For Personal Problems! Talk To Astrologer

15 જૂને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ – તમામ રાશિના જાતકોને સૂર્યની આ સંક્રાંતિ કેવું ફળ આપશે?


Share on :


સંક્રાતિનો અર્થ થાય છે ગ્રહનું એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતરણ. 15 જૂન 2019ના રોજ સૂર્ય વૃષભ રાશિ છોડીને મિથુનમાં પ્રવેશ કરશે આથી આને સૂર્યની મિથુન રાશિમાં સંક્રાંતિ કહેવામાં આવે છે.

15 જૂન 2019ના રોજ સૂર્ય મિથુન રાશિમાં આવશે જેથી મિથુન સંક્રાંતિનો અલગ અલગ રાશિના જાતકો પર કેવો પ્રભાવ પડશે તેનું વિગતવાર ફળકથન અહીં આપવામાં આવ્યું છે.

મેષ – આ સમયમાં કોઇપણ સાહસ કરતા પહેલા સો વાર વિચાર કરી લેવો કારણ કે ઉતાવળે લીધેલો નિર્ણય તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ખાસ કરીને સરકારી અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલબાજી ટાળવી. કાયદાકીય દસ્તાવેજો પર સહિત કરતી વખતે વિશેષ સાવધાની રાખવી. ટૂંકા પ્રવાસની શક્યતા પણ નકારી શકાય નહીં. નાના ભાઇ-બહેનો સાથે તણાવની શક્યતા રહેશે.

વૃષભ – મકાન અને વાહનની પ્રાપ્તિ માટે અત્યારે સારા યોગ બની રહ્યા છે. જો, તાજેતરમાં માતા સાથે સંબંધોમાં થોડો તણાવ આવ્યો હોય તો અત્યારે તેમની સાથે સંબંધો સુધરશે અને પારસ્પરિક લાગણી વધશે. ઘર અથવા વાહનની ખરીદી માટે લોન લેવામાં અથવા બીજા પાસેથી આર્થિક મદદ લેવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.

મિથુન – અત્યારે તમારે કોઇપણ મોરચે સફળતા મેળવવા માટે આકરો પરિશ્રમ કરવાની તૈયારી રાખવી પડશે. તમે અંદરથી ઉર્જાવાન હોવાનો અહેસાસ થશે. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહે. વિવાહિતોને જીવનસાથી જોડે સંબંધોમાં માધુર્ય વધશે. આ સમયમાં નવો વ્યવસાય શરૂ કરી શકો છો. જોકે, તમારી વચ્ચે ગુસ્સાના કારણે ક્યારેક થોડો તણાવ આવી શકે છે.

કર્ક – આ સમય વિદેશયાત્રા માટે ઘણો સારો જણાઇ રહ્યો છે. જોકે, સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને હૃદયને લગતી સમસ્યા, કરોડરજ્જૂની તકલીફો હોય તેમણે સાચવવું જરૂરી છે. આધ્યાત્મિક પ્રગતિના એંધાણ દેખાઇ રહ્યા છે. આવકની તુલનાએ ખર્ચ થવાની સંભાવના વધુ છે માટે આર્થિક મોરચે કોઇપણ પગલું સંભાળીને ભરજો.

સિંહ – આ સમય શુભ કાર્યોના પ્રારંભ માટે ઘણો સારો છે. તમારા યશ, કિર્તી અને જાહેર પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની શક્યતા છે. પ્રણયસંબંધોમાં સફળતા મળે. કોર્ટ -કચેરીના કાર્યોમાં પણ સફળતાની શક્યતા વધુ છે. તમારી મનોકામના પૂર્ણ થતા મન હર્ષિત રહેશે. નિઃસંતાન દંપતીઓને પણ સંતાન પ્રાપ્તિની શક્યતાનો શુભ યોગ બની રહ્યો છે. નોકરી શોધી રહેલા જાતકોને અત્યારે લાભદાયી તક મળી શકે છે.

કન્યા – વેપાર માટે આ સમય ઉત્તમ રહેશે. સમાજમાં તમારું માનસન્‍માન વધશે. નોકરિયાત જાતકોને પ્રમોશન, પગારવૃદ્ધિના દ્વાર ખુલશે. પિતા તરફથી સારો લાભ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉત્તરાધિકારી દ્વારા તમારું સન્માન કરવામાં આવે. સહકર્મી સાતે તમારા સંબંધોમાં સુલેહ વધશે. રાજનીતિમાં સક્રિય લોકોને નવી જવાબદારી અને સારો હોદ્દો મળી શકે છે.

