For Personal Problems! Talk To Astrologer

શુક્રનું મેષ રાશિમાં ભ્રમણ 2018: વિવિધ રાશિ પર થનારી અસરો..!


Share on :


શુક્ર એ સંજીવની કારક ગ્રહ છે. શુક્ર એટલે જીવનની ઉર્મી. શુક્ર એટલે જીવન જીવવાની  જડીબુટ્ટી. શુક્ર મુખ્યત્વે કળા, લાલિત્ય, સૌંદર્ય, જીવનમાં વૈભવ અને મોજશોખ તેમજ કામેચ્છાનો કારક ગ્રહ છે. કુંડળીમાં શુક્ર નબળો હોય તો જીવનમાં નિરસતા વધે છે. ગોચરનો શુક્ર, તા. 26-3-2018ના રોજ બપોરે 15.48 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે અને તા. 20-4-2018ના રોજ  રાત્રે 2.10 સુધી મેષમાં જ રહેશે. નક્ષત્ર મુજબ જોવામાં આવે તો 26-3 થી 6-4 સુધી અશ્વિનિ નક્ષત્ર, 6-4થી 17-4 ભરણી નક્ષત્ર અને 17-4થી 20-4 સુધી કૃતિકા નક્ષત્રમાં રહેશે. મેષના શુક્રનું દરેક રાશિના જાતકોને કેવું ફળ મળશે તેની અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે, પરંતુ કેટલીક અસરો લગ્ન રાશિને પણ લાગુ પડે છે. તમે પણ તમારી લગ્ન રાશિ જાણવા માંગતા હોવો તો અહીંયા ક્લિક કરો. 

મેષઃ 
મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને સાતમા સ્થાનનો માલિક છે અને આપના પ્રથમ સ્થાનમાં જ તેનું ભ્રમણ થશે. તા. 26 થી 6 સુધી, તેમજ 17 થી 20 એપ્રિલ દરમિયાન દાંપત્યજીવન, જાહેરજીવન, અંગતજીવન અને ભાગીદારીના કાર્યોમાં સંભાળવું પડશે જ્યારે તા.6 થી 17 સુધીનો સમય ઉપરોક્ત બાબતોમાં ઉત્તમ ફળદાયી નીવડશે. આ સમયમાં  તમે નવી ભાગીદારી અથવા કરારોના નિર્ણયો પણ લઈ શકશો.

શું તમે સંબંધોમાં તણાવથી પરેશાન છો? તો અાજે જ  2018 નો વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ મેળવો અને સંબંધોમાં રહેલી સમસ્યાઓનું નિવારણ મેળવો 

વૃષભઃ  
વૃષભ રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ અને છઠ્ઠા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી બારમા સ્થાનમાં શુક્રનું ભ્રમણ થશે. શરૂઆત અને અંતિમ ચરણમાં ખાસ કરીને તમારી શારીરિક અને માનસિક બેચેની તેમજ અસ્વસ્થતા રહેશે. નોકરી અથવા ધંધામાં ઓછુ ધ્યાન આપી શકો અથવા ખર્ચ વધે. તમારી વિલાસીવૃત્તિ વધે. મોજશોખમાં ખર્ચ વધે. નોકરચાકરનું સુખ સામાન્ય મળે. જોકે, તા. 6 થી 17 એપ્રિલ દરમિયાન તમે બારમા સ્થાનમાં શુક્રના પ્રભાવ હેઠળ આ તમામ બાબતોમાં સારું ફળ મેળવી શકશો.

શું તમને કેટલીક ચિંતાઓ સતત સતાવી રહી છે? તો અમે તમારા પ્રશ્નોનો ઉકેલ અાપી શકીએ છીએ. અાજેજ પૂછો કોઇ પણ પ્રશ્ન સેવાનો લાભ ઉઠાવો અને યોગ્ય નિર્ણય લો. 

