For Personal Problems! Talk To Astrologer

શનિનું વૃશ્વિક રાશિમાં માર્ગી ગોચર 2017 અને વિવિધ રાશિના જાતકો પર તેની અસરો..!


Share on :


શનિ એ એક આધ્યાત્મિક ગ્રહ છે. શનિ અેટલે ન્યાયાધિશ. શનિ મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સત્તા નથી તે દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ અાપે છે. શનિની દશા, અાંતરદશા તેમજ પ્રત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી. શનિ મંદ ગતિનો ગ્રહ છે. શનિ દર 30 વર્ષે અેક રાશિ ચક્ર પૂરું કરે છે. તેથી જ મંદ ગતિનો અા ગ્રહ જાતકને ધીમે પણ મક્કમ પ્રગતિ પ્રદાન કરે છે.

શનિ અેટલે ગણતરી. શનિ અેકાઉન્ટ સાથે સંકળાયેલ ગ્રહ છે. શનિપ્રધાન જાતકો ગણતરીબાજ હોય છે. શનિ અેટલે કરકસર. શનિ લોખંડ, સેવા, ખાદ્યતેલ, ક્રૂડ ઓઇલ તથા શરીરમાં સ્નાયુઓનો કારક ગ્રહ છે. હાલ ગોચરનો શનિ 21-6-2017 થી વૃશ્વિક રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. આ શનિ 25 ઓગસ્ટ 2017 થી 26 ઓક્ટોબર 2017 સુધી વૃશ્વિક રાશિમાં માર્ગી ભ્રમણ કરશે. વૃશ્વિક રાશિમાં માર્ગી શનિ વિવિધ રાશિના જાતકોના પર પણ પ્રભાવ પાડશે. ચાલો વિવિધ રાશિને શનિ મહારાજ કેવું ફળ આપશે તેના પર ચર્ચા કરીએ. 

(નોંધ: અા ફળકથન ચંદ્ર રાશિ અાધારિત છે. પણ કેટલીક અસર લગ્ન રાશિને પણ લાગુ પડે છે. અાપની લગ્ન રાશિ જાણવા માટે અહીંયા ક્લિક કરો.)

મેષ:
મેષ રાશિના જાતકો માટે વૃશ્વિકનો શનિ અાઠમેથી પસાર થશે. અા જાતકોને શનિ મહારાજ વારસાગત મિલકતોને લગતા કાર્યોમાં અવરોધ અપાવે. અસ્થમા, ફેફસા, સંધિવા જેવી જુની બીમારીથી પીડાતા જાતકોને હવે રાહત મળી શકે છે. તમારા કામકાજોની ગતિ ધીમી રહેશે પરંતુ તેમાં સાતત્ય જળવાશે.  જો કે પરિવારમાં કોઇ પ્રકારના વિખવાદ ઊભા થાય તેવી પણ સંભાવના છે. પ્રણયસંબંધો અને વિદ્યાભ્યાસમાં અવરોધો અાપે. આર્થિક દૃષ્ટિએ દરેક કામ વિલંબથી પાર પડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. સંપત્તિ સર્જનથી અાપણી જરૂરિયાતો પૂરી થાય છે તેથી નાણાં ખૂબ જ મહત્વના છે. અાપ શનિદેવના અાશીર્વાદથી સંપત્તિમાં વધારો કરી શકો છો. અાજે જ શનિ ટ્રાન્સિટ રિપોર્ટ સંપત્તિ/સમૃદ્વિ મેળવો અને અાપની કમાણીમાં અદ્ભુત વૃદ્વિના સાક્ષી બનો. 

વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે અા શનિ સાતમાં સ્થાનમાં ભ્રમણ કરશે. અા જાતકોને શનિ જાહેરજીવન અને ભાગીદારીના સંબંધોમાં અવરોધો હશે તો હવે તેમાં થોડી ગતિ વધશે. દાંપ્તયજીવનમાં સૂમેળ રહે પરંતુ જાતીય સંબંધોમાં હજુ પણ થોડી નિરસતા રહેશે. જો કે શારીરિક અને માનસિક રીતે સુસ્તી અને અજંપો અનુભવો. ભાગ્યવૃદ્વિમાં રૂકાવટો સર્જાય. માતા સાથે મતભેદ પણ થઇ શકે છે.  તમે શનિદેવની કૃપાથી સમસ્યાઓનો હલ મેળવીને પ્રણયસંબંધોનો નિખાર વધારી શકો છો. હમણાં જ શનિ ટ્રાન્સિટ રિપોર્ટ પ્રણયસંબંધો માટે મેળવો અને પ્રણયસંબંધોને સુખમય બનાવો.

