For Personal Problems! Talk To Astrologer

શું ઈન્ફોસિસના નવા સીઈઓ રાવ કંપનીને નવી ઊંચાઈએ લઈ જવામાં ‘પ્રવીણ’ પુરવાર થશે?


Share on :


ભારતની મોટાગજાની આઈટી કંપની ઈન્ફોસિસના સીઈઓ પદેથી વિશાલ સિક્કાએ રાજીનામુ આપ્યા બાદ યુ.બી. પ્રવીણ રાવને કંપનીના વચગાળાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગત 18 ઓગસ્ટે તેમની નિયુક્તિ બાદ તુરંત લગભગ એકાદ અઠવાડિયામાં એટલે કે 24 ઓગસ્ટે કંપનીના નવા ચેરમેન તરીકે નંદન નીલેકણીની નિયુક્તિ કરવામાં આવી છે. સિક્કાના સમયમાં કંપનીએ અનેક ફેરફારો જોયા પછી પણ અગાઉ જેવી ઊંચાઈઓ સર કરવામાં કંપની નિષ્ફળ રહેતા મેનેજમેન્ટને તેમનાથી નારાજગી હોવાની ઘણી ચર્ચા હતી. આવા સંજોગોમાં કંપનીમાં નીલેકણીનું પુનરાગમન અને સીઓઓ તરીકે પ્રવીણ રાવની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. અા પરિવર્તનથી કંપનીના રેવેન્યુને પણ અસર થશે. પણ અાપના બિઝનેસમાં ક્યારે વૃદ્વિ થશે? અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટ મેળવો અને અાપના વ્યવસાયના ભાવી વિશે અગાઉથી જાણીને પૂર્વતૈયારી સાથે તેમાં વૃદ્વિ કરો. 


પ્રવીણ રાવના નિયુક્તિ સમયની કુંડળી
તારીખ-18/08/2017
સ્થળ – બેંગલુરુ
સૂર્ય કુંડળી


અમારા વિદ્વાન જ્યોતિષીઓએ તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ આજે જ મેળવો

પ્રવીણ રાવની નિયુક્તિ સમયે ગ્રહોની સ્થિતિ અને તેનો પ્રભાવ
પ્રવીણ રાવની નિયુક્તિ સમયની કુંડળીનું વિશ્લેષણ કરીએ તો પ્રથમ સ્થાનમાં સ્વગૃહી સૂર્ય છે અને સાથે વક્રી બુધ યુતિમાં છે. આ ઉપરાંત બીજા સ્થાનમાં ગુરુ, ચોથા સ્થાનમાં વક્રી શનિ, છઠ્ઠા સ્થાનમાં કેતુ, અગિયારમા સ્થાનમાં શુક્ર અને મંગળ જ્યારે બારમા સ્થાનમાં મંગળ અને રાહુ છે. સ્વગૃહી સૂર્યના પ્રભાવ હેઠળ કંપનીમાં વિકાસ અને વૃદ્ધિની પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલ્યા કરશે. અત્યાર સુધી કંપનીના કર્મચારીઓએ તેમની કર્તવ્યનિષ્ઠા દાખવી છે અને જરૂરિયાતના સમયમાં બમણું કામ પણ કર્યું છે. સૂર્યની આ સ્થિતિ કામકાજોમાં સફળતા અને કંપનીઓને નવી સિદ્ધિ હાંસલ થવાનો સંકેત આપે છે. આ સ્થિતિ એકંદરે સંસ્થામાં સમૃદ્ધિ વધવાનો સંકેત આપે છે.

