For Personal Problems! Talk To Astrologer

રાહુનું ગોચર 2017 : ભારતની કુંડળીમાં પાપગ્રહનો દુષ્પ્રભાવ અનેક દુર્ઘટનાઓનું કારણ બનશે


Share on :


છેલ્લા કેટલાક સમયથી રોજ દેશની વિવિધ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોનાં મોત, દેશના અનેક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરમાં લાખો લોકો ભોગ બનવાની તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થવાની, સ્વાઈન ફ્લૂનો કહેર, ટ્રેન અકસ્માત જેવી સંખ્યાબંધ ઘટનાઓ મીડિયામાં જોવા મળે છે. આ ઘટનાઓ કોઈપણ વ્યક્તિના હૃદયને હચમચાવી શકે છે. જોકે પ્રશ્ન એ છે શું આ બધુ અચાનક થવા લાગ્યું છે? આ ઘટનાઓને એકબીજા સાથે સંબંધ હોઈ શકે છે? જ્યોતિષીય દૃશ્ટિકોણથી જોવામાં આવે તો બ્રહ્માંડમાં થતી ગ્રહોની હિલચાલ અને જીવસૃષ્ટિ પર થતી અસરો આના માટે જવાબદાર હોઈ શકે છે. તમારા જીવન પર પણ રાહુ ગંભીર રીતે અસર કરી શકે છે, અાજે જ અાપના જીવન પર થનારી અસરો વિશે જાણવા માટે રાહુ-કેતુ રાશિ પરિવર્તન રિપોર્ટ ઓર્ડર કરો.

સ્વતંત્ર ભારતની કુંડળી

અમારા વિદ્વાન જ્યોતિષવિદોએ તૈયાર કરેલો અાપનો જન્માક્ષર રિપોર્ટ હમણાં જ મેળવો

ગ્રહોની વાત કરીએ તો ભારતની કુંડળીમાં યુતિમાં પરાક્રમ સ્થાનમાં રહેલા પાંચ ગ્રહો પરથી પસાર થયેલા મંગળ અને રાહુનો અંગારક યોગ જવાબાદાર ગણી શકાય. મંગળ મૂળરૂપે અગ્નિ તત્વનો ગ્રહ છે અને જ્યાં પ્રચંડ ઉર્જા, આવેશ અને આક્રમકતાની વાત હોય ત્યાં મંગળનો પ્રભાવ જોવા મળે છે. તાજેતરમાં મંગળની યુતિ પાપગ્રહ રાહુ સાથે થઈ હોવાથી મંગળની ઉર્જા પર તેની વિપરિત અસર થઈ અને તેના કારણે આવેલા પરિણામો આપણી સમક્ષ છે.


શા માટે રાહુનો દુષ્પ્રભાવ વિપરિત પરિણામો આપે છે?

વિગતવાર ચર્ચા કરી એ તો, આ બધી દુર્ઘટના શા માટે થાય છે તે સમજતા પહેલા સૂર્ય ,ચંદ્ર, મંગળ, રાહુને સમજવા પડશે.
ભૂમિનંદન, ભૌમ, લોહિતાંગ,અંગારક અને ક્ષિતિજ જેવા નામો ધરાવતો મંગળ ગ્રહોમાં સેનાપતિનું સ્થાન ધરાવે છે. અગ્નિસ્થાન હોય ત્યાં તે વસે છે. ક્ષત્રિય વર્ણનો અને તમોગુણી છે. તેમજ સ્વભાવે ક્રુર ગ્રહ છે. આ ગ્રહ રાશિના આરંભમાં ફળ આપે છે. તેનો રંગ લાલ છે. તેનો રસ તિક્ત (કડવો) છે. લોહી સાથે તેને સીધો સંબંધ છે. ઉત્સાહ, સાહસ, શૌર્ય અને શક્તિનો કારક છે. સંગ્રામનો અધિપતિ છે. યુદ્ધ, અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાનો કારક છે. મંગળએ શક્તિનો કારક ગ્રહ છે. મંગળની દુષિત અસર ધરાવનાર વ્યક્તિઓ ઉગ્ર,આક્રમક, લડાયક વલણ ધરાવતા અભિમાની હોય છે. ચિત્તની ચંચળતા અને તાંબુ વગેરે વસ્તુઓ પર મંગળનું કારકત્વ છે. અગ્નિ, યુદ્ધ સાથે સંકળાયેલી વસ્તુઓ, મશીનરી, ચોરી વગેરે વ્યવસાય મંગળના છે. રાહુ તમારા બિઝનેસમાં પણ ખોટ કરી શકે છે. તેથી અાજે જ રાહુ-કેતુ રાશિ પરિવર્તન રિપોર્ટ વ્યવસાય માટે મેળવીને અગાઉથી પૂર્વતૈયારી સાથે બિઝનેસને સમૃદ્વ બનાવો.  

