For Personal Problems! Talk To Astrologer

શનિનું ધન રાશિમાં ગોચર: વિશ્વ દુર્લભ જ્યોતિષીય ઘટનાનું સાક્ષી બનશે


Share on :


શનિ ગોચરની તારીખો:
અા ગોચર અદ્દભુત પાસાઅો ધરાવે છે કારણ કે તે અેક જ વારમાં તેનું પરિભ્રમણ પૂર્ણ નહીં કરે, તે 6 જૂન, 2017 તેમજ 25 અોગસ્ટ, 2017ના રોજ વક્રી ગતિમાં હશે. ત્યારબાદ તે માર્ગી બનશે તેમજ વૃશ્વિક રાશિમાં તેની સફર પૂર્ણ કરશે. 26 અોક્ટોબર, 2017ના રોજ તે ધનમાં પ્રવેશ કરશે તથા ત્યાં 30 મહિના સુધી ઉપસ્થિત રહેશે. 24 જાન્યુઅારી, 2020માં તે મકરમાં ગોચર કરશે. 

શનિનું ધન રાશિમાં ગોચર: વૈદિક દૃષ્ટિકોણથી વિશ્લેષણ:
શનિ અાપને તેની જ રાશિના ગુણોને અાત્મસાત કરવાની પ્રેરણા અાપે છે. ઉદાહરણ તરીકે જ્યારે શનિ ધન રાશિમાં ગોચર કરી રહ્યો હોય છે ત્યારે તમે જ્ઞાન, ચાતુર્ય તેમજ જીવનના ગૂઢ ચરિતાર્થની ઝંખના રાખતા હશો. પણ શનિ મંદ ગતિઅે પરિભ્રમણ કરતો ગ્રહ હોવાથી શનિ નોંધપાત્ર રીતે સ્થિતિને મંદ બનાવે છે તેમજ અાપ જ્યારે ઝડપી ઇચ્છિત પરિણામની ઝંખના રાખતા હોવ ત્યારે તે વધુ નિરાશાજનક સ્થિતિ બની રહે છે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.  

શનિ સ્વયં માટે પૂરતો સમય લે છે જે અેક સારી બાબત છે. તે અાપને અેવી જગ્યાઅે લઇ જાય છે જ્યાં સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. 

શનિનું ધન રાશિમાં ગોચર સ્થિતિને નિયંત્રીત કરવાની પ્રેરણા અાપશે:
શનિ સ્થિતિને નિયંત્રીત કરવા પણ પ્રેરે છે તેમજ અન્ય લોકો સાથે વાર્તાલાપથી તેના જીવન પર નિયંત્રણ રાખવાની ઇચ્છા રાખતા હશો. કોઇ વ્યક્તિને લોકો પર નિર્ભર રહેવુ પસંદ નથી હોતું તેથી તમારા અા પ્રયત્નોથી લોકોમાં તમારી છબી બગડી શકે છે અને સંબંધોમાં કડવાશ ઊભી થવાની શક્યતા હોવાનું ગણેશજી જોઇ રહ્યા છે. 

શું અા ગોચર અાપના માટે વિધ્નકારક તો નથી ને? અાજે જ શનિ ગોચર રિપોર્ટ અોર્ડર કરીને જાણો. 

બેજવાબદારીની કિંમત તો ચૂકવવી જ પડશે:
ધન રાશિના નકારાત્મક ચિહ્નો જેવા કે અતિશયોક્તિ, બેદરકારી અને બેજવાબદારી શનિ વક્રી દરમિયાન છતા થશે. અેક યા બીજી રીતે અાપના નકારાત્મક વલણ માટે તમારે મોટી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. પછી ભલે તે અાર્થિક બાબતો હોય કે સમય, શક્તિ અને ખુશીની બાબત હોય. 

ધન રાશિમાં શનિનું પરિભ્રમણ: મર્યાદા વિરુદ્વ સ્વતંત્રતાની ઝંખના:
શનિ અેક કઠોર શિક્ષક છે જે વ્યાખ્યા, માળખુ તેમજ કટિબદ્વતાનો અાગ્રહી છે, તે અેવી વસ્તુ છે જેનાથી બંધ જગ્યાથી ડર લાગવાની માનસિક વિકૃતિ તેમજ બંધિયાર હોવાની ભીતિ થવી તેવો છે. જો કે ધન રાશિમાં શનિ ગોચર શીખવે છે કે જ્યારે તમે કેટલીક શરતો અને નિયમોથી બંધાયેલા હોવ ત્યારે પણ તમે જે વસ્તુની ઇચ્છા રાખતા હશો તેનાથી સ્વતંત્રતાને લગતી ભાવના જાગૃત થાય છે. 

