For Personal Problems! Talk To Astrologer

મિથુન રાશિમાં શુક્રનું ગોચર 2017: જીવનમાં અાવનારા પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો..!


Share on :


ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે. શુક્રને  ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે. શુક્ર અે મનોરંજન, કલા, સૌંદર્ય, સામગ્રી સાથે સંકળાયેલો ગ્રહ છે. શુક્રને દૈત્યોના ગુરુ માનવામાં અાવે છે. શુક્ર અે સંજીવની વિદ્યાનો કારક માનવામાં અાવે છે. વ્યક્તિ ગમે તેટલી મૃત અવસ્થા સુધી પહોંચ્યો હોય તો પણ અેને જીવનદાન અાપવું અે શુક્રના હાથમાં છે. ધન અને ભંડારોનો કારક ગુરુ છે. પણ તે ધનને ભોગવવાની શક્તિ શુક્રના હાથમાં છે. અામ શુક્ર વ્યક્તિના જીવનમાં સવિશેષ મહત્વ ધરાવે છે. 26 જુલાઇથી 21 ઓગસ્ટ સુધી શુક્ર મીથુન રાશિમાં ભ્રમણ કરશે ત્યારે દરેક રાશિ પર તેની શુભાશુભ અસરો જોવા મળશે. ચાલો અા અસર વિશે વિગતવાર જાણીએ.

નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમે પણ તમારી લગ્ન રાશિ અંગે જાણવા માંગો છો તો અહીંયા ક્લિક કરો. 

મેષ: 
મેષ રાશિમાં શુક્ર ત્રીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે. મેષ રાશિના જાતકોને ભાઇ-ભાંડુનો સાથ સહકાર પ્રાપ્ત થાય. જાતકના અાત્મવિશ્વાસમાં વધારો થવાને કારણે તેનામાં વધુ સાહસવૃત્તિ ખીલશે તેવું ગણેશજી કહે છે.  ભાગ્યવૃદ્વિની તકો સાંપડે. ટૂંકી પણ સુખદ પ્રવાસનું અાયોજન થાય. ત્રીજુ સ્થાન કોમ્યુનિકેશન અને માર્કેટિંગનું હોવાથી અા લાઇનમાં રહેલા જાતકોને વિશેષ રીતે લાભ થાય. અેકંદરે મેષ રાશિના જાતકો માટે અા ભ્રમણ લાભદાયી કહી શકાય. જીવનમાં ખુશી પામવા માટે પ્રોફેશનમાં પણ સફળતા મળવી ખૂબ જ જરૂરી છે. તમે તમારી કારકિર્દીનું ભવિષ્ય જાણવા ઇચ્છુક છો? તો અાજે જ 2017 કારકિર્દી રિપોર્ટ ઓર્ડર કરો. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે શુક બીજા સ્થાનમાંથી ભ્રમણ કરશે તેવું ગણેશજી કહે છે. અા રાશિના જાતકોને ખાસ કરીને અાર્થિક લાભ થાય તેવા પ્રબળ યોગ છે. અાર્થિક રીતે તેઅો વધુ સદ્વર બનશે. દરેક કામમાં પરિવારજનોનો સાથ સહકારની પ્રાપ્તિની અપેક્ષા રાખો તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. શુક્રના બીજા ભાવમાંથી ભ્રમણ દરમિયાન જાતકને સ્વાદિષ્ટ અને સુરૂચિપૂર્ણ વાનગીઅો અારોગવા માટેનો લ્હાવો પ્રાપ્ત થાય. પરિવારમાં માંગલિક પ્રસંગનું અાયોજન થાય. લોકો તમારી વાણી અને ભાષાથી પ્રભાવિત થાય અને પ્રશંષા પણ કરશે. વૃષભ રાશિના જાતકો માટે અા ગોચર શુભદાયી નિવડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અાપ પણ અાપની અાર્થિક સ્થિતિમાં સુધારો કરી શકો છો. અાજે જ 2017 અાર્થિક રિપોર્ટ મેળવો અને ભવિષ્યની ઘટનાઓ વિશે અગાઉથી જાણીને પૂર્વતૈયારી સાથે અાર્થિક રીતે સદ્વર બનો.  

મિથુન:
મિથુન રાશિના જાતકો પર પણ શુક્રના અા ગોચરની અસર જોવા મળશે. તેઅો માટે શુક્ર પ્રથમ ભાવથી ગોચર કરશે. આ શુક્રથી તેઅોને સમાજમાં માન સન્માન અને ખ્યાતિની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રમાં સિદ્વિઅો બદલ નામના મળે. દાંપત્યજીવનમાં મધુરતા અાવે. લગ્નવાંચ્છુક યુવાનો માટે લગ્નના પણ પ્રબળ યોગ કહી શકાય. લાંબા સમયથી કોઇ માંદગી હોય તો તેનો અંત અાવે. નાણાકીય ભીડ ઓછી થાય. અાર્થિક રીતે સદ્વર બનો. યાત્રા પ્રવાસનું અાયોજન થાય. અેકંદરે મિથુન રાશિના જાતકો માટે સાનુકૂળ તબક્કો છે. જીવનમાં સંબંધો જ અાપણને અેક મજબૂત બંધનથી જોડી રાખે છે. પણ તેમાં અાવેલી કડવાશ જીવનને નિરસ બનાવી રહી છે? બેફિકર રહો, અાજે જ 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટ મેળવો અને સંબંધોમાં રહેલી ગૂંચવણોને દૂર કરો. 

કર્ક:
કર્ક રાશિ માટે શુક્ર બારમાં ભાવમાંથી ભ્રમણ કરશે. બારમા સ્થાનને ખર્ચનું સ્થાન ગણવામાં અાવે છે. તેથી કર્ક રાશિના જાતકોના ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને મોજશોખની પ્રવૃત્તિઅો પાછળ વધુ પ્રમાણમાં ખર્ચ થાય. વિદેશગમનની યોજના બનાવતા જાતકોને અા સમયમાં મહેનત કરે તો ચોકક્સપણે ઇચ્છા પરિપૂર્ણ થાય તેવું ગણેશજી કહે છે. પ્રીયજનો સાથે વધુ સમય વ્યતિત કરવાની તકો સાંપડે અને પ્રેમપૂર્વક યાત્રા થાય. અામ કર્ક રાશિ માટે ખર્ચને બાદ કરતા અા ગોચર શુભ રહેશે. અણધાર્યા ખર્ચથી અાપણા નાણાકીય સ્ત્રોતમાં ઘટાડો થાય છે. જો કે સ્થિતિને સુધારવા માટે તમારે નક્કર અાર્થિક અાયોજન કરવું ખૂબ જ જરૂરી બની રહે છે. તેથી અાજે જ 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

સિંહ:
સિંહ રાશિ માટે શુક્ર લાભસ્થાનમાંથી ભ્રમણ કરશે તેવું ગણેશજી કહે છે. તેનાથી અા જાતકોને અણધાર્યો ધનલાભ થાય. મિત્રોનો સાથ સહકાર પ્રાપ્ત થાય અને ખાસ કરીને સ્ત્રી મિત્રો તરફથી વિશેષ રીતે સહયોગની અપેક્ષા રાખી શકો છો. કોઇ મિત્રો દ્વારા અાકર્ષક ભેટ સોગાદો મળે. અાર્થિક રીતે વધુ સદ્વર બનશો. પ્રણયસંબંધો વધુ સૂમેળભર્યા બનશે. નવયુવાનોને પ્રેમમાં સફળતા પ્રાપ્ત થાય. સંતાનવાંચ્છુક દંપતિને અા સમયમાં પ્રયત્નનું ધાર્યું ફળ પ્રાપ્ત થાય તેવા પ્રબળ યોગ છે. અામ સિંહ રાશિ માટે અા ભ્રમણ અેક શુભ સમયગાળો કહેવાય.  તમારા લગ્ન વિશે ચિંતિત છો? તો 2017 દાંપ્તયજીવન રિપોર્ટ મેળવો.  

કન્યા:
કન્યા રાશિમાં શુક્ર દશમ ભાવથી ભ્રમણ કરશે. લાંબા સમયથી ચાલતા કાર્યબોજમાં ઘટાડો થાય. કર્મસ્થાન અેટલે કે કાર્યસ્થળે અાનંદિત વાતાવરણ પ્રવર્તે તેમજ સહકર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય. કાર્યની કદર થાય તેમજ બઢતીની પણ સંભાવના નકારી શકાય નહીં. જે જાતકો ખાસ કરીને  કલા સાથે જેમ કે અભિનય, નૃત્ય, ગાયકી જેવા ક્ષેત્રમાં સંકળાયેલા હોય તેને સવિશેષ રીતે લાભ થાય. દેશ દુનિયામાં નામન અને યશકિર્તી પ્રાપ્ત થાય.   કારકિર્દીમાં સફળતા માટે સતત પ્રયત્નો કરવા અાવશ્યક છે. અાજે જ કારકિર્દીમાં કયા ક્ષેત્રે સફળતા મળશે? રિપોર્ટ મેળવીને તમારા કારકિર્દીના ભવિષ્યને અગાઉથી જાણીને તેને ઉજ્જવળ બનાવો.  

