સ્ટોક માર્કેટમાં કંઇજ નિશ્ચિત હોતું નથી અને તે સમજવું પણ વધારે શ્રમ માંગી લે છે. તે દરરોજ બદલાય છે. એક દિવસ શેરોનો ભાવ ટોચની સપાટીએ હોય તો બીજા દિવસે તેમાં મોટો કડાકો પણ બોલી શકે છે. આથી જ કહેવાય છે કે શેરબજાર ફળે તો રાજા બનાવે અને ના ફળે તો રાજાને પણ રંક બનાવે. આમ તો આ બજાર પર સ્થાનિક અને વૈશ્વિક ઘટનાઓ, પરિબળો, બજારની સ્થિતિ સહિત સંખ્યાબંધ બાબતોનો પ્રભાવ હોય છે પરંતુ સાથે સાથે જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી પણ તેના વિશે અનુમાન લગાવવું શક્ય છે. ખાસ કરીને ગ્રહોની સ્થિતિના આધારે એકંદરે ભાવિ બજાર કેવું રહેશે અને શેરબજાર પર તેનો કેવો પ્રભાવ રહેશે તે જાણી શકાય છે. જો આ બાબતોને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક અને સાવચેતીભર્યા સોદા કરવામાં આવે તો અચુક ફાયદો થઇ શકે છે. વિક્રમસંવતના નવા વર્ષના આરંભે ગ્રહોની સ્થિતિ તેમજ આખા વર્ષ દરમિયાન ગ્રહોના રાશિ પરિવર્તન અને ચાલના અભ્યાસના આધારે આવનાર વર્ષ કેવું રહેશે તેનું ફળકથન અહીં આપવામાં આવ્યું છે.
શેર બજારની વાત કરવામાં આવે ત્યારે લગભગ દરેક નવા દિવસની એક અલગ આગાહી હોય છે જે સમયના અંતરાલ પર બદલાય છે. જો યોગ્ય સમયે અને યોગ્ય શેરમાં રોકાણ કરવામાં આવે તો બજાર નફાકારક સાબિત થઈ શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલાં તમારે વસ્તુઓ ખૂબ નજીકથી સમજવાની જરૂર છે.
વર્તમાન વર્ષની વાત કરીએ તો, વર્ષારંભે ગોચરના શનિ-કેતુ ધન રાશિના રહેશે. તા.04-11-2019 પછી ગોચરનો ગુરુ ધન રાશિમાં પ્રવેશ કરશે. તેથી વૃશ્ચિક રાશિ અને વૃષભના જાતકોએ કામકાજમાં ખુબજ સાવધાની રાખવાનો સમય હશે. સિંહ, તુલા, મેષ, ધન અને કુંભ રાશિ માટે સારી તકો છે. જાન્યુઆરી મહિનાના અંતમાં શનિ પોતાની રાશિ બદલીને મકરમાં આવશે જેથી ધન રાશિના જાતકો માટે ફરી ચિત્ર થોડુ બદલાઇ શકે છે. લાંબાગાળાના વ્યૂ સાથે રોકાણ કરો તો વાંધો નથી. ખાસ કરીને ભારે મશીનરી અને મોટા વાહનો, કોમ્પ્રેસર, પમ્પ, એન્જિનિયરિંગ વગેરેને લગતી કંપનીઓમાં ધન અને મિથુન જાતકોએ સાવચેતી રાખવી. સપ્ટેમ્બર મહિનામાં રાહુ અને કેતુ પણ પોતાની રાશિ બદલી રહ્યા હોવાથી વર્ષના અંતિમ ચરણમાં વૃશ્ચિક, વૃષભ અને કર્ક રાશિના જાતકોએ સાચવવું પડશે.
એકંદરે જો બજારની વાત કરીએ તો વર્ષની શરૂઆત ઉત્સાહ સાથે થશે પરંતુ ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના મધ્ય સુધીનો તબક્કો ઘણો સાચવવા જેવો છે. આ તબક્કામાં રાજકીય અથવા વૈશ્વિક ઉથલપાથલો અથવા કોઇપણ અણધાર્યા આવેલા કારણોથી બજારમાં ઝડપથી અને મોટાપાયે ચડાવઉતાર આવી શકે છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી ડેઇલી ટ્રેડિંગ ટાળવું. જેઓ લાંબા ગાળાનું રોકાણ કરવા માંગે છે તેમને આ સમયમાં નીચા ભાવે શેર ખરીદવાની તક મળી શકે છે. મીડિયા, લકઝરી ચીજો, પરફ્યૂમ, મોજશોખની ચીજો, ફાઇનાન્સ, રોકાણને લગતા કાર્યોની કંપનીઓના શેરોમાં ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થોડો ઘટાડો આવી શકે છે. જોકે વર્ષના છેલ્લા મહિનામાં બજારમાં તેજીનો ચમકારો દેખાશે.
એવા કેટલાક ઉદ્યોગો છે જેમાં આ વર્ષે શેરબજારમાં એકંદરે સારું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતા છે જેમાં એલ્યુમિનિયમ, વિદ્યુત, તેલ ઉદ્યોગ, તમાકુ, આલ્કોહોલ છે. વર્ષના અંત ભાગમાં, સોફ્ટવેર અને કમ્પ્યુટર ઉદ્યોગ માટે શેર માર્કેટમાં વધારો થશે જે રોકાણકારોને મોટો ફાયદો આપશે.
શેરબજારમાં રોકાણ કરવા માટે એક બાબત જે સૌથી મહત્વની છે તે છે કે તમે રોકાણ કરો ત્યારે લોભને બાજુએ રાખજો અને ધીરજપૂર્વક નિર્ણય લેવા. રોકાણનું તુરંત ફળ મેળવવાના બદલે ફંડામેન્ટલી મજબૂત હોય તેવી કંપનીમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થશે.
આ વર્ષમાં કમ્પ્યુટર, અખબાર, આઇટી, પાવર, જાહેર ક્ષેત્ર, ફાર્મા અને સિમેન્ટ ઉદ્યોગ જેવા ઉદ્યોગોમાં થોડી અસ્પષ્ટતા જોવા મળશે. હેવી એન્જિનિયરિંગ અને ચા ઉદ્યોગ જેવા ઉદ્યોગોમાં ફેબ્રુઆરી પછી થોડો ઘટાડો થશે. બજારમાં ખાસ કરીને પરિવહન, ટેલિકોમ, રબર, કોસ્મેટિક્સ, માઇનિંગ,વગેરે જેવા ઉદ્યોગોમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. દિવાળીના દિવસોમાં સોનામાં પ્રશંસનીય વૃદ્ધિ થશે. પેટ્રોલિયમ અને તેને લગતા ઉદ્યોગો, ચામડું, સિમેન્ટ, બાંધકામ, રબેંકિંગ અને ખાતરોના ઉદ્યોગ સંબંધિત કંપનીના ભાવોમાં ઉછાળો દર્શાવશે જ્યારે અત્તર, સૌંદર્ય પ્રસાધનો, ફોટોગ્રાફી અને ફિલ્મ ઉદ્યોગ જેવા ઉદ્યોગો માં થોડો થઇ શકે છે.
04 Nov 2019
View All blogs