For Personal Problems! Talk To Astrologer

શુક્રનો મકર રાશિમાં પ્રવેશ 2018 – રાશિવાર ફળકથન


Share on :


દાનવોના ગુરુ એવા શુક્ર ગ્રહનો તા 13-1-2018ના રોજ મકર રાશિમાં પ્રવેશ થશે. મકર રાશિમાં શુક્ર તા. 6-2-2018 સુધી ભ્રમણ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં મકર રાશિમાં શુક્રનાં ભ્રમણનું  વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે મકર રાશિએ શુક્રના મિત્ર શનિની રાશિ છે માટે વિવિધ રાશિના જાતકોને શુક્રના ભ્રમણની વત્તા-ઓછા પ્રમાણમાં અસર જોવા મળે છે. શુક્ર મુખ્યત્વે કળા, સાહિત્ય, સુંદરતા, જીવનની ખુશી, વૈભવી જીવનશૈલી, મોજશોખ અને ભોગ વિલાસનો કારક છે તેથી દરેક રાશિના જાતકોના જીવનમાં આ બાબતોમાં શુક્રના ભ્રમણની અસરો જોવા મળશે. અહીં રાશિવાર શુક્રની અસર અંગે વિગતે ચર્ચા કરી છે.

નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે, પરંતુ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમે તમારી લગ્ન રાશિ જાણવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરો. 

મેષ
મેષ રાશિના જાતકો માટે શુક્રનું ભ્રમણ ઘણું મહત્વનું છે. આપના માટે શુક્ર બીજા અને સાતમા સ્થાનનો માલિક બને છે. દસમુ સ્થાન કર્મસ્થાન ગણવામાં આવે છે. ધન સ્થાનનો માલિક કર્મસ્થાનમાં આવતા આર્થિક રીતે ઘણો સારો સમય છે. કાર્યક્ષેત્રમાં કોઈ અટકેલા કાર્યોનો નિકાલ આવશે તેમજ જાહેર જીવનમાં પણ સારું માન-સન્માન મેળવી શકશો. નાણાંકીય બાબતમાં કોઈ ઈન્વેસ્ટમેન્ટ થવાની સંભાવના છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે શુક્રનું ભ્રમણ આર્થિક મોરચે સારું જણાઈ રહ્યું છે. તમારા આર્થિક ભાવી અંગે પૂછપરછ કરવી હોય તો અાજે જ સંપત્તિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો.

વૃષભ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે જે આપના પ્રથમ અને છઠ્ઠા સ્થાનનો માલિક છે અને મિત્ર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે માટે આપનું ભાગ્ય બળવાન કરવામાં મદદરૂપ થશે. વૃષભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ સારો મળશે. નોકરી ઈચ્છુકોને સારી તકો મળશે અને નોકરી કરતા જાતકોને પ્રમોશનની સંભાવનાઓ પ્રબળ થશે. વ્યવસાય કરતા જાતકોને હાલમાં વિસ્તરણની નવીન તકો મળશે. આ સમયમાં એકાદ પ્રવાસની સંભાવના પણ બની રહી છે. બિઝનેસ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને સમસ્યાઓનું સમાધાન મેળવો. 

મિથુન
મિથુન જાતકો માટે પાંચમા અને બારમા સ્થાનનો માલિક શુક્ર તમારી રાશિથી આઠમા સ્થાનમાં પોતાની મિત્ર રાશિ મકરમાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન અચાનક ધનપ્રાપ્તિ તથા આકસ્મિક લાભના યોગો બનીર હ્યા  છે. પ્રણયજીવન માટે આ સમય બહેતર જણાઈ રહ્યો છે. જેઓ પહેલાથી સંબંધોમાં છે તેમને હાલમાં પારસ્પરિક નીકટતા વધશે. તમે પ્રેમ આપશો અને સામાપક્ષે પ્રેમ પામવાની ઝંખના પણ સંતોષાશે. પ્રેમસંબંધોમાં કોઈ સરપ્રાઈઝની પણ અપેક્ષા રાખી શકો છો. વિદેશમાં જવા માંગતા જાતકો માટે આ સમયમાં સકારાત્મક યોગ બની રહ્યા છે. સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટથી વિસ્તુત માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

