For Personal Problems! Talk To Astrologer

રાહુલ ગાંધીનો કરિશ્મા પ્રશંસકોનું દિલ જીતશે પણ મતદારો તો તેને ઠેંગો જ અાપશે: ગણેશજી


Share on :


રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના વ્યક્તિ છે જેનું રાજકીય ભાવિ અને મહત્વ ઘટી રહ્યું છે અને અાજે લોકો કોંગ્રેસ પક્ષને સૌથી ભ્રષ્ટ પક્ષ તરીકે જોવે છે.  ગાંધી નહેરુ-ગાંધી પરિવારના વંશજ હોવા છતાં તે તેના પિતા રાજીવ ગાંધી અથવા દાદી ઇન્દિરા ગાંધી જેવા કરિશ્માને જાળવી રાખવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે. દેશના અા બન્ને ભૂતપૂર્વ વડાપ્રધાનોની હત્યા કરવામાં અાવી હતી. 

અા જ કારણોસર રાહુલ ગાંધીઅે ઉપનામ હેઠળ વિદેશમાં અભ્યાસ કરવાની જરૂર પડી હતી જ્યાં તેની અોળખ માત્ર કેટલાક યુનિવર્સિટીના અધિકારીઅો અને સિક્યોરિટી અેજન્સી સુધી જ સીમિત હતી. વર્ષ 2014મા યોજાયેલી ભારતની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીઅે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું હતું જેમાં માત્ર 44 બેઠકો સાથે કોંગ્રેસે અૈતિહાસિક કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમય બાદ પણ રાહુલ ગાંધીના વડપણ હેઠળ યોજાયેલા દરેક ચૂંટણી કેમ્પેઇનમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. અા વિશે અનેક સમીક્ષકો કહી રહ્યા છે કે તે બહોળા વર્ગ પર તેનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહેતા તેમજ રાજકીય જ્ઞાન અને સમજના અભાવને કારણે તે કોંગ્રેસ પક્ષને અેટલા નીચલા સ્તરે લઇ ગયા છે કે જ્યાંથી ફરીથી પાછુ ઊભુ થઇને સફળ થવું કોંગ્રેસ માટે ખૂબ જ કઠીન કામ છે. જો કે ગણેશજીને લાગે છે કે પક્ષના ભાવિને ઉજ્જવળ બનાવવા રાહુલના પ્રામાણિક પ્રયાસો છતાં તેમાં સફળ થવા માટે તેને ગ્રહોનો સાથ નહીં મળે. 

રાહુલ ગાંધી
જન્મતારીખ: 19 જૂન, 1970
જન્મસમય: 2:28 બપોરે (અજ્ઞાત)
જન્મસમય: નવી દિલ્હી 

સૂર્ય કુંડળી


ગ્રહોના અાશીર્વાદરૂપ પ્રભાવશાળી રાજકીય નેતાના ગુણો
રાહુલ ગાંધીની કુંડળીમાં લગ્ન વર્ગોત્તમ છે. તે ઉપરાંત ગુરુ પણ લગ્નમાં છે જે વર્ગોત્તમ છે. નવમાં ભાવનો સ્વામી બુધ પણ વર્ગોત્તમ બને છે. મંગળ અને સૂર્ય નવમાં ભાવમાં છે અને તે શુભ કર્તરી યોગમાં છે. અા દરેક પરિબળો તેમને અેક પ્રભાવશાળી રાજકીય નેતા બનાવે છે. 

બીજા ભાવ અને અગિયારમા ભાવના સ્વામીની નવમાં સ્થાનમાં ઉપસ્થિતિ દર્શાવે છે કે તેમને અા રાજકીય વારસો સોંપવામાં અાવ્યો છે. તદુપરાંત તેનાથી તેના જીવનમાં તેના પરિવારની ભૂમિકાને પણ સ્પષ્ટપણે સમજી શકાય છે.  2017ના વિગતવાર વાર્ષિક રિપોર્ટથી જીવનના ક્યા ક્યા ક્ષેત્રમાં ઉતાર ચડાવ અાવશે તે વિશે જાણીને જીવનમાં પૂર્વતૈયારી સાથે આગળ વધો. 