જોકે નબળા પાસાનો વિચાર કરીએ તો, 12મા સ્થાનમાં મંગળ અને રાહુની યુતિ અશુભ ગણી શકાય. ખાસ કરીને મેનેજમેન્ટ અને કર્મચારીઓ માટે આ યુતિ ઠીક ગણવામાં આવતી નથી. તેમની વચ્ચે ગમે તેવા સારા સંબંધો હોય તો પણ ક્યારેક ખેંચતાણના પ્રસંગો ચોક્કસ બની શકે છે. આ યુતિ ઘણા નબળા અને આકરા પરિણામો આપી શકે છે. રાહુની યુતિમાં મંગળ ઘણો વધુ દુષિત હોવાથી તેના નબળા પરિણામોની તીવ્રતા પણ ઘણી વધુ રહેશે. ખાસ કરીન વ્યય સ્થાનમાં રાહુ સાથે મંગળની યુતિના કારણે મેનેજમેન્ટને કર્મચારીઓના કંપની વિરોધી વલણનો ખૂબ જ સામનો કરવો પડે. કર્મચારીઓના આક્રોષને અંકુશમાં લેવા તેમણે કેટલાક કઠોર પગલાં પણ લેવા પડે. આ યુતિના પ્રભાવ હેઠળ કેટલીક ગુપ્ત ગતિવિધીઓ અને કંપનીનું મેનેજમેન્ટ ભ્રમણાઓમાં રહે તેવી ગતિવિધીઓનું પ્રમાણ વધી શકે છે જેનાથી એકંદરે કંપનીને ભોગવવાનું આવે.

કંપનની આર્થિક સ્થિતિ સુધારો આવશે
આ ઉપરાંત પંચમેશ ગુરુ બીજા એટલે કે ધન સ્થાનમાં આવે છે જે રોકાણકારોને કંપનીમાં વધુ વિશ્વાસ જાગવશે અને કંપનીમાં નવું રોકાણ આવતા આર્થિક સ્થિતિ સુધરાવાનો સંકેત મળે છે. ગુરુના પ્રભાવ હેઠળ કંપનીના નફામાં વધારો થવાની પણ શક્યતા છે. તેનાથી કંપનીની બેલેન્સ શીટમાં દેખીતો વધારો થશે અને તેનો શ્રેય પ્રવીણ રાવને મળી શકે છે. કંપનીની ઉત્તમ કામગીરીના કારણે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ વિકાસ અને વિસ્તરણની પ્રવૃત્તિઓ માટે કંપનીને વધુને વધુ ધીરાણ આપવાની તૈયારી બતાવશે. સામે પક્ષે સારા પરિણામોની અસર કંપનીના શેરના ભાવમાં પણ સ્પષ્ટ દેખાઈ આવશે. ઇન્ફોસિસના વેપારમાં વૃદ્વિના સંકેતો છે, પણ અાપની અાર્થિક સ્થિતિ નબળી તો નથી ને? તમે ચોક્કસપણે 2017 આર્થિક રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને આર્થિક બાબતો વિશે અગાઉથી જાણીને અાર્થિક ભાવીને સુનિશ્વિત બનાવી શકો છો.

યુ.બી. પ્રવીણ રાવના શિરે હાલમાં કંપનીની ભાવી કામગીરીઓ અને વ્યૂહરચનાની તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જોકે નીલેકણીનો સાથ અને કંપનીમાં અગાઉ સીઈઓ તરીકે નીલેકણીનો અનુભવ તેમને  સંખ્યાબંધ વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થઈ શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે પોતાના કેટલાક આકરા નિર્ણયોના કારણે કર્મચારીઓની થોડી નારાજગી વ્હોર્યા પછી પણ તેઓ એકંદરે કંપનીને ખૂબ મજબૂત સ્થિતિમાં લાવી શકશે. તેમના વિશે ચાલતી કેટલીક અફવાઓ અને ગેરધારણાઓને જો ધ્યાનમાં ન લેવામાં આવે તો તેમને સોંપાયેલી આ નવી જવાબદારી કંપની માટે એક સારો નિર્ણય પુરવાર થઈ શકે છે.

ગણેશજીના આશીર્વાદ સાથે

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો

23 Aug 2017


View All blogs

More Articles