કર્ક
કર્ક રાશિના જાતકો માટે શુક્ર સાતમા સ્થાનમાંથી પસાર થશે. તમારા ચોથા અને અગિયારમા સ્થાનના માલિક તરીકે શુક્ર મિલકત અથવા વાહનો સંબંધિત લાભ થવાનો સંકેત આપે છે. નવી મિલકતની ખરીદી અથવા વાહન ખરીદીની મનોકામના પૂર્ણ થાય. અગાઉ  જો મિલકતમાં રોકાણ કર્યું હશે તો આ સમયમાં તેના થકી લાભ થઈ શકે છે. જીવનસાથી જોડે સંબંધોમાં ઘનિષ્ઠતા રહેશે અને તેમના કારણે કોઈ લાભ થવાની સંભાવના બનશે. ભાગીદારીના કાર્યો અથવા નવા સંયુક્ત કરારો માટે પણ સમય બહેતર જણાઈ રહ્યો છે. તમારા પ્રોફેશનલ કાર્યોમાં જીવનસાથી તરફથી સાથ સહકાર મળશે. આ સમયમાં તમે જાહેર જીવનમાં સારું માન-સન્માન મેળવશો. પ્રોફેશનલ જીવનમાં રહેલી ચિંતાઓ દૂર કરવા માટે અાજે જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો. 

સિંહ
સિંહ રાશિના જાતકો માટે શુક્ર દશમ એટલે કે કર્મ સ્થાન અને ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનનો માલિક બને છે. આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં મકર રાશિમાં શુક્રનું ભ્રમણ નવીન સાહસો માટે પ્રોત્સાહિત કરશે. પ્રણય સંબંધોમાં પણ પ્રિયપાત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે. દૂરના અંતરે વસતા પ્રિયપાત્રને તમારા માટે લાગણી વધશે. કાર્યક્ષેત્રમાં પણ વિજાતીય પાત્રો સાથે નીટકતા વધશે અને તેમની સાથે તમે સંબંધોમાં આગળ વધો તેવું બની શકે છે. નવા નવા લોકો સાથે મુલાકાત અને મિત્રવર્તુળમાં વધારો થવાના સંજોગો બની રહ્યા છે. આ સમયમાં તમારે ખાસ કરીને સ્વાસ્થ્યની કાળજી લેવાની રહેશે. સામાન્ય બીમારીઓ તમને પરેશાન કરે તેવી સંભાવના છે. સ્વાસ્થ્ય અને સંપત્તિ બન્ને મહત્વના છે. અાર્થિક વાતોમાં રહેલી ગૂંચવણો ઉકેલવા માટે સમૃદ્વિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ (વિગતવાર જવાબ) મેળવો.

કન્યા
કન્યા રાશિના જાતકો માટે શુક્ર બીજા અને નવમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી પંચમ સ્થાનમાંથી તેનું ભ્રમણ થશે. આ સમયમાં તમને કલા, સંગીતમાં રુચિ વધશે અને સર્જનાત્મકતા વધશે જેથી આ દિશામાં કંઈક નવું શીખવા કે જાણવાનો પ્રયાસ કરશો. તમને મ્યુઝિકલ પ્રોગ્રામમાં જવાની ઈચ્છા થશે. આપને ભાગ્યનો સાથ પણ સંતોષકારક રીતે મળતો રહેશે. અટકેલા કાર્યોમાં હવે વેગ આવતા આત્મસંતોષ થશે. પ્રેમસંબંધો માટે આ સમય ઘણો સારો જણાઈ રહ્યો છે. કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ તો અત્યારે તમે કલાત્મક અંદાજમાં પોતાની વાત રજૂ કરી શકશો અને સામે પક્ષેથી સકારાત્મક જવાબની શક્યતા પણ બનશે. તમારા દિમાગમાં ક્રિએટીવ વિચારોનું પ્રમાણ વધશે. કંઈક નવસર્જન કરવા માટે ઓફર આવે તેવી સંભાવના પણ છે. સંબંધોની અાંટીઘૂંટીમાં ફસાઇ ગયા છો, બહાર અાવવા માટે રસ્તો નથી મળતો? તો હમણાં જ સંબંધો અંગે પૂછો પ્રશ્ન (વિગતવાર સલાહ) રિપોર્ટ મેળવો. 