રાહુલની કમનસીબીથી કારકિર્દીમાં સતત નિષ્ફળતા
પણ, નવમાં ભાવનો સ્વામી બુધ પ્રતિકૂળતાના સ્થાન અાઠમાં ભાવમાં ઉપસ્થિત છે. તદુપરાંત, જન્મના ચંદ્રથી પાંચમાં અને નવમાં ભાવમાં દુષિત ગ્રહો છે. અા જ કારણોસર તેની નસીબ અેટલું બળવાન નથી કે તે સામાજિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે. અા ગ્રહસ્થિતિ તેની રાજકીય કારકિર્દીમાં પણ અડચણો અને વિધ્નોના સંકેત અાપે છે. 

પક્ષના ભાવિને ફરીથી ઉજ્જવળ બનાવવાનું સામર્થ્ય
તે હાલમાં મંગળની મહાદશા અને શુક્રની ભુક્તિના પ્રભાવ હેઠળ છે. શુક્ર દસમાં સ્થાનમાં હોવાથી તેની પાસે હજુ પણ ખુદના અને પક્ષના ભાવિને ફરીથી સશક્ત બનાવવા માટે ચાન્સ છે. તાજેતરની ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ પણ તે હજુ પણ સારું અેવું બળ ધરાવે છે. 

તદુપરાંત, સપ્ટેમ્બર 2017 બાદ ગોચરનો ગુરુ લગ્નમાંથી પસાર થશે જે તેના પક્ષને ફરીથી સફળ થવા માટે જરૂરી અેવી તકો પૂરી પાડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. તેના નેતૃત્વને લઇને પ્રતિકૂળ ટીકાઅો છતાં પક્ષના સંસ્થાકીય માળખામાં તે તેની પ્રભાવશાળી સત્તા જાળવી રાખવાનું ચાલુ રાખશે.  

લોકોના કોંગ્રેસ પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તનનું કઠીન કાર્ય
પણ, તે સાડા સાતીના મધ્યમ તબક્કામાંથી પસાર થતો હોવાથી તેનો માર્ગ વિધ્નો અને અવરોધોથી ભરપૂર બની રહેશે. ભય, શંકાઅો અને અસલામતીને કારણે તે અાગામી વર્ષના સકારાત્મક પાસાઅોનો લાભ નહીં ઉઠાવી શકે. તેથી જ રાહુલ ગાંધી માટે તકોને ઝડપવા કરતાં તેનું સર્જન કરવાનું વધુ મહત્વપૂર્ણ બની રહેશે તેવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. અાપની અાર્થિક સમસ્યાઅોના ઉકેલ માટે અાજે જ સમૃદ્વિ માટે પૂછો અેક પ્રશ્ન રિપોર્ટ અોર્ડર કરો. 

નુકસાનકારક રાહુ બાબતને વધુ ગુંચવણભરી બનાવે
કર્ક રાશિમાં ગોચરના રાહુ કેટલીક સમસ્યાઅોનું સર્જન કરશે. તેને તેના પ્રયાસો અનુરૂપ સફળતા પ્રાપ્ત નહીં થાય. તેનું સામાજિક જીવન અને ખ્યાતિને પણ નકારાત્મક રીતે અસર થશે. તે વધુ અાત્મવિશ્વાસથી ભરપૂર હશે અને તેના ભાવિને ફરીથી મજબૂત બનાવવા માટે કેટલાક નિર્ણયાત્મક પગલાઅો પણ લશે છતાં લોકોના કોંગ્રેસ અને તેના નેતૃત્વ અંગેના દૃષ્ટિકોણને બદલવું તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું કઠીન કાર્ય બની રહેશે તેવું ગણેશજી કહે છે. 

ગણેશજીના અાશીર્વાદ સાથે


17 Jun 2017


View All blogs

More Articles