For Personal Problems! Talk To Astrologer

2017 શુક્રનું મીન રાશિમાં ગોચર તમારા જીવનને કેટલુ રોમાંચક બનાવશે..? ચાલો અેક નજર કરીઅે..!


Share on :


પ્રેમ, સુંદરતા અને વૈભવ વિલાસનો ગ્રહ શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. અા ગોચર જાતકોને રાહત અાપશે તેમજ પ્રેમની લાગણી તેમજ સૌહાર્દ પણ વધુ મજબૂત બનશે. શુક્ર જ્યારે મીન રાશિમાં હોય છે ત્યારે ખૂબ ખુશ હોય છે અને તેનાથી સંબંધો વધુ ખીલી ઉઠશે, પ્રેમી પંખીડાઅો વચ્ચે શ્રેષ્ઠતમ સમજનું બંધન જોવા મળશે તેમજ મનોરંજન, સર્જાનાત્મક, કલાત્મક ક્ષેત્રોને પણ જોરદાર વેગ મળશે. 27 જાન્યુઅારી, 2017ના રોજ શરૂ થયેલું અા ગોચર 4 મહિના સુધી ચાલશે અને 31મે, 2017 સુધી શુક્ર ત્યાં ઉપસ્થિત રહેશે. 4 માર્ચ, 2017થી 15 અેપ્રિલ, 2017 સુધી ગ્રહોની વક્રી ગતિથી અા ગોચર 4 મહિના સુધી ચાલશે. અા ગોચર દરમિયાન અનેક બાબતો જોવા મળશે પણ પ્રત્યેક રાશિ પર તેની અલગ અલગ અસર જોવા મળશે. ચાલો જાણીઅે કે શુક્રની અા અાકર્ષક અસર તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે. 

મેષ
ગણેશજીને લાગે છે કે તમારી અાવકમાં ચોક્કસપણે વૃદ્વિ થશે પણ સામે તમે તમારી જીવનશૈલીને વધુ ચમકદાર બનાવવા માટે ખર્ચ કરવાનું વલણ રાખશો જે અંતે તમારા ખર્ચમાં વધારો કરશે. અાગામી દિવસોમાં તમે રોમેન્ટિક વિચારોમાં ખોવાયેલા રહેશો. મેષ રાશિના જાતકોના જીવનમાં પ્રેમ અને સહવાસની લાગણીમાં વધારો થશે તેથી તેઅો માટે અા ગોચર ભાગ્યશાળી સાબિત થશે. દરેક સપનાઅો સાકાર થાય. તમારું મન પણ પ્રસન્નતાથી ભરપૂર રહેશે. પ્રણયસંબંધો અંગે પૂછો અેક સવાલ પર ક્લિક કરીને 100 ટકા વ્યક્તિગત ફળકથન પ્રાપ્ત કરો. 

વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે અા તબક્કો સમૃદ્વિથી ભરપૂર રહેશે જે તમારી મહેનતનું ફળ અપાવશે. તેનાથી તમને પ્રેરણા મળશે જે તમારા સપનાઅોને સાકાર થવાની વધુ નજીક લઇ જશે. ભૂતકાળમાં મિત્રો કે પરિવારજનો સાથે વણસેલા સંબંધોમાં હવે સુધારો અાવશે. તમારી કાર્યકુશળતાને  વધુ ધારદાર બનાવવા અા સમય અેકદમ સાનુકૂળ હોવાનું ગણેશજી કહે છે. તે રીતે જીવનમાં વધુ પ્રગતિ કરી શકશો. સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ પ્રાપ્ત કરીને સંબંધોને વધુ મજબૂત બનાવો. 

મિથુન
ગણેશજી જણાવે છે કે અા સમયમાં તમારી સર્જનશક્તિ ખીલી ઉઠશે અને અદ્દભુત કૌશલ્ય દર્શાવશો જેનાથી ઉપરીવર્ગ તમારી પ્રશંસા કરશે. પરિણામે તમારું કામ પ્રશંસામાં પરિવર્તિત થઇ જશે. તમારા મનોબળમાં વધારો થશે અને કામના સ્થળે પણ અાપનું મન પ્રસન્નાથી હર્યુંભર્યું રહેશે. સહોદરો સાથેના તાલમેલ વધુ સુદૃઢ બને. પ્રોફેશનલ મોરચે ખૂબ જ સાનુકૂળ સમય હોવાનું ગણેશજી કહે છે. કારકિર્દી અંગે પૂછો અેક સવાલ રિપોર્ટ પર ક્લિક કરીને કારકિર્દીને પ્રગતિમય બનાવો.