મિથુન:
વૃશ્વિકનો શનિ આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. અા ભ્રમણથી જાતકોને નોકરી અટકેલા કાર્યોમાં થોડી પ્રગતિ થાય છતાં પણ નિર્ધારિત સમયમાં કામ પુરુ કરવા માટે વધુ મહેનત કરવી જ પડશે. મોસાળ પક્ષ સાથે સુમેળ સધાય. નોકર-ચાકર સાથે વૈચારિત મતભેદ રહે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવશે. જો કે વારસાગત મિલકતને લગતી બાબતોમાં વિલંબ કે પ્રશ્નો ઊભા થાય. લાંબા અંતરની મુસાફરીમાં કોઇને કોઇ વિધ્ન અાવી પડે. નાના ભાઇ બહેન અને મિત્રો સાથે સંબંધોમાં મતભેદો થાય તેવું ગણેશજી કહે છે. ગ્રહો પ્રભુના પ્રતિનિધી હોવાથી અાપણા પ્રારબ્ધને નક્કી કરે છે. તેથી જ શનિદેવ ખૂબજ મહત્વ ધરાવે છે. શનિની સાડાસાતી જીવનને કષ્ટદાયક બનાવે છે. પણ તમે શનિની સાડાસાતીથી બચી શકો છો. અાજે જ શનિના રાશિ પરિવર્તન રિપોર્ટથી અાપના જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર કરો. 

કર્ક:
કર્ક રાશિના જાતકો માટે વૃશ્વિક રાશિનો શનિ પાંચમા ત્રિકોણ સ્થાનમાંથી પસાર થશે. અા ભ્રમણ દરમિયાન અંગતસંબંધો તથા પ્રણયસંબંધોમાં અગાઉ જે પ્રતિકૂળતાનો સામનો કરો છે તે સ્થિતિ યથાવત રહેવાો સંકેત આપે છે. જોકે તેમાં આંશિક સુધારો આવશે. નવા સંબંધોની શરૂઆત કરવામાં અથવા પ્રેમની અભિવ્યક્તિમાં તમે હજુ પણ પાછા પડશો. સંતાનો તરફથી કોઈ શુભ સમાચારની અપેક્ષા રાખી શકો છો. વિદ્યાભ્યાસ ધીમી ગતિએ ચાલે.  જો કે દાંપત્યજીવન અને ભાગીદારીના સંબંધોમાં કોઇ વિખવાદ ઊભા કરે. જાહેરજીવનમાં યશ ના મળે. પરિવાર સાથે કોઇ બાબતને લઇને અણબનાવ થાય તેવી પણ શક્યતા હોવાનું ગણેશજી કહે છે. જીવનમાં ખુશી મહત્વપૂર્ણ છે અને સૌહાર્દપૂર્ણ લગ્નજીવન જ ખુશીનો ખજાનો છે. પણ તમારા દાંપત્યજીવનમાં શનિદેવ મુશ્કેલીઓ લાવે છે. તમે અમારા શનિ ટ્રાન્સિટ રિપોર્ટ દાંપત્યજીવને મેળવીને દાપંત્યજીવનમાં રહેલા શનિના દુષ્પ્રભાવને દૂર કરી શકો છો.  

