માર્કેટની દૃષ્ટિઅે વિક્રમ સંવત 2072:
વિક્રમ સંવત 2072ની શરૂઅાત મોદી સરકાર પાસેથી અનેક અાશા અપેક્ષાઅો સાથે થઇ હતી. તે સમયે માર્કેટમાં પણ લોકો ઉતાર ચડાવના સાક્ષી બન્યા હતા. વિક્રમ સંવત 2072મા ખાસ કરીને બ્રેક્ઝિટ, યુઅેસ ચૂંટણી, ઉત્તર કોરિયાના ન્યુક્લિયર ટેસ્ટ, અારબીઅાઇ ગર્વનર રઘુરામ રાજનની અેક્ઝિટ અને અારબીઅાઇના નવા હેડ ઉર્જિત પટેલની વરણી અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી મહત્વની ઘટનાઅોને પગલે માર્કેટમાં અફરાતફરીનો માહોલ છવાયેલો રહ્યો હતો. અા પ્રકારની ઘટનાઅોથી માર્કેટમાં તેજીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભારત અેક ઊભરતા અર્થતંત્ર તરીકે પણ સફળ રહ્યું હતું.
મિત્રો, વિક્રમ સંવત 2073નું અાગમન થઇ ચૂક્યું છે અને જે રીતે દિવાળીના તહેવારમાં નાના દિવડાઅોથી વાતાવરણ ઝગમગાટ સાથે પ્રકાશમય બને છે તે જ રીતે માર્કેટમાં તેજીના અાશાવાદ સાથે નવા વર્ષનો પ્રારંભ થયો હતો.
માર્કેટનો અાગામી ટ્રેન્ડ કેવો રહેશે?
ચાલો હવે ગોચરના ગ્રહોની સ્થિતિ તેમજ સ્વતંત્ર ભારતની કુંડળીનું વિશ્લેષ્ણ જોઇઅે. અા લેખ લખતી વખતે સેન્સેક્સ 28100 પોઇન્ટ હતો અને નિફ્ટી 8700 પોઇન્ટ હતી. વિક્રમ સંવત 2073ની શરૂઅાત કદાચ ધીમી રહી છે પણ માર્કેટ નવેમ્બરના ઉત્તરાર્ધમાં ફરીથી તેજી પકડશે. અા સમયમાં કોલ રેશિયોમાં પણ વધારો થશે. ડિસેમ્બર 2016માં અાપના ભુતકાળના રોકાણના સારું અેવું વળતર મળે તેવી અપેક્ષા રાખી શકો છો. જો કે ડિસેમ્બર 2016ના અંતમાં અાપે માર્કેટમાં ટ્રેડિંગ કરતી વખતે વધુ સાવચેતીપૂવર્કનું વલણ રાખવું પડશે. ક્રિસ્મસ બાદ વિદેશી રોકાણકારો જાન્યુઅારી 2017ના બીજા સપ્તાહથી ફરીથી માર્કેટમાં ટ્રેડિંગ કરશે. પરિણામે માર્કેટમાં થોડી તેજી જોવા મળી શકે છે. જાન્યુઅારી 2017ના બીજા પખવાડીયામાં તેમજ ફેબ્રુઅારી 2017ના પહેલા પખવાડીયામાં માર્કેટમાં મંદી તરફી ઝોક જોવા મળે તેવી શક્યતા છે. જો કે ત્યારબાદ માર્ચ 2017ના અંત સુધી સ્થાનિક ફંડ હાઉસ તેમજ બજેટની સક્રિયતાને ધ્યાનમાં રાખતા માર્કેટ સારું પરફોર્મ કરશે. તદુપરાંત દેશમાં અેપ્રિલ 2017થી જીઅેસટીનું પણ અમલીકરણ થશે તેવી શક્યતા છે અને તેનાથી પણ માર્કેટમાં અાશાવાદનો સંચાર થશે અને તેજી તરફ અાગળ વધશે તેવી શક્યતા છે.
જૂન 2017ના મહિનામાં માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળશે. પણ જુલાઇ અને અોગસ્ટ દરમિયાન સ્થિરતા મેળવવા માટે માર્કેટમાં કરેક્શન પણ જોવા મળે તેવી શક્યતા છે. ત્યારબાદ સપ્ટેમ્બર અને અોક્ટોબર 2017મા માર્કેટ ફરીથી તેજી તરફ અાગળ વધશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. શું અાપ પણ માર્કેટ ગેમમાં નફો રળવા માગો છો? તો અાજે જ
સ્ટોક માર્કેટ રિપોર્ટ મેળવીને નફાકારક વળતર પ્રાપ્ત કરો.
શું બુલિયન માર્કેટ તેજીમય બનશે?
બુલિયન માર્કેટની વાત કરીઅે તો વિક્રમ સંવત 2073ના પૂર્વાર્ધમાં તે સ્થિર રહેશે. સોના-ચાંદી માર્કેટમાં પ્રથમ ત્રણ મહિનામાં અાંશિક અફરાતફરી જોવા મળશે અને ત્યારબાદ તે અગાઉની કિંમતનો સરખામણીઅે ભાવ નીચે જોવા મળશે. પણ ત્યારબાદના ત્રણ મહિના અેટલે કે ફેબ્રુઅારી 2017થી અેપ્રિલ 2017 દરમિયાન બુલિયન માર્કેટમાં ગંભીર સમય જોવા મળી શકે છે. અા સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતો દેખીતી રીતે ઘટશે. ખાસ કરીને ગ્લોબલ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા અા ઘટાડો નોંધાશે. તેથી માર્કેટમાં મંદી શરૂ થાય તે પહેલા અાપના ભુતકાળના રોકાણમાંથી પ્રોફિટ બૂક કરી લેવાની સલાહ ગણેશજી અાપી રહ્યા છે. જો કે મે 2017 બાદ બુલિયન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ રહેશે. જે લોકો લાંબા ગાળાનું રોકાણ કરવા ઇચ્છતા હોય તેઅોઅે નાણાં તૈયાર રાખવા જોઇઅે અને જ્યારે પણ તક મળે ત્યારે નાની રકમનું રોકાણ કરવું જોઇઅે. તેથી અાગામી દિવાળી સુધીમાં અાપ સારો નફો રળી શકશો ફળદાયી સમયનો અાનંદ માણી શકશો.
અમે અાશા રાખીઅે છીઅે કે અા વર્ષ તમારા માટે પ્રગતિકારક રહેશે અને દેશનું અર્થતંત્ર પર વૃદ્વિ તરફ દોટ માંડશે. દરેક વ્યક્તિને ગણેશજીના અાર્શીવાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઅો.
ગણેશજીના અાર્શીવાદ સાથે
09 Nov 2016
View All blogs