તુલા:
તુલા રાશિમાં શુક્ર ભાગ્યસ્થાનથી ભ્રમણ કરશે. તુલા રાશિનો સ્વામી શુક્ર ખુદ ભાગ્યસ્થાનથી ભ્રમણ કરશે. ભાગ્યવૃદ્વિ થાય. અાર્થિક તેમજ સામાજિક લાભ થાય. સમાજમાં યશ અને ખ્યાતિ મળે. પિતાનો સહયોગ મળે. ધાર્મિક યાત્રા કે વિદેશગમનનું અાયોજન થાય. અાર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો આવે. ધનલાભ થાય. ઉચ્ચ અભ્યાસ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. શુક્રનું અા ગોચર તુલા રાશિને ફાયદો કરાવશે. જીવનના બહેતર ભાવિ માટે શિક્ષણ અગત્યનો પાયો છે. તેથી જ પાયો મજબૂત કરવો જરૂરી છે. જો અભ્યાસમાં ધારી સફળતા ના મળતી હોય તો હમણાં જ શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન(વિગતવાર સલાહ) રિપોર્ટથી શંકાઓ દૂર કરીને પ્રગતિ કરો.

વૃશ્વિક:
શુક્ર અહીંયા અાઠમાં સ્થાનમાંથી ગોચર કરશે. આ જાતકોએ સ્વાસ્થ્યની વિશેષ રીતે કાળજી રાખવી પડે અન્યથા કોઇ માંદગીનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. અણધાર્યા ખર્ચ અાવી પડતા અાર્થિક અાયોજન ખોરવાય. તેથી અગાઉથી અાર્થિક અાયોજન કરીને ચાલવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. દાંપ્તયજીવનમાં કોઇ કારણોસર મતભેદ થાય. યોગ, ધ્યાન કે અાધ્યાત્મિક્તામાં અોતપ્રોત રહેતા જાતકોને ઇશ્વરની વધુ નજીક હોવાની અનુભૂતિ કરશે. અેકંદરે વૃશ્વિક રાશિના જાતકો માટે અા ભ્રમણ મિશ્ર ફળદાયી નિવડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. ક્યારેક, સંબંધોમાં સમસ્યાઓ તમને વધુ અાધ્યાત્મિક બનાવે છે. સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટથી સંબંધોમાં રહેલી ગુંચવણો દૂર કરો અને સંબંધોને મજબૂત બનાવો.   

ધન:
ધન રાશિમાં શુક્ર સપ્તમ ભાવથી ભ્રમણ કરશે. ધન રાશિના જાતકો માટે દાંપત્યજીવન વધુ સુમધુર બનશે. દાંપત્યજીવન ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર બને. પતિ-પત્નીની વચ્ચે વિશ્વાસ અને પ્રેમની લાગણીઓ પ્રસ્થાપિત થશે. સંતતિ ઇચ્છતા યુગલોને તેમાં સફળતા પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. લાંબા સમયથી અેકબીજાથી દૂર થયેલા પ્રેમીઓનો મિલાપ થાય. જાહેરજીવનમાં અેક અલગ જ વ્યક્તિત્વ તરીકે તમે અાગળ આવશો. અાપની અાસપાસ અને પરિચીત લોકોનો પણ સાથ સહકાર પ્રાપ્ત થાય. ધન રાશિ માટે અા ભ્રમણ શુભ કહી શકાય. સંબંધોથી જ જીવનમાં અાગળ વધાય છે. તમારા સંબંધો વિશે ચિંતાતુર છો? કોઇ હલ નથી મળી રહ્યો? તો તમારી ચિંતાઓ દૂર કરવા માટે 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટ અસરકારક ઉકેલ સાબિત થઇ શકે છે.  

