For Personal Problems! Talk To Astrologer

સચીન તેંડુલકરઃ રમવાનું ભલે છોડ્યું પણ મેદાન પર તો રહેશે જ


Share on :


મેદાન પર જેને જોતા જ હરીફ ટીમના હોશ ઉડી જાય અને ક્રિકેટની રમતને જેમણે પોતાનું કર્મ અને ધર્મ બનાવી દીધી તેવા સચિન તેંડુલકરની રમત અને પ્રતિભા ખરા અર્થમાં અતુલ્ય છે. આથી જ તેને “ક્રિકેટના ભગવાન” નું બિરુદ આપવામાં આવ્યું છે. રમતમાંથી ભલે તેણે નિવૃત્તિ લીધી હોય પરંતુ આજે પણ ક્રિકેટ રસિકોના દિલમાં સચીનનું સ્થાન અકબંધ છે.

નિર્વિવાદી, નિરાભિમાની, વિવેકી અને સૌમ્ય સ્વભાવના સચીને હંમેશા મેદાન પર ધૈર્ય અને સમય સુચકતાના સમન્વયથી ટીમ ઈન્ડિયાને હારેલી બાજીઓ પણ જીતાડી આપી છે. જ્યોતિષીય દૃશ્ટિકોણથી વિશ્લેષણ કરતા એક સવાલ મનમાં ચોક્કસ થાય કે એવું તો શું છે સચીનની કુંડળીમાં જે તેને આટલી સરળતા મળ્યા પછી પણ આટલો સહજ બનાવે છે? કયા ગ્રહો તેને આટલી જ્વલંત સફળતા અપાવવા માટે કામ કરી રહ્યા છે? શું આગામી સમયમાં પણ સચિનની લોકપ્રિયતા આવી જ જળવાઈ રહેશે?

સચિન તેંડુલકરની કુંડળીનું જ્યોતિષીય વિશ્લેષણ
જન્મતારીખ: 24 અેપ્રિલ, 1973
જન્મસમય: 4:20 (બપોરે)
જન્મસ્થળ: મુંબઇ, ભારત

જન્મકુંડળીસચિનની જન્મ કુંડળીમાં ગુરુ, બુધ, રાહુ અને કેતુ નીચના છે અને લગ્ન કે ચંદ્રથી કેન્દ્ર કે ત્રિકોણમાં રહીને નીચભંગ રાજયોગ બનાવે છે. સૂર્ય ઉચ્ચનો છે જ્યારે શનિ અન્યોન્ય થકી નીચનો થઈ ત્રીજે ઉચ્ચની દૃષ્ટિ કરે છે અને ત્રીજા સ્થાન પર દૃષ્ટિ કરે છે જેના કારણે તેણે કારકિર્દીમાં અત્યાર સુધી ઝળહળતી સફળતા ઉપરાંત દેશ વિદેશમાં ખ્યાતિ અને સન્માન મેળવ્યા છે. વર્તમાન ગોચર જોતા અત્યારે ગોચરનો ગુરુ તેની લગ્ન રાશિમાંથી, શનિ તેના જન્મના ચંદ્ર અને રાહુ પરથી જ્યારે રાહુ સિંહ રાશિમાંથી પસાર થાય છે. 

સચિન તેંડુલકર: ભવિષ્યમાં ખ્યાતિ અને સુખને પામશે
ગ્રહોની આ સ્થિતિ જોતા સચિનને સારા પ્રમાણમાં આર્થિક લાભ થાય તેમજ સામાજિક ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા મળે. શનિ અને રાહુનું ફળ મધ્યમ પ્રમાણમાં મળે. ગોચરનો ગુરુ પાંચમા અને નવમા સ્થાનમાં દૃષ્ટિ કરતો હોવાથી આર્થિક, માનસિક, સામાજિક, રાજકીય સહિત તમામ મોરચે સારી સફળતાના યોગ ગણી શકાય. કેટલાક અણધાર્યા કાર્યો પણ પાર પડે તેવી સંભાવના છે. તે ઉત્તમ પારિવારિક સુખ ભોગવી શકે. અા તો વાત થઇ સચિન તેંડુલકરની. પણ કારકિર્દી માટે કુંડળીમાં રહેલા અાપના ગ્રહો શું સૂચવે છે? શું અાપ ઝળહળતી કારકિર્દી બનાવશો? પ્રશ્નના જવાબને જાણવા 2017નો રિપોર્ટ મેળવો.

સચિન તેંડુલકર: કોર્પોરેટ સંસ્થાઅો થકી અાર્થિક લાભ
તારીખ 12-09-2017થી ગુરુ તુલા રાશિમાં અને તારીખ 17-09-2017થી રાહુ કર્ક રાશિમાં જ્યારે કેતુ મકર રાશિમાં આવશે. 20-06-2017થી 4 મહિના માટે વક્રી શનિ વૃશ્ચિક રાશિમાં રહેશે અને 20-10-2017થી ફરી ધન રાશિમાં આવશે. ગુરુ તુલા રાશિમાં આવતા તે રોગમાંથી મુક્તિ મેળવી શકે અને શત્રુઓ સામે વિજય મેળવી શકશે. દેશ ઉપરાંત વિદેશમાં પણ તેનું સન્માન થવાની સંભાવના પ્રબળ બનશે. કોર્પોરેટ કંપનીઓ અને સંસ્થાઓ તરફથી આર્થિક લાભની સંભાવના પણ વધશે. 

સચિન તેંડુલકર: કોચ કે કમેન્ટેટર પણ બની શકે
સચિને અત્યારે ક્રિકેટની રમતમાંથી ભલે નિવૃત્તિ લીધી પરંતુ ક્રિકેટનું મેદાન નહીં છોડે. અર્થાત્ આગામી સમયમાં તે કોમેન્ટેટર કે કોચ તરીકે મેદાનમાં પોતાની ઉપસ્થિતિ બતાવે તેવી પ્રબળ શક્યતા છે. રાહુ પંચમ સ્થાનમાં આવે ત્યારે તેને આકસ્મિક લાભની સંભાવના પણ રહેશે. 28-04-2018થી 24-04-2018 સુધીમાં વિદેશમાં કોઈને કોઈ સન્માન મળી શકે છે. અા તો સચિનના ભવિષ્યનો ચિતાર મેળવ્યો, પણ વિધાતાઅે અાપના માટે કેવા લેખ લખ્યા છે? અાજે જ જીવનના દરેક મોરચે બનનારી ઘટનાઅો અને તેના ફળકથન વિશે જાણવા માટે વિસ્તૃત જીવન ફળકથનની સેવાનો લાભ ઉઠાવો.

ગણેશજીના આશીર્વાદ સાથે
કેતન ગજ્જર

22 Apr 2017


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles