For Personal Problems! Talk To Astrologer

સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળતાનો અનેરો અહેસાસ કરવાનો અવસર એટલે શરદપૂર્ણિમા


Share on :


હિંદુ કેલેન્ડર મુજબ આસો માસની પૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. તેને કૌમુદી(ચંદ્રનો પ્રકાશ) ઉજવણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસ ચંદ્ર પોતાના કિરણો દ્વારા પૃથ્વી પર જીવનનું અમૃત વરસાવે છે. ચોમાસા બાદ પૂનમની ચાંદની ઘણી શીતળતા અને આનંદ આપે છે.

શરદ પૂર્ણિમામાં શરદ એટલે વર્ષની શરદ ઋતુ. મુખ્યત્વે તે લણણીનો ઉત્સવ છે, તેનું ધાર્મિક મહત્વ પણ છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસની રાત્રે જે લક્ષ્મી દેવીની પૂજા કરે અને ઉપવાસ રાખે તેની જન્મકુંડળીમાં લક્ષ્મી યોગ ન હોય તો પણ લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.

બીજી એવી પણ માન્યતા છે કે લક્ષ્મી દેવીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે જે ઉપવાસ રાખે તે ધાન્ય નથી ખાતા. અને ઉપવાસ તોડતી વખતે વ્યક્તિએ દૂધ અને ચોખાનું મિશ્રણ એટલે કે ખીર સૌથી પહેલા ગ્રહણ કરવાની હોય છે.

આ ઉપવાસમાં લેવામાં આવતા ઠંડા દૂધની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે. શરદ ઋતુમાં દિવસે ઘણી ગરમી હોય છે અને રાત ઘણી ઠંડી હોય છે. આ પ્રકારના વાતાવરણમાં શરીમાં પિત્ત અને એસિડીટી થતા હોય છે. દૂધ અને ચોખાની ખીર પિત્તની તકલીફમાં ઘણી ગુણકારી હોય છે.

ગુજરાતમાં આ તહેવાર શરદ પૂનમ તરીકે ઓળખાય છે. દૂર્ગા પૂજા બાદ, પશ્ચિમ બંગાળના દરેક ઘરમાં આ મહત્વનો તહેવાર ઉજવાય છે. ઓરિસ્સામાં તે કુમાર પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ભગવાન શિવના દેખાવડા પુત્ર કુમાર અથવા કાર્તિકેયનો જન્મ આ દિવસે થયો હતો.

દેખાવડો પતિ ઇચ્છતી કુંવારી કન્યાઓ કુમારની પૂજા કરે છે, જે દેવોમાં સૌથી વધુ દેખાવડા માનવામાં આવે છે. આ દિવસે કોઇ એક ખાસ દેવની પૂજા નથી કરવામાં આવતી પણ સૂર્ય અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે.

શરદ પૂનમના દિવસે, કન્યાઓ વહેલા ઉઠે છે, સ્નાન કરે છે, નવા વસ્ત્રો ધારણ કરે છે અને સૂર્ય દેવને નૈવેધ ધરાવે છે. આખો દિવસ ઉપવાસ રાખે છે અને સાંજે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને નૈવેધ ધરે છે. અને પૂજા વિધિ બાદ તે નૈવેધ પોતે ગ્રહણ કરે છે. કન્યાઓ માટે આ તહેવાર આનંદ માણવાનો, નૃત્ય કરવાનો અને ખાસ પ્રકારના ગીતો ગાવાનો છે.

હિંદુઓ માને છે કે શરદ પૂર્ણિમાની રાતે ભગવાન કૃષ્ણ રાધા અને ગોપીઓ સાથે રાસ લીલા શરૂ કરે છે. ખેડૂતોના જીવનમાં આ દિવસ બે મહત્વના પાસા લઇને આવે છે. એક તો સારા પાક અને પેદાશ દ્વારા સમૃદ્ધિ તેમજ ભગવાનના આશીર્વાદ જે માણસની દરેક સિદ્ધિ અને પ્રયત્નો કરતા વધારે છે. 

ગણેશજીના આશીર્વાદ સાથે
GaneshaSpeaks.com ટીમ

12 Oct 2019


View All blogs

More Articles