For Personal Problems! Talk To Astrologer

શુક્રનું વૃષભ રાશિમાં ભ્રમણ: કેવી રહેશે અસરો? ચાલો ગણેશજીથી જાણીઅે..!


Share on :


ગ્રહમંડળમાં સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને ત્યારબાદ નજીકનો ગ્રહ શુક્ર છે. પૃથ્વીથી શુક્ર 6 કરોડ 72 લાખ માઇલ દૂર છે. શુક્ર કુંડળીમાં ચોથા સ્થાનમાં તથા ઉત્તર દિશામાં બળવાન બને છે. બુધ, શનિ, રાહુ તે શુક્રના મિત્ર ગ્રહ છે. મંગળ તથા ગુરુ શુક્રના મિત્ર કે શત્રુ નથી. જ્યારે સૂર્ય અને ચંદ્ર શુક્રના શત્રુ ગ્રહ કહી શકાય. રાશિચક્રમાં તુલા રાશિ તથા વૃષભ રાશિ ઉપર શુક્ર અાધિપત્ય ધરાવે છે. મીન રાશિમાં 1 થી 27 અંશ સુધી તે ઉચ્ચનો તથા કન્યા રાશિમાં 1 થી 27 સુધી નીચનો બને છે. તુલા રાશિમાં 1 થી 20 સુધી મૂળ ત્રિકોણ રાશિનો બને છે. વૃષભ તથા તુલા રાશિમાં શુક્ર સ્વગૃહી બને છે. 

શુક્ર અેટલે વૈભવી જીવન માટેનો ગ્રહ. જેની કુંડળીમાં શુક્ર બળવાન નથી હોતો તેનું જીવન નિરસ જોવા મળે છે. શુક્ર અેટલે જીવન જીવવાની કળા, શુક્રપ્રધાન વ્યક્તિ તેના જીવનની કોઇપણ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં પણ ખૂબજ અાનંદ અને ખુશી સાથે તેનું જીવન વ્યતિત કરવાની કળા ખૂબ સારી રીતે જાણે છે. 

સૌંદર્ય, પ્રેમ, લાગણી, સંજીવની વિદ્યા, વૈદિક વિદ્યા, ડોક્ટરી દવા, અાનંદ- પ્રમોદ, વિર્ય, કલા, નૃત્ય, સાહિત્ય, અલંકાર, લલિતકળા, વાદન, પત્ની, વાહન, શૈયા, ભોગ-વિલાસ, ભૌતિક સુખાકારી, જીવન શક્તિ, શણગાર, પ્રવાસ, ઇન્ટિરિયર, ફોટોગ્રાફી, ગિફ્ટ વગેરે બાબતોમાં શુક્ર પોતાનું કારકત્વ ધરાવે છે. માણસના શરીરમાં ગર્ભાશય, જનન ઈન્દ્રી, પેટ, નાભી, કિડની પર શુક્રનું પ્રભૂત્વ હોય છે.

તારીખ 29-6-2017ના રોજ સાંજે 19-33 કલાકે શુક્ર વૃષભ રાશિમાં આવીને સ્વગૃહી થશે અને તારીખ 26-7-2017ના રોજ સાંજે 17.07 સુધી આ રાશિમાં જ ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં શુક્રનું ભ્રમણ બારેય રાશિઓને અલગ અલગ ફળ આપશે જે અહીં દર્શાવ્યું છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. જો તમે તમારી લગ્ન રાશિ જાણવા માંગતા હોવ તો અહીંયા ક્લિક કરો.

મેષ – 
મેષ રાશિના જાતકો માટે વૃષભ રાશિનો શુક્ર પારિવારિક સુખ, આર્થિક બાબતો, દાંપત્યજીવન, અંગત જીવન, જાહેર જીવન, ભાગીદારીને લગતા સંબંધોમાં મધ્યમ ફળ આપનારું પુરવાર થાય. તા. 29-6થી 8-7 દરમિયાન પારિવારિક સુખમાં વિસંવાદિતા સર્જાય. આર્થિક ક્ષેત્રે અવરોધો આવે. દાંપત્યજીવન અને અંગત જીવનમાં માહોલ સંઘર્ષમય રહે. જાહેરજીવનમાં યશ પ્રાપ્તિથી વંચિત રહો. ભાગીદારો સાથે અણબનાવની સંભાવના રહે. તારીખ 8-7થી 20-7 સુધી પારિવારિક જીવન મધ્યમ રહેશે. 