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે વૃશ્વિક રાશિનો શનિ ચોથા સ્થાનમાંથી પસાર થશે. શનિના અા ગોચર દરમિયાન સ્થાવર-જંગમ મિલકતને લગતા કાર્યો હવે અાગળ વધે. વાહનની લે-વેચ માટે સમય થોડો પ્રતિકૂળ છે. માતા સાથેના સંબંધોમાં અાત્મીયતા રહેશે પરંતુ કોઈપણ કારણથી તમે માતાનું સુખ ઓછુ મેળવશો. ઉચ્ચ અભ્યાસમાં ઉન્નતિના યોગ બને. પરંતુ અા શનિ નોકરીયાત જાતકો માટે પ્રતિકૂળ રહેશે. મોસાળ પક્ષ સાથે કોઇ કલેશ રહે. તબિયતની કાળજી રાખવી. પિતા સાથે કોઇ મતભેદ થાય. ઉપરી અધિકારી સાથે વાદ-વિવાદમાં ના પડવું. મનમાં ઉચાટ અને ઉદ્વેગ રહેશે. ગ્રહો અાપના પ્રોફેશનલ જીવન માટે સારા સમયના સંકેતો અાપે છે. જો કે તમે શનિદેવની કૃપા મેળવીને કારકિર્દીને વધુ બહેતર બનાવી શકો છો. અાજે જ શનિ ટ્રાન્સિટ રિપોર્ટ કારકિર્દી માટે અોર્ડર કરો અને શનિદેવની કૃપા મેળવીને કારકિર્દીમાં પ્રગતિ કરો. 

કન્યા:
કન્યા રાશિની વાત કરીએ તો શનિ આપની રાશિથી ત્રીજા સ્થાનમાંથી ગોચર કરશે. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં સુધારો આવશે. મિત્રો સાથે સંબંધો સામાન્ય રહેશે. ટૂંકા અંતરની મુસાફરી થાય પરંતુ એકાદ વખત આપનું શિડ્યુલ વિલંબમાં પડી શકે છે. શનિનું આ ગોચર પ્રણય અને અંગતસંબંધોમાં રૂકાવટો ઊભી કરે. વિદ્યાભ્યાસમાં મન નહીં લાગે. અાર્થિક ક્ષેત્રે મધ્યમ પરિણામની અપેક્ષા રાખવી. ભાગ્યવૃદ્વિ અટકે. ધાર્મિક કે લાંબા અંતરની મુસાફરીમાં અડચણો કે તકલીફો આવી શકે તેવી સંભાવના હોવાથી અા પ્રકારની મુસાફરી હાલ પૂરતી ટાળવાની સલાહ છે. અાકસ્મિક ખર્ચની પણ સંભાવના નકારી શકાય નહીં. તમે બિઝનેસમાં તગડી કમાણી કરવા ઇચ્છો છો? તો તમે પણ શનિ ટ્રાન્સિટ રિપોર્ટ વ્યવસાય મેળવીને શનિદેવના અાશીર્વાદથી બિઝનેસમાં ખોટ રોકીને નફો મેળવી શકો છો. 

તુલા:
તુલા રાશિના જાતકો માટે વૃશ્વિક રાશિનો શનિ બીજા સ્થાનમાંથી પસાર થશે. આપના આવકના સ્ત્રોતો ધીમા રહેશે અને નવા સ્ત્રોતો ઉભા કરવાની પ્રક્રિયા વિલંબ પછી આગળ વધશે. આર્થિક મોરચે અગાઉથી આયોજન કરવું પડશે. પરિવારનો માહોલ ઉલ્લાસપૂર્ણ અને અાનંદિત રહેશે. જો કે અા શનિને કારણે માતા સાથે મતભેદો થાય. સ્થાવર-જંગમ મિલકતોના કામકાજમાં વિલંબ થાય કે કોઇ વિધ્ન આવી પડે. વાહનની લે-વેચ હાલ પૂરતી ટાળવી. બિમારી થવાની સંભાવના હોવાથી સ્વાસ્થ્યમાં સતર્કતા રાખવી. વારસાગત મિલકત સંબંધિત સમસ્યાઓ વધુ પ્રયાસોના અંતે ઉકેલાઈ શકે છે પરંતુ તેમાં ખર્ચ વધશે. મોટા ભાઇ બહેન સાથે સંબંધો નરમ રહે. મિત્રવર્તુળ માટે પણ પ્રતિકૂળ સમય હોવાનું ગણેશજી કહે છે. અાર્થિક દૃષ્ટિઅે પણ વધુ પ્રતિકૂળતા રહેશે. તમે સંપત્તિનું સર્જન કરીને જીવનને વધુ વૈભવી બનાવવા માટે શનિ ટ્રાન્સિટ રિપોર્ટ સંપત્તિ/સમૃદ્વિ અાજે જ ઓર્ડર કરો. 

