For Personal Problems! Talk To Astrologer

ઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે? ચાલો ગણેશજીથી જાણીએ


Share on :


ઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે. પરંતુ વાત અહીંયા પૂર્ણ કરવામાં મજા નથી. વર્ષ 2017 મા નિવૃત્તિ જાહેર કર્યા બાદ ઉસૈલ બોલ્ટે હવે ફૂલબોલ જગતમાં પ્રવેશ કર્યો છે. માન્ચેસ્ટર યુનાઇટેડ માટે ફૂટબોલ રમવું તે તેનું એક સપનુ છે. શું તે દોડની જેમ ફૂટબોલમાં પણ તેનું પ્રભુત્વ અને લોકપ્રિયતા હાંસલ કરી શકશે? ગણેશજીએ તેની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને તેના ભાવિનું ચિત્ર રજૂ કરે છે. ચાલો વધુ વાંચીએ.  

ઉસૈન બોલ્ટ 
જન્મતારીખ: 21 ઓગસ્ટ 1986
જન્મસમય: અજ્ઞાત
જન્મસ્થળ: ફાલમાઉથ, જમૈકા

ગુરુકૃપાથી સફળતા
તેની સૂર્યકુંડળીમાં ગુરુ ચંદ્ર સાથે યુતિમાં છે જે જૈમિની રાજયોગનું નિર્માણ કરે છે. ગ્રહોની અા યુતિ તેને અસાધારણ ખૂબીઓ, સફળતા, સમૃદ્વિ તેમજ ખ્યાતિ પ્રદાન કરે છે. સમયની સાથોસાથ અા વસ્તુઓમાં પણ વધારો થશે. તેનું નસીબ પણ વધુ ચમકશે. તમે કારકિર્દીમાં ક્યારે પ્રગતિ કરશો? હમણાં જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવો અને કારકિર્દીમાં રહેલી અનિશ્વિતતાઓ દૂર કરો.  

તેની ખ્યાતિમાં પણ વૃદ્વિ થશે
વધુમાં, મંગળ અગ્ન રાશિ ધનમાં છે. રમતવીરો માટે અા જોડાણ એ આશીર્વાદ સમાન છે. અા જ કારણોસર ઉસૈન બોલ્ટ ખૂબજ ઉત્તમ પરફોર્મન્સ આપીને સૌનું ધ્યાન ખેંચવામાં સફળ થાય છે. બોલ્ટે ફૂટબોલ વિશ્વમાં પગરણ માંડ્યા છે ત્યારે તેની ખ્યાતિમાં પણ અાપોઆપ વધારો થશે. શું તમે ભવિષ્યને વધુ નજીકથી નિહાળવા માંગો છો? તો અાજે જ વાર્ષિક રિપોર્ટ 2018 વિસ્તૃત રિપોર્ટ મેળવીને પૂર્વાયોજન સાથે અાગળ વધો.  

ફૂટબોલમાં તેના સામર્થ્યથી પ્રદર્શન માટે મક્કમ રહેશે
ફૂટબોલની રમતમાં મંગળ અને બુધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉસૈનની કુંડળીમાં અા બન્ને ગ્રહો છે. અા બન્ને ગ્રહો જ ઉસૈન બોલ્ટને વિપુલ માત્રામાં સામર્થ્ય અને શક્તિ પ્રદાન કરે છે. તેની શક્તિ અને જુસ્સો તેને ફૂટબોલના નવા ક્ષેત્રમાં ખંતપૂર્વક શ્રેષ્ઠ પ્રદર્શન અાપવા માટે સમર્થ બનાવશે. અાપણે જીવનને અારામદાયક બનાવવા માટે કમાણી કરીએ છીએ. શું તમે નાણાભીડમાં ફસાઇ ગયો છે? પૈસાની સતત ખેંચથી પરેશાન છો? તો અાજે જ 2018 નો આર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને સમસ્યાનું નિવારણ લાવવા માટે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો.   

રાહુના દુષ્પ્રભાવથી તેનું પરફોર્મન્સ રુંધાય
જો કે રાહુનું વર્તમાન ગોચર બોલ્ટને વધુ ગૂંચવણમાં મુકશે. તે અાવેશમાં આવીને કેટલીક ભૂલો કરી બેસે તેવી પણ શક્યતા છે. અેક ફૂટબોલ ખેલાડી તરીકે તેનું પરફોર્મન્સ અસાતત્યપૂર્ણ રહેશે. ગોચરના શનિથી તેનું સ્વાસ્થ્ય કથળે તેવી પણ સંભાવના છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડો વિશે વાંચો.  

ગેમમાં ઇજા થવાના અણસાર 
ગોચરનો શનિ અારોગ્યને લગતી કેટલીક વ્યાધિઓ અને પરેશાનીઓના સંકેત આપે છે. તેને ગેમમાં કોઇ ઇજા થાય તેવી સંભાવના હોવાથી તેની પ્રગતિ રુંધાઇ તેવી શક્યતા હોવાનું ગણેશજી કહે છે. તેથી જ અંદરથી જ અાકરો જુસ્સો તેમજ જોશ હોવા છતાં તે ફૂટબોલમાં કોઇને કોઇ રીતે ઊણો ઉતરશે. જો કે તે મક્કમતાથી પ્રયાસો ચાલુ રાખે તો સપ્ટેમ્બર 2019 મા તે ફૂટબોલમાં તેની અાગવી ઓળખ ઊભી કરીને સફળતાના શિખરો સર કરશે. તમને લાયોનેલ મેસ્સી વિશેનો લેખ પણ વાંચવો ગમશે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

અાપની અંગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા હમણાં જ જ્યોતિષ આર્ચાય સાથે સીધી વાતચીત કરો. 


28 Feb 2018


View All blogs

More Articles