આર્થિક કાર્યો અટકી અટકીને આગળ વધે. દાંપત્યજીવન અને અંગતજીવમાં મધ્યમ ફળદાયી સમય જણાઈ રહ્યો છે. જાહેરજીવનમાં પણ ખાસ મોટી આશા ન રાખવી. ભાગીદારીના કાર્યો ધીમી ગતિએ આગળ વધશે. તારીખ 20-7થી 26-7 સુધી પરિવારમાં આનંદનો માહોલ સર્જાયેલો રહેશે. આર્થિક મોરચે પણ ઉન્નતિની શક્યતા જણાઈ રહી છે. દાંપત્યજીવન અને અંગતજીવનમાં પારસ્પિરિક તાલમેજ જળવાશે. જાહેરજીવનમાં યશ વધે. ભાગીદારીના કાર્યોમાં પ્રગતિકારક સમય ગણાય. તમારા દાંપત્યજીવનમાં પણ સમસ્યાઅો છે તો સમસ્યાઓને ઉકેલ લાવીને તેને સુખમય બનાવો. અાજે જ દાંપત્યજીવનમાં સમસ્યાનો ઉકેલ રિપોર્ટ મેળવો.

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં જ શુક્રનું પરિભ્રમણ શારીરિક અને માનસિક પરિસ્થિતિ મજબૂત કરાવનારું પુરવાર થશે. નોકરી, મોસાળ, નોકર-ચાકર, રોગ-શત્રૂ વગેરે બાબતોમાં મધ્યમ પરિણામ મળે. તા. 29-6થી 8-7 સુધી શારીરિક અને માનસિક રીતે આપની સ્થિતિ મજબૂત રહેશે. નોકરીમાં સાવચેતી રાખવી. નોકર-ચાકર અથવા હાથ નીચે કામ કરતા લોકો સાથે અણબનાવની શક્યતા વધશે. મોસાળ સાથેના સંબંધોમાં વિસંવાદિતાની શક્યતા જણાય છે. શારીરિક તંદુરસ્તીની થોડી કાળજી લેવી પડશે. તારીખ 8-7થી 20-7 સુધીમાં શારીરિક અને માનસિક રીતે આપ મજબૂત થશો. 

નોકરીમાં હજુ પણ ધ્યાન રાખવું જ પડશે. મોસાળ સાથેના સંબંધોમાં આંશિક સુધારો આવશે. નોકરચાકરનું સુખ મધ્યમ પ્રમાણમાં ભોગવી શકશો. તંદુરસ્તી સામાન્ય રહેશે. તારીખ 2-7થી 26-7 સુધીમાં શારીરિક અને માનસિક રીતે આપ વધુ બળવાન બનશો. આત્મવિશ્વાસ વધશે. નોકરિયાતોને સારી તકો મળે અને પ્રગતીની આશા પ્રબળ બનશે. નોકરચાકર તરફથી પુરતો સહકાર મળે અને તમારા કાર્યો તેઓ ઉત્સાહથી કરશે. તંદુરસ્તી પણ સારી રહેવાથી તમે કામકાજમાં મન લગાવશો. મોસાળ તરફથી કોઈને કોઈ લાભની આશા રાખી શકો છો. શત્રુઓ અને હરીફો પર વિજય મેળવી શકશો. તમારા વિરુદ્ધ તેમની કોઈપણ ચાલ નિષ્ફળ રહેશે. સંબંધો અેક પ્રકારની ગૂંચવણભરી માયાજાળ છે જે અાપને પ્રવૃત રાખે છે. સંબંધોમાં સવાલોના જવાબ માટે 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટ મેળવો.

મિથુન 
આ રાશિના જાતકોને વૃષભનો શુક્ર આકસ્મિક ખર્ચ અને બીમારીના સંકેતો આપે છે. ધાર્મિક યાત્રાની શક્યતા પણ નકારી શકાય નહીં. પ્રણય, વિદ્યાભ્યાસ, સંતાન, રમતગમત, શેર-સટ્ટો, આર્થિક મોરચે મધ્યમ પરિણામ પ્રાપ્ત થાય. તારીખ 26-6થી 8-7 દરમિયાન આકસ્મિક બીમારીની સંભાવના રહે તેમજ ખર્ચની તૈયારી રાખવી. લાંબા અંતરની મુસાફરીના સંજોગો બની રહ્યા છે. પ્રણય સંબંધોમાં કોઈ મુદ્દે મતભેદ વધી શે છે. સંતાનો સાથે પણ હાલમાં સંબંધોમાં તણાવની શક્યતા વધશે. તેઓ તમારા કહ્યામાં ન હોય તેવું લાગ્યા કરશે. વિદ્યાભ્યાસમાં અવરોધોની સંભાવના રહે. તમારું મન ઈતરપ્રવૃત્તિઓમાં પરોવાયેલું રહેશે. શેર-સટ્ટામાં નુકસાનની શક્યતા હોવાથી કોઈપણ સોદો ટાળવાની સલાહ છે. રમતગમતમાં પણ આપને નકારાત્મક પરિણામો મળે. આર્થિક મોરચે અવરોધોનો સામનો કરવાની તૈયારી રાખવી. તારીખ8-7થી 20-7 દરમિયાન અચાનક સ્વાસ્થ્ય કથળી શકે છે. 