વૃશ્વિક:
વૃશ્વિક રાશિના જાતકો માટે આ શનિ ચંદ્ર ઉપરથી પસાર થશે. શારીરિક અને માનસિક તંદુરસ્તી મધ્યમ રહેશે. ઉત્સાહ અને જોશનો અભાવ વર્તાશે પરંતુ અગાઉ કરતા સ્થિતિ સારી રહેશે. શનિના દુષ્પ્રભાવથી આ જાતકોને કાર્યક્ષેત્રમાં કોઇને કોઇ તકલીફ કે રૂકાવટો આવે. નાના ભાઇ બહેન સાથે ખટરાગ થાય. મિત્રો સાથે ઓછુ બને. દાંપત્યજીવનમાં પણ કલેષનું  વાતાવરણ રહે. જાહેરજીવનમાં અપયશ મળે. ભાગીદારી સંબંધોમાં ધ્યાન રાખવું તેમજ નવા સંયુક્ત કાર્યોમાં અવરોધો આવી શકે છે. પિતા સાથે કોઇ મતભેદ ન થાય તેની કાળજી રાખવી. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી સાથે દલીલબાજી કરવાનું ટાળવું અન્યથા પ્રગતિમાં વિધ્ન આવશે. શું તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? તમારા જીવનમાં શનિની સાડાસાતીને કારણે પણ ખૂબ તકલીફો અને સંકટો અાવી પડે છે. તમને કષ્ટદાયક તબક્કામાંથી બહાર કાઢવામાં અમે મદદરૂપ બની શકીએ છીએ. તમે અાજે જ સાડા સાતી રિપોર્ટથી અાપના પ્રારબ્ધનો કમાન સંભાળીને જીવનને સુખમય બનાવો.  

ધન:
ધન રાશિના જાતકો માટે વૃશ્ચિકનો શનિ બારમાં ભાવમાંથી પસાર થશે. અા સમય દરમિયાન ધાર્મિક યાત્રા કે તીર્થયાત્રાનું અાયોજન થાય. તમારામાં વિરક્તિની ભાવના વધશે. અાકસ્મિક ખર્ચાની તૈયારી પણ રાખવી. આવક વધારવા માટે તમે અગાઉ જે પ્રયાસો કર્યા હોય તેનું હાલમાં પૂર્ણરૂપે ફળ નહીં મળે. મનોમન તમને એકાંતની ઝંખના વધુ રહેશે. પરિવારમાં વિખવાદ કે ખટરાગ થાય. નોકરીમાં વિશેષ રીતે ધ્યાન રાખવું. મોસાળપક્ષ સાથે કોઇ મનદુ:ખ થાય. નોકર-ચાકર સાથે સંબંધોમાં કડવાશ આવે. બિમારીની સંભાવના હોવાથી અાહારમાં વિશેષ પરેજી પાળવી. ભાગ્યવૃદ્વિ અટકે. શું તમે જીવનમાં વિવિધ જગ્યાએ સફળતા ઇચ્છો છો? અમે મદદ કરી શકીએ છીએ. શનિના રાશિ પરિવર્તન વિશે જાણીને તમે જીવનમાં સફળતા સાથે અાગળ વધશો. 