અા સમયગાળો પસંદગી કરવાનો, દૃઢ નિર્ણયો લેવાનો અને અાપના માટે પ્રતિકૂળ વસ્તુઅોનો ત્યાગ કરવાનો છે. 

જીવન પ્રત્યેનો વાસ્તવિક દૃષ્ટિકોણ:
ધન રાશિ અાપની સમજ અને જાગૃતિના વ્યાપને વિસ્તરણ કરવાનું કહે છે પણ ધન રાશિમાં શનિ હોવાથી તમારે તે વાસ્તવિક રીતે અમલી બનાવવું વધારે અાવશ્યક છે. અાપ નવા અનુભવ તેમજ જ્ઞાનમાંથી પસાર થતા હોવાથી ધન રાશિ અાપના મનની મૂંઝવણમાં વધારો કરે છે પણ શનિ અાપને ચોક્કસ દિશામાં અાગળ લઇ જવા માટે કટિબદ્વ હશે. ધન રાશિનું ધ્યાન મોટા ચિત્ર પર કેન્દ્રિત હોય છે અને તેથી તમારા અાત્મવિશ્વાસમાં વધારો થશે પણ શનિ અાપને વધુ દૃઢ અને મનોબળના અાગ્રહી બનાવવાની ટકોર કરશે. 

સકારાત્મક વિચારધારા શ્રેષ્ઠત્તમ વસ્તુ છે પણ વધુ પડતી અાશા કે અપેક્ષાથી નિરાશા અને હતાશા જ મળે છે અને શનિ અાપને અા મહત્વનો પાઠ શીખવી જાય છે. અે પાઠ છે જીવન પ્રત્યે વાસ્તવિક દૃષ્ટિકોણ અપનાવવાનો.

વૃશ્વિક, ધન અને મકર ચંદ્ર રાશિના જાતકો સાડા સાતીના  તબક્કા હેઠળથી પસાર થશે. અાજે જ સાડા સાતી રિપોર્ટ મેળવો.

સ્વતંત્રતાનો ખરો અર્થ:
ધન રાશિમાં શનિ ગોચરથી તમે વ્યક્તિગત ફિલસૂફી માટે પ્રેરાશો. અાપની માન્યતાની પદ્વતિની ચકાસણી કરશો પણ તમારે જિદ્દી વલણનો ત્યાગ કરવો જોઇઅે. અેવો પણ સમય અાવશે જ્યારે અાપને થશે કે તમારી સ્વતંત્રતા ઘટી રહી છે પણ અાપને અહેસાસ થશે કે જવાબદારીથી દૂર ભાગવું અે સ્વતંત્રતા નથી પણ અાપની વાસ્તવિક જવાબદારીઅો સ્વીકારીને તેને પૂર્ણ કરવી જ ખરી અાઝાદી છે. 

અા ગોચર અાપના સિદ્વાંતોની પરીક્ષા કરશે. જો અાપ ઉપદેશ  અાપવાથી ટેવાયેલા હોય તો તમારે શું ઉપદેશ અાપવો જોઇઅે તેના વિશે શીખી શકશો. 

શનિ-કેતુની યુતિ – ભયંકર કુદરતી અાપત્તિના સંકેત:
શનિ-કેતુની યુતિ વિશ્વમાં કેટલીક કમનસીબ ઘટનાઅો બનવાના સંકેતો અાપે છે. તેનાથી મોટાપાયે જાનહાની અને માનહાની થશે. તે અવરોધ, જીવલેણ અકસ્માતો, રોગચાળો, પૂર, ભૂકંપ તેમજ તુફાન જેવી અાપત્તિઅો થવાના પણ સંકેતો અાપે છે. જ્યારે શનિ કેતુ સાથે હોય છે ત્યારે તે વિશ્વના કેટલાક ભાગોમાં અણબનાવ, કુદરતી અાપત્તિ અથવા મોટી હિંસક ઘટનાઅો થવાના અણસાર અાપે છે. 

કોઇ મોટી દુર્ઘટનાની પણ સંભાવના છે. મોટી અાર્થિક સમસ્યા કે કટોકટી, જીવલેણ રોગચાળો અથવા જૈવિક યુદ્વની પણ મજબૂત શક્યતા છે. કોઇપણ ઘટના હોય, શાપિત યોગ તરીકે અોળખાતી શનિ-કેતુની યુતિ દુષિત હોય છે અને વર્ષ 2019માં માનવજાતિ માટે કોઇ મોટી ઘટનાના સંકેત અાપે છે. 

