For Personal Problems! Talk To Astrologer

વસુંધરા રાજે સિંધિયાનું વર્ષ 2018 : રાજકારણમાં કપરાં ચઢાણો માટે તૈયાર રહેવું પડશે


Share on :


વસુંધરા રાજે સિંધિયા, રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી. આ હોદ્દા પર તેમને બીજી વખત કાર્યભાર ગ્રહણ કર્યો છે. અગાઉ તેઓ વર્ષ  2003 થી 2008 વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તે રાજસ્થાનના પહેલા મહિલા મુખ્યમંત્રીનું પણ બહુમાન ધરાવે છે. વર્ષ  1984 મા રાજકારણમાં પ્રવેશ કરનાર વસુંધરા રાજે સર્વ પ્રથમ બીજેપીના સભ્ય બન્યા હતા. તેઓ રાજસ્થાનની ધોલપૂર બેઠક પરથી એમઅેલઅે તરીકે ચૂંટાયા હતા. દરેક રાજકારણીની જેમ વસુંધરા રાજે પણ ભૂતકાળમાં વિવાદોમાં સપડાયેલા છે. દેશમાં થયેલા આઇપીએલ કૌંભાડના મુખ્ય સૂત્રધાર લલિત મોદીને દેશની બહાર ભગાડવા માટે ફ્લાઇટની વ્યવસ્થા કરી આપીને તેઓનું પણ અા કૌંભાડમાં નામ ઉછળ્યું હતું. અહીંયા ગણેશજીઅે રાજસ્થાનમાં યોજાનારી અાગામી ચૂંટણીમાં તેના ભાવિ અંગે જાણવા માટે તેની કુંડળીનો અભ્યાસ કર્યો છે. આપણે પણ નજર કરીએ. 

વસુંધરા રાજે સિંધિયા
જન્મતારીખ: 8 માર્ચ 1953
જન્મસમય: 4:45 (અજ્ઞાત)
જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત


સતા-સામર્થ્ય અને શક્તિ ધરાવતું વ્યક્તિત્વ
તેની કુંડળી પ્રમાણે લગ્નમાં કર્ક ઉદિત છે. ગુરુ-શુક્ર દસમાં સ્થાનમાં યુતિ કરે છે. કુંડળીમાં શક્તિશાળી રાજયોગના ફળસ્વરૂપે તે સતા અને શક્તિ બન્ને ધરાવે છે. મંગળ અને ગુરુની પ્રતિયુતિ પણ અતિશય શક્તિશાળી રાજયોગનું નિર્માણ કરે છે. 

શું તમે તમારા જન્મદિવસ પર તમારું ભવિષ્ય જાણવા માંગો છો, તો અાજે જ પ્રીમિયમ બર્થડે રિપોર્ટ મેળવો અને ભાવિનું માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

અાગામી ચૂંટણીમાં ગુરુની અગત્યની ભૂમિકા
વસુંધરા રાજે વર્તમાન સમયમાં રાહુ-ગુરુ-શનિની મહાદશાના પ્રભાવ હેઠળ છે. અાગામી ચૂંટણીમાં સકારાત્મક પ્રભાવ પાડવામાં નવમાં ભાવનો સ્વામી ગુરુ ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજસ્થાનમાં તે વિરોધ પક્ષ સામે જરા પણ નમતું નહીં જોખે. તે તેના મતદારોને રીઝવવા અને તેના પક્ષમાં કરવા માટે તેનું સંપૂર્ણ સમર્પણ રેડશે. તેના અા પ્રયાસો તેને સફળતા સુધી પણ દોરી જશે તેવું ગણેશજી જણાવે છે. 

શું તમે કારકિર્દીથી અસંતુષ્ટ છો? તો અાજે જ કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન મેળવો અને તેમાં અામૂલ પરિવર્તનના સાક્ષી બનો.

પક્ષના અાંતરિક કલેશથી ચિંતાનો માહોલ
પરંતુ, શનિ ચોથા ભાવમાં વક્રી છે. વધુમાં, શનિ નવમાંસમાં દુષિત છે. તેથી તે ગોચરના ચરણમાંથી પસાર થાય છે. અાગામી ચૂંટણી તેના માટે કપરાં ચઢાણ સમાન સાબિત થશે. વસુંધરાના રાજેને તેના જ પક્ષમાં સખત પ્રતિકાર અને વિરોધના વંટોળથી ઝઝુમવું પડશે. શનિ અષ્ટમ ભાવનો સ્વામી હોવાથી પક્ષની અંદરના કલેશથી તેના જીતના ભાવિ પર વ્યાપક અસર જોવા મળે તો નવાઇ નહીં. 

શું તમે નોકરીમાં ફેરબદલનું પ્લાનિંગ કરી રહ્યા છો? શું તમારો આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય? તો વિદ્વાન જ્યોતિષીઓ મારફતે પરામર્શથી દરેક શંકાઓ દૂર કરીને મક્કમ નિર્ણય લો. 

ચૂંટણીમાં સાધારણ પરફોર્મન્સના અણસાર
શનિ અહીંયા રાહુની મહાદશાનો કારક છે. સાડા સાતીનું અંતિમ ચરણ અનેક સંઘર્ષ, ઉતાર ચડાવ અને નિરાશાનું સૂચક છે. તેના મતદારોના વ્યાપને વધારવાનું તેના માટે કાઠુ બની રહેશે તેમજ તેઓને ટકાવી રાખવાનું કામ પણ લોઢાના ચણાં ચાવવા સમાન બની રહેશે. અાગામી ચૂંટણીમાં તેનું પરફોર્મન્સ સાધારણ રહેશે. જો કે ગોચરનો ગુરુ તેના માટે તારણહાર સમાન બનશે અને તેને સુરક્ષા ક્વચ પુરું પાડશે. તેમ છતાં, વર્ષ 2018 તેના માટે ખૂબજ સંઘર્ષમય અને પડકારજનક સાબિત થશે. વંસુધરા રાજે માટે અાગામી સમય અનેક ઉતાર ચડાવમાંથી પસાર થવાનો છે. સ્મૃતિ ઇરાની વિશે પણ વાંચો.

ગણેશજીના અાશીર્વાદ સાથે

અાપની વ્યક્તિગત સમસ્યાઓના નિવારણ માટે હમણાં જ જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો. 

08 Mar 2018


View All blogs

More Articles