For Personal Problems! Talk To Astrologer

વર્ષના પૂર્વાર્ધમાં કુદરતી આફતો અને અનિચ્છનિય ઘટનાઓની શક્યતા નકારી શકાય નહીં


Share on :

આદિકાળથી કુદરતી આફતો માનવ અસ્તિત્વ માટે એક પડકાર છે. તેમાં પણ હાલમાં દુનિયાભરમાં સતત થઇ રહેલા વિજ્ઞાનિક પ્રયોગો અને પરીક્ષણો, ઓટોમોબાઇલ અને ઉદ્યોગો દ્વારા બેફામ રીતે ફેલાતું પ્રદૂષણ, વધતી વસ્તી અને તેમના દ્વારા કુદરતી સંસાધનોનો અવિચારી ઉપયોગ, જંગલોના સંરક્ષણ અને સંવર્ધનના બદલે તેનું નિકંદન, હથિયારોનું પરીક્ષણ સહિત સંખ્યાબંધ માનવસર્જિત કારણોના લીધે હાલમાં ઉભી થયેલી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિએ અત્યારે દુનિયાને એક પડકારજનક તબક્કામાં મુકી જ દીધી છે. જો, હવે આપણે સભાન નહીં થઇએ તો આગામી સમયમાં આપણે જ આપણી જાતને કુદરતી આફત દ્વારા મહાવિનાશ તરફ ધકેલી દઇશું અને તેનાથી આપણે કોઇ બચાવી નહીં શકે તે વાત ચોક્કસ છે. 

દર વર્ષે વિશ્વમાં લાખો લોકો વીજળીના ત્રાટકવી, પૂર, સુનામી, ભૂકંપ જેવી કુદરતી આફતોનો ભોગ બને છે અને