For Personal Problems! Talk To Astrologer

શિવલિંગના પ્રકાર અને તેના અભિષેકથી મળતા લાભ


Share on :


શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં શિવજીના મહિમાનું ગાન કરવાથી, નિયમિત શિવલિંગને અભિષેક કરવાથી અને ઉપવાસ કરવાથી અનેકગણું ફળ મળે છે. આથી જ શિવલિંગના પ્રકાર અને તેનો અભિષેક કરવાથી મળતા શુભફળની રસપ્રદ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.


પારદ શિવલિંગની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શિવજીનો અભિષેક કરવાથી તેઓ અતિપ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર અપાર કૃપા વરસાવે છે. અભિષેક સામાન્યપણે જળ અને દુધથી કરવામાં આવે છે પરંતુ એવા પણ ઘણા અન્ય દ્રવ્યો છે જેનો ઉપયોગ વિશેષ હેતુ સિદ્ધ કરવા માટે થાય છે. શ્રાવણ મહિનમાં ભોળાનાથને અભિષેકથી અપાર ફળની પ્રાપ્તિ થાય છે. જે પ્રકારે અલગ અલગ દ્રવ્યોના અભિષેકનું મહત્વ છે તે પ્રમાણે શિવલિંગના પણ અલગ અલગ પ્રકાર હોય છે. 

વિશેષ સામગ્રીઓથી બનેલા શિવલિંગ અને તેની પૂજા કરવાથી મળતા શુભ ફળની માહિતી અહીં આપવામાં આવી છે.

    • પારદ શિવલિંગ – પારદ શિવલિંગ સર્વોત્તમ માનવામાં આવે છે. ઘર અને દુકાનમાં તેને રાખવાથી અને નિયમિત શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય ચે અને સૌભાગ્યની સાથે સાથે જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
    • સુવર્ણજડિત શિવલિંગ – સુખ અને સમૃદ્ધિની સાથે સાથે સ્વર્ગના સુખની પ્રાપ્તિ પણ થાય છે.
    • સાકરમાંથી બનેલું શિવલિંગ – રોગોનો નાશ થાય છે
    • મોતીથી બનેલું શિવલિંગ – સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
    • હીરાજડિત શિવિલંગ – દીર્ધાયુ પ્રાપ્ત થાય છે
    • પોખરાજ જડિત શિવલિંગ – ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
    • નીલમ જડિત શિવલિંગ – સન્માન પ્રાપ્ત થાય છે.
    • સ્ફટિકનું શિવલિંગ – મનોકામનાઓ પૂર્ણ થાય છે.
    • ચાંદી જડિત શિવલિંગ – શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
    • તાંબાનું શિવલિંગ – લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
    • પિત્તળનું શિવલિંગ – તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
    • કાંસાનું શિવલિંગ – યશ પ્રાપ્તિ થાય છે.
    • લોખંડનું શિવલિંગ – શત્રુઓનો નાશ થાય છે.
    • વાંસનું શિવલિંગ – વાંસના અંકુરને શિવલિંગના આકારમાં કાપીને પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.
    • મરચુ, પીપળાનું ચૂર્ણ, સૂંઢ અને મીઠાનું બનાવેલું શિવલિંગ – તેની પૂજા વશીકરણ જેવી વિદ્યાઓ માટે થાય છે.
    • ફુલોમાંથી બનાવેલું શિવલિંગ -ભૂમિ અને ભવનની પ્રાપ્તિ થાય છે.
    • ફળોમાંથી નિર્મિત શિવલિંગ -ફળના શિવલિંગથી ઉત્પાદન વધે છે.
    • લોટમાંથી બનેલ શિવલિંગ – ઘઉં, ચોખાનો લોટને સરખા ભાગમાં મિશ્ર કરીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી સુખ – સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ રોગથી મુક્તિ મળે છે.
    • અડદના લોટથી બનેલ શિવલિંગ – સુંદર પત્ની મળે છે.
    • માખણથી બનેલ શિવલિંગ – સુંદર પત્ની મળે છે.
    • ગોળનું શિવલિંગ – આ શિવલિંગ પર અન્ન ચોંટાડીને પૂજા કરવાથી ઉપજ વધે છે અને અન્નની પ્રાપ્તિ થાય છે.
    • ભસ્મથી બનેલ શિવલિંગ – અનોખી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
    • દહીંથી બનેલ શિવલિંગ – દહીંમાંથી પાણી નિતારીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી સુખ-સંપત્તિ અને ધન મળે છે.
    • આમળાનું શિવલિંગ – આ શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાથી મોક્ષ મળે છે.
    • કપૂરનું શિવલિંગ – આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.
    • દુર્વાનું શિવલિંગ – અકાળે મૃત્યુનો ભય દૂર થાય છે.
    • પીપળાના લાકડાનું શિવલિંગ – દરિદ્રતાથી મુક્તિ મળે છે.

ગણેશજીના આશીર્વાદ સાથે

22 Jul 2019


View All blogs

More Articles