મોદી સરકારની બીજી ટર્મનું પહેલુ પૂર્ણ બજેટ 5 જુલાઇ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે. જોકે, અગાઉ ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની પાસે નાણાં મંત્રાલય રાખ્યું હતું પરંતુ દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી તરીકેનું બહુમાન નિર્મલા સીતારમણને પ્રાપ્ત થયું છે. મોદી સરકાર ફરી સત્તામાં આવ્યા પછી લોકોને તેમની પાસેથી અપેક્ષાઓ વધી ગઇ છે. ફેબ્રુઆરી-2019માં તત્કાલિન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે બજેટમાં નાના કરદાતાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બજેટના દિવસે ગ્રહોની સ્થિતિના આધારે અહીં બજેટ વિશે કેટલાક પૂર્વારનુમાન આપવામાં આવ્યા છે.
સ્વતંત્ર ભારતની કુંડળી
બજેટ રજૂ થવાની તારીખ 5 જુલાઇ 2019ના રોજ ગ્રહોની સ્થિતિ
બજેટ માટે કેટલાક જ્યોતિષીય ફળકથનો
– સ્વતંત્ર ભારતની કુંડળીમાં સૂર્ય ચતુર્થ રાશિમાં છે અને બજેટના દિવસે ગોચરનો સૂર્ય મિથુન રાશિમાં રાહુ સાથે રાહુના જ નક્ષત્ર -આર્દ્રામાં રહેશે. આ સ્થિતિ સૂચિત કરે છે કે નાણામંત્રી ગોલ્ડ પોલિસી, જાહેર ક્ષેત્રના એકમો અને ટેક્સમાં કેટલાક મજબૂત અને આકરા નિર્ણયો લઇ શકે છે.
– સ્વતંત્ર ભારતની કુંડળીમાં ચંદ્ર, બુધ, શનિ, સૂર્ય અને શુક્ર ત્રીજા સ્થાને છે અને બજેટના દિવસે ગોચરનો ચંદ્ર, મંગળ તેમજ બુધ આ તમામ ગ્રહો પરથી પસાર થશે. મતલબ, તે દિવસે કુંડળીમાં ત્રીજુ અને નવમું સ્થાન સૌથી સંવેદનશીલ રહેશે. આના પરથી સૂચિત થાય છે કે રેલવે, પોસ્ટ ઓફિસ, પ્રિન્ટ મીડિયા, ટ્રાન્સપોર્ટેશન, ટેલિકોમ વગેરેમાં મોટુ પરિવર્તન જોવા મળી શકે છે.
– આ બધા વચ્ચે જોવાની વાત એ છે કે, જન્મનો મંગળ 07.27 ડિગ્રીનો છે અને બજેટના દિવસે શુક્ર 07.49 ડિગ્રીનો હશે. તેનાથી સ્પષ્ટ થશે કે મીડિયા, ફેશન, મનોરંજન, વૈભવી ઇલેક્ટ્રોનિક ચીજો, રેડિમેડ વસ્ત્રો, દોરા, જ્વેલરી, પરફ્યૂમ વગેરેમાં વિશેષ ધ્યાન આપવામાં આવે અથવા કોઇ ખાસ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.
– બજેટના દિવસે ગુરુ શુભ ફળદાયી રહેશે જે સપ્તમ ભાવમાં પરિભ્રમણ કરશે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં કેતુ સપ્તમ ભાવમાં છે અને તેના પરથી ગોચરનો ગુરુ પસાર થાય છે. જાહેરક્ષેત્ર, પાર્ટનરશીપ, વિદેશ નીતિ, એફડીઆઇ, વિદેશ વપાર સંબંધિત કેટલીક નવી નીતિઓ સામે આવી શકે છે. ઇન્શ્યોરન્સ અને પબ્લિક હેલ્થ પર પણ તેની અસર જોવા મળશે.
– ભારતની કુંડળીમાં બુધ પુષ્ય નક્ષત્રમાં છે. ખાસ વાત એ છે કે આ વર્ષે બજેટ 2019ના દિવસે પણ બુધ પુષ્ય નક્ષત્રમાં રહેશે. બેંકિંગ સેક્ટરમાં કેટલાક ફેરફારના સંકેત મળી રહ્યા છે. બેંક ફ્રોડ, બેંકરપ્સી માટે આકરા નિયમો આવે તેવી સંભાવના છે.
– ચંદ્રના આશ્લેષા નક્ષત્ર્માં બુધ અને મંગળની યુતિ પણ સારો સંકેત છે. નાણામંત્રી ટેક્સમાં રિબેટ, વિદેશ વેપાર, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ સંબધિત કેટલાક સારા સંકેતો આપી શકે છે.
– ખાસ કરીને આપને જણાવી દઇએ કે બજેટના દિવસે શનિ 23.25 અને કેતુ 23.38 ડિગ્રી પર છે. તેના કારણે ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ, રબર, ટાયર, સ્ટીલ, લોખંડ, લેધર, જંતુનાશકો, કાળા રંગની પ્રવાહી ચીજો વગેરે માટે કોઇ એવી પોલિસી આવી શકે છે જેનાથી લોકોમાં ગુંચવાડો ઉભો થશે.
બજેટમાં ગરીબ વર્ગનું ધ્યાન રાખવામાં આવશે
બજેટના દિવસે ગોચરનો ગુરુ પહેલા ભાવ પર દૃશ્ટિ કરી રહ્યો છે. આ ઉપરાંત નવમી દૃશ્ટિ મંગળ પર રહેશે. આથી અંદાજ લગાવી શકાય કે ગરીબ વર્ગના હિતો પર આ બજેટમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઓછા બજેટ વાળા અફોર્ડેબલ ઘર, સેનિટેશન, ગામડાઓમાં વીજળી, પાણીની સમસ્યાઓના નિવારણ માટે મોટી આર્થિક ફાળવણી થઇ શકે છે. આ ઉપરાંત તેનો સીધો ફાયદો એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને પણ મળી શકે છે. ઘણી મોટી કોલેજોમાં સીટો વધારવાની જાહેરાત થઇ શકે છે. શનિ-કેતુ પણ અગ્નિતત્વની ધન રાશિમાંથી પસાર થઇ રહ્યા છે. આ રાશિનો સ્વામી ગુરુ છે. આ કારણે સરકાર આર્થિક રીતે નબળા લોકો માટે સારી યોજનાઓ જાહેર કરે તેવી આશા રાખી શકાય.
શેરબજાર પર અસર જોવા મળશે
વર્તમાન સમયમાં ગોચરનો રાહુ સ્વતંત્ર ભારતની કુડંળીમાં ધન ભાવમાંથી પસાર થઇ રહ્યો છે. જે દેશના લોકોમાં ફાઇનાન્સિઅલ પ્લાનિંગ અંગે ગુંચવણો ઉભી કરશે. તેમજ બજારમાં પણ બજેટના મહિનામાં જ 15,16 અને 30મીએ મોટાપાયે ફ્લક્ચ્યુએશન જોવા મળે તેવી સંભાવના છે.
20 Jun 2019
View All blogs