For Personal Problems! Talk To Astrologer

ગ્રહો સુચવે છે કે આગામી મહિનાઓમાં રાજને કપરાં ચઢાણો પાર કરવાના છે…


Share on :

રઘુરામ ગોવિંદ રાજન. આંકડાઓની આગવી સૂઝ, અતુલ્ય વિશ્લેષણ શક્તિ અને આર્થિક જગતના આટાપાટા પર ખૂબ સુક્ષ્મ નજર રાખવાની તેમની અનોખી પ્રતિભાના કારણે અર્થતંત્રના પંડિતો પણ તેમની સામે આદરથી ઝુકી જાય છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર તરીકેનો અતિપ્રતિષ્ઠિત હોદ્દો સંભાળી રહેલા રાજન તેમના હોદ્દાના કારણે તો આદરપાત્ર બન્યા જ છે, પરંતુ સાથે સાથે એક બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ અને અનુભવોનું વિશાળ ભાથું પણ તેમને માત્ર દેશ જ નહીં પણ દુનિયાભરના અર્થશાસ્ત્રીઓના દિલમાં વિશેષ સ્થાન અપાવવા માટે પુરતા છે. ગુપ્તચર વિભાગ(આઈબી) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) સહિતના પ્રતિષ્ઠિત સંગઠનોમાં સેવા આપનારા આઈપીએસ અધિકારી આર. ગોવિંદરાજનના પુત્ર રઘુરામે પણે તેમના પિતાના પગલે આગળ વધીને અતિ પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર બેસીને દેશની સેવા કરી છે. આઈઆઈટી-દિલ્હી અને આઈઆઈએમ-અમદાવાદમાં અભ્યાસ કરનારા ડો.રાજન તેમની મેરેથોન કારકિર્દીમાં અનેક સન્માનો અને એવોર્ડ્સ મેળવી ચુક્યા છે. તેમના દ્વારા લખાયેલું પુસ્તક “ફોલ્ટ લાઈન્સઃ હાઉ હિડન ફ્રેક્ચર્સ સ્ટીલ થ્રીટન ધ વર્લ્ડ ઈકોનોમી” ને વર્ષ 2010માં ફાઈનાન્સિયલ ટાઈમ્સ/ગોલ્ડમેન શાક્સ બિઝનેસ બુક ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. ગણેશજીએ આ લેખમાં જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટ 2016-17 બાદ રાજન કેવો અભિગમ અપનાવી શકે છે અને તેમની પ્રાધાન્યતાએ શું રહેવાની સંભાવના છે…
Raghuram Govind Rajan
Date of Birth: 3rd February, 1963
Time of Birth: Not Available
Place of Birth: Bhopal, Madhya Pradesh

Raghuram Rajan’s Surya Kundali

1) કેન્દ્રીય વાર્ષિક બજેટ 2016-17 પછી ભારતના અર્થતંત્રમાં રાજન કેવા પગલાં લે તેવી સંભાવના છે?
  • ગ્રહોની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ગણેશજીને લાગી રહ્યું છે કે, ડો. રાજન સંયમિત અભિગમ અપનાવશે. આગામી મહિનામાં ઉભા થનારા અનેક ચડાવઉતારના કારણે જે પણ સમસ્યાઓ માથુ ઊંચકશે તેને રાજન ખૂબ જ ધીરજ, સમુતલન અને સાવધાનીપૂર્વક ઉકેલી નાખશે. તેઓ રૂપિયાના મુલ્યમાં સ્થિરતા લાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
  • રેપો રેટ સંબંધિત તેઓ કેટલાક આકરા નિર્ણયો લઈ શકે છે અને કદાચ સ્થાનિક રોકાણકારોને દેશના અર્થતંત્રમાં ભરોસો વધે તે માટે તેઓ વધુ સુરક્ષિત માહોલ ઉભો કરવાનો પણ પ્રયાસ કરશે.

2) આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ તરીકે સેવા આપી ચુકેલા રાજન શું આગામી મહિનાઓમાં બેંકિંગ ક્ષેત્રે આમૂલ ફેરફારો કરી શકશે?
  • ગણેશજી જોઈ રહ્યા છે કે આરબીઆઈના ગવર્નર માટે ખાસ કરીને એપ્રિલથી જુલાઈ સુધીમાં તેમની ખરી કસોટી થઈ શકે છે. ગોચરનો મંગળ રાજનની જન્મકુંડળીમાં જન્મના ગુરુ પર દૃશ્ટિ કરતો હોવાથી તેમને થોડુ પીઠબળ મળશે અને કેટલાક આકરા નિર્ણયો તેઓ લઈ શકશે તેમ છતાં પણ કેટલીક બાબતે ગુંચવાડો ઉભો થઈ શકે છે અને કેટલાક પાસા નજરઅંદાજ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. બીજી તરફ, શનિના પ્રભાવ હેઠળ તેઓ ચોક્કસપણ કેટલાક સુધારાત્મક પગલાં લઈ શકશે. પરંતુ સ્થિતિમાં સતત ખેંચતાણ રહ્યા કરશે.
  • આગામી સમયમાં રાજનને ગ્રહોનો સાથ સંપૂર્ણ નથી મળી રહ્યો માટે કેટલાક આમૂલ પરિવર્તનો લાવવામાં તેઓ નિષ્ફળ રહે તેવી શક્યતા પણ છે. તેના બદલે તેમણે પરિસ્થિતિમાં સ્થિરતા લાવવા પર સતત ધ્યાન આપવું પડશે. ગણેશજી જોઈ રહ્યા છે કે સપ્ટેમ્બર 2016 સુધી બેંકિંગ ક્ષેત્રમાં પણ સતત ચંચળતા રહેશે.
  • ઓગસ્ટ 2016માં કન્યા રાશિમાં ગુરુનો પ્રવેશ થોડો આશાસ્પદ જણાઈ રહ્યો છે. ગુરુની શુભ દૃશ્ટિ હેઠળ રાજન કેટલાક આશ્ચર્યજનક પગલાં લેશે, નવી નીતિઓ અને ફેરફારો લાવશે. આ સાનુકૂળ તબક્કો તેમને એક વર્ષ સુધી એટલે કે સપ્ટેમ્બર 2017 સુધી યથાવત રહેશે.


3) શું અરુણ જેટલી સાથે મળીને તેઓ એક ટીમ તરીકે સારું પરિણામ આપી શકશે?
  • જન્મના ચંદ્ર સામેથી ગોચરનો શનિ પસાર થઈ રહ્યો હોવાથી રાજન અને જેટલી વચ્ચેના સંબંધો આપણી અપેક્ષા અનુસાર અસરકારક નહીં રહે અને કદાચ તેમના નિર્ણયો વધુ મજબૂત હોઈ શખે છે અને તેની તાત્કાલિક અસર નહીં જોવા મળે.
  • રાજનના જન્મના ચંદ્રથી સપ્તમ ભાવમાં ગોચરનો શનિ પસાર થઈ રહ્યો હોવાથી, નિર્ણય લેવામાં કેટલાક તબક્કે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમની યોજના પ્રમાણે બધુ જ સૂપેરા પાર નહીં પડે અને તેના કારણે અનઅપેક્ષિત વિલંબ થઈ શકે છે. નાણામંત્રી અને આરબીઆઈના ગવર્નર વચ્ચેના તાલમેલ પર નજર કરતા ગણેશજી જણાવે છે કે, જેટલી અને રાજન વચ્ચે સંબંધોમાં સૂમેળ કદાચ ન રહે, અને તેમના સંબંધોની કેટલાક તબક્કે કસોટી થઈ શકે છે.

શ્રી ધર્મેશ જોષી
ગણેશાસ્પીક્સ ટીમ

17 Mar 2016


View All blogs

More Articles