વર્ષ 1983મા કોલકતામાં સ્થાપક દિલિપ સંઘવી દ્વારા સ્થાપિત સન ફાર્માઅે માનસિક બિમારીઅોની સારવારમાં ઉપયોગી અેવી માત્ર પાંચ પ્રોડક્ટ સાથે શરૂઅાત કરી હતી. અાજે અા ફાર્માસ્યુટિકલ કંપનીઅે માર્કેટમાં અેટલી હરણફાળ ભરી છે કે તે અાજે દેશની સૌથી વિશાળ ક્રોનિક પ્રિસ્ક્રીપ્શન કંપની બની ચૂકી છે અને મનોચિકિત્સા, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, અોર્થોપેડિક્સ, નેત્રરોગ ચિકિસ્તા, ગેસ્ટ્રો-અેન્ટ્રોલોજી અને નેફ્રોલોજી જેવા ક્ષેત્રોમાં માર્કેટ અગ્રણી તરીકે મજબૂત સ્થાન ધરાવે છે. સન ફાર્માના ટર્નઅોવરનો 57 ટકા હિસ્સો તો માત્ર ભારતની બહારનો છે જેમાં યુઅેસ મહત્વનું માર્કેટ છે. કંપની વિશ્વભરમાં 23 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે જેમાં યુઅેસ, કેનેડા, બ્રાઝિલ, મેક્સિકો અને ઇઝરાયેલ જેવા દેશનો સમાવેશ થાય છે. તાજેતરમાં કંપનીના સ્થાપક દિલિપ સંઘવીઅે રિન્યુઅેબલ અેનર્જીની કંપની સુઝલોન અેનર્જીના મોટા હિસ્સાનું હસ્તાંતરણ કર્યું છે. સન ફાર્માઅે રેનબક્સી લેબનું પણ હસ્તાંતરણ કર્યું છે. માર્કેટમાં મજબૂત હાજરી ધરાવતી કંપનીના ભાવિના ચિતાર વિશે તેના ગ્રહો શું કહી રહ્યા છે? ચાલો અેક નજર કરીઅે..
સન ફાર્માની સ્થાપના સમયની કુંડળી
જ્યોતિષીય અવલોકન:
ફાર્મા કંપનીને સફળ થવામાં તેની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તે અત્યંત અાવશ્યક છે. તદુપરાંત, દવાઅો અને અાયુષ્યમાં વૃદ્વિ કરતા ડ્રગ્સનો કારક શુક્રનું પણ મજબૂત હોવું અેટલુ જ જરૂરી બને છે. સન ફાર્માની કુંડળીમાં સૂર્ય-બુધ લાભસ્થાનમાં છે અને શુક્ર સફળતાના સ્થાનમાં બેઠેલો છે. કુંડળીમાં અા બન્ને સારા સૂચક બની રહ્યા છે.
મહત્વનું સમયચક્ર:
નિફ્ટી કરતા રિવર્સ પેર્ટનની શક્યતા છે. તેથી જો તમે ડિલિવરી લેવાની ક્ષમતા ધરાવતા હોવ તો જ અા સ્ક્રિપમાં સોદો કરવો. અને F&O તો ભૂલી જ જાવ.
(F&Oને બદલે અન્ય કંપની પર ધ્યાન અાપો), અા સ્ક્રિપને લઇને અદ્દભુત પેર્ટન જોવા મળશે તેવું ગણેશજી કહે છે.
05/01/2017 થી 11/01/2017 દરમિયાન મંગળ, કેતુ અને શુક્ર કંપનીની કુંડળીના બારમા સ્થાનમાં યુતિમાં હશે. પરિણામે કંપનીના લાઇસન્સને લગતા સમાચારોને લીધે કંપનીની શેર્સમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે.
15/02/2017 થી 22/02/2017ના સમયગાળામાં , કંપનીની સરકારને લગતી કેટલીક બાબતોને કારણે સમાચાર અાધારિત વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે.
શનિ વ્યય સ્થાનમાં હોવાથી તેમજ કેતુ ધનસ્થાનમાં હોવાથી અા સ્થિતિના અણસાર મળી રહ્યા છે અને તે કંપનીની પ્રોડક્ટ માટે નકારાત્મક યુતિ કહી શકાય.
7/3/2017થી 20/03/2017 દરમિયાન અા સ્ક્રિપમાં પ્રોફિટ બૂકિંગની શક્યતા છે કારણ કે ગોચરનો મંગળ જન્મના કેતુ પરથી પસાર થશે અને રાહુ નિયમીત અાવકના ભાવમાં ઉપસ્થિત હશે. તદુપરાંત, કંપનીની કુંડળીના દસમા ભાવમાં શનિ સક્રિય થશે.
ગણેશજીના અાર્શીવાદ સાથે,
19 Dec 2016
View All blogs