ગંભીર માંદગી લાવે રાહુ: 
રાહુ એક પાપ ગ્રહ છે અને જે પણ ગ્રહની સાથે યુતિમાં આવે તેના કારકત્વને ખતમ કરે છે અથવા તેનું વિપરિત પરિણામ આપે છે. વ્યક્તિગત રીતે જોવામાં આવે તો રાહુ જે પણ ભાવમાં હોય તે ભાવ સંબંધિત નબળા પરિણામો પણ આપે છે અથવા જાતકને જે-તે ભાવના સારા પરિણામોથી વંચિત રાખે છે. રાહુ જે ગ્રહ સાથે આવે તે ગ્રહની સ્વાભાવિક પ્રકૃતિમાં તે વિકૃતિ લાવે છે. રાહુ મર્મવેધક શબ્દોથી અને કેતુ શસ્ત્રોથી ઘા કરે છે. રાહુના દુષ્રભાવથી જીવનમાં આકસ્મિક મોટું પરિવર્તન આવે છે અને અણધારી ગંભીર માંદગી માટે પણ તે જવાબદાર હોય છે.

સૂર્ય-ચંદ્રનું રાશિચક્રમાં મહત્વ:
પ્રભાકર, દિવાકર, ભાસ્કર, ભાનુ, આદિત્ય જેવા નામો ધરાવતો સૂર્ય સૌર મંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. ગ્રહોમાં સૂર્ય રાજા છે. સામે પક્ષે સોમ, શીતાંશુ, મૃગાંક, શશી અને શીતરશ્મિ જેવા નામો ધરાવતો ચંદ્ર જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૌર મંડળમાં ગ્રહોની રાણી માનવામાં આવે છે. ચંદ્ર અને પૃથ્વીને નિકટનો સંબંધ છે. ચંદ્ર મનનો કારક છે. માનસિક સ્થિતિ અને સ્વસ્થતા સાથે ચંદ્રનો સંબંધ છે. પંચમહાભૂતોમાં ચંદ્રને જળતત્વ સાથે વિશેષ સંબંધ છે. મનુષ્યના શરીરના આશરે ત્રણ ચતુર્થાંશ ભાગ જળતત્વથી ભરેલો છે. માટે માનવ શરીરની અંદર રહેલા આ તત્વ પર ચંદ્ર પ્રભાવ ધરાવે છે. સૂર્ય આત્માનો કારક છે માટે જ્યારે જયારે સૂર્ય-રાહુ, સૂર્ય-કેતુ, મંગળ-રાહુ, મંગળ-કેતુ, ચંદ્ર-શનિ, સૂર્ય-શનિ ભેગા થાય છે ત્યારે દેશ કે દુનિયાના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો આ રેલવે દુર્ઘટના, યુદ્ધ, બીમારીઓ, ત્રાસવાદી હુમલા સહિતની એવી ઘટનાઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજી શકે છે તેની શક્યતા પ્રબળ બની જાય છે.
આથી જ, તાજેતરમાં ભારતમાં બનેલી ઘટનાનોનો સિલસિલો રાહુ અને મંગળની યુતિનું પરિણામ ગણી શકાય.

આગામી સમયમાં શું અસર પડશે?
રાહુ 18/08/2017 થી 07/03/2019 સુધી કર્ક રાશિમાં રહેશે અને આ ભાવ ભારતની કુંડળીમાં પરાક્રમનો છે. આ ભાવ યુદ્ધનો પણ છે અને રાહુના દુષ્પ્રભાવના કારણે આ સમયમાં ચીન સાથે કે પાકિસ્તાન સાથે યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિની શક્યતા નકારી શકાય નહીં. ઉપરાંત આ સમયમાં કેટલાક જોખમી પરિબળો સર્જાય તેમાં સરકાર કે લોકોના આંધળા સાહસના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે. કોઈપણ ચેપી બીમારીનો ઝડપથી ફેલાવો, વીજળીથી થતી દુર્ઘટના, મશીનરી અથવા રેલવે-માર્ગ-હવાઈ વ્યવહાર સંબંધિત અકસ્માતો વગેરે પણ આગામી સમયમાં થઈ શકે છે. ઔદ્યોગિક રીતે વિચારીએ હેવી ઈન્ડસ્ટ્રીઝને કપરાં ચઢાણ છે તેમ કહી શકાય. ખાસ કરીને અહીં દર્શાવેલા કેટલાક એવા સમયગાળા છે જેમાં રાહુની વિપરિત અસર સર્વાધિક પ્રમાણમાં જોવા મળે.
20 /10/2017 થી  30 /10/2017 દરમિયાન બુધ, ચંદ્ર, ગુરુ, સૂર્ય યુતિમાં આવશે માટે તમામ શુભ ગ્રહો તેમનું પૂર્ણ ફળ ન આપી શકે. 

31/01/2018 થી 05/02/2018 દરમિયાન ચંદ્ર અને સૂર્ય બંને દુષિત થાય છે અને કેતુ સાથે યુતિમાં આવે છે. આ સમયમાં સ્ટેલિયમ (ત્રણથી વધુ ગ્રહોની યુતિ) પણ થાય છે.

03/05/2018 થી 05/11/2018 દરમિાયન મંગળ અને કેતુ મકર રાશિમાં હશે માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ ઉપરાંત 20/10/2017 સુધીનો સમય, 22/12/2017  થી 22/02/2018 , 27/04/2018 થી 28/06/2018, 01/11/2018 થી 02/01/2019 સુધીના તબક્કા પણ રાહુના દુષ્પરિણામો માટે પ્રબળ સંભવિત સમય છે.

ગણેશજીના આશીર્વાદ સાથે,

તમારા પ્રશ્નોના ત્વરિત ઉપાય માટે અાજે જ અમારા તજજ્ઞ જ્યોતિષીઅોઅે સાથે સીધી વાતચીત કરો 


18 Sep 2017


View All blogs

More Articles