For Personal Problems! Talk To Astrologer

સંવત 2074નું પહેલું ચંદ્ર ગ્રહણ- જાણો આપની રાશિ પર શું અસર પડશે


Share on :


ગ્રહણ શબ્દ  સાંભળતા કે  વાંચતા જ કોઈપણ વ્યક્તિના મનમાં  સૌથી પહેલા તો નકારાત્મક વિચાર આવે. ખગોળીય અને જ્યોતિષીય દૃશ્ટિએ મહત્વની ગણાતી આ ઘટના લોકોના જીવન પર અનેક પ્રકારે પ્રભાવ પાડે છે. આ વર્ષે મહા મહિનાની પૂનમ એટલે કે 31 જાન્યુઆરી 2018ના રોજ ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ખગ્રાસ અર્થાત્ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય અનુસાર ગ્રહણનો આરંભ ચંદ્રોદય સાથે એટલે કે સાંજે 5 વાગે 58 મિનિટથી થશે, જ્યારે રાત્રે 8 વાગે 41 મિનિટ અને 10 સેકન્ડે મોક્ષ થશે. ગ્રહણનું સૂતક સવારે 7 વાગે 7 મિનિટ અને 21 સેકન્ડ લાગશે જ્યારે રાત્રે 8 વાગે 41 મિનિટ અને 10 સેકન્ડે ગ્રહણના મોક્ષ સાથે પૂર્ણ થશે. છાયાકાળનો પ્રારંભ સાંજે 4 વાગે 21 મિનિટ અને 15 સેકન્ડે થશે જ્યારે રાત્રે 9 વાગે 38 મિનિટ અને 26 સેકન્ડે છાયાકાળ પૂર્ણ થશે. આ ગ્રહણ 1 કલાક16 મિનિટ અને 4 સેકન્ડ ચાલશે જ્યારે તેનો છાયાકાળ 5 કલાક 17 મિનિટ અને 11 સેકન્ડ રહેશે. ભારતના મોટાભાગના પ્રદેશોમાં આ ગ્રહણ સંપૂર્ણ દેખાવાનું હોવાથી દરેક પ્રદેશોમાં તે પાળવાનું રહેશે. ચંદ્રગ્રહણના એક જ પખવાડિયામાં એટલે કે 15 ફેબ્રુઆરીએ વિક્રમ સંવત 2074નું પ્રથમ સૂર્યગ્રહણ પણ થતુ હોવાથી  જ્યોતિષીય દૃશ્ટિએ દરેક રાશિના જાતકોએ વિશેષ કાળજી લેવી જરૂરી છે.

આ ગ્રહણનો સ્પર્શ પુષ્ય નક્ષત્રમાં થશે જ્યારે આશ્લેષા નક્ષત્રમાં ગ્રહણ પુરું થશે. આમ તો રાશિવાર દરેક જાતકો પર ગ્રહણની વત્તાઓછા પ્રમાણમાં અસર જોવા મળશે પરંતુ ખાસ કરીને પુષ્ય અને આશ્લેષા નક્ષત્રના જાતકો તેમજ કર્ક રાશિના જાતકો પર તેનો સૌથી વધુ પ્રભાવ જોવા મળશે માટે તેમણે ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા જ્યોતિષીય વિધાન અનુસાર ઉપાયો કરવા. દરેક જાતકો ગ્રહણ દરમિયાન ઈષ્ટદેવની આરાધાન કરીને પણ ગ્રહણના દુષ્પ્રભાવથી બચી શકે છે. શાસ્‍ત્રોના જણાવ્‍યા અનુસાર ગ્રહણ જે નક્ષત્રમાં થતું હોય તે નક્ષત્રને આગામી છ મહિનામાં કોઇ ૫ણ શુભ કાર્યો ટાળવા જોઈએ.

ચંદ્રગ્રહણના પ્રભાવમાં સમગ્ર ભારત પ્રદેશ આવી જતો હોવાથી તેની અસર પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળશે જેમાં ખાસ કરીને રાજકીય અને આર્થિક ક્ષેત્રે મોટી ઉથલપાથલોની સંભાવના નકારી શકાય નહીં. આ ઉપરાંત ગ્રહણ દરમિયાન ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટની સ્થિતિ જોવા મળી શકે છે. ભારતની કુંડળી અનુસાર આ ગ્રહણ ત્રીજા સ્થાનમાં થઈ રહ્યું હોવાથી પડોશી દેશો સાથે સંબંધોમાં તણાવની શક્યતા વધશે. ડિફેન્સ પાછળ ખર્ચ વધી શકે છે. આ ગ્રહણ જળતત્વની રાશિમાં થઈ રહ્યું હોવાથી પાણી સંબંધિત કુદરતી આપત્તિ જેમ કે કોઈ વિસ્તારમાં પૂર તો ક્યાંક દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે. પ્રવાહી પદાર્થો ૫ર ૫ણ ચંદ્રનું વર્ચસ્‍વ હોવાથી સમુદ્રમાંથી તેલ સંશોધનકાર્યમાં સફળતા મળે. સરકાર પેટ્રોલિયમ ઉત્‍પાદનો અર્થાત્ પેટ્રોલ,ડીઝલ,ગેસ માટે નવી નીતિ જાહેર કરે.

