For Personal Problems! Talk To Astrologer

નોકિયાનું ભારતના બજારમાં પુનરાગમન- સમય સાથે કદમતાલ મિલાવા પડશે


Share on :


નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 લોન્ચ

એક સમય હતો જ્યારે નોકિયાને મોબાઈલનો પર્યાય ગણવામાં આવતો હતો. મોબાઈલના બજારમાં મોટાભાગના હિસ્સા પર કબજો જમાવનારી આ કંપનીએ સમયની સાથે પોતાને અપડેટ ન કરતા તેનું સ્થાન હરીફ કંપનીઓએ લઈ લીધુ અને સૌથી ટોચની ગણાતી મોબાઈલ ઉત્પાદક કંપની બજારમાંથી જાણે લુપ્ત થઈ ગઈ હોય તેવી સ્થિતિ આવી ગઈ. જોકે આમ છતાં પણ કંપનીએ હાર માન્યા વગર પોતાના ગ્રાહકવર્ગને ફરી આકર્ષવા માટે નવા ફીચર્સ અને અપડેટ સિસ્ટમ્સ સાથે નવા ઈન્સ્ટ્રૂમેન્ટ બજારમાં લોન્ચ કર્યા છે. જોકે વર્તમાન ગળાકાપ સ્પર્ધામાં નોકિયા પોતાનો ગુમાવેલો ગ્રાહકવર્ગ ફરી પાછો મેળવશે કે નહીં તે અંગે બજારના તજજ્ઞો પણ અવઢવમાં છે. નોકિયાના રિલોન્ચિંગને કેટલી સફળતા મળશે તેને જ્યોતિષીય દૃષ્ટિકોણથી જાણવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે….

રિલોન્ચિંગ તારીખ -13 જૂન 2017
રિલોન્ચિંગ સ્થળ – દિલ્હી
સૂર્ય કુંડળીભારતમાં નોકિયાના રિલોન્ચિંગની તારીખ અને સ્થળના આધારે તૈયાર કરાયેલી સૂર્યકુંડળી પર નજર કરીએ તો, આર્થિક (ધન) સ્થાનમાં મંગળ, ચતુર્થ સ્થાનમાં રાહુ, કર્મ સ્થાનમાં કેતુની ઉપસ્થિતિ છે. કંપની સૂર્યકુંડળીના વિગતવાર અભ્યાસ અને ગ્રહોની સ્થિતિના આધારે કરેલા વિશ્લેષણ પરથી અહીં દર્શાવ્યું છે કે આકરી ટક્કરવાળા સ્માર્ટફોનના બજારમાં લાંબા અંતરાલ પછી નોકિયાનું રિલોન્ચિંગ તેના માટે કેટલી સફળતા અપાવનારું પુરવાર થશે.

શું નોકિયા ફરી બજારમાં ફરી અગાઉ જેવું પ્રભૂત્વ જમાવશે? 
સૂર્યકુંડળીમાં પ્રથમ સ્થાનમાં સૂર્ય અને બુધની યુતિ છે અને બુધ આર્થિક સ્થાનનો માલિક છે માટે કંપનીના શેરનો ભાવ ઓછો રહેશે. આ ઉપરાંત લગ્ન સ્થાનમાં સૂર્યની ઉપસ્થિતિ કંપનીની કામગીરીઓમાં વૃદ્ધિ અને વિકાસનો સંકેત આપે છે. કર્મચારીઓ કંપની પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દાખવશે અને કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહેલી કંપનીને બહાર લાવવા માટે અથાગ પ્રયાસો કરવામાં પાછા નહીં પડે. જરૂર જણાશે ત્યારે તેઓ બમણા કલાકો સુધી કામ કરવામાં પણ પાછા નહીં પડે. આ સમયમાં જે પણ કંપની તેમના કામકાજો શરૂ કરે તેમાં ઘણી સારી સિદ્ધિ હાંસલ કરી શકે છે. તેમાં પણ બુધ યુતિમાં હોવાથી, કર્મચારીઓનો સહયોગ ખૂબ સારો મળશે અને અગાઉ કંપની તેમજ કર્મચારીઓ વચ્ચે કોઈ વિવાદ હશે તો નિરાકરણ આવશે. નોકિયાના લોન્ચિંગથી તેના બિઝનેસમાં અસર થશે, શું તમારા બિઝનેસમાં પણ વૃદ્વિના અણસાર છે, જાણવા માટે અાજે જ 2017  બિઝનેસ રિપોર્ટ અોર્ડર કરો. 
 
