For Personal Problems! Talk To Astrologer

ચંદ્રગ્રહણ 2017: વિવિધ રાશિઓ પર થનારા પ્રભાવ પર અેક નજર..!


Share on :


વિક્રમ સંવત 2074 શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર તારીખ 7 ઓગસ્ટ 2017ના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. અા ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાશે, જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણનો સ્પર્શ રાત્રે 10:50 થી ગ્રહણ મધ્યરાત્રિ 11:51 તથા ગ્રહણ મોક્ષ અર્ધરાત્રિ 00:50 રહેશે. અા ચંદ્રગ્રહણ મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં થશે અને અેશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત ભારતભરમાં દેખાશે. 

અાપણા હિન્દુ ધર્મમાં તેમજ ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણની વિશેષ રીતે મહત્વ રહેલું છે. ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે ત્યારે તેની વિવિધ રાશિઅો પર પણ શુભાશુભ અસરો જોવા મળશે. તો ચાલો જાણીઅે વિવિધ રાશિ પર થનારી ચંદ્રગ્રહણની અસરો વિશે અને તેને લગતા ઉપાયો વિશે પણ વિગતવાર પરિચીત થઇઅે. 

મેષ:
અા રાશિના જાતકો માટે અા ગ્રહણ જન્મના ચંદ્રથી દસમા ભાવે થતા, મેષ રાશિ માટે અા ગ્રહણ મિશ્ર ફળદાયી નિવડે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. કામકાજમાં તેમજ નોકરીયાત વર્ગને કોઇ ફેરફાર જોવા મળે જ્યારે નાના મોટા પરિવર્તનથી મન ચિંતાતુર જણાય અને બેચેની પણ રહેશે. જીવન અનિશ્વિતતાઓથી ભરપૂર છે. પણ તમે પૂછો કોઇપણ પ્રશ્ન રિપોર્ટની સેવાનો લાભ ઉઠાવીને જીવનમાં રહેલી મૂંઝવણને દૂર કરી શકો છો. 

વૃષભ: 
અા રાશિના જાતકો માટે અા ગ્રહણ ખૂબ જ ફળદાયી કહી શકાય. રાશિથી અા ગ્રહણ જોઇઅે તો અહીંયા નવમ્-પંચમ્ યોગ બનાવે છે. તેનાથી અધુરા કાર્યો પૂર્ણ થાય. નાની મોટી મુસાફરી થવાના પણ યોગ છે. પ્રણયસંબંધો તેમજ લાગણીઓમાં નવા સ્પંદનોનો ઊભરો અાવે. યાત્રા કે પ્રવાસનું અાયોજન થાય. જાતકોને સકારાત્મક ફળ મળશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે. વર્તમાન સમયમાં પ્રોફેશનલ જીવન વધુ સંઘર્ષપૂર્ણ બન્યું છે, જેમાં પ્રગતિ કરવી વધુ પડકારજનક હોય છે પણ તમે ભવિષ્યને અગાઉથી જાણીને નક્કર પગલાઓ સાથે ચોક્કસપણે પ્રગતિ કરી શકો છો. અાજે જ કારકિર્દીમાં ક્યા ક્ષેત્રે સફળતા મળશે રિપોર્ટ મેળવીને ઉજ્જવળ કારકિર્દી તરફ કદમ માંડો.

મિથુન:
અા રાશિના જાતકો માટે રાશિથી અાઠમે સ્થાને ચંદ્રનું ભ્રમણ ધ્યાનમાં રાખતા તેઅોઅે વિશેષ રીતે અારોગ્યની કાળજી રાખવી પડશે. નાના મોટા ઇજા અકસ્માત થવાની શક્યતા હોવાથી વાહન કાળજીપૂર્વક હંકારવાની સલાહ છે. બિમારી થવાની શક્યતા હોવાથી ભોજનના સેવનમાં પણ પૂરતી પરેજી પાળવી. મહત્વપૂર્ણ કાર્યો હાલમાં મુલતવી રાખવા વધારે હિતાવહ છે. કોઇપણ નિર્ણય મોકુફ રાખવા. તે ઉપરાંત અાધ્યાત્મિક્તામાં લીન થવાથી ગ્રહણનો દુષ્પ્રભાવ ઓછો કરી શકશો. શું તમે વ્યાપારમાં મંદીથી ચિંતિત છો? તો અા સ્થિતિમાં સુધારો શક્ય છે. અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટની સેવનો લાભ ઉઠાવીને મંદી પાછળનું કારણ જાણીને તેને દૂર કરવાનો સચોટ ઉકેલ મેળવો. 

કર્ક: 
અા રાશિના જાતકો માટે અા ગ્રહણ મિશ્ર ફળદાયી નિવડે. જન્મ રાશિથી સાતમે ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવનમાં કોઇપણ નજીવી બાબતમાં બોલાચાલી કે તકરાર અથવા જીવનસાથી સાથે મતભેદ થાય તેવા અણસાર અાપે છે. તેની સાથે કોઇ ગેરસમજ ઊભી ના થાય તેની ખાસ કાળજી રાખવી. અારોગ્યની તકેદારી રાખવી. જાહેરજીવનમાં અપયશ ના મળે તેનું ખાસ ધ્યાન રાખવું. અા સમયમાં કર્ક રાશિના જાતકોને સંઘર્ષમાંથી પસાર થવું પડે તેવી પણ શક્યતા હોવાનું ગણેશજી કહે છે.  દાંપત્યજીવનમાં ખટરાગથી અશાંતિ અનુભવો છો? તો દાંપત્યજીવનમાં સમસ્યાનો ઉકેલ રિપોર્ટથી ફરીથી સુમધુર દાંપત્યજીવન જીવો.

સિંહ: 
અા રાશિના જાતકો માટે રાશિથી ચંદ્રનું  છઠ્ઠે ભ્રમણ અચાનક કાર્યસ્થળ કે નોકરીમાં અવરોધો લાવે કે પછી વાદ વિવાદ થાય. સહકર્મચારીઓ સાથે કોઇ કારણોસર મતભેદ થાય. અણધારી મુશ્કેલીઓ અાવી પડે. શત્રુઓ માથુ ઊંચકે. તેથી ખાસ કરીને વાણી પર સંયમ રાખવાની ગણેશજીની સલાહ છે. શાંતિથી દિવસ પસાર કરવો. તબિયતમાં સાચવવું. નોકર ચાકર વર્ગથી પણ સંભાળવું. કોઇ છળકપટ કરીને તમને હાનિ પહોંચાડી શકે છે તેથી સજાગ અને સાવધ રહેવું.  પ્રોફેશનલ જીવનમાં કેટલાક કારણોથી પ્રગતિ અટકી ગઇ છે? તો કારકિર્દી રિપોર્ટ 2017 મેળવીને પ્રોફેશનલ સમસ્યાથી બહાર અાવવાનો ઉકેલ મેળવો. 

કન્યા: 
અા રાશિના જાતકો માટે અા ગ્રહણ જન્મ રાશિથી પાંચમાં સ્થાને થશે. અા સમય દરમિયાન ખાસ કરીને યુવાન જાતકો તેમજ વિદ્યાર્થીવર્ગે અભ્યાસની અંદર ખાસ ધ્યાન અાપવું. અન્ય ઇત્તર પ્રવૃત્તિઅોમાં સમય વેડફવો નહીં. અભ્યાસમાં મન સંપૂર્ણપણે લાગે નહીં. તેથી અેકાગ્રતા સાથે અભ્યાસ કરવા પ્રયાસરત બનવું. યુવાવર્ગ માટે પ્રણયસંબંધો માટે શ્રેષ્ઠત્તમ સમય કહી શકાય. જો કે અેવી ચેતવણી પણ છે કે વધુ પડતા મહત્વાકાંક્ષી ના બનશો તેમજ અાંટીઘૂંટીથી પણ દૂર રહેવું. પ્રણયસંબધોમાં ફરીથી રોમાંચ જાગે અને નવા લોકોના સંપર્કમાં અાવશો તેવું ગણેશજી જોઇ રહ્યા છે. અભ્યાસમાં પ્રગતિએ જીવનમાં સફળતાના પાસપોર્ટ છે, તો તમને અા પાસપોર્ટ ક્યારે મળશે? ચિંતા ના કરશો, શિક્ષણ સંબંધે પૂછો અેક પ્રશ્ન (વિગતવાર સલાહ) રિપોર્ટથી અભ્યાસમાં રહેલી મુશ્કેલીઓ અમને જણાવો અને તેમાં ઇચ્છિત સફળતા મેળવો. 

તુલા:
અહીંયા ચંદ્રગ્રહણની વાત કરીએ તો તુલા રાશિ માટે અા ગ્રહણ જન્મની રાશિથી ચોથે ભાવમાં થશે, જેનાથી મન અને હૃદય અશાંત બને. થોડા સમય માટે લાગણીઓમાં ચડાવ ઉતાર જોવા મળે. અનિંદ્રાની ચિંતા સતાવ્યા કરે. માતાનું અારોગ્ય નરમ ગરમ રહે. ઘરથી થોડા સમય માટે દૂર રહેવું પડે તેવા સંજોગો ઊભા થાય. વિચલિત ના થવાની સલાહ છે. સારા સમયની પ્રતિક્ષા કરશો. અા સમયમાં અગત્યના નિર્ણયો ટાળવા. હૃદય અને મન વ્યાકૂળ રહે. નોકરી કે બિઝનેસ? અાપના માટે શું યોગ્ય છે? નક્કી નથી કરી શકતા? તો બેફિકર રહેજો, તમે ધંધો કે નોકરી મારા માટે યોગ્ય શું રહેશે? રિપોર્ટની મદદથી અાપની ખરી ક્ષમતાઓ જાણીને યોગ્ય ક્ષેત્રમાં ઝગમગતા ભવિષ્ય તરફ અાગળ વધી શકો છો. 