ખાસ કરીને ઋતુગત બીમારી તમને ભરડામાં લેશે. અણધાર્યા ખર્ચની શક્યતા હોવાથી અગાઉથી આર્થિક આયોજન રાખજો. લાંબા અંતરની મુસાફરીની સંભાવના રહે. આ સમયમાં વિદ્યાભ્યાસમાં અવરોધોની સંભાવના જણાઈ રહી છે. શેર-સટ્ટામાં હાલમાં કોઈના કહેવાથી સોદાબાજી ન કરવી અન્યથા ખોટ ખાવાનો વારો આવશે. રમતગમત ક્ષેત્રે મધ્યમ ફળદાયી સમય છે. આર્થિક લાભની હાલમાં આશા ન રાખતા. તારીખ 20-7થી 26-7 સુધીમાં ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. શારીરિક તંદુરસ્તી સારી રહેવાથી તમે ઉત્સાહથી કામકાજમાં વ્યસ્ત રહેશો. પ્રણય, સંતાનો, શેરબજાર અને આર્થિક મોરચે તેમજ વિદ્યાભ્યાસમાં તમને સારું પરિણામ મળવાની સંભાવના જણાઈ રહી છે. જીવનમાં અનેક વિકલ્પો અને પસંદગી ઉપલબ્ધ છે. પણ રોકાણની બાબતમાં ખોટી સલાહ જરાય પણ ના ચાલે, અેટલે જ રોકાણ અંગેની સલાહ મેળવીને અાર્થિક ભવિષ્યને સુરક્ષિત બનાવો.

કર્ક  
કર્ક રાશિના જાતકો માટે વૃષભનો શુક્ર મૈત્રિ સંબંધો, મોટાભાઈ બહેનો, આર્થિક બાબતો, સ્થાવર મિલકતો સંબંધિત બાબતો, માતા અને વાહન સંબંધિત કામકાજોમાં શુભ ફળ મળી શકે છે. તારીખ 29-6થી 8-7 સુધીમાં મોટા ભાઈ બહેન સાથે સંબંધો મધ્યમ રહેશે. મૈત્રિ સંબંધોમાં વિખવાદોની સંભાવના છે. આર્થિક મોરચે અવરોધોનો સામનો કરવાની તૈયારી રાખવી. સ્થાવર અને જંગમ મિલકતો સંબંધિત કાર્યોમાં ગુંચવાડો વધશે. માતાનું સુખ મધ્યમ પ્રમાણમાં મળશે. તેમની સાથે બોલવામાં વિનમ્રતા રાખવી. વાહન સંબંધિત નિર્ણયોમાં નકારાત્મક ફળ મળી શકે છે. તારીખ 8-7થી 20-7 સુધીમાં મૈત્રી સંબંધોનું સુખ સામાન્ય મળશે. મોટા ભાઈ બહેન સાતે કોઈને કોઈ મુદ્દે મતભેદ રહેવાની સંભાવના છે. 

આર્થિક બાબતોમાં તમે અનેક પ્રયાસો કરો છતાં અવરોધો આવતા નિરાશા વધશે. સ્થાવર અને જંગમ મિલકતના કાર્યો ધીમી ગતિએ તેમજ અવરોધો સાથે આગળ વધશે. વાહન ખરીદી માટે યોગ્ય સમય નથી. તારીખ 20-7થી 26-7 સુધીમાં મોટા ભાઈબહેને અને મિત્રો સાથે સંબંધોમાં સામીપ્ય વધશે. મિલકત સંબંધિત કાર્યોમાં આપની તરફેણમાં નિર્ણય આવે. વાહન ખરીદી અથવા વાહન સંબંધિત કોઈપણ કામ માટે આ સમય સાનુકૂળ જણાઈ રહ્યો છે. અાર્થિક ખેંચ જીવનની ઇચ્છાઅોને અધૂરી રાખે છે. પણ તમે અમારો 2017નો અાર્થિક રિપોર્ટની મદદથી તે ઇચ્છાઅો પૂરી કરી શકો છો. 

