For Personal Problems! Talk To Astrologer

ભાઇ બહેનના પ્રેમનું અનેરું પર્વ રક્ષાબંધન – તારીખ, મુહૂર્ત અને મહત્વ


Share on :


રાશિ અનુસાર ભાઇના કાંડે રાખડી બાંધીને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સુરક્ષા લાવો. 

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવતો આ તહેવાર આ વર્ષે શ્ારવણ મહિનાના સોમવારે ૩ ઓગસ્ટના દિવસે આવી રહ્યો છે. આ વર્ષે પણ ગ્રહોની સ્થિતિ ઘણી અનુકૂળ હોવાથી સવારે ૯.૩૦થી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી રક્ષાબંધન માટેના શુભમુહૂર્ત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે જો ભાઇને રાખડી બાંધવામાં આવે તો, તેનું વિશેષ ફળ મળે છે.

ધાર્મિક માન્યતાઓ
આમ તો રક્ષાબંધન સાથે સંખ્યાબંધ વાતો જોડાયેલા છે પરંતુ મુખ્યત્વે ચર્ચાતી વાતોમાં મહાભારતનો એક પ્રસંગ આવે છે. એક માન્યતા અનુસાર શિશુપાલના વધ વખતે ભગવાન શ્રી કૃષ્ણને આંગળીમાં ઇજા થાય છે ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધ્યો હતો. ત્યારથી શ્રી કૃષ્ણ દ્રૌપદીને બહેન માનતા હતા. પાંડવો જ્યારે જુગારમાં દ્રૌપદીને હારી ગયા પછી તેનું ચિરહરણ થઇ રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણએ જ ભાઇ તરીકે પોતાની ફરજ અદા કરીને દ્રૌપદીના ચિર પૂર્યાં હતા. આ ઉપરાંત મહાભારતના યુદ્ધ વખતે માતા કુંતાએ તેમના પૌત્ર અભિમન્યુની રક્ષા માટે પણ તેમને રાખડી બાંધી હતી.

રાશિ અનુસાર ભાઇને રાખડી બાંધો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રંગોનું જીવનમાં ખૂબ મહત્વ હોય છે અને આપણા પર તેનો ઘણો પ્રભાવ જોવા મળે છે. જો ભાઇને રાશિ અનુસાર તેના માટે શુભ રંગની રાખડી બાંધવામાં આવે તો તેને ઘણું વધુ ફળ મળે છે. આ કારણે જ અહીં કેટલીક રોચક માહિતી આપી છે જેના આધારે બહેનો પોતાના ભાઇ માટે અનુકૂળ રાખડી પસંદ કરી શકે છે. 

મેષ રાશિ – મેષ જાતકોને લાલ રંગની રાખડી બાંધવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ભાઇના જીવનમાં ઉત્સાહ અને ઉર્જા જળવાઇ રહે છે. સાથે સાથે, કેસરી અથવા પીળા રંગની પણ રાખડી બાંધી શકાય. રક્ષાબંધને ભાઇને કેસરનું તિલક પણ કરી શકાય.

વૃષભ રાશિ – વૃષભ જાતકો માટે સફેદ અથવા રૂપેરી રંગની રાખડી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દરમિયાન ભાઇને રોલી (હળદર અને ચુનાના મિશ્રણમાંથી બનેલું દ્રવ્ય) અને અક્ષતનું તિલક કરવું.

મિથુન રાશિ – આ જાતકો માટે લીલા રંગની અથવા ચંદનથી બનેલી રાખડી શુભ માનવામાં આવે છે અને ભાઇને હળદરનું તિલક કરવું. 

કર્ક રાશિ – આ રાશિના જાતકોને રેશમના સુતરની અથવા મોતીથી બનેલી રાખડી બાંધવાનું શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ભાઇના કપાળમાં ચંદનનું તિલક કરવું જોઇએ. 

સિંહ રાશિ – આ રાશિના જાતકોને સોનેરી, પીળા અથવા ગુલાબી રંગની રાખડી બાંધવાથી તેમને શુભ ફળ મળે છે. આ ઉપરાંત તેમના કપાળમાં હળદરનું તિલક કરવું જોઇએ.

કન્યા રાશિ – કન્યા રાશિના જાતકોને સફેદ રેશમી અથવા લીલા રંગની રાખડી બાંધવાનું શુભ માનવામાં આવે છે. ભાઇને હળદર અને ચંદનનું તિલક કરવાથી તેમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

તુલા રાશિ – આ રાશિના જાતકો માટે આછો વાદળી, સફેદ અથવા બદામી રંગની રાખડી ઉત્તમ માનવામાં આવે છે. જો જાતકને કપાળમાં કેસરનું તિલક કરવામાં આવે તો ઘણું શુભ માનવામાં આવે છે.

વૃશ્ચિક રાશિ – આ રાશિના જાતકો માટે ગુલાબી, લાલ અથવા ચમકદાર રાખડી શુભ માનવામાં આવે છે. આ સાથે રોલી (હળદર અને ચુનાના મિશ્રણમાંથી બનેલું દ્રવ્ય)નું તિલક કરવાનું પણ તેમના માટે યોગ્ય રહેશે.

ધનુ રાશિ – ધન રાશિના જાતકોને પીળાશ પડતી તેમજ રેશમી રાખડી બાંધવાનું શુભ માનવામાં આવે છે. આ દરમિયાન તેમ હળદર અને કંકુનું તિલક કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

મકર રાશિ – મકર જાતકો માટે વાદળી અથવા ઘેરા વાદળી રંગની રાખડી શુભ માનવામાં આવે છે. તેમના કપાળે કેસરનું તિલક કરવાથી વધુ શુભ ફળ મળે છે.
 
કુંભ રાશિ – જો ભાઇની રાશિ કુંભ હોય તો બહેનોએ તેમને રુદ્રાક્ષથી બનેલી રાખડી બાંધવી જોઇએ. જો આ શક્ય ના હોય તો, પીળા રંગની રાખડી પણ બાંધી શકાય અને સાથે હળદરનું તિલક કરવું જોઇએ.

મીન રાશિ – જો ભાઇની રાશિ મીન હોય તો બહેનોએ તેમને સોનેરી પીળા રંગની રાખડી બાંધવી. આ દરમિયાન હળદરથી તિલક કરવાનું ઘણું શુભ ફળદાયી માનવામાં આવે છે.

રક્ષાબંધનનો દિવસ અને રાખડી બાંધવાનું મુહૂર્ત

૩ ઓગસ્ટ -૨૦૨૦, તિથિ શ્રાવણ સુદ પૂનમ
રાખડી બાંધવાનું મુહૂર્ત : સવારે ૯.૩૦ થી રાતે ૯.૩૦ સુધી

ગણેશજીના આશીર્વાદ સાથે
ગણેશાસ્પીક્સ ડોટ કોમ

12 Aug 2021


View All blogs

More Articles