વૃશ્વિક:
વૃશ્વિક રાશિના જાતકો પર પણ અા ગ્રહણની અસરો જોવા મળશે. અહીંયા ગ્રહણ જન્મની રાશિથી ત્રીજે થાય છે. જે તમને કોઇ જોખમ કે પછી અાંધળુ સાહસ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી તમને મહદ્ અંશે ફાયદો પણ થાય. નવા સંપર્કો થાય. કંઇક જોખમ લેવાથી ફાયદો પણ થાય. નવા લોકોના સંપર્કમાં અાવશો. પ્રગતિ માટેની તકો સાંપડે. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં થોડી નરમાશ રહે તેવી શક્યતા હોવાથી અા સંબંધોમાં સાચવવું. જીવન ખૂબજ વ્યાપક છે અને અાપણી સમસ્યાઓ પણ, અેટલે જ જીવનને બહેતર બનાવવા માટે સમસ્યાઓનો ઉકેલ અત્યંત અાવશ્યક છે. 2017 વાર્ષિક રિપોર્ટથી જીવનમાં બનનારી ઘટનાઓ વિશે અગાઉથી જાણીને તેને બહેતર બનાવી શકશો. 

ધન:
અા રાશિના જાતકો માટે અા ગ્રહણ જન્મની રાશિથી બીજા ભાવમાં થશે. ઘર સંબંધિત કામકાજ પાછળ ખર્ચાઓ થાય. ઘરમાં કોઇ સમસ્યાઓનું સર્જન થાય. ઘરની બાબતમાં ચિંતાઓ સતાવ્યા કરે. પારિવારિક તેમજ નાણાંકીય પ્રશ્નો પણ રહે. વાણી પર સંયમ રાખવાની સલાહ છે. બનતા કામ બગડે નહીં તે જોવું. ઘરમાં વાદ-વિવાદ કે બોલાચાલી ના થાય તે સંભાળવું. બોલવામાં અતિશયોક્તિ ટાળવી. નાણાંકીય ખેંચ પણ વર્તાય તેથી ખર્ચ પર કાબૂ રાખવાની ગણેશજીની સલાહ છે. અાર્થિક સદ્વરતા અાત્મનિર્ભર બનવા માટેનો ઉપાય છે, પણ તમે અાર્થિક સદ્વર થવામાં અવરોધોનો સામનો કરો છો? તો 2017 અાર્થિક રિપોર્ટ મેળવીને અાર્થિક ભાવિ અંગે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરો.   

મકર:
મકર રાશિની વાત કરીએ તો ચંદ્રગ્રહણ પોતાની જન્મરાશિ અને જન્મના ચંદ્ર પરથી થઇ રહ્યું છે. અા ગ્રહણના દુષ્પ્રભાવ હેઠળ ગુંગળામળ અનુભવાય, મન અશાંત રહેશે, નકારાત્મક્તા પણ પ્રવર્તે. કોઇપણ કારણ વગરનો ગુસ્સો અને ચિડિયાપણુ થાય. તબિયત બગડે. અગવડો ભોગવવી પડે. મનમાં સતત વિચારોનું મનોમંથન ચાલ્યા કરશે. તેથી અા સમયમાં દ્વિધાને કારણે કોઇપણ મહત્વપૂર્ણ કાર્યો હાલ પૂરતા ટાળવા. અહીંયા અા ખરાબ પ્રભાવને શાંત કરવા માટે પૂજા પાઠ તેમજ ઇષ્ટદેવના મંત્રજાપ કરવાનું સૂચન છે. ચંદ્રના જ નક્ષત્રમાં ભ્રમણ સ્થાન લઇ રહ્યું હોવાથી માનસિક અસ્વસ્થતા સહન કરવાનો વારો અાવે. તેથી શિવજીના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી રાહત અનુભવશો. જીવન સંબંધોથી બને છે અને સંબંધોમાં સ્થિરતા જરૂરી છે, 2017 વ્યક્તિગત જીવન અને સંબંધો વિશે રિપોર્ટ મેળવીને સંબંધોને મજબૂત બનાવો. 

