For Personal Problems! Talk To Astrologer

વર્ષ 2017માં શનિનું ગોચર: તેની 12 રાશિ પર થનારી અસર 


Share on :


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૌથી મોટી અસાધારણ જ્યોતિષીય ઘટના બનવા જઇ રહી છે જે દરેક રાશિના જાતકોના જીવનમાં અામૂલ પરિવર્તન લાવશે. 26 જાન્યુઅારી 2017ના રોજ શનિ ધન રાશિમાં પ્રવેશ કરશે કે જેનો સ્વામી ગુરુ છે.

શનિ અેક જ સાથે તેની ધન રાશિમાંથી સફર પૂર્ણ નહીં કરે અને વર્ષ 2017ના મધ્યભાગમાં 21 જૂન 2017થી 26 અોક્ટોબર 2017 વચ્ચે તે વૃશ્વિક રાશિ સાથે હશે. ધન રાશિમાં 2.5 વર્ષ પૂર્ણ કર્યા બાદ તે 24 જાન્યુઅારી 2020માં મકર રાશિમાં પ્રવેશ કરશે.

અા ગોચર તમારા માટે કેટલુ મહત્વનું છે? 
ગણેશજી જણાવે છે કે ધન અે અાશાવાદની રાશિ છે અને શનિનું અા રાશિમાં ગોચર તમને લક્ષ્યાંકો પ્રત્યે વધુ મહેનત કરવા માટે તૈયાર કરશે. અા રસપ્રદ યુતિથી જીવનમાં અાશાવાદનો સંચાર થશે.

શનિના ધન રાશિમાં ગોચર તમારા ભાવિ માટે શું લઇને અાવ્યું છે તે જાણવા માટે ઉત્સુક છો? શું તમારા જીવનમાં પરિવર્તન અાવશે કે પછી કોઇ સમસ્યા તમને ચિંતિત કરશે? તો અાજે જ શનિ ગોચર રિપોર્ટ મેળવીને તમારા ભાવિની ઝાંખી મેળવો. 

શનિ અેક અેવો ગ્રહ છે જે ધન રાશિમાં હોય ત્યારે અાપને વધુ અાશાવાદી બનવાનું સૂચવી જાય છે પણ વધુ પડતો અાશાવાદ યોગ્ય નથી.

શનિનું ગોચર: જીવનના મહત્ત્વના પાઠ શીખવાનો સમયગાળો
શનિ ગ્રહ શિસ્તપ્રિય છે જે દરેક જાતકને જીવનમાં સારા અને નરસા અનુભવોથી જીવનના કેટલાક મહત્વના પાઠ શીખવી જાય છે. અેવું કહેવાય છે કે શનિ કરતા કોઇ શ્રેષ્ઠ શિક્ષક ના હોઇ શકે. બીજી તરફ ધન રાશિચક્ર પ્રમાણે નવમી રાશિ કે સ્થાન છે અને તેને પિતા, શિક્ષક અને ગુરુનું સ્થાન ગણવામાં અાવે છે. તેથી અા સમયગાળામાં તમારી અંદર રહેલા ગુરુ અને શિષ્ય વચ્ચે અેક અતૂટ બંધનનું સર્જન જોવા મળશે.

અા રાશિમાં રહેલો શનિ જાતકને ધર્મ, ફિલોસોફી, ભૌતિકવાદ અને વૈશ્વિક ટ્રેન્ડ જેવી બાબતો પ્રત્યે વધુ જાગૃત કરશે. અાપણા વ્યક્તિત્વમાં રહેલા નકારાત્મક પાસાઅોને દૂર કર્યા બાદ ઉચ્ચ બૌદ્વિક ચાતુર્ય અને મજબૂત ઉપસ્થિતિ માટે શનિ પ્રેરિત કરશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. જીવનની કેટલીક મહત્વની બાબતોમાં નસીબના અાધારે બેસી રહીને પરિણામની રાહ જોવા કરતા ખુદના અથાગ પરિશ્રમ પર વિશ્વાસ રાખવાનો અહેસાસ કરાવશે.

તેનાથી અાપને શું ફાયદો થશે?
અા ગોચર વિશ્વના દરેક ખૂણામાં રહેલા જાતકોને મહત્વપૂર્ણ રીતે અસર કરશે અને તેનાથી વિવિધ દેશોમાં રહેલી રાજનૈતિક પદ્વતિ, ઉચ્ચ અભ્યાસ માટેની સંસ્થાઅો, ધર્મ, ધાર્મિક સ્થળો, ઇમીગ્રેશન નીતિઅો, દેશો વચ્ચેના અાંતરિક સંબંધો સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન પણ જોવા મળશે. અા ગોચર દરમિયાન લાંબા ગાળાની અસર સહિતના માળખાકીય ફેરફાર પણ જોવા મળે તો નવાઇ નહીં.

