For Personal Problems! Talk To Astrologer

2019 વટસાવિત્રી વ્રતની વાર્તા અને વટપૂર્ણિમાની પૂજા વિધિ


Share on :


દર વર્ષે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. પરિણિત મહિલાઓ તેમના પતિના દીર્ઘાયુ માટે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. આ દિવસે વડની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ વ્રત ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં મોટાપાયે ઉજવવામાં આવે છે.

વટ સાવિત્રી વ્રત ક્યારે છે?

સમગ્ર ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2019માં આ વ્રત 16 જૂનના રોજ આવે છે. ઘણા લોકો ઉદિત તિથિએ વ્રત રાખવાનું પસંદ કરે છે તે સ્થિતિમાં આ વ્રત 17 જૂનના રોજ કરી શકાય.

કેવી રીતે વટસાવિત્રીનું વ્રત કરવું

– વટ સાવિત્રીનું વ્રત ચોથના વ્રતની જેમ કરવામાં આવે છે.
– વટ સાવિત્રી પૂનમના દિવસે મહિલાઓએ સવારે ઉઠીને સ્નાનાદીમાંથી પરવારીને નવા વસ્ત્રો પહેરવા.
– આ દિવસે સંપૂર્ણ શ્રૃંગારનું વિશેષ મહત્વ છે.
– હળદર, કંકુ, મહેંદી, ચોખા સહિત પૂજાનો વિવિધ સામાન લેવો.
– કોઇપણ શિવ મંદિર નજીક વડના વૃક્ષની પૂજા કરવી.
– વડના વૃક્ષ નીચે સફાઇ કરીને છાણ અને માટીનું લીપણ કરવું
– માટીથી સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો. હવે ધૂપ, દીવો, કંકુ, સિંદુર વગેરેથી પૂજા કરો.
– લાલ વસ્ત્ર સત્યવાન અને સાવિત્રિને સમર્પિત કરો અને ફળફળાદી અર્પણ કરો.
– વાંસના બનેલા પંખાથી બંનેની મૂર્તિને હવા નાંખો.
– દેવી સાવિત્રી પાસે પતિના દીર્ઘાયુ માટે વરદાન માંગો.
– સત્યવાનને પ્રાર્થના કરો કે તેમની કૃપાથી તમારા ઘરમાં સુખ અને સૌભાગ્યનો વાસ થાય.
– ત્યારબાદ વડના વૃક્ષની પૂજા કરો. જળથી વૃક્ષનું સિંચન કરો અને અને તેની સમક્ષ દીવો પ્રગટાવો.
– વડમાં ભગવાન શિવ-વિષ્ણુ અને બ્રહ્માનો વાસ હોય છે. તેમની પાસેથી સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિની પ્રાર્થના કરો.
– વડના વૃક્ષની આસપાસ સુતરાઉનો દોરો વિંટાળીને પ્રદક્ષિણા કરો. આ દરમિયાન ભગવાન શિવ અને વિષ્ણુના મંત્રનો જાપ કરો.
– પૂજાના સ્થળ પર સાવિત્રી વ્રતની વાર્તા વાંચો અને અન્યોને પણ તે સંભળાવો.
– ઘરમાં માતા-પિતા, સાસુ-સસરાના આશીર્વાદ લો.
– ગરીબ બાળકોને યથાશક્તિ ફળોનું દાન કરો. બ્રાહ્મણને જરૂરિયાતની ચીજોનું દાન કરી શકો છો.

વટ સાવિત્રી વ્રતની કથા

ભદ્ર દેશના રાજા અશ્વપતિએ તેમના ધર્મપત્ની સાથે દેવી સાવિત્રીનું વ્રત રાખ્યું હતું તેના શુભફળરૂપે તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. રાજાએ તેમની પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું હતું. સાવિત્રી મોટી થતા સત્યવાન સાથે તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન પહેલા દેવર્ષિ નારદજીએ કહ્યું હતું કે લગ્નના 12 વર્ષ પછી સત્યવાનનું મૃત્યુ થઇ જશે. તેમ છતાં સાવિત્રીએ સત્યવાન સાથે લગ્ન કર્યા અને પૂરા દિલથી તેની સેવા કરવા લાગી. જ્યારે યમરાજ સત્યવાનના પ્રાણ લેવા માટે આવ્યા ત્યારે સાવિત્રી પણ યમરાજની સાથે સાથે ચાલવા લાગી હતી. પતિ પ્રત્યે સાવિત્રીની નિષ્ઠા જોઇને યમરાજ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું હતું. સાવિત્રીએ વરદાનમાં સૌથી પહેલા તેના અંધ સાસુ-સસરાની આંખોની રોશની પાછી માંગી હતી. ત્યારબાદ સાવિત્રી ફરી યમરાજની પાછળ પાછળ ચાલવા લગતા યમરાજે બીજુ વરદાન માંગવા કહ્યું હતું. સાવિત્રીએ બીજા વરદાનમાં તેના પતિનું મુક્ત રાજપાટ માંગ્યું હતું. યમરાજે તે પણ આપી દીધું. છતાં પણ સાવિત્રી યમરાજની પાછળ ચાલી રહી હોવાથી યમરાજે ફરી વરદાન માંગવા કહ્યું. છેવટે સાવિત્રીએ પોતાના માટે પુત્રનું વરદાન માંગ્યું હતું. આ વરદાન આપ્યા બાદ યમરાજે સત્યવાનના પ્રાણ પરત કરવા પડ્યા હતા.

વટ સાવિત્રી વ્રતની પૂજાનું મુહૂર્ત

પૂજા માટે શુભ મુહૂર્ત બપોરે 12.14 થી 1.07 વચ્ચે છે. આ સમય દરમિયાન વડની પૂજા કરવી અને વટ સાવિત્રીના વ્રતની વાર્તા સાંભળવી.

14 Jun 2019


View All blogs

More Articles