For Personal Problems! Talk To Astrologer

રિલાયન્સ જિયોનો અાગામી મહિનાઅો માટે તેના પ્રતિસ્પર્ધીઅોને ”જિયો અૌર જીને દો”નો સંદેશ


Share on :


ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા પ્રસિદ્વિ મેળવવામાં માહિર હોવા ઉપરાંત લોકોનું ધ્યાન ખેંચવાની પણ અજબની કાબેલિયત ધરાવે છે. જેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી તેવા મુકેશ અંબાણીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જિયોઅે કોમ્યુનિકેશન અને ટેક્નોલોજી ક્ષેત્રે તરખાટ મચાવી દીધો છે. અનેક ધારણાઅો, સમચારો, સોશિયલ મીડિયા પર જોક્સ વચ્ચે જિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું. અનેક ચર્ચાઅો વચ્ચે ભારતમાં 4જીના યુગને શરૂ કરવાના હેતુ સાથે રિલાયન્સે 1લી સપ્ટેમ્બરે મુંબઇમાં જિયો સર્વિસ લોન્ચ કરી છે. અા લોન્ચને લોકોનો હરખઘેલો પ્રતિસાદ સાંપડ્યો હતો અને નેટ યુઝર્સમાં 4જી નેટવર્કના વપરાશને લઇને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું અાપ પણ અા અા મેગા પ્રોજેક્ટના ભાવિ વિશે જાણવા ઉત્સુક છો? તો ચાલો જાણીઅે કે અા બહુચર્ચિત પ્રોજેક્ટ વિશે ગણેશજી શુ જણાવી રહ્યા છે.

રિલાયન્સ જિયો
લોન્ચિંગની તારીખ: 1 સપ્ટેમ્બર,2016
સ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

ફાઉન્ડેશન ચાર્ટજ્યોતિષીય દ્રષ્ટિઅે અેક નજર:
– રિલાયન્સ જિયોની પબ્લીક સર્વિસના લોન્ચિંગ વખતની સૂર્ય અને ચંદ્ર કુંડળી અનુસાર સિંહ રાશિમાં સૂર્ય અને ચંદ્ર રાહુ સાથે યુતિમાં છે.
– કોમ્યુનિકેશનનો કારક બુધ બીજા ભાવમાં ઉચ્ચનો છે અને તે લાભદાયી ગ્રહ ગુરૂ અને શુક્ર સાથે યુતિમાં છે.
–  બુધ ઉપરાંત બીજા બે ગ્રહો પણ તેની જ રાશિમાં છે – સૂર્ય સિંહ રાશિમાં અને મંગળ વૃશ્વિક રાશિમાં છે.
– શુક્ર નીચનો હોવા છતાં ઉચ્ચના બુધ સાથે તેની યુતિ શુક્ર-બુધ નીચ ભંગ રાજયોગનું નિમાર્ણ કરે છે.
– મંગળ અને શનિ ચોથા ભાવમાં છે.

ચિંતાના કારણો
– સરકારના નિયમોનું અવલંબન
– કાયદાકીય તકલીફ
–  ગ્રાહકોને ટેક સપોર્ટ
– પ્રતિસ્પર્ધીઅો સાથે તકરાર

રિલાયન્સ જિયોની સર્વિસથી પ્રતિસ્પર્ધીઅો પર શું અસર થશે?
ગણેશજીને લાગે છે કે જિયો લોન્ચિંગથી તેના પ્રતિસ્પર્ધીઅો પર જોરદાર અસર નહીં થાય. શરૂઅાતના કેટલાક મહિનાઅોમાં પ્રતિસ્પર્ધી કંપનીઅોની સ્ટોક માર્કેટ પોઝિશનને અસર થઇ શકે  પણ તે અેટલી ગંભીર નહીં હોય. અા પાસા સિવાય બધુ સામાન્ય રહેશે અને પ્રતિસ્પર્ધી કંપનીઅો પણ ગ્રાહકોને અાકર્ષવા માટે વિવિધ અાકર્ષક સ્કીમ રજૂ કરશે.


ગ્રાહકો પર શું અસર થશે?
ગ્રાહકોના સ્થાનનો સ્વામી શનિ ચોથા ભાવમાં સ્વગૃહી મંગળ સાથે યુતિમાં છે. અા બન્ને ગ્રહો અેકબીજાથી વિરુદ્વ સિદ્વાન્તો ધરાવે છે. તેથી જો ગ્રાહકોને ટેક્નોલોજીની દ્રષ્ટિઅે પૂરતો સંતોષ નહીં મળે તો કંપનીઅે પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવો પડી શકે અેમ છે.

રિલાયન્સ જિયોનું ભાવિ શું કહે છે?

ગુરૂ મંત્ર:
વર્તમાન સમયમાં રિલાયન્સ જિયોના ફાઉન્ડેશન ચાર્ટમાં ગુરૂ બીજા ભાવમાંથી પસાર થઇ રહ્યો છે. અા ગોચરને કારણે કંપની સારા પ્રમાણમાં રેવેન્યુ અેકત્ર કરી શકશે. સપ્ટેમ્બર 2017 સુધી કંપનીની નાણાકીય સ્થિતિ મજબુત અને સારી રહેશે. સપ્ટેમ્બર બાદ પણ ગુરૂ ત્રીજા ભાવમાંથી પસાર થશે અને તેના હિતકારી અાર્શીવાદથી કંપની માટે નાણાકીય બાબતો સાનુકૂળ રહેશે. અા પછીના અેક વર્ષમાં કંપની દ્વારા કોઇ નવી અોફર્સની જાહેરાત કરવામાં અાવે તેવી સંભાવના છે.

શનિથી નાણાકીય સ્થિતિને અસર:
અેકવાર કુંડળીમાં શનિ પાંચમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારબાદ કંપનીની નાણાકીય સ્થિતિને અસર થશે. અા ગોચરના દુષ્પ્રભાવથી ગ્રાહકોમાં અસંતોષ તથા સર્વિસમાં અસંગતતાનો નકારાત્મક પ્રચાર પણ જોવા મળી શકે છે. જાન્યુઅારીથી જૂન વચ્ચેની કંપનીની સ્ટોક માર્કેટ પોઝિશનને અાંચકો લાગી શકે છે. અા કોણથી કંપનીના મેનેજમેન્ટ અથવા અેક્ઝિક્યુટિવ લેવલે મોટો ફેરફાર થશે તેવું ગણેશજીને લાગે છે.

રાહુ સમસ્યા બની શકે:
રાહુને કારણે પ્રતિસ્પર્ધીઅો માટે સમસ્યા સર્જાશે અને અન્ય નેટવર્ક પર કોલ ડ્રોપની સમસ્યા કંપની માટે ચિંતાનું કારણ બની રહેશે. અા પરિબળને કારણે ગ્રાહકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળશે.

અેકંદરે જિયો માટે કોમ્યુનિકેશન સેક્ટરની અા મુસાફરી મિશ્ર અનુભવોથી ભરપૂર રહેશે.

ગણેશજીના અાર્શીવાદ સાથે

કારકિર્દીમાં મળી રહેલી નિષ્ફળતાથી પરેશાન છો? કારકિર્દીમાં પ્રગતિ ક્યારે થશે તે વિશે જાણવા ઉત્સુક છો? તો અાજે જ કારકિર્દી અંગે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ મેળવીને સફળતા હાંસલ કરો.

24 Sep 2016


View All blogs

More Articles