અા ગોચરની દરેક રાશિના જાતકો પર શું અસર થશે? ચાલો જાણીઅે.
 
મેષ
શનિની ઢય્યાને કારણે છેલ્લા અઢી વર્ષનો સમય અાપના માટે કપરો સાબિત થયો હશે. અાપના અથાગ પ્રયાસો છતાં ખૂબ અોછુ વળતર મળ્યું હોય. શારીરિક અને માનસિક અસ્વસ્થતામાં વધારો થયો હોય પણ હવે અે સમય પૂર્ણ થયો. શનિના ધન રાશિમાં ગોચરથી તમારી ઘણી સમસ્યાઅો દૂર થતી જણાય. જે વસ્તુઅો અટવાયેલી હતી તે અાગળ વધતી લાગે. જીવનમાં જે ક્ષેત્રમાં અસ્થિરતા રહી છે તે ક્ષેત્રોમાં પ્રગતિ કરવાનો સમય અાવી ચૂક્યો છે. અાગળ વાંચો…

વૃષભ
છેલ્લા અઢી વર્ષમાં બિઝનેસ અને અંગત સંબંધોમાં સમસ્યાનો સામનો કર્યો હશે. અા બાબતો સંભાળતી વખતે ધીરજ રાખવામાં અસમર્થ રહ્યા હોય અને ગૂંચવાયેલી સ્થિતિ જોવા મળી હશે.  તમારી કારકિર્દી અને અંગત જીવનને લઇને વધુ ચિંતિત હતા. ગણેશજીને લાગે છે કે તમારી પ્રગતિ રુંધાઇ હશે અને તમારી પ્રગતિ પણ ગોકળગાય ગતિઅે ચાલતી હતી. કાર્યસ્થળે વધુ કાર્યબોજ હતો. દાંપત્યજીવનમાં પણ ખટરાગની સ્થિતિ ઉત્પન્ન થઇ હશે. અાગળ વાંચો…

મિથુન
છેલ્લા 30 મહિનાઅો દરમિયાન દરેક બાબતોનું સંપૂર્ણ જવાબદારી સાથે સંચાલન કર્યું હશે. સ્વાસ્થ્યની પરવા કર્યા વગર તમે સખત પરિશ્રમ કર્યો હશે. તમે માત્ર તમારી સમક્ષ રહેલી માગ પર ધ્યાન અાપી રહ્યા હતા અને તેને પૂરી કરવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. અાપને પરિશ્રમનું મળેલું ફળ સંતોષકારક ન હતું પણ તે તમારી અપેક્ષા કરતા અોછું હતું. અાગળ વાંચો..

કર્ક
છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં જીવનમાં ખૂબ ભાવનાત્મક ઉતાર ચડાવ જોવા મળ્યો હશે. તમે પ્રણયસંબંધોમાં સ્થિરતા લાવવા માટે પણ પ્રયાસો કર્યા હશે. હવે જીવનમાં નવો જ વળાંક અાવશે. અાપ લાંબા ગાળાના સંબંધોની શોધમાં હતા અને તેમાં સફળ પણ રહ્યા હશો. જો કે વધુ ભાવુક હોવાથી સાથી તરફથી વધુ અપેક્ષા હતી. અાપ કેટલાક દિવસો કે મહિનાઅોના સંબંધો માટે તૈયાર ન હતા.  અાગળ વાંચો…

સિંહ
છેલ્લા અઢી વર્ષમાં તમારા જીવનમાં બનેલી ઘટનાઅોથી અાપ ઉદાસ હતા. પારિવારિક જીવનમાં અશાંતિ, અનિચ્છનીય ઘર બદલાવવું કે પછી સ્થળાંતર કે કોઇ વસ્તુ જેનાથી તમે વધુ પરેશાન થયા હોય. તમે કોઇ વસ્તુ પ્રત્યે સતત ચિંતિત રહ્યા હશો. અસંતોષની લાગણી પ્રવર્તી હતી. પરિવારજનોની માગ સમજવામાં પણ મુશ્કેલી થઇ હશે. તમે જવાબદારી સાથે કામ કર્યું હતું. અાગળ વાંચો..

કન્યા
છેલ્લા અઢી વર્ષમાં તમે મિશ્ર પરિણામ મેળવ્યા હશે. પાડોશી અને સંબંધીઅો સાથેના સંબંધો સારા નહીં રહ્યા હોય. પાડોશી કે ભાઇ-બહેનને વિશ્વાસ અપાવવાનું કામ વધુ મુશ્કેલ બન્યું હશે. તે અઢી વર્ષના સમયગાળામાં તમે વધુ જવાબદાર બન્યા હતા. દરેક સ્થિતિમાં રહેલી સમસ્યાઅોનો સામનો કરવા માટે તમે શાંતચિત્તે કામ કર્યું હતું. લોકો પાસેથી અપેક્ષા પણ અોછી રાખી હતી. અાગળ વાંચો…

તુલા
ગણેશજીને લાગે છે કે ભૌતિક માલિકી તમારે માટે મહત્વની રહી હતી. છેલ્લા અઢી વર્ષમાં વધારે નાણાં કમાવવા માટે તમે સખત પરિશ્રમ કર્યો હશે. નાણાંની કમાણી કરવાનું કાર્ય અઘરું હોવાથી તમે વધુ મહેનત કરી હતી. પરિવારને લગતી બાબતોઅે તમારું ધ્યાન ખેચ્યું હશે. અાગળ વાંચો..