મકર:
મકર રાશિના જાતકો માટે વૃશ્વિક રાશિનો શનિ અગિયારમાં સ્થાનમાંથી પસાર થાય છે. મોટા ભાઇ-બહેન સાથે સંબંધો સૂલેહ અને મીઠાશ રહેશે પરંતુ તમને મળનારા લાભમાં ક્યાંકને ક્યાંક અવરોધો આવી શકે છે. જાહેરજીવનમાં તમારી સક્રીયતા ઘટે તેમજ ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન હશે તો શરૂઆતમાં અનિશ્ચિતતા રહેશે. સ્વાસ્થ્ય અને માનસિક દૃષ્ટિઅે મધ્યમ પરિણામ જોવા મળે. પ્રણય અને અંગત સંબંધોમાં પ્રતિકૂળતા વધુ રહેશે. સંતાનોની ચિંતા સતાવશે. વારસાગત કાર્યો પૂરા થવામાં વિલંબ થાય. જીવનમાં મજબૂતી અને ખુશી માટે મજબૂત સંબંધો પણ અેટલા જ જરૂરી છે. તેમાં દાંપ્તયજીવન પણ અાવે છે. જો કે દાંપત્યજીવનમાં શનિદેવ મુશ્કેલીઓ અને સમસ્યાઓ લાવે છે. શનિ ટ્રાન્સિટ રિપોર્ટ દાંપત્યજીવનની ખરીદી કરીને તમે અા દાંપત્યજીવનમાં રહેલી ચિંતાઓ દૂર કરો.  

કુંભ:
શનિ આપની રાશિથી દસમ ભાવમાંથી પસાર થશે. પ્રોફેશનલ મોરચે આપના કાર્યો ધીમી ગતિએ આગળ વધશે. પિતા સાથે સાનુકૂળતા સધાય. જોકે, અણધાર્યા ખર્ચાઓ આવી પડતા અાર્થિક અાયોજન ખોરવાય. માતા સાથે મતભેદો થાય. પારિવારિક સુખ પ્રમાણમાં ઓછુ મળશે. સ્થાવર-જંગમ મિલકત કે વાહન સંબંધિત બાબતોમાં અડચણો કે અવરોધોને કારણે કામ પાછુ ઠેલાય. દાંપત્યજીવન અને ભાગીદારીમાં મનદુ:ખ કે કલેષ રહે. જાહેરજીવનમાં યશ ના મળે. જીવનમાં પ્રેમના અભાવથી જીવન ફિક્કુ અને નિરસ બની જાય છે. તમારા જીવનમાં રહેલી પ્રેમ સંબંધિત ચિંતાઓ અમે દૂર કરી શકીએ છીએ. અમારા શનિ ટ્રાન્સિટ રિપોર્ટ પ્રણયસંબંધોથી તમારી સમસ્યાનું મૂળ કારણ જાણીને તેને લગતો ઉપાય અને ઉકેલ મેળવો અને પ્રેમસંબંધોને ફરીથી સુખમય બનાવો.  

મીન:
મીન રાશિના જાતકો માટે વૃશ્વિકનો શનિ નવમાં ભાગ્યસ્થાનમાંથી પસાર થાય છે. અા ભ્રમણ દરમિયાન ભાગ્યવૃદ્વિને લગતી તકોની પ્રાપ્તિમાં વિલંબ થાય. ધાર્મિક કે તીર્થયાત્રાનું અાયોજન થાય. મોટા ભાઇ-બહેન સાથે સંબંધોમાં નરમાશ રહે. મિત્રો સાથે પ્રતિકૂળતા રહે. દૂરના અંતરની મુસાફરીનું શિડ્યુલ મુલતવી રહે અથવા મુસાફરીમાં અવરોધો આવે. નોકરીમાં પણ સતર્ક રહેવું. મોસાળ પક્ષ સાથે મધ્યમ બને. નોકર-ચાકર સાથે પણ વાદ-વિવાદ થાય. અારોગ્યની કાળજી રાખવાની ગણેશજી ટકોર કરી રહ્યા છે. જીવનમાં તમે અેક સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેની પાછળનું કારણ શનિની સાડા સાતી પણ હોય છે. જો કે અમે તમારા દુ:ખના સહભાગી બનીને તેને ઓછુ ચોક્કસ કરી શકીએ છીએ. અાજે જ સાડા સાતી રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને અાપ સમસ્યા પાછળનું કારણ જાણીને તેને દૂર કરવાના ઉકેલની સાથોસાથ જીવનને સુખમય બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકો છો. 

ગણેશજીના અાશીર્વાદ સાથે
પ્રકાશ પંડ્યા અને ધર્મેશ જોષી

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો


અા લેખ પણ ચૂકશો નહીં:


26 Aug 2017


View All blogs

More Articles