ગુરુ- શનિ-કેતુની યુતિ – અસંતુલનનની સ્થિતિ:
ગુરુ-શનિ-કેતુની યુતિ બે નકારાત્મક યુતિનું સર્જન કરે છે. – શનિ-કેતુ શાપિત યોગ અને ગુરુ-કેતુ ચંડાલ યોગ. અા પરિબળ કુદરતી સ્ત્રોતમાં અસંતુલન દર્શાવે છે. અા પરિબળ રાજકીય અસ્થિરતા તેમજ કોમી વિસંવાદિતા પણ સૂચવે છે પણ ગુરુના પ્રભાવથી અા ઘટનાઅોની તીવ્રતામાં કેટલાક અંશે ઘટાડો થઇ શકે છે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

તદુપરાંત, 6 ફેબ્રુઅારીઅે ગુરુ વક્રી થયો હતો. ગણેશજી અાપને સૂચન અાપે છે કે ગુરુ અાપના જીવન પર કઇ રીતે અસર કરે છે તે અાપના માટે જાણવું જરૂરી છે. અાજે જ ગુરુ ગોચર રિપોર્ટ મેળવીને જીવનને સુખમય બનાવો. 

લોકસભા ચૂંટણી 2019 અને શનિ-કેતુ-ગુરુનો પ્રભાવ:
સ્વતંત્ર ભારતની કુંડળીમાં વૃષભ ઉદય રાશિ છે તેમજ શનિ-કેતુ-ગુરુની અાઠમા ભાવમાં યુતિ બની રહી છે. અાઠમો ભાવ કુદરતી હોનારત, અશાંતિ, અણધારી ઘટનાઅો, રહસ્ય અને અાપત્તિનો કારક છે. તેથી કેટલીક ગંભીર ઘટનાઅો તેમજ ચૂંટણીને લગતી પ્રક્રિયા પણ ખૂબ જ અસ્થિર બની રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ભારતનો અાંતરરાષ્ટ્રીય નીતિઅો પ્રત્યેનો અભિગમ:
અા ગોચર દરમિયાન પદધારી સરકાર માટે સ્થિતિ વધુ ગૂંચવણભરી બની રહેશે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં શનિ શનિ નવમા અને દસમા ભાવનો સ્વામી હોવાથી દેશની અાંતરરાષ્ટ્રીય નીતિઅોમાં અામૂલ પરિવર્તન કે ફેરફારની સંભાવના છે. તદુપરાંત સરકાર અને વિરોધી પક્ષ વચ્ચેના સમીકરણોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે તેવું ગણેશજી જણાવે છે.

શનિ ગોચર તેમજ યુઅેસઅે ફેક્ટર:
ગણેશજીને લાગે છે કે શનિ તેની કુંડળીના પાંચમા ભાવમાંથી ગોચર કરી રહ્યો હોવાથી તેમજ અગિયારમા ભાવમાં રહેલા ગ્રહોના સમૂહ પર દૃષ્ટિ કરી રહ્યો હોવાથી અમેરિકામાં અનેક નવા બદલાવો જોવા મળશે. તદુપરાંત વર્ષ 2019 દરમિયાન રાહુ અા સમૂહ પરથી પસાર થશે તેમજ શનિ-કેતુ-ગુરુની યુતિ પાંચમા ભાવમાં સ્થાન લેશે. 

શનિના ધન રાશિમાં ગોચરથી અમેરિકામાં માળખાકીય પરિવર્તનનો દોર:
અા વર્ષ દરમિયાન અામૂલ માળખાકીય પરિવર્તન સ્થાન લેશે તેમજ મહાસત્તાના અન્ય દેશો સાથેના સંબંધો પર અસર થશે. અા વર્ષે જે પણ નિર્ણયો લેવાશે તેમજ નીતિઅોનું અમલીકરણ થશે તેની અન્ય દેશો પર મોટી અસર જોવા મળશે. 

અા સમયગાળા દરમિયાન અશાંતિ, અસ્થિરતા તેમજ નાગરિકોમાં તણાવની સ્થિતિની શક્યતા પણ નકારી શકાય નહીં. અહીં નોંધપાત્ર બાબત અે છે કે યુઅેસઅે અને ટ્રમ્પની કુંડળીમાં સિંહ ઉદય રાશિ છે. તેથી ટ્રમ્પ દ્વારા અાગામી સમયમાં બીજા અનેક પગલા લેવામાં અાવશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે

અા લેખ તમે ચૂકી તો નથી ગયા ને?: શનિનું ગોચર 2017: વિવિધ રાશિ પર થનારી અસરો

15 Feb 2017


View All blogs

More Articles