મિથુનઃ 
આપના માટે શુક્ર પાંચમા અને બારમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી અગિયારમા એટલે કે લાભ સ્થાનમાંથી તેનું ભ્રમણ ખાસ કરીને પ્રણય  સંબંધો, સંતાનો, આર્થિક બાબતો, શેર-સટ્ટો, લોટરી, વાયદા અથવા કરન્સી બજારના સોદાઓ, રમત-ગમત અને ધાર્મિક બાબતોમાં શરૂઆતમાં અને અંતિમ ચરણમાં મધ્યમ ફળ મળી શકશે જ્યારે આ ભ્રમણના મધ્ય ચરણમાં અર્થાત્ તા. 6 થી 17 એપ્રિલ દરમિયાન તમે ઉત્તમ ફળની અપેક્ષા રાખી શકશો છો.

શું તમે આર્થિક બાબતોમાં દિશાવીહીન છો, યોગ્ય માર્ગદર્શન ઇચ્છો છો? તો હમણાં જ 2018 નો આર્થિક રિપોર્ટ મેળવો અને તે મુજબ અસરકારક રીતે ભાવિનું પ્લાનિંગ કરો. 

કર્કઃ 
કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને અગિયારમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી દશમ સ્થાનમાંથી તેનું ભ્રમણ થશે. સ્થાવર અથવા જંગમ મિલકતો, માતા, વાહન, ઉચ્ચ અભ્યાસ, આર્થિક બાબતો, મિત્રો સાથેના સંબંધો, મોટા ભાઈ-બહેન સાથેના સંબંધો, વગેરેમાં તમે તા. 6 થી 17 એપ્રિલ દરમિયાન સારું ફળ મેળવી શકશો પરંતુ ખાસ કરીને શરૂઆતમાં તા. 26 માર્ચ થી 6 એપ્રિલ સુધી અને છેલ્લા ત્રણ દિવસમાં તમને અપેક્ષા કરતા ઓછુ ફળ મળવાની સંભાવના નકારી શકાય નહીં.

શું તમે નાણાંની વૃદ્વિમાં અસમર્થ છો? અાવક મર્યાદિત રહે છે? તો અમે અાપની અા સમસ્યા દૂર કરીને તમને સમૃદ્વિના માર્ગ તરફ દોરી શકીએ છીએ. આજે જ સંપત્તિ અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો તેમજ જીવનમાં સમૃદ્વિના દ્વાર ખોલો. 

સિંહઃ 
આપના માટે શુક્ર પંચમેશ અને કર્મેશ બને છે અને આપની રાશિથી નવમા એટલે કે ભાગ્ય સ્થાનમાંથી તેનું ભ્રમણ થશે. આપના ભાગ્ય માટે અને ખાસ કરીને આપે અત્યાર સુધી કરેલા કર્મના આધારે ભાગ્ય ઘડતર માટે શુક્રનું ગોચર મહત્વનું બની જશે. તા. 26 થી 6 એપ્રિલ અને તા. 17 થી 20 એપ્રિલ દરમિયાન નાના  ભાઈ-બહેનો સાથેના સંબંધો, વિવિધ પ્રવૃત્તિઓમાં તમારી અભિરુચી અને સહભાગીતા, પિતા સાથેના સંબંધો, કિર્તી અને પ્રોફેશનલ કાર્યો વગેરેમાં મધ્યમ પરિણામ મળે પરંતુ તા. 6 થી 17 એપ્રિલ સુધીનો સમય આ બાબતોમાં મજાનો છે તેમ કહી શકાય.