કર્ક
અા તબક્કો તમારા પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેમજ સંબંધોમાં રહેલો તણાવ કે ખટરાગનો પણ અંત અાવશે. અા સમયમાં કાર્યસ્થળે અાપનો નિર્ણય સહોદરો પણ વધાવી લેશે જે અાપના પ્રોફેશનલ જીવનને વધુ પ્રગતિપૂર્ણ બનાવશે. સંબંધોની બાબતોમાં મહિલાઅો અગત્યની ભૂમિકા ભજવશે. નવી તકો સાંપડે. નોકરી બદલવા ઇચ્છતા જાતકો માટે અા સમય અતિ ઉત્તમ હોવાનું ગણેશજી કહે છે. પ્રિયપાત્ર સાથે અાનંદદાયક પર્યટનના યોગ હોવાનું ગણેશજીને લાગે છે. નોકરી કે બિઝનેસ રિપોર્ટ મેળવો અને જીવનને યોગ્ય દિશા તરફ લઇ જાઅો. 

સિંહ
ગણેશજી જુવે છે કે અા સમયમાં તમે અાધ્યાત્મિક્તામાં વધુ રુચી ધરાવશો. ભૂતકાળમાં બનેલી ઘટનાઅોને લઇને લાગણીઅો ફરીથી છતી થશે. અોફિસમાં કાર્યબોજને કારણે વધુ તણાવભર્યો માહોલ રહે. જો કે અાશા રાખો કારણ કે કશુજ કાયમ નથી રહેતું. ઇચ્છિત માર્ગની શોધ માટે ખૂબ પ્રયાસો કરો. અા ગોચરથી જીવનમાં રહેલું તમારું હાલનું સ્થાન જાણી શકશો. અાજે જ સમૃદ્વિ માટેનો રિપોર્ટ પ્રાપ્ત કરો. 

કન્યા
જો અાપ હજુ અપરિણીત છો અને ગંભીર સંબંધોની અપેક્ષા રાખો છો તો પ્રતિક્ષાનો અંત અાવી ચૂક્યો છે કારણ કે અા સમયમાં ખરા પ્રેમની શોધ પૂરી થશે. પરિણિત યુગલો પણ સંબંધોના સૌહાર્દ અને રોમાંચનો અાનંદ માણી શકશે અને લગ્નજીવનને વધુ મધુર અને સુખમય બનાવી શકશે. અાવકવૃદ્વિના યોગ હોવાનું પણ ગણેશજી કહે છે. ઘરમાં કોઇ પ્રસંગનું અાયોજન થાય તેવું ગણેશજીને લાગે છે. અાજે જ કુંડળી મેળાપક રિપોર્ટ પ્રાપ્ત કરો.

તુલા
તમે રોજિંદા કાર્યોમાં ફેરફાર કરીને પ્રાથમિક્તાઅો પર વધુ ધ્યાન અાપો. કામની જરૂરીયાત પ્રમાણે કામ કરવાની શૈલીમાં પણ પરિવર્તન કરવું અનિવાર્ય બનશે. કાર્યસ્થળે સમય ખૂબજ સાનુકૂળ રહેશે અને તમે તેનો પૂરતો અાનંદ મેળવશો. સહકાર્યકરો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે જે અાપની મનની પ્રસન્નતામાં વધારો કરી જાય. નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું બને. અા તબક્કામાં જીવનમાં વધુ ઝડપે પ્રગતિ કરશો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અાજે જ કારકિર્દી રિપોર્ટ 2017 અોર્ડર કરીને તેને પ્રગતિમય બનાવો. 

વૃશ્વિક
તમારા જીવનમાં રહેલી પ્રતિકૂળતાઅોનો અંત અાવતા જીવન વધુ સુખમય બનશે. મનની પ્રસન્નતાનો અહેસાસ કરશો અને જીવનનો સંપૂર્ણપણે અાનંદ માણશો. કુંવારા જાતકો તેના સપનાના સાથીના પ્રેમમાં પડશે તેમજ તેની સાથે પ્રભુતામાં પગલા માંડશે તેવી સંભાવના પણ છે. પરિણિત યુગલો માટે પણ સુખમય તબક્કાનો યોગ છે. અાગામી સમયમાં સ્ત્રી તમારા જીવનમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે. યોગ્ય ખાનપાનની રીત અપનાવીને સ્વાસ્થ્ય સારું રાખી શકશો. અાજે જ પ્રણય અંગે પૂછો અેક પ્રશ્ન – વિસ્તૃત સલાહ રિપોર્ટ અોર્ડર કરો. 