જોકે, આ બધાની વચ્ચે ચતુર્થ સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોવાથી કંપનીની બ્રાન્ડની ખ્યાતિને અનુલક્ષીને પરફોર્મન્સ નબળુ રહેવાની સંભાવના છે. જોકે સાવ નિરાશાજનક સ્થિતિ પણ નથી. 10મા સ્થાન એટલે કે કર્મ સ્થાનમાં કેતુ હોવાથી ઉત્પાદન ક્ષમતા, પદ્ધતિ અને મોનોપોલીમાં ક્યાંકને ક્યાંક અપેક્ષા કરતા ઓછુ પરિણામ મળે તેવી સંભાવના છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખતા કહી શકાય કે નોકિયાનું રિલોન્ચિંગ કંપનીને ફરી જ્વલંત સફળતા નહીં અપાવે પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા કમસેકમ બજારમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ ચોક્કસ કરાવી શકશે.

શું કંપનીને અગાઉની જેમ ગ્રાહકનો સહકાર મળશે? 
લોકોના સહકાર માટે શુક્રની સ્થિતિ ખૂબ મહત્વની છે અને કંપનીની સૂર્યકુંડળીમાં શુક્ર લગ્નસ્થાન અને છઠ્ઠા સ્થાનનો સ્વામી થઈને બારમા ભાવમાં બિરાજમાન છે માટે તે બ્રાન્ડ ઈમેજ ઉભી કરવા અને લોકોને સહકાર મેળવવા માટે કંપનીએ ખૂબ ખર્ચ કરવો પડે તેવી સંભાવના છે. શું તમારા જીવનમાં પણ કોઇ અંગત સમસ્યાઅો છે? તો અાજે જ અંગત સમસ્યા – પૂછો અેક પ્રશ્ન (વિગતવાર જવાબ) રિપોર્ટ અોર્ડર કરો.  

કંપનીને લોકોનો થોડોગણો સહકાર મળશે પરંતુ તેને આવકમાં રૂપાંતરિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આથી નવા ઈન્સ્ટ્રૂમેન્ટ્સના ઓફલાઈન વેચાણ ઉપરાંત અગ્રણી ઈ-શોપિંગ વેબપોર્ટલ્સ પર વેચાણની વ્યૂહનીતિ કંપની માટે એક સકારાત્મક પગલું ગણી શકાય. જો કંપની પ્રિ-બુકિંગમાં ઓફલાઈન ચેનલ્સનો ઉપયોગ કરશે તો કમાણીની દૃશ્ટિએ બહેતર પુરવાર થશે.

કેવું રહેશે નોકિયાનું ભાવી
પડતરકિંમત, ઉત્પાદનની ક્ષમતા, નોકિયાના ચોક્કસ ચાહકવર્ગ અને યુઝર ફ્રેન્ડલી ઈન્સ્ટ્રૂમેન્ટને ધ્યાનમાં રાખતા કંપની જે ભાવમાં સંખ્યાબંધ ફિચર્સ (હાઈ રિઝોલ્યુશન કેમેરા, કનેક્ટિવિટી, ફિંગરપ્રિન્ટ સેન્સર, ડ્યુઅલ સ્ટિરિઓ સ્પિકર, ડોલ્બી એટમ્સ ઓડિયો એન્હેન્સમેન્ટ)ને ધ્યાનમાં રાખતા વેચાણમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે. પરંતુ જો કંપનીના ભાવીની વાત કરીએ તો સ્થિતિ થોડી મુશ્કેલ જરૂર છે. કંપનીને અગાઉ જેવી શાખ જમાવવા અને બજાર હિસ્સો પાછો મેળવવા માટે બહેતર વ્યૂહનીતિ ઘડવી પડશે તેમજ ધીરજપૂર્વક અને અડગ રહીને, સમયની સાથે પરિવર્તનો અપનાવીને આગળ વધવું પડશે. દર 18 મહિને કંપની કોઈ નવું પરિવર્તન અપનાવશે તો કદાચ સ્થિતિ બહેતર થઈ શકે છે અન્યથા મુશ્કેલ સમય કહી શકાય.

ગણેશજીના આશીર્વાદ સાથે


01 May 2017


View All blogs

More Articles