સિંહ 
સિંહ રાશિના જાતકોને વૃષભ રાશિનો શુક્ર મૈત્રિ સંબંધો, નાના ભાઈબહેન, મુસાફરી, વિવિધ પ્રવૃત્તિઓ, પિતા અને કાર્ય ક્ષેત્ર સંબંધિત બાબતોમાં શુભ ફળદાયી પુરવાર થશે. તારીખ 29-6થી 8-7 સુધીના સમયમાં મિત્રો સાથે સંબંધો મધ્યમ રહેશે. તમે કોઈપણ કારણથી મુલાકાત નહીં કરી શકો અથવા તેમની સાથે કોઈ બાબતે વૈચારિક મતભેદ થઈ શકે છે. નાના ભાઈ બહેન સાથે પણ સંબંધોમાં થોડુ સાચવવાની સલાહ છે. આ સમયમાં મુસાફરી દરમિયાન મુશ્કેલીઓના અણસાર હોવાથી શક્ય હોય તો મુસાફરી ટાળવી અથવા વધુ સાવચેત રહેવું. પિતા સાથે મતમતાંતર રહેવાની શક્યતા છે. 

કાર્યક્ષેત્રે અવરોધો વધશે માટે હાલમાં તમારા હાથમાં જે પણ પ્રોજેક્ટ હોય તે પુરા કરવામાં નિર્ધારિત સમય કરતા વધુ સમય લાગી જાય અથવા તમારે સામાન્ય કરતા વધુ પ્રયાસો કરવા પડે. તારીખ 8-7થી 20-7 સુધીમાં તમારે નાના ભાઈ બહેન સાથેના સંબંધો સામાન્ય રહેશે. મિત્રો સાથે પણ વિવાદની સંભાવના હોવાથી શક્ય હોય ત્યાં સુધી મુલાકાતો ટાળવી. કાર્યક્ષેત્રે તમારી એકાદ બેદરકારીની પણ મોટી કિંમત ચુકવવી પડશે માટે સાવધાન રહેવું. તારીખ 20-7થી 26-7 સુધીમાં નાના ભાઈબહેન, મિત્ર સાથે તમારા સંબંધોમાં મીઠાશ વધશે. અગાઉના મતભેદો ચર્ચા કરીને તમે ઉકેલી શકશો. મુસાફરી પણ આનંદદાયક નીવડશે તેમજ પ્રોફેશનલ હેતુથી કરેલી મુસાફરીમાં અપેક્ષિત ફળની આશા પણ રાખી શકો છો. પિતા સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે તેમજ કામકાજમાં તેમના તરફથી સહકાર અને માર્ગદર્શન મળશે. કાર્યક્ષેત્રે આ સમયમાં તમે પ્રગતી અને સફળતાની આશા રાખી શકો છો. કારકિર્દી જીવનની જીવાદોરી છે અને તેને પ્રગતિકારક બનાવવી પણ અતિ આવશ્યક છે પણ કઇ રીતે? જો તમે પણ ગૂંચવાયેલા હોવ તો આજે જ કારકિર્દીમાં ક્યા ક્ષેત્રે સફળતા મળશે રિપોર્ટ મેળવો. 

કન્યા 
કન્યા રાશિના જાતકો માટે વૃષભનો શુક્ર પારિવારિક સુખ, આર્થિક બાબતો, ભાગ્ય વૃદ્ધિ, નવીન તકો, ધાર્મિક યાત્રા, મિત્રો વગેરે બાબતે શુભ ફળદાયી આપનારું પુરવાર થશે. તારીખ 29-6થી 8-7 સુધીમાં પરિવારના સભ્યો સાથે વ્યવહારમાં વિનમ્રતા રાખવી કારણે કોઈપણ બાબતે આંતરિક વિવાદો વધી શકે છે. આર્થિક બાબતોમાં અપેક્ષા કરતા ઓછુ ફળ મળે અથવા ઉઘરાણી-લોનના કાર્યો અટકે અથવા ખોટો ખર્ચ થઈ જાય તેવી શક્યતા છે. 

ધાર્મિક યાત્રામાં અવરોધો આવે તેમજ ભાગ્યવૃદ્ધિની તકો ન મળે. મિત્ર વર્તુળમાં પણ સંબંધો સામાન્ય રહે. તારીખ 8-7થી 20-7 સુધીમાં કૌટુંબિક વિસંવાદિતા વધવાની શક્યતા રહેશે. આર્થિક મોરચે મધ્યમ ફળ મળે. ધાર્મિક મુસાફરી દરમિયાન વિઘ્નોની શક્યતા હોવાથી સાવચેતી રાખવી. ભાગ્ય મોં ફેરવીને બેઠુ હોય તેવું લાગ્યા કરશે. કામના પ્રમાણમાં ફળ ઓછુ મળે. યશથી પણ વંચિત રહો. મિત્રો સાથે સંબંધો સામાન્ય રહેશે. તારીખ 20-7થી 26-7 સુધીમાં આર્થિક બાબતોમાં ઉન્નતિ થાય. ધાર્મિક સ્થળોએ સફળ મુસાફરી થાય. ધાર્મિક અને જનસેવાના કાર્યોમાં તમારી સક્રીયતા વધશે. મિત્રો તરફથી પણ સારી આશા રાખી શકો છો. ક્યારેક જીવનમાં એવી સમસ્યાઓમાં ફસાઇ જઇએ છીએ, જેનો ઉકેલ મેળવવો મુશ્કેલ હોય છે, આ પરિસ્થિતિમાં અમે અાપને મદદ કરી શકીએ છીએ. જી હા, તમે પૂછો કોઇ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અા પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ મેળવીને જીવનને સમસ્યા મુક્ત બનાવી શકો છો. 

તુલા 
તુલા રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન માનિસક પરિવર્તન થઈ શકે છે. વારસાગત મિલકતો, તંદુરસ્તી બાબતે નકારાત્મક પરિણામો આવી શકે છે. તારીખ 29-6 થી 8-7 દરમિયાન તમારી શારીરિક તંદુરસ્તીની ખાસ કાળજી લેવી પડશે. માનસિક રીતે અજંપો વધશે જેની અસર સ્વાસ્થ્ય પર પડશે. ગુંચવાડો રહેવાથી કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં તમે પાછા પડશો તેની અસર તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ પર પડી શકે છે. તારીખ 8-7થી 20-7 સુધીમાં મિલકો સંબંધિત કાર્યો પાર પાડવા માટે ઠીક સમય નથી. 

અજંપો રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગશે જેથી તમારું પરફોર્મન્સ નબળું પડશે. વ્યવસાયિકોને ક્લાયન્ટ તરફથી તેમજ નોકરિયાતોને બોસ તરફથી ઠપકો સાંભળવો પડે. શારીરિક સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. વારસાગત મિલકોત મામલે આ સમય ઠીક જણાતો નથી. માનિસક અજંપો પણ વધવાની શક્યતા છે. તારીખ 20-7થી 26-7 સુધીમાં તમારી માનસિક અને શારીરિક સ્થિતિમાં દેખીતો સુધારો આવશે. વારસાગત મિલકતોના કાર્યોમાં ઉકેલ આવતા તમે રાહતનો શ્વાસ લેશો. તંદુરસ્તી પણ સારી જળવાશે જેના કારણે તમે કામકાજમાં વધુ મન પરોવી શકશો. જીવનમાં સમૃદ્વિ માટે અાર્થિક લાભ ખૂબ જરૂરી છે. આર્થિક લાભ માટે વ્યવસાય પણ સારો ચાલે તે અાવશ્યક છે. જો તમારો વ્યવસાય અપેક્ષા મુજબ ના ચાલતો હોય તો 2017 બિઝનેસ રિપોર્ટ મેળવીને તેમાં વૃદ્વિ કરી શકો છો.  

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ભ્રમણ ખાસ કરીને અંગત જીવન, દાંપત્યજીવન, જાહેરજીવન તેમજ ભાગીદારીના સંબંધોમાં શુભ ફળદાયી નીવડશે જ્યારે આકસ્મિક બીમારી તેમજ ખર્ચ અને મુસાફરી મામલે અશુભ ફળદાયી નીવડશે. તારીખ 29-6 થી 8-7 દરમિયાન આકસ્મિક બીમારી તેમજ ખર્ચના સંજોગો બનશે. મુસાફરીમાં સાનુકૂળતા નહીં રહે. દાંપત્યજીવનમાં વિસંવાદિતા વધવાની શક્યતા છે. અંગત અને જાહેરજીવનમાં લોકો સાથે મતભેદો વધશે. 