તુલા – ભાગ્યનો ખૂબ સારો સાથ મળશે. ઉચ્ચ અભ્યાસ કરવા વિદેશમાં જવા માંગતા જાતકોને અગાઉ કરેલા પ્રયત્નોમાં અત્યારે સફળતા મળવાની શક્યતા વધુ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે ધ્યાન આપવું પડશે. સંશોધન કાર્યોમાં જોડાયેલા જાતકોને સફળતા મળવાની શક્યતા વધુ છે. ઘરમાં માંગલિક પ્રસંગની શક્યતા પણ છે. વિદેશમાં અથવા દૂરના અંતરે રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળે અને તેમની સાથે ઘનિષ્ઠતા પણ વધે.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના જાતકોએ અત્યારે સાવધાની વધારવી પડશે. હાર્ટ સંબંધિત બીમારી થવાની શક્યતા વધશે. આ સમયમાં તમારું બ્લડપ્રેશર સતત ચડાવઉતારમાં રહેશે. સરકારી કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ સાથે વધુ દલીલબાજી કરવી નહીં. કોર્ટકચેરીના કાર્યોમાં પણ પરેશાની આવી શકે છે. આ સમયમાં તમારી ધીરજની કસોટી થશે. પાર્ટનરશીપના કામકાજોમાં છેતરપિંડીથી બચવા માટે સચેત રહેવું.

ધન – લગ્નોત્સુક જાતકોને અત્યારે યોગ્ય જીવનસાથી મળવાની અથવા જો પહેલાંથી સગાઇ થયેલી હોય તો લગ્ન થવાની સંભાવના બની રહી છે. પાર્ટનરશીપ અથવા જીવનસાથી જોડે સંબંધો સારા રહેશે. આ સમયમાં જીવનસાથી તરફથી ઘણો સારો સહકાર મળી રહેશે. તમારા સખત પરિશ્રમની ફળશ્રૃતિ રૂપે અપેક્ષિત લાભ મલી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં વિસ્તરણ કરવાનું આયોજન હોય તો અત્યારે સમયનો સાથ મળી રહ્યો ચે. કોર્ટકચેરીના કાર્યોમાં સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

મકર – નોકરિયાતોને અત્યારે આર્થિક લાભ મળવાની શક્યતા છે. કાર્યબોજના કારણે તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે. હૃદય અને પિત્ત સંબંધિત બીમારી સામે સાવચેતી રાખવી. કામકાજના સ્થળે સહકર્મીઓ સાથે કામથી કામ રાખવું અન્યથા વિવાદની શક્યતા છે. શત્રુઓનો પ્રભાવ તમારા પર રહેવાની શક્યતા હોવાથી સતર્ક રહેવું.

કુંભ – પ્રયણસંબંધો માટે આ સમય બહેતર પુરવાર થશે. રિસાયેલા પ્રેમી અથવા પ્રેમિકાને મનાવવા માટે યોગ્ય સમય છે. નિઃસંતાન દંપતીઓને અત્યારે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સંતાન સંબંધિત કાર્યો ઉકેલાવાથી તેમની નજરમાં તમારું સન્માન વધશે. લાંબા સમયથી બીમાર હોય તેવા જાતકોને બીમારીમાંથી મુક્તિ અથવા રાહત મળવાની શક્યતા છે. શેરબજારમાં કામ કરતા જાતકોને અત્યારે લાભની સંભાવના છે પરંતુ કોઇપણ સોદો આ ક્ષેત્રના નિષ્ણાંતોની સલાહ લીધા પછી કરવો.

મીન – આ સમયગાળામાં તમને માતા તરફથી સારું સુખ મળી શકે છે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેવાથી તે અંગેની કોઇ ચિંતા અથવા દોડધામમાંથી મુક્તિ મળી શકે છે. લાંબા સમયથી જો ઘર અથવા ગાડી ખરીદવાના પ્લાનિંગમાં હોવ તો અત્યારે સમય સારો છે. પૈતૃક સંપત્તિમાંથી કોઇપણ પ્રકારે ફાયદો થઇ શકે છે. ટૂંકા પ્રવાસ માટે આ સમય ઠીક નથી. નાના ભાઇ-બહેનો સાથે સંબંધોમાં મતભેદની શક્યતા હોવાથી તેમની સાથે સમાધાનકારી નીતિ રાખવી. નોકરીમાં એકંદરે શાંતિથી સમય વિતાવી શકશો. ઉચ્ચ અધિકારીઓ ને સહકર્મચારીઓ સાથે સંબંધોમાં સુલેહ જળવાઇ રહેશે.

શ્રીગણેશાય નમ:
આચાર્ય ધર્માધિકારી, આચાર્ય કૃષ્ણમૂર્તિ

05 Jun 2019


View All blogs

More Articles