For Personal Problems! Talk To Astrologer

રોહિત શર્મા: કારકિર્દીની યશકલગીમાં સિદ્વિ ઉમેરાય પરંતુ માનસિક સંઘર્ષ અડચણરૂપ બની શકે..!


Share on :


રોહિત ગુરુનાથ શર્મા. ક્રિકેટ જગતમાં રેકોર્ડની રમઝટ બોલાવનાર પ્રતિભાશાળી ક્રિકેટર વિશ્વના ટોચના ખેલાડીઅોમાં પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા સ્વભાવે શાંત અને મૃદુ છે. કોઇપણ પ્રકારના શોટ્સ બેસ્ટ ટાઇમિંગ સાથે રમનારા અને ફિલ્ડીંગમાં પણ ચપળ અેવા રોહિત શર્મા તેના નામે અનેક રેકોર્ડ ધરાવે છે. રોહિત શર્મા વનડે મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરની (264) સાથોસાથ વનડેમાં બે બમણી સદી ફટકારનાર પહેલો ખેલાડી છે. સુરેશ રૈના બાદ ક્રિકેટના ત્રણ ફોર્મેટ્સમાં સદી નોંધવનાર રેકોર્ડ પણ તેના નામે છે. માત્ર 20 વર્ષની ઉંમરે અાંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઅાત કરનાર રોહિતે 2007માં વનડે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અાઇપીઅેલમાં પણ તે છેલ્લા બોલે સિક્સ મારીને જીત અપાવવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે. ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય અેવા રોહિત શર્માનો જન્મદિવસ ટૂંક સમયમાં અાવી રહ્યો છે ત્યારે ગણેશજી તેની કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છે. ચાલો જોઇઅે રોહિત શર્માનું અાગામી વર્ષ કેવું રહેશે. 

રોહિત શર્મા
જન્મતારીખ: 30 અેપ્રિલ, 1987
જન્મસ્થળ: નાગપુર, મહારાષ્ટ્ર, ભારત
જન્મસમય: ઉપલબ્ધ નથી 

સૂર્ય કુંડળી


ગ્રહોનું અવલોકન: 
રોહિત શર્માની સૂર્ય કુંડળીમાં ઉચ્ચનો સૂર્ય, ઉચ્ચનો શુક્ર અને સ્વગૃહી ગુરુ છે. ઉપરાંત ઉચ્ચનો શુક્ર અને સ્વગૃહી ગુરુ છે. અા યુતિથી હંસયોગ અને માલવ યોગ બને છે. તેની સાથોસાથ રાહુ હોવાથી રાહુ પણ શુક્ર- ગુરુ જેવું ફળ અાપે છે. ઉચ્ચનો સૂર્ય પણ યશ-કિર્તી અપાવનાર છે. સૂર્ય અને બુધની યુતિ બુદ્વિમતા પ્રદાન કરે છે. ઉચ્ચનો ચંદ્ર અહીંયા મંગળની સાથે છે જે લક્ષ્મીયોગ બનાવે છે. 

બૌદ્વિક ચાતુર્યથી સંપન્ન વ્યક્તિત્વ: તેની સૂર્યકુંડળીનું વિશ્લેષણ કરતા માલુમ પડે છે કે સૂર્ય- બુધની યુતિ છે જેને કારણે તે બુદ્વિશાળી અને હોશિયાર છે. તે અદ્દભુત બૌદ્વિક ચાતુર્યનો માલિક છે. તે ઉપરાંત ઉચ્ચનો ચંદ્ર મંગળની સાથે હોવાથી અા વ્યક્તિ અાપબળે અને બાળપણથી જ ભાગ્યના બળે કંઇક કરી બતાવવાની તીવ્ર ધગશ રાખે છે. તે સ્વનિર્ભર હોવાથી મોટા ભાગના નિર્ણયો તેની અાંતરસૂઝ અને અાંત:સ્ફૂર્ણાથી લેવામાં જ માને છે. 


અાગામી વર્ષનો ચિતાર: અા વર્ષ દરમિયાન તેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર નજર કરીઅે તો ગુરુ સપ્ટેમ્બર મહિના સુધી કન્યા રાશિમાં હોવાથી તેમના જન્મના ગુરુની દૃષ્ટિ શુક્ર પર છે. ત્યારબાદ તુલાના ભ્રમણ દરમિયાન જન્મના સૂર્ય પર ગુરુની દૃષ્ટિ પડવાથી તે વધુ યશ-કિર્તી અને માન સન્માન મેળવશે તેવું ગણેશજી કહે છે. 

માનસિક સંઘર્ષ: ચાલુ વર્ષે અોગસ્ટ 2017 પછી રાહુના કર્ક રાશિમાં ભ્રમણને કારણે માનસિક સંઘર્ષ, બેચેની અને અશાંતિ રહ્યા કરે. માનસિક ઉદ્વેગ અને ઉચાટ રહેશે. માનસિક હતાશાને કારણે તેની કારકિર્દી પર અસર જોવા મળતા તેની કારકિર્દી પણ અા સમયગાળા દરમિયાન મધ્યમ રહે કે તેનું પરફોર્મન્સ પણ નબળુ જોવા મળે તેવી સંભાવના નકારી શકાય નહીં. તે ઉપરાંત નાની મોટી ઇજા થવાની પણ શક્યતા છે તેમજ તબિયતનું પણ ધ્યાન રાખવું પડશે. 


પરફોર્મન્સ અને જૂન- અોગસ્ટનો સમય: ગ્રહોનાં કેટલાંક લાભદાયી પ્રભાવને કારણે વર્તમાન સમયમાં ચાલી રહેલી અાઇપીઅેલમાં તેનું પરફોર્મન્સ સારું રહેશે. તે સારા અેવા રન પણ નોંધાવે તેવું ગણેશજી કહે છે. જૂનથી અોગસ્ટ દરમિયાન રોહિતને માનસિક ઉચાટ અને અશાંતિનો અનુભવ થશે છતાં ગુરુની ચંદ્ર પર દૃષ્ટિને કારણે તે હતાશા કે અસમંજસમાંથી બહાર અાવી શકે તેવા અણસાર છે. 

સારાંશ: સમગ્રપણે કુંડળીનું અધ્યયન કરતા કહી શકાય કે ગ્રહોની કૃપાદૃષ્ટિને કારણે વર્ષની શરૂઅાત બહેતર રીતે થશે. તેનું પરફોર્મન્સ પણ સારુ રહેશે તેમજ યશકિર્તી પણ પ્રાપ્ત કરશે. જો કે જૂન બાદના સમયગાળામાં ગ્રહોની કેટલીક વિપરીત પરિસ્થિતિને કારણે માનસિક રીતે બેચેન રહેશે જેને કારણે તેની પરફોર્મન્સ પર અસર જોવા મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. ટૂંકમાં અા વર્ષ રોહિત શર્મા માટે મિશ્ર ફળદાયી નિવડે. 

ગણેશાસ્પિક્સ ટીમ તરફથી રોહિત શર્માની જન્મદિવસની ખૂબ સારી શુભેચ્છા…!

ગણેશજીના અાશીર્વાદ સાથે
બિંદુબેન પંડ્યા

02 May 2017


View All blogs

More Articles