મકર:
મકર રાશિમાં શુક્ર છઠ્ઠા સ્થાનથી ભ્રમણ કરશે. છઠ્ઠુ સ્થાન અે રોગ અને શત્રુનું સ્થાન છે. તેથી મકર રાશિના જાતકોએ ખાસ કરીને સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે તેમજ શત્રુઓ તમને અેક યા બીજી રીતે હાનિ પહોંચાડવાના પ્રયાસો કરશે તેવી તેઓથી સાવચેતી અને સાવધાની રાખવી. તમારી કોઇ વર્તણુકથી નવા શત્રુઓ કે કોઇ સાથે દુશ્મનાવટ ના કરી બેસો તેનું ધ્યાન રાખવું. દાંપત્યજીવન અને પ્રેમ સંબંધમાં સંઘર્ષમય વાતાવરણ રહે. અાર્થિક રીતે ખોટા ખર્ચાઓ કરવાનું ટાળુ અન્યથા નાણાંનો વ્યય થાય તેવા અશુભ યોગ પણ છે. મકર રાશિ માટે અા ભ્રમણ અશુભ કહેવાય. જીવનની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે નાણાંકીય સદ્વરતા અાવશ્યક છે. તમારી કમાણી અટકી ગઇ છે? કોઇ રસ્તો નથી મળતો? તો 2017 અાર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને યોગ્ય માર્ગદર્શન મેળવો. 

કુંભ:
શુક્રના અા ભ્રમણની અસરો કુંભ રાશિના જીવનમાં પણ જોવા મળશે. તેઓ માટે શુક્ર પાંચમા ભાવથી ગોચર કરશે. જે પ્રેમ, સંતાન તેમજ વિદ્યાનું સ્થાન ગણવામાં અાવે છે. કુંભ રાશિના જાતકોને વિજાતીય પાત્ર તરફ વિશેષ રીતે અાકર્ષણ રહેશે, પ્રેમમાં સફળતા પ્રાપ્ત થાય. નવદંપતિને સંતતિની પ્રાપ્તિમાં સફળતા મળે. સંતાન તરફથી કોઇ સારા સમાચાર મળે જેનાથી પરિવારમાં અાનંદનો માહોલ પ્રવર્તે. કોઇ અાનંદ અને ખુશીથી ભરેલી યાત્રા કરો. અાર્થિક રીતે ધનલાભ થાય. અભિનય, નૃત્ય, ગાયકી જેવા કલાના ક્ષેત્રો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે અા સમય વિશેષ રીતે લાભદાયી અને ફળ અાપનારો બની રહેશે. અભ્યાસ અેક માત્ર સિદ્વાંત નથી પણ તેમાં અન્ય પ્રવૃત્તિઅો પણ સામેલ છે. જો અભ્યાસમાં સમસ્યાઓ નડી રહી હોય તો શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન(વિગતવાર સલાહ) રિપોર્ટ તમને ચોક્કસપણે મદદરૂપ બનશે. 

મીન:
મીન રાશિના જાતકો માટે શુક્ર ચોથા સ્થાનથી ગોચર કરશે. ગ્રહોની કૃપાદૃષ્ટિને કારણે અા જાતકોને દરેક પ્રકારની સુખ સમૃદ્વિ પ્રાપ્ત થશે. ઘરમાં સુખસગવડો માટે નવી વસ્તુઓ વસાવો. માતાનું વાતસ્લ્ય અને પ્રેમ નિરંતર વરસે. દરેક કામમાં કર્મચારીઓ તરફથી પૂરતો સાથ અને સહકાર મળે. ઘરમાં માંગલિક પ્રસંગને કારણે ખુશી અને ઉલ્લાસપૂર્ણ માહોલ પ્રવર્તે. નવા ઘરનું સપનુ સેવતા જાતકોને અા સમયમાં અા સપનુ સાકાર થાય તેવા પ્રબળ યોગ બને છે. અેકંદરે અા રાશિ માટે અા સમય શુભ ફળદાયી નિવડે તેવું ગણેશજી કહે છે.  સપનાઓ સાકાર કરવા નાણાં જોઇએ. પણ નાણાં જ ના હોય તો? તમારે પણ અેવું બનતું હશે? કેટલાક અવરોધોથી કમાણી અટકી છે? તો અાજે જ સમૃદ્ધિ અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ) રિપોર્ટથી અડચણો વિશે જાણીને તેને દૂર કરો અને જીવનમાં સદ્વરતા લાવો.  

ગણેશજીના અાશીર્વાદ સાથે
જૈમિન વ્યાસ અને ધર્મેશ જોષી


22 Jul 2017


View All blogs

More Articles