સંબંધોમાં રહેલી સમસ્યઓ દૂર કરો. અાજે જ 2018 વ્યક્તિગત જીવન અને સંબંધોનો રિપોર્ટ ઓર્ડર કરો. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે શુક્ર બીજા અને નવમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી અષ્ટમ સ્થાનમાંથી તેનું ભ્રમણ થાય છે. આર્થિક અને કૌટુંબિક બાબતો, તમારાથી નાના સાળા-સાળી અથવા નળંદ-દીયર, ભાગ્યવૃદ્ધિની તકો, ધાર્મિક ખર્ચ વગેરે બાબતોમાં તા. 6 એપ્રિલ સુધી મધ્યમ ફળ મળે જ્યારે ત્યારપછીનો સમય ઉત્તમ ફળદાયી છે. જોકે છેલ્લા ત્રણ દિવસમાં તમારી સ્થિતિ અગાઉની તુલનાએ થોડી નબળી થશે. જોકે તા. 6 થી 17 એપ્રિલ સુધી આ બાબતોમાં તમે સારું ફળ મેળવી શકશો અને સંબંધોમાં પણ સૂલેહ રહેશે. વિવાહિત જાતકોને જીવનસાથી અંગે થોડી ચિંતા રહેશે.

જીવનને તમે તમારી ઇચ્છા મુજબ ચલાવવામાં અસમર્થ છો, શું કરવું તે અંગે અસમંજસમાં છો? તો હમણાં જ 2018 નો વાર્ષિક રિપોર્ટ મેળવો અને જીવનમાં પ્રગતિ કરો. 

તુલાઃ 
તુલા રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ સ્થાન અને અષ્ટમ સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી સપ્તમ સ્થાનમાં ભ્રમણ કરે છે. આપના માટે મિલકતની બાબતો, વિજાતીય આકર્ષણ, જીવનસાથી જોડેના સંબંધો, સ્વાસ્થ્ય સુખાકારી, માનસિક અને શારીરિક સ્થિતિ, વારસાગત મિલકતો વગેરે બાબતોમાં તા. 6 એપ્રિલ સુધી અને છેલ્લા ત્રણ દિવસમાં શુક્રનું ગોચર મધ્યમ ફળદાયી રહેશે જ્યારે તા. 6 થી 17 એપ્રિલ દરમિયાન ઉપરોક્ત બાબતોમાં તમે સારા ફળની આશા રાખી શકો છો.

શું કોઇ અંગત સમસ્યાઓ તમને મુંઝવણમાં રાખે છે? તમે તેનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છો? તો અાજે જ વ્યક્તિગત જીવન અંગે પૂછો અેક પ્રશ્ન – વિસ્તૃત પરામર્શ રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને અેક બહેતર ભવિષ્ય અંગે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

વૃશ્ચિકઃ 
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર સાતમા અને બારમા સ્થાનનો માલિક બને છે અને આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાંથી તેનું ભ્રમણ થઈ રહ્યું છે. દાંપત્યજીવન અને જાહેરજીવન તેમજ ભાગદારીના કાર્યો, ટીમવર્કના કાર્યો, કામકાજમાં સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ, આકસ્મિક ખર્ચ, બીમારી વગેરેમાં શરૂઆતમાં તમને સામાન્ય પરિણામ મળે પરંતુ તા. 6 પછી તમારામાં સર્જનાત્મકતા વધશે. તમે બીમારીમાંથી ધીમે ધીમે બહાર આવશો અને જાહેરજીવનમાં તમારી સક્રિયતા વધશે. જોકે, છેલ્લા ત્રણ દિવસ તમારે સંભાળવું પડશે તેમ ગણેશજી જણાવી રહ્યા છે.

શું તમને કોઇ વસ્તુ વ્યાકુળ કરી રહી છે? તો તમારી વ્યગ્રતા અને વ્યાકુળતાને દૂર કરવા માટે હમણાં જ પૂછો કોઇ પણ પ્રશ્ન રિપોર્ટ મેળવો.  

ધનઃ 
આપના માટે શુક્ર છષ્ઠેશ અને લાભેશ થાય છે તેમજ આપની રાશિથી પંચમ સ્થાનમાંથી એટલે કે ત્રિકોણ સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમયમાં તમારામાં રોમેન્ટિક વિચારો વધશે. મોટા ભાઈબહેન, શત્રુ, આર્થિક બાબતો, મિત્રો સાથેના સંબંધો, નોકરચાકરનું સુખ, મોસાળ પક્ષ સાથેના સંબંધો, નોકરી વગેરેમાં તા. 26 માર્ચ થી 6 એપ્રિલ સુધીનો સમય મધ્યમ છે પરંતુ ત્યારપછીના સમયમાં તમે શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ કરી શકશો.