મેષ: મેષ જાતકોને ચોથા ભાવમાં આ ગ્રહણ થઇ રહ્યું છે. પારિવારિક સુખ માટે આ સમય થોડો મુશ્કેલ બની શકે છે. પરિવારના સભ્યો સાથે વાણી અને વર્તનમાં સંયમ રાખવો. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં જરૂર પડે ત્યાં નમતુ જોખવાની નીતિ રાખવી. માતા સંબંધિત કોઈ ચિંતા વધે અથવા તેમની સાથે બોલાચાલી થતા તમારા કારણે તેમને મનદુઃખ થઈ શકે છે.  શું અાપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી અાપની જન્મકુંડળી અાધારિત ગ્રહણ રિપોર્ટ તૈયાર કરાવીને અાપના જીવન પર ગ્રહણની થનારી અસરો વિશે જાણવા માંગો છો? તો અાજે જ ચન્દ્ર ગ્રહણથી મને શું અસર થશે? રિપોર્ટ મેળવો.
 
વૃષભ: વૃષભ રાશિના જાતકોને આ ગ્રહણ ત્રીજા ભાવમાં થશે. નવા સાહસો ખેડવામાં સાચવવું. નવી તકો સામે આવે પરંતુ તેનો લાભ દેખાય છે તેનાથી કંઈક અલગ સ્થિતિ હોઈ શકે છે. સમજી વિચારીને આગળ વધજો. ખરાબ મિત્રોની સોબત તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. તમે અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો અને ગ્રહણની તમારા જીવન પર થનારી અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કરો.
 
મિથુન: મિથુન જાતકોને ગ્રહણ બીજા ભાવ એટલે કે ધન સ્થાનમાં થઇ રહ્યું છે. આવકના સ્ત્રોતો ઉભા કરી શકશો પરંતુ રોકાણ સંબંધિત નિર્ણયોમાં ખૂબ સમજી વિચારીને આગળ વધવું અને બીજાના ભરોસે ન રહેવું. આર્થિક વ્યવહારોની લેખિત નોંધ રાખવી. શું અાપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી અાપની જન્મકુંડળી અાધારિત ગ્રહણ રિપોર્ટ તૈયાર કરાવીને અાપના જીવન પર ગ્રહણની થનારી અસરો વિશે જાણવા માંગો છો? તો અાજે જ ચન્દ્ર ગ્રહણથી મને શું અસર થશે?રિપોર્ટ મેળવો. 

કર્ક: આપની રાશિમાં જ ગ્રહણ થતું હોવાથી વિશેષ સાવધાની રાખવી. ખાસ કરીને સ્વાસ્થ્યની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. હાલમાં તમે બિનફળદાયી ક્ષેત્રોમાં ખર્ચ કરો તેવી સંભાવના છે. તેના કારણે તમારે જરૂરિયતાના સમયમાં આર્થિક ખેંચ આવશે. આયોજનપૂર્વક આગળ વધજો. તમે અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો અને ગ્રહણની તમારા જીવન પર થનારી અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

સિંહ: વ્‍યયભાવમાં ગ્રહણ થતું હોવાથી ખાસ કરીને દેવું વધવાની શક્યતા રહે અથવા સામાન્ય ખર્ચને પહોંચી વળવા માટે પણ તમારે બીજા પાસેથી ઉધારી કરવી પડશે. આ સમયમાં કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી સાચવજો અન્યથા તમારી પ્રતિષ્ઠા સામે પ્રશ્ન મુકાશે. અણધાર્યા બીમારીનો ભોગ બની શકો છો. શું અાપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી અાપની જન્મકુંડળી અાધારિત ગ્રહણ રિપોર્ટ તૈયાર કરાવીને અાપના જીવન પર ગ્રહણની થનારી અસરો વિશે જાણવા માંગો છો? તો અાજે જ ચન્દ્ર ગ્રહણથી મને શું અસર થશે? રિપોર્ટ મેળવો. 

