને સાહસ, જીવનમાં વૈવિધ્ય, સતત પરિવર્તન, અનુભવથી શીખ સામેલ છે.  

અંકશાસ્ત્રમાં નંબર પાંચનો સાચો અર્થ:
અંકશાસ્ત્રના અનેક પુસ્તકોમાં નંબર 5ને સ્વતંત્રતા માટેનો નંબર તરીકે દર્શાવ્યો છે, પણ વાસ્તવિક દૃષ્ટિઅે તે માત્ર અર્ધસત્ય છે. હકીકતમાં 5 નંબરનો અર્થ થાય છે સ્વતંત્રતાનો રચનાત્મક રીતે ઉપયોગ કરવો. તેથી સ્વતંત્રતા શબ્દ અને તેના રચનાત્મક ઉપયોગ વચ્ચે ઘણો તફાવત છે. અાપણે યોગ્ય પસંદગી માટે ચતુરાઇ અને અનુભવની જરૂર છે. 

નંબર પાંચ જીવનમાં યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટે કહે છે. જ્યારે પણ નંબર અંગત જીવનના અાંક તરીકે જોવા મળે ત્યારે તે સકારાત્મક અને નકારાત્મક અેમ બન્ને પ્રકારના પરિણામ અાપે છે. તેથી અાપણા વિકલ્પની સૂઝબુઝ સાથે પસંદગી કરવી વધુ હિતાવહ છે. જે લોકો અા નંબર મેળવે છે તેના માટે સ્થિતિ પર કાબૂ મેળવવો અઘરો બની રહે છે અને મોટા ભાગના લોકો તેના જીવનમાં યોગ્ય પસંદગી કરવામાં નિષ્ફળ રહે છે. તેથી જે લોકોને નંબર પાંચ મળે છે તેની સાથે 1,3,7 અને 9 જેવા અન્ય નંબર ઇચ્છિત બની રહે છે અન્યથા તેઅો ગેરમાર્ગે દોરાય જાય છે અને અવળે રસ્તે પણ ચડી જતા વાર નથી લાગતી.  

અાંક 5નું વધુ પ્રભાવ:
માલ્યાના કેસમાં અાપણે તેના જીવનમાં નંબર પાંચના સ્પંદનો જોઇ શકીઅે છીઅે. જો માત્ર અેક નંબર અાપણા જીવનને પ્રભાવિત કરતો હોય તો તે નંબરના વધારે પડતા પ્રભાવથી જીવનમાં નકારાત્મક પરિણામો જોવા મળે છે. તેથી અાપણે જીવનમાં સંતુલન સાધવાની જરૂરિયાત રહે છે. અા હેતુથી જ અન્ય નંબર પણ અાવશ્યક છે. અહીંયા માલ્યાના જીવનમાં નંબર પાંચનો વધુ પડતો પ્રભાવ જોવા મળે છે. 

નંબર 5ના નકારાત્મક ગુણધર્મો: વિચાર વગર પગલા ભરવા, સમસ્યાઅોનો સામનો કર્યા વગર સ્થિતિથી દૂર ભાગવું, બેજવાબદારી અથવા દિશાહીન કે પછી જીવન પ્રત્યે અવાસ્તવિક અભિગમ. 

માલ્યાની પડતી વર્ષ 2012મા થઇ હતી, અે વર્ષના અાંકડાનો સરવાળો પણ અાંક 5 થાય છે:
2+0+1+2=5   

માલ્યાના કેસમાં અાંકડાઅોની ખોટ: 
પાયથાગોરિયન અંકશાસ્ત્ર પ્રમાણે, માલ્યા નંબર 2,5,6 અને 8 પાસેથી જીવનના અગત્યના પાઠો શીખી શકે છે. 2 નંબર સૌહાર્દ અને સહકાર, નંબર 5 સ્વતંત્રતાનો રચનાત્મક ઉપયોગ, નંબર 6 ઘર અથવા સ્થાનિક જવાબદારી અને નંબર 8 અાર્થિક અાયોજન દર્શાવે છે. જો કે જીવનને ખરા અર્થમાં સાર્થક કરતા અા અાંકડાઅોની તેના નામમાં ખોટ વર્તાઇ રહી છે. 

ચાલો, હવે અંકશાસ્ત્ર પ્રમાણે કંપનીના નામ પર એક નજર કરીએ:

U+N+I+T+E+D+B+R+E+W+E+R+I+E+S+G+R+O+U+P= 3+5+9+2+5+4+2+9+5+5+9+9+5+5+1+7+9+6+3+7=110=11 

અહીં અાપણે જોઇ શકીઅે છીઅે કે તેની કંપનીના નામનો નંબર માસ્ટર નંબર 11 સાથે સંકળાયેલો છે. અા નંબર શ્રેષ્ઠ દીર્ઘદૃષ્ટિ અને સફળતાનો સૂચક છે. વિશ્વભરમાં અા કંપનીના ઉત્પાદનો ખૂબ સફળ છે. કિંગફિશર બીયર ભારતમાં 50 ટકાથી પણ વધુ માર્કેટ હિસ્સો ધરાવે છે અને તે ભારત સિવાય અન્ય 52 દેશોમાં ઉપલબ્ધ છે. અા બધુ જ નંબર 11 સાથે સંકળાયેલ છે. 

વિજય માલ્યાનું ભાવી: 
નંબર 11 સ્વપનદૃષ્ટા બનવા માટે છે અને જો નંબર 5 (માલ્યાના નામનો નંબર) 11 સાથે જોડાઇ જાય તો તેનાથી અભૂતપૂર્વ સફળતાના સંકેતો મળે છે. તેથી જ માલ્યાને સારા સમયનો રાજ કહેવામાં આવે છે. તેને બે નંબરના જોડાણની શક્તિ કહેવાય છે. અા જોડાણનો મુખ્ય ગુણધર્મ શ્રેષ્ઠ વાયદા છે કારણ કે નંબર 11 શ્રેષ્ઠ દીર્ઘદૃષ્ટિ અને લાંબા ગાળાના ભવિષ્યને સૂચિત કરે છે જ્યારે નંબર 5 સાહસ, મુસાફરી, સ્વતંત્રતાનો રચનાત્મક ઉપયોગ દર્શાવે છે. જો નંબર 5 યોગ્ય પસંદગી કરવામાં નિષ્ફળ રહે છે અને બેજવાબદાર બને છે તો આ જોડાણ પર તેનો પ્રભાવ પડતા તે સૌથી નકારાત્મક પરિણામ અાપે છે. અાલ્કોહોલ અને વધુ પડતી કામુક્તા પણ નંબર પાંચની નકારાત્મક અસરો કહી શકાય.  

આગામી વર્ષ માલ્યાના નંબર 5 માટે અંગત વર્ષ બની રહેશે

18+12+2018=23=5, તેથી આ વર્ષમાં, જો તે યોગ્ય પસંદંગી કરશે તો આ નંબરનું સકારાત્મક પરિણામ જોવા મળશે અને ફરીથી તે ફિનિક્સની જેમ ઉદિત થશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.  

ગણેશજીના અાશીર્વાદ સાથે,
ગણેશાસ્પિક્સ ડોટ કોમ ટીમ 


અા લેખ પણ તમને અચૂકપણે વાંચવા ગમશે:

23 May 2017


View All blogs

More Articles