તમારા ભાવિનું આયોજન કરો. જીવનમાં ઉન્નતિનો માર્ગ મોકળો કરો. અાજે જ 2018 વિગતવાર વાર્ષિક રિપોર્ટ મેળવો.

મકરઃ 
મકર રાશિના જાતકો માટે શુક્ર પાચમા અને દસમા સ્થાનનો માલિક બને છે અને  આપની રાશિથી ચોથા એટલે કે સુખ સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમયમાં ખાસ કરીને કર્મક્ષેત્ર, પિતા સાથેના સંબંધો, સત્તા, સંતાન, લોટરી-સટ્ટો, શેરબજાર, પ્રણય સંબંધો અને વિદ્યા વગેરે બાબતોમાં તમે શરૂઆત અને અંતિમ ચરણમાં મધ્યમ ફળ મેળવી શકશો પરંતુ તા.  6 થી 17 એપ્રિલ સુધીનો સમય બહેતર ફળદાયી રહેશે.

શું તમે કારકિર્દીમાં ઊડાન ભરવા માટે તૈયાર છો? તો અાજે જ 2018 કારકિર્દી રિપોર્ટ મેળવીને પ્રોફેશનલ જીવનને ઉન્નત બનાવો. 

કુંભઃ 
આપના માટે શુક્ર ચોથા અને આઠમા સ્થાનનો માલિક બને છે અને હાલમાં ત્રીજા અેટલે કે પરાક્રમ સ્થાનમાંથી તેનું ભ્રમણ થઈ રહ્યું છે. શુક્રના આ ગોચરના કારણે તા. 26 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન નાના ભાઈબહેનો, નવા સાહસો, મિત્રો, વિવિધ પ્રવૃત્તિઓ, સ્વાસ્થ્ય, વારસાગત મિલકતો, વગેરે બાબતોમાં મધ્યમ ફળ મળે જ્યારે બાકીના સમયમાં તમે ઉત્તમ ફળની આશા રાખી શકો છો.

તમે જ્યોતિષશાસ્ત્રની મદદથી તમારા પ્રારબ્ધને બદલી શકો છો? અાજે જ 2018 મા અાપના જીવનની ઝાંખી રિપોર્ટ મેળવીને પૂર્વાયોજન સાથે ભવિષ્યને ઉજ્જવળ બનાવો.  

મીનઃ 
મીન રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને આઠમા સ્થાનનો માલિક બને છે અને તમારી રાશિથી બીજા એટલે કે ધન સ્થાનમાંથી શુક્રનું ભ્રમણ ચાલી રહ્યું છે. આ કારણે તમારી આર્થિક બાબતો પર તેનો પ્રભાવ ખાસ જોવા મળે. તા. 26 માર્ચથી 6 એપ્રિલ અને  17 થી 20 એપ્રિલ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં તમે સામાન્ય રસ લેશો. નાના ભાઈ બહેનો સાથે સંબંધો મધ્યમ રહેશે. સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. વારસાગત મિલકતોના પ્રશ્નોમાં પણ થોડી અડચણ રહે. જોકે તા. 6 થી 17 એપ્રિલ દરમિયાન ઉપરોક્ત બાબતોમાં તમે સારું ફળ મેળવી શકશો.

શું તમે મબલખ કમાણી કરવા માટે ઉત્સુક છો? તો અાજે જ  2018 આર્થિક રિપોર્ટ મેળવો અને જીવનમાં સમૃદ્વિ અને સંપત્તિના હકદાર બનો.

ગણેશજીના આશીર્વાદ સાથે,
પ્રકાશ પંડ્યા

તમારી અંગત સમસ્યાઓના સમાધાન માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો.

27 Mar 2018


View All blogs

More Articles