કુંભ:
કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો ચંદ્રગ્રહણ  પોતાની રાશિથી બારમે થાય છે. જેનાથી ટૂંકા ગાળા માટે કોઇ મુશ્કેલીઓ અાપે. કોઇ પ્રકારનું બંધન હોય તેવી મૂંઝવણ મનને સતાવે. સંઘર્ષ પણ વધશે. મન અશાંત બને. કોઇ જાતના નકારાત્મક સમાચાર પણ સાંભળવા મળે તેવી સંભાવના છે તેથી વિચલીત ના થવું. વ્યાપારમાં અાવતા પ્રશ્નોથી પરેશાન છો? તો અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ માંડો. 

મીન:
મીન રાશિના જાતકો માટે અા ગ્રહણ અત્યંત શુભ ફળદાયી નિવડે તેવું ગણેશજી કહે છે. જન્મની રાશિથી અગિયારમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મીન રાશિના જાતકોને ધંધામાં નફો કરાવે કે પછી અણધાર્યો ધનલાભ પણ કરાવશે. મિત્રવર્ગ કે સ્ત્રીવર્ગથી વિશેષ રીતે લાભ થાય તેવા યોગ છે. ટૂંકા ગાળાની કોઇ યોજના બનાવી હોય તો તેનાથી પણ ફાયદો થાય. જાતકોની ઇચ્છાઓ પણ પરિપૂર્ણ થાય. વડીલવર્ગનો સાથ સહકાર પણ પ્રાપ્ત થાય. તમારે મજબૂત વ્યાપારિક યોજનાઓ બનાવવી પડે છે. અમે તમને મદદ કરી શકીએ છીએ. અાજે જ 2017 બિઝનેસ રિપોર્ટ મેળવો અને બિઝનેસમાં સમૃદ્વિનું સપનું સાકાર કરો.  

ઉપર દર્શાવ્યા પ્રમાણે દરેક રાશિઓના જીવનમાં તેની શુભાશુભ અસરો જોવા મળશે. 

ગ્રહણની વિશિષ્ટતાઓ: 
જ્યારે પણ સૂર્ય અથવા ચંદ્રગ્રહણ હોય તો છાયા ગ્રહ રાહુ તે સૂર્ય અને ચંદ્રને થોડા સમય માટે ગ્રસીત કરે છે. તેને ગ્રહણકાળ કહેવામાં અાવે છે. અા ગ્રહણકાળમાં ખાસ કરીને ઇષ્ટદેવના મંત્રજાપ કરવા. યંત્ર-તંત્ર-મંત્ર, ઉપાસના અને અનેકવિધ કાર્યો સિદ્વ કરવાનો સમય છે. ગ્રહણના વેધ સમય દરમિયાન સૂતક સમયમાં ખાવા-પીવાનું, ઊંઘવાનું અને ભોગ વિલાસનો ત્યાગ કરવો. કોઇપણ ગ્રહની શુભાશુભ અસરો તેના પ્રથમ પંદર અને પછીના પંદર અેમ કુલ અેક મહિના સુધી જોવા મળે છે. ગ્રહણ કાળમાં મંત્રોની ઉપાસના, હવન અને તિર્થોમાં નદી, જળાશયોમાં સ્નાન કરવામાં અાવે છે. શ્રાદ્વ તેમજ પિતૃતર્પણ ગ્રહણકાળમાં કરી શકાય છે. જેનાથી પિતૃઓની સદ્ગતિ થાય છે. ગ્રહણ પહેલા અને પછી સ્નાન કરવાનું મહાતમ્ય રહેલું છે. દાન પુણ્યનો પણ અેટલો જ મહિમા રહેલો છે. જેની રાશિમાં ગ્રહણ થયું હોય તેઓએ સ્નાન અને દાન પુણ્ય કરવા. જેનાથી ગ્રહણોની નકારાત્મક અસરોથી બચી શકાય. ગ્રહણકાળમાં બધા જ શુભકાર્યો વર્જિત છે. ભોજન, નિંદ્રા, મૂર્તિપૂજાનો પ્રતિબંધ હોય છે. ગંગાજળથી સંપૂર્ણ ઘરને ગ્રહણ સમાપ્તિ પછી પવિત્ર કરવામાં અાવે છે. 

ગ્રહણ કાળમાં શું કરવું જોઇઅે:


– શિવજીની રૂદ્રાક્ષ માળાથી ઓમ નમ: શિવાયનો મંત્ર જાપ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇઅે.

– વિષ્ણુ મંત્રનો જાપ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવાથી ગ્રહણની નકારાત્મક અસરોને દૂર કરી શકાય છે.

– ગણેશજીનો મંત્ર ઓમ ગં ગણપતયે નમનો જાપ અથવા સંકટનાશન ગણેશસ્ત્રોત કે પછી અર્થવર્શીષનો પાઠ કરવો જોઇઅે.  

ગણેશજીના અાશીર્વાદ સાથે
ઉજ્જવલ રાવલ

04 Aug 2017


View All blogs

More Articles