ભાગીદારો સાથે પણ સૌમ્ય વ્યવહાર કરવો. તારીખ 8-7થી 20-7 સુધીમાં મુસાફરીમાં અવરોધ, આકસ્મિક બીમારી અને ખર્ચની શક્યતા વધશે. જીવનસાથી, ભાગીદાર, પરિવારના સભ્યો અને જાહેરજીવનમાં તમારા મિત્રવર્તુળો તેમજ પરિચિત લોકો સાથે સંબંધો સાચવવા માટે વિશેષ મહેનત કરવી પડશે. તારીખ 20-7થી 26-7 સુધીમાં સમય તમારી તરફેણમાં છે. ધાર્મિક મુસાફરી સુખરૂપ રીતે સંપન્ન થાય. ભાગીદાર તરફથી સારો સહકાર મળે અને તેમના તરફથી આર્થિક લાભની આશા રાખી શકો છો. આર્થિક જવાબદારીઓ ઘટશે અને આવક વધશે. જીવનસાથી જોડે ઉત્તમ તાલમેલ રહેશે. તમને એકાંતની પળો માણવા માટે તક મળશે. તમે એકબીજાને સમજવાનો વધુ પ્રયાસ કરશો અને એકબીજાની જવાબદારી સાથે મળીને નિભાવશો. બીમારી પાછળ ખર્ચનું પ્રમાણ ઘટશે.  ક્યારેક જીવનમાં મુશ્કેલ શંકાઓ હોય છે જેનું કોઇ સમાધાન નથી મળતું.પણ હવે તમારી પાસે સમાધાન છે. જી હા, બિલકુલ તમે પૂછો કોઇ અેક પ્રશ્ન રિપોર્ટથી શંકાનું સમાધાન મેળવી શકો છો. 

ધન
ધન રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર મોટા ભાઈ બહેન, સંબંધીઓ, મિત્રો સાથે તાલમેલ અને આર્થિક બાબતોમાં લાભ અપાવનારું પુરવાર થાય જ્યારે નોકરી, નોકરચાકરનું સુખ, મોસાળ પક્ષ, રોગ અને શત્રુ સંબંધિત બાબતોમાં અશુભ પરિણામ આપનારું પુરવાર થાય. તારીખ 29-6થી 8-7 સુધીમાં મોટા ભાઈ બહેન અને મિત્રો સાથે વિસંવાદિતા સર્જાય. બોલવામાં સંયમ રાખવો. મિત્રો સાથે કોઈ બાબતે ગેરસમજ ઉભી થઈ શકે છે. આર્થિક કામકાજોમાં અવરોધો આવે તેમજ તમારું બજેટ ખોરવાય તેવા ખર્ચ પણ આવી શકે છે. નોકરિયાતોએ ખાસ કામકાજમાં ગાફેલિયત છોડવી અન્યથા તમારી પ્રગતિ રૂંધાઈ શકે છે. મોસાળ પક્ષ સાથે પણ હાલમાં સંબંધોમાં તણાવની શક્યતા નકારી શકાય નહીં. 

શત્રુઓ માથુ ઊંચકવાનો પ્રયાસ કરશે. તંદુરસ્તીની કાળજી લેવી. તારીખ 8-7થી 20-7 સુધીમાં તમારે મોટા ભાઈ બહેનો સાથે સંબંધો સામાન્ય રહેશે. મિત્રો સાથે હજુ પણ કોઈ બાબતે અણબનાવ કે તમારી વચ્ચે અંતર રહેવાની શક્યતા છે. શત્રુઓ તમારી વિરુદ્ધ કાવાદાવા રચવાનો પ્રયાસ કરશે માટે સાવચેતી રાખવી. નોકરિયાતોએ કામકાજ પૂર્ણ કરવામાં વધુ તકેદારી લેવી તેમજ કટિબદ્ધતાપૂર્વક કામ કરવું. તબિયતની વિશેષ કાળજી લેવી. તારીખ 20-7થી 26-7 સુધીમાં તમને ગ્રહોનું સારું પીઠબળ મળી રહ્યું છે. ખાસ કરીને ભાઈ બહેન સાથે જુના મતભેદો ઉકેલાશે અને જરૂર પડ્યે તેઓ તમારી મદદે ઉભા રહેશે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે જેમાં ખાસ કરીને જુના મિત્રો સાથેનું મિલન તમારા મનને હર્ષિત કરશે. આર્થિક ઉન્નતિ અને પ્રોફેશનલ મોરચે પ્રગતિના સંકેત પણ જણાઈ રહ્યા છે. નોકરચાકરનું સુખ સારું ભોગવી શકશો. શત્રુઓ હાલમાં તમારી સામે હથિયાર હેઠાં મુકશે. ક્યારેક સમસ્યાઓના ઉકેલ મળવાની સાથે જ તમારી પ્રગતિ થાય છે. કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો. 