વૃશ્વિક
અગાઉના 30 મહિના અાપના માટે પ્રતિકૂળ રહ્યા હશે જેનાથી તમારી માનસિક અસ્વસ્થતા અને બેચેની વધી હતી. અા સમયમાં સખત મહેનત કરવા છતાં પણ દરેક પરિસ્થિતિ અાપના માટે વધુને વધુ કપરી બની હતી. તમારા સિદ્વાંતો અને મંતવ્યોને ચુસ્ત રીતે અનુસર્યા હતા. માનસિક તણાવને કારણે તેની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી હતી. કામ અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાના પ્રયાસો કર્યા હશે પણ તેમાં તમે નિષ્ફળ રહ્યા હતા. તમારી ભૂલોને શોધવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. વધુ વાંચો..

ધન
ભુતકાળમાં તમે સારા પ્રમાણમાં કમાણી કરી હશે. અનેક સંઘર્ષ અને પડકારો છતાં તમે સફળ રહ્યા હતા. અાર્થિક સમસ્યાઅોનો ધીરે ધીરે ઉકેલ અાવ્યો હશે. અાપના માટે સમય અને પરિવાર વચ્ચે સંતુલન રાખી શક્યા હોત પણ તે કામ કપરું બન્યું હતું. તમારે નવી અોફર્સ અાવી હશે પણ તે તેટલી અાકર્ષક નહીં રહી હોય.જો તમે પરિવર્તનની ઇચ્છા રાખી હશે તો નવા વાતાવરણમાં સેટ થવું તમારા માટે અઘરું બન્યું હશે.  વધુ વાંચો…

મકર
ગણેશને લાગે છે કે છેલ્લા અઢી વર્ષમાં તમને અાર્થિક લાભ પ્રાપ્ત થવામાં વિલંબ થયો હશે. તમે નવી મિત્રતા કે પછી સંબંધોની શરૂઅાત કરવા માટે ઉત્સુક હશો પણ તે કામ કપરું બન્યું હશે.  તમે લાગણી અને તર્ક વચ્ચે સંતુલિત વલણની ઝંખના રાખી હતી. અન્ય લોકો સાથે સારા સંબંધો પ્રસ્થાપિત કરી શકો તે પહેલા તમારે અનેક સમસ્યાઅોનો સામનો કરવો પડ્યો હશે. જવાબદારીઅો હતી પણ કદર ના હતી.  અાગળ વાંચો…

કુંભ
ગત વર્ષોમાં તમારા પ્રોફેશનલ જીવનમાં સારું પરફોર્મ કરવા માટે ખૂબ પ્રયાસો હાથ ધર્યા હશે. જો અાપ નોકરી કરતા હતા તો ખૂબ મહેનત કરી હતી. જો બિઝનેસમાં હતા તો બિઝનેસમાં વૃદ્વિ માટે વધુને વધુ ગ્રાહકોને અાકર્ષવા માટે પ્રયત્નશીલ બન્યા હતા. જો કે તે અવરોધોથી ભરપૂર સમયગાળો હતો. વિધાતાઅે તમારા માટે કંઇક અલગ લખ્યું હોવાથી દરેક પરિસ્થિતિમાં ધ્યાન નહીં અાપી શક્યા હોય. ઉપરીઅો સાથેના સંબંધોમાં પણ કડવાશ હતી. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને તમે ચિંતિત હતા. અાગળ વાંચો…

મીન
છેલ્લા 30 મહિનામાં ભગવાનમાં રહેલી શ્રદ્વા ડગમગી હોય. જરૂરીયાતના સમયે પ્રભુ અાપની સાથે નથી તેવી લાગણી તમે અનુભવી હોય. તમે માનસિક રીતે પરેશાન રહ્યા હતા તેમજ જીવનમાં ઇચ્છિત ગતિઅે પ્રગતિ કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. તે નકારાત્મક સમય ના હોવા છતાં તમે દરેક વસ્તુને વધારે ગંભીર લીધી હતી. અાગળ વાંચો..

ગણેશજીના અાર્શીવાદ સાથે
ભાવેશ અેન. પટ્ટણી
ગણેશાસ્પીક્સ ટીમ

23 Oct 2017


View All blogs

More Articles