તુલા
તુલા રાશિનો સ્વામી જ શુક્ર છે. આપના પ્રથમ સ્થાન અને આપની રાશિથી અષ્ટમ સ્થાન બંનેનો માલિક શુક્ર હાલમાં ચોથા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સમયમાં પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આકસ્મિક પ્રોપર્ટી મળી શકે  છેઅથવા પ્રોપર્ટીનું અટકેલું કાર્ય ઉકેલવાથી તમે આનંદિત થશો. તમે કોઈ રચનાત્મક કાર્ય કરશો. માતા સાથેના સંબંધોમાં નીકટતા વધશે. આ સમયમાં તમે વૈભવી જીવનશૈલી અપનાવશો. મકર રાશિ શુક્રની મિત્ર રાશિ હોવાથી જીવનમાં નવી સુખ-સુવિધા ઉમેરાશે. ઘરમાં નવું ફર્નિચર આવે, નવીનીકરણ થાય, સુશોભનની ચીજોની ખરીદી થાય, ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી થાય તેવી સંભાવના છે. નવું વાહન પણ ખરીદી શકો છો. એકંદરે આ સમય આપના માટે સારો છે. તમે સંપત્તિના વિસ્તરણ અંગે ચિંતિત છો? તો અાજે જ સંપત્તિ અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવો. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર સાતમા અને બારમા સ્થાનનો માલિક છે અને  આપની રાશિથી ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં જીવનસાથી અથવા ભાગીદાર સાથે બહારગામનો પ્રવાસ થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થાય અને તેમની સાથે નવી મૈત્રીના બીજ રોપાય. આ સમયમાં તમે નવા સાહસો ખેડી શકો છો. ક્રિએટીવિટીના કારણે દૈનિક કાર્યોમાં પણ કંઈક નવું કરવાનું ઈચ્છશો. કળાની જાણકારી માટે બહારગામ અથવા વિદેશમાં પ્રવાસ થઈ શકે  છે. જીવનસાથી પાછળ ખર્ચની સંભાવના બની રહી છે. તમારી બેગ ભરીને તૈયાર રાખજો કારણ કે ટુંકા પ્રવાસની સંભાવના છે. આપના માટે એકંદરે સારો સમય છે. જીવનમાં રહેલી મૂંઝવણમાંથી બહાર અાવવા માટે તમે સંબંધો વિશે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવી શકો છો. 

ધન
ધન રાશિના જાતકો માટે શુક્ર છઠ્ઠા અને અગિયારમા સ્થાનનો માલિક છે. આપની  રાશિથી બીજા સ્થાનમાં શુક્રનું ભ્રમણ થશે જેથી આર્થિક મોરચે આ ભ્રમણ મહત્વનું બની જશે. આપ ધંધાર્થે કરેલા કાર્યોમાંથી મોટો આર્થિક લાભ મળવાની અપેક્ષા રાખી શકો છો. નોકરી અથવા ધંધામાં કંઈક નવું કામ કરીને કમાણીની તકો ઉભી કરવાની તકો મળશે. નોકરી શોધતા જાતકોને સારી તક મળે અને પહેલાથી ક્યાંય જોબમાં હોય તેમને નવી તક મળી શકે છે. આ સમયમાં તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. આકસ્મિક ધનલાભની સંભાવના પણ નકારી શકાય નહીં. તમે મૂડીસર્જનને વાસ્તવિક ઓપ અાપી શકો છો. તે માટે હમણાં જ સમૃદ્વિ અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટ મેળવો. 

મકર
મકર રાશિના જાતકો માટે શુક્ર પાંચમા અને દશમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિમાંથી જ પસાર થઈ રહ્યો છે. શનિની રાશિમાંથી શુક્રનું ભ્રમણ આપના માટે યોગકારક બની રહ્યું છે. આ કારણે ખાસ કરીને કાર્યક્ષેત્રમાંમાં આપને ખૂબ સારો લાભ થઈ શકે છે. આ સમય બિઝનેસ અને નોકરી કરતા જાતકો માટે ખૂબ મહત્વનો તબક્કો બની રહેશે. આપને નવીન તકો મળશે જે તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ પણ લાવી શકે છે. વિજાતીય આકર્ષણ તમારામાં વધુ રહેશે અને ખાસ કરીને રોમેન્ટિક વિચારોમાં ખોવાયેલા રહેવાથી પ્રેમસંબંધો માટે પણ ઉત્તમ તબક્કો ગણી શકાય. તમે અત્યારે પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો એકરાર કરશો તો સામેથી સારો પ્રતિસાદ મળે. જેઓ પહેલાથી સંબંધોમાંમાં છે તેમને વધુ પ્રેમ મળશે. તમારા સંબંધોમાં વધુ લાગણી ઉમેરાશે. સંબંધો વિશ્વમાં વિહરવા માટે છૂટ અાપે છે. સંબંધોમાં વહેમ ભંગાણ લાવી શકે છે. જો તમને પણ કોઇ વહેમ હોય તો અમારા સંબંધો અંગેનો વિસ્તૃત રિપોર્ટ મેળવીને સ્પષ્ટ થઇ શકો છો. 

કુંભ
આ  રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને ભાગ્ય સ્થાનનો માલિક બને છે. આપની રાશિથી બારમા ભાવમાંથી શુક્રનું ભ્રમણ થઈ રહ્યું છે. આ ભ્રમણ આપના માટે ઘણું મહત્વનું છે. શુક્રનું ભ્રમણ આપના માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ભાગ્યબળથી તમને કોઈ નવી તક મળે અથવા નવી મુસાફરી કરવાની થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાતો થશે. તમારામાં વિજાતીય આકર્ષણ વધશે અને વૈભવી જીવનશૈલી, લકઝરી ચીજો વગેરેમાં ખર્ચ થશે. મકાનમાં રિનોવેશન અથવા સજાવાટમાં ખર્ચ થશે. તમારા બિઝનેસને વૃદ્વિ તરફ લઇ જાઓ. મુંઝવણ દૂર કરવા અાજે જ બિઝનેસ અંગ પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાાનો લાભ ઉઠાવો. 

મીન
મીન રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને આઠમા સ્થાનનો માલિક છે અને આપની રાશિથી અગિયારમા સ્થાનમાંથી પસાર થાય છે. આપને મુખ્યત્વે સારું ફળ મળશે. આર્થિક બાબતે આ તબક્કો સામાન્ય રહેશે. નવું સાહસ કરવાની ઈચ્છા થાય પરંતુ કોઈપણ પગલું સંભાળીને ભરવું. પ્રેમસંબંધો માટે પણ આ સમય સંપૂર્ણ અનુકૂળ નથી માટે સાચવજો. પ્રિયપાત્ર સાથે વાત કરતી વખતે શબ્દોનું  ખોટુ અર્થઘટન ન થાય તેની કાળજી લેવી અન્યથા સંબંધો વણસી શકે છે. સંબંધોમાં રહેલો તણાવ દૂર કરવા માટે અંગત સમસ્યાઓનો જ્યોતિષીય ઉપાય રિપોર્ટ ખરીદો. 

ગણેશજીના આશીર્વાદ સાથે
કશ્યપ રાવલ

ત્વરિત વ્યક્તિગત ઉકેલ મેળવવા હમણાં જ જ્યોતિષ સાથે વાતચીત કરો. 

10 Dec 2019


View All blogs

More Articles