મકર 
મકર રાશિમાં જાતકો માટે વૃષભ રાશિનો શુક્ર પ્રણય, વિદ્યાભ્યાસ, સંતાન, શેર-સટ્ટો, આર્થિક, રમતગમત, પિતા અને કાર્યક્ષેત્રે શુભ ફળદાયી રહેશે. તારીખ 29-6થી 8-7 દરમિયાન પ્રણય સંબંધોમાં થોડી ખટાશ જોવા મળશે માટે પ્રિયપાત્ર સાથે વાત કરતી વખતે એવા શબ્દોનો ઉપયોગ ન કરતા કે જેનાથી તેમનું દિલ દુભાય. વિદ્યાભ્યાસમાં અવરોધો સાથે આગળ વધવાની તૈયારી રાખવી. સંતાન સંબંધિત ચિંતા રહે તેમજ શેર-સટ્ટાના કાર્યોમાં અપેક્ષા કરતા ઓછુ ફળ મળે. આવા સોદામાં નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓનો ઠપકો પડે. રમતગમતમાં પણ તમારું પરફોર્મન્સ મધ્યમ રહેશે. 

તારીખ 8-7થી 20-7 સુધીમાં પ્રણય સંબંધોમાં મતભેદ રહેશે પરંતુ સ્થિતિ અગાઉની તુલનાએ થોડી સારી રહેશે. સંતાનો હજુ પણ તમારી આજ્ઞાનું પુરતુ પાલન ન કરતા હોય તેવું લાગે. વિદ્યાભ્યાસમાં તમારે કોઈપણ વિષયને સમજવા માટે વધુ મહેનત કરવી પડશે. શેરબજારથી હાલમાં દૂર રહેવામાં જ તમારી ભલાઈ છે. રમત ક્ષેત્રે અપેક્ષિત સિદ્ધિ માટે વધુ પ્રયાસો કરવા પડશે. પિતા તેમજ કાર્યક્ષેત્રે મધ્યમ ફળદાયી તબક્કો ગણી શકાય. તારીખ 20-7થી 26-7 સુધીના સમયમાં પ્રિયપાત્ર સાથે નીકટતા વધશે. મુલાકાત અને કમ્યુનિકેશનના પ્રસંગો વધશે. વિદ્યાભ્યાસમાં સાનુકૂળતા રહેશે. પિતા અને ઉપરી અધિકારીઓનો પુરો સહકાર તેમજ માર્ગદર્શન મળતા તમે પારિવારિક અને પ્રોફેશનલ મોરચે પ્રગતિ કરી શકશો. જીવનશૈલીને જાળવી રાખવા માટે નાણાં પણ હોવા જરૂરી છે. તમને અહીંયા મદદ મળી શકે છે. 2017નો આર્થિક રિપોર્ટ મેળવો અને અસરકારક રીતે અાર્થિક અાયોજન કરો. 

કુંભ 
કુંભ રાશિના જાતકો માટે વૃષભ રાશિનો શુક્ર સ્થાવર અને જંગમ મિલકતો, માતા, વાહન અને ધાર્મિક યાત્રા, ભાગ્યવૃદ્ધિની તકો તેમજ મિત્રો સંબંધિત બાબતોમાં શુભ ફળદાયી પુરવાર થઈ શકે છે. વિગતવાર વાત કરીએ તો તારીખ 29-6થી 8-7 સુધીના સમયમાં માતા સાથે સંબંધો સામાન્ય રહેશે. કોઈ બાબતે તમારી વચ્ચે ઉગ્ર દલીલબાજી પણ થઈ શકે છે. સ્થાવર મિલકોતને લગતા કાર્યો વિલંબમાં પડી શકે છે. વાહન સંબંધિત કાર્યોના નિર્ણયમાં અવરોધો આવે અથવા અથવા પુરતુ ફળ ન મળે. હાલમાં વાહનની લે-વેચનો વિચાર માંડી વાળજો. મુસાફરીમાં વિઘ્નો આવવાની શક્યતા જણાઈ રહી છે. 