કન્યા: તમારી રાશિ લાભ સ્થાનમાં થતુ આ ભ્રમણ તમને કેટલાક સંભવિત લાભોથી વંચિત રાખી શકે છે. ખાસ કરીને પૈતૃક સંપત્તિ સંબંધિત અવરોધો આવી શકે છે. અત્યારે તમારે કર્મના સિદ્ધાંતને વળગીને ચાલવું પડશે. તમે અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો અને ગ્રહણની તમારા જીવન પર થનારી અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

તુલા: આપની રાશિથી દસમા ભાવમાં થતું આ ગ્રહણ કારકીર્દિ સંબંધિત પ્રશ્નો ઉભા કરી શકે છે. ખાસ કરીને હરીફાઈનો સામનો કરવો પડે અને હરીફો અથવા હિતશત્રુ તમારી વિરુદ્ધ પેંતરાબાજી કરવાનો પ્રયાસ કરશે. સાવચેતી રાખવી જરૂરી છે. જોકે તમારી કાર્યનિષ્ઠાની નોંધ પણ લેવાશે. શું અાપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી અાપની જન્મકુંડળી અાધારિત ગ્રહણ રિપોર્ટ તૈયાર કરાવીને અાપના જીવન પર ગ્રહણની થનારી અસરો વિશે જાણવા માંગો છો? તો અાજે જ ચન્દ્ર ગ્રહણથી મને શું અસર થશે?રિપોર્ટ મેળવો. 

વૃશ્ચિકઃ  તમારી રાશિથી નવમા સ્થાનમાં ગ્રહણ થઈ રહ્યું છે. લાંબી મુસાફરીના આયોજનમાં પ્રારંભિક અવરોધો બાદ સફળતા મળે. તમારા આવેશને અંકુશમાં રાખવો. તમે અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો અને ગ્રહણની તમારા જીવન પર થનારી અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કરો. 

ધન: સંબંધોમાં મનદુ:ખ ઊભું થવાની સંભાવના છે. તમારાથી કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય અથવા તમે કરેલી ભૂલની મોટી કિંમત ચુકવવી પડે તેવી સંભાવના છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શું અાપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી અાપની જન્મકુંડળી અાધારિત ગ્રહણ રિપોર્ટ તૈયાર કરાવીને અાપના જીવન પર ગ્રહણની થનારી અસરો વિશે જાણવા માંગો છો? તો અાજે જ ચન્દ્ર ગ્રહણથી મને શું અસર થશે?રિપોર્ટ મેળવો. 

મકર: દાં૫ત્‍યજીવન અને ભાગીદારીના કામકાજોમાં તમારે ધ્યાન રાખવું પડશે. જે સંબંધો ઘણા સમયથી સુપુપ્ત અવસ્થામાં છે તેના પર હવે પૂર્ણવિરામ મુકાઈ શકે છે. ટીમવર્કમાં કામ કરતા જાતકોએ સહકર્મીઓ સાથે શાંતિથી વર્તવુ પડશે.  તમે અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો અને ગ્રહણની તમારા જીવન પર થનારી અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કરો.
 
કુંભ: તમે વિરોધીઓને પરાસ્ત કરી શકશો જેમાં ખાસ કરીને નોકરિયાતો તેમના કુનેહથી હરીફો અને તેમના માર્ગમાં આવતા લોકોને બાજુએ ખસેડીને આગળ વધવામાં સંઘર્ષનો સામનો કરવો પડશે. રોજિંદી આવકમાં વધારો કરવા માટે તમે વધુ પ્રયાસ કરશો. શું અાપ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી અાપની જન્મકુંડળી અાધારિત ગ્રહણ રિપોર્ટ તૈયાર કરાવીને અાપના જીવન પર ગ્રહણની થનારી અસરો વિશે જાણવા માંગો છો? તો અાજે જ ચન્દ્ર ગ્રહણથી મને શું અસર થશે?રિપોર્ટ મેળવો. 

મીન: પ્રેમસંબંધોમાં સાચવવું પડશે. સંતાન સંબંધિત પ્રશ્નો પણ હાલમાં તમને સતાવે તેવી સંભાવના છે. શેરબજાર, કરન્સી અને વાયદા જેવા બજારોમાં કામ કરતા જાતકોએ સાચવવું પડશે. ગર્ભવતી મહિલાઓએ વિશેષ કાળજી લેવી.  તમે અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાતચીત કરો અને ગ્રહણની તમારા જીવન પર થનારી અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કરો.
 
ગણેશજીના આશીર્વાદ સાથે

30 Jan 2018


View All blogs

More Articles