ધન
અા ગોચર દરમિયાન ધન રાશિના જાતકો મોટા ભાગનો સમય ઘરની ભવ્ય રીતે સાજ સજાવટ કરવામાં વ્યતિત કરશે. તમે કોઇ પાર્ટી કરવાના મૂડમાં હશો તેમજ કેટલીક અદ્દભુત પળો તેમજ નજીકના મિત્રો સાથે સુરુચિપૂર્ણ ભોજનનો અાસ્વાદ માણશો. અાંતરિક શાંતિ પ્રાપ્ત કરવા માટે અેકદમ અાદર્શ સમય હોવાનું ગણેશજી જોઇ રહ્યા છે. તમારી કુંડળીનું વિશ્લેષણ પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અહીંયા ક્લિક કરો. 

મકર
ગણેશજી જણાવે છે કે અાપ હવે માનસિક રીતે સુસજ્જ હશો તેમજ પ્રિયપાત્ર સમક્ષ અાપના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે પૂરતી હિંમત રાખશો અને પ્રયાસ પણ કરશો. કામના સ્થળે દરેક નિર્ણયો પૂરતા અાત્મવિશ્વાસ સાથે લેશો. તમે કામ અને ખુશી બન્નેનો અાનંદ માણશો તેમજ નજીકના પાત્ર સાથે કોઇ અાનંદદાયક પર્યટન પણ થાય તેવા યોગ છે. અા તબક્કામાં તમે વધુ અર્થસભર હશો તેમજ તમારા વિચારોને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવાનું પણ પસંદ કરશો. પણ ગણેશજી અાપને કાળજી રાખવાની સલાહ અાપે છે. અાજે જ પ્રણયકુંડળી ફળકથન રિપોર્ટ પ્રાપ્ત કરો. 

કુંભ
અા તબક્કા દરમિયાન અાપ ખુદ માટે સમૃદ્વ જીવનનું નિમાર્ણ કરવા તરફ વધારે ઝોક રાખશો. તમારી વાકછટા અને કમ્યુનિકેશન કૌશલ્યથી લોકો પ્રભાવિત થશે. તમે વસ્ત્રો અને સુખસગવડોના સાધનો પાછળ વધુ નાણાં ખર્ચ કરવાનું પસંદ કરશો. જો કે તેમા પૂરતી તકેદારી ના રાખવાથી અાર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. અંગત જીવનમાં સામાજિક પ્રસંગ કે અન્ય કોઇ કાર્યક્રમમાં વધારે વ્યસ્તતા રહેશે. લોકો સાથે રહેલો જૂનો ખટરાગ દૂર થતો જણાય. પરિવારજનો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબજ ઉત્તમ સમય હોવાનું ગણેશજી જોઇ રહ્યા છે. અંગત સમસ્યાઅોનો ઉકેલ રિપોર્ટ મેળવીને જીવનમાં રહેલા અવરોધો દૂર કરી શકો છો. 

મીન
અા ગોચર દરમિયાન દરેક બાબતો તમારા અાયોજન મુજબ અાગળ વધતા મનમાં પ્રસન્નતા અને ખુશીનો અહેસાસ થશે. તમારા દેખાવને વધુ સારો બનાવવા તેમજ જીવનશૈલીને પણ સમૃદ્વ કરવા તરફ વધુ ઝોક ધરાવશો. તમારી અંદર રહેલી કલાત્મક શક્તિઅોને વધુ નિખાર અાપી શકશો જેથી તે ખીલી ઉઠશે. અા સમયમાં દરેક ઉપલબ્ધ વિકલ્પોની શોધ કરીને તે મુજબ પરિવર્તન કરવાની ભાવના રહેશે. ગણેશીજને લાગે છે કે અા તબક્કામાં તમે જીવનમાં અેક નવી જ ઉંમગ અને ઉત્સાહનો અહેસાસ કરશો. પણ પ્રણયસંબંધોમાં મુંઝવણ તમને પરેશાન કરશે. પ્રણય અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ પ્રાપ્ત કરીને તેને વધુ ગાઢ બનાવો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
અાકાંક્ષા ઝુનઝુનવાલા

01 Feb 2017


View All blogs

More Articles