ભાગ્યવૃદ્ધિની તકો હાથમાં આવ્યા પછી સરી પડે તેવી સંભાવના પણ છે. મિત્રો સાથે મતભેદની શક્યતા વધશે. તારીખ 8-7થી 20-7 સુધીમાં માતા સાથે સંબંધોમાં આંશિક સુધારો આવશે. સ્થાવર અને જંગમ મિલકતના કાર્યો વિલંબમાં પડતા માનસિક અજંપો વધી શકે છે. ધાર્મિક મુસાફરી વિઘ્નો બાદ પુરી કરી શકશો. મિત્રો સાથે હાલમાં વિસંવાદિતાની શક્યતા હોવાથી મુલાકાતો ટાળવી. ખાસ કરીને વિજાતીય મિત્રો સાથે કમ્યુનિકેશનમાં સંભાળવું. તારીખ 20-7થી 26-7 દરમિયાન તમારી સ્થિતિમાં સુધારો જણાઈ રહ્યો છે. માતા સાથે સંબંધો સુધરે. મિલકતો સંબંધિત પ્રશ્નોમાં આશાનું કિરણ દેખાય અથવા આ કાર્ય ઉકેલાય જેના કારણે તમે રાહતનો શ્વાસ લઈ શકશો. મિત્રોને હળવા-મળવાનું બની શકે છે જેનાથી મનોમન તમે હર્ષિત થશો. આર્થિક ઉન્નતિ માટે યોગ્ય આયોજન કરી શકશો. અાર્થિક રીતે સદ્વર બનવા માટે પહેલા તમારે અડચણો દૂર કરવી અાવશ્યક છે અને અડચણને દૂર કરવાનું રહસ્ય ક્યારેક સવાલના જવાબમાંથી મળી રહે છે. સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્નથી (સંક્ષિપ્ત જવાબ) આ અડચણો દૂર કરી શકશો. 

મીન 
મીન રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ભ્રમણ નાના ભાઈ બહેનો, મિત્રો, વિવિધ પ્રવૃત્તિઓ, ટુંકા અંતરની મુસાફરી, વારસાગત મિલકતો તેમજ તંદુરસ્તી મામલે શુભ ફળ આપનારું જણાઈ રહ્યું છે. તારીખ 29-6થી 8-7 સુધીમાં તમારે નાના ભાઈ બહેન સાથે વર્તનમાં કઠોરતા છોડવી પડશે. તમારી શબ્દોમાં જેટલી વિનમ્રતા અને પરિપકવતા હશે એટલો તેમનો સહકાર વધશે. મિત્રો સાથે કમ્યુનિકેશન કરતી વખતે તમારા શબ્દોના ખોટા અર્થઘટનના પરિણામ સ્વરૂપે ગેરસમજ થતા સંબંધોમાં તણાવ આવે તેવી શક્યતા છે માટે સાચવજો. કામકાજમાં અવરોધોની સંભાવના હોવાથી સારા-નરસા દરેક પાસાનો વિચાર કરીને પૂર્વાયોજન સાથે આગળ વધશો તો અવરોધોથી બચી શકશો. વારસાગત મિલકત સંબંધિત પ્રશ્નો આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી ન છંછેડવા. તમારે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. તારીખ 8-7થી 20-7 દરમિયાન નાના ભાઈ બહેન સાથે સંબંધોમાં થોડો સુધારો આવશે. 

તમારી વિચારસરણથી તેઓ ધીમે ધીમે સહમત થશે અને તમને સમજવાનો પ્રયાસ પણ કરશે. જોકે મિત્રો સાથે સંબંધો સાચવવા વિશેષ પ્રયાસ કરવા પડશે.  મુસાફરીમાં વિઘ્નોની સંભાવના હજુ પણ હોવાથી સાચવેતી રાખવી. વારસાગત મિલકતોના પ્રશ્નોમાં મધ્યમ ફળ મળી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી અને ભોજન તેમજ આરામમાં નિયમિતતા જાળવવી. તારીખ 20-7થી 26-7 સુધીનો સમય તમારી તરફેણમાં છે તેમ કહી શકાય. ટુંકા અંતરની મુસાફરી થશે અને તેનો તમે ઉત્તમ આનંદ પણ માણી શકશો. નાના ભાઈ બહેનો સાથે પણ ફરવા જવાનું આયોજન થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમે પોતાના પ્રોજેક્ટ્સ સમયસર પાડી શકશો જેથી કામમાં તમારો આત્મવિશ્વાસ વધશે. તમે પ્રસંશાને પાત્ર પણ બનશો. વારસાગત મિલકતના પ્રશ્નોમાં તમારી તરફેણમાં ગતિવિધી જોવા મળે. એકંદરે શુક્રના ભ્રમણનો છેલ્લો તબક્કો તમારા માટે સૌથી વધુ શુભ ફળદાયી રહેશે. મિત્રો સાથે સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. શું સંબંધોની સંભાળ રાખવાનું મુશ્કેલ બન્યું છે? તો અાજે જ 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને સંબંધોને ફરીથી મજબૂત બનાવો.  

ગણેશજીના આશીર્વાદ સાથે,
પ્રકાશ પંડ્યા

02 Mar 2020


View All blogs

More Articles