For Personal Problems! Talk To Astrologer

IOCના ઉમેદવાર તરીકે નીતા અંબાણી શા માટે યોગ્ય છે?


Share on :

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નોન અેક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ છે. અેશિયાના અૌદ્યોગિક જગતમાં તે સૌથી પ્રભાવશાળી મહિલા લીડર તરીકે પ્રખ્યાત છે. તે ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રમતને લગતી દરેક પ્રવૃત્તિનુ પણ સંચાલન કરે છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ અોલ્મપિક કમિટી માટેના સ્વતંત્ર ઉમેદવાદર તરીકે તેનુ નામાંકન કરવામાં અાવ્યું છે. બ્રાઝિલના રાયો ડિ જનેરો ખાતે અાગામી 5થી 21 અોગસ્ટ 2016 સુધી ચાલનારી અોલ્મપિક ગેમ્સ અગાઉ તેનુ નામાંકન કરાયુ છે. IOCના મુખ્ય હેતુઅોને પ્રાપ્ત કરીને તેને હાંસલ કરવામાં શુ નીતા અંબાણી સફળ થશે ? ગણેશજી શુ કહે છે


નામ: નીતા અંબાણી

જન્મતારીખ: 1 નવેમ્બર 1963

જન્મસ્થળ: મુંબઇ

સુર્ય કુંડળી

શુ નીતા અંબાણી IOCમાં મહત્વની ભુમિકા ભજવશે ?

નીતા અંબાણીના જન્માક્ષરની નોંધવા જેવી બાબત હોય તો અે છે કે વૃશ્વિક રાશિમાં મંગળ અને શુક્રની યુતિ છે કે જે મંગળની કારક છે. વૃશ્વિક રાશિમાં રહેલી અા યુતિ પર ગુરુની દષ્ટિ છે, કે જે તેની રાશિમાં છે. તેથી ત્રિકોણ સ્થાનમાં મહત્વના ગ્રહો હોવાથી ગ્રહોની દશા મજબુત બને છે. અા દશાથી નીતા અંબાણી નામ અને ર્કિતી બન્ને પ્રાપ્ત કરે છે અને લોકો અને અેડમિનીસ્ટ્રેશનમાં તેનુ નામ ચમકતુ રહે છે.

અા ઉપરાંત શનિ અાત્મકારક ગ્રહ છે અને તેની રાશિમાં છે, કે જે તેને કોઇપણ કામ ખંતપૂવર્ક કરવા માટે પ્રેરે છે અને તેને અેક કાર્યક્ષમ વહીવટકર્તા પણ બનાવે છે. તેનાથી તે કોઇપણ કામમા ઉચ્ચ સ્તર સુધી તેની ક્ષમતાનુ પ્રદર્શન કરીને તેને સફળ બનાવે છે. અા ગ્રહોની દશા IOCમા મહત્વપૂર્ણ ભુમિકા અને અન્ય સભ્યોનો સહકાર મેળવવા માટે તેનામાં વિશ્વાસ રેડે છે. જો કે શનિના પ્રતિકુળ ગોચરથી તેને કદાચ મુશ્કેલીનો સામનો કરવો પડે. અા સ્થિતિ છતાં નીતા અંબાણી વર્ષ 2017-2018માં અા સમસ્યાઅોને દૂર કરીને IOCમા મહત્વની ભુમિકા ભજવશે.

નીતા અંબાણીનુ રમતગમત ક્ષેત્રે ભાવિ કેવુ રહેશે ?

વૃશ્વિક રાશિમાં શુક્રમંગળની યુતિ નિતા અંબાણીની રમતગમત પ્રત્યેની કટિબદ્વતા અને રસ દર્શાવે છે. તેથી તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની દરેક રમતને લગતી પ્રવૃત્તિમાં સક્રિયપણે કાર્યરત રહેશે. નીતા અંબાણીના જન્માક્ષરમાં બળવાન શનિ તેને તેના દરેક સાહસ કે પ્રયાસમાં પ્રગતિ સાથે સફળતા અપાવે છે. ઉપરાંત મંગળ પર ગુરુની દષ્ટિ દરેક હેતુમાં તે તેની ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરે છે તેની ખાતરી અાપે છે. અા પાસુ તેને ઝડપી વિચારશક્તિ પ્રદાન કરે છે અને અભિગમમાં હકારાત્મકતા અાપે છે. તે સામાજિક અને રમત જગતમાં માન સાથે પ્રતિષ્ઠા મેળવશે.


નીતા અંબાણી અાગામી વર્ષોમાં IOC તેમજ રમતગમત ક્ષેત્રે અસાધારણ ભુમિકા ભજવશે અને પ્રતિષ્ઠીત અને પ્રખ્યાત પણ થશે.


ગણેશજીના અાશીર્વાદ સાથે,

તન્મય કે. ઠાકર

GaneshaSpeaks.com ટીમ

16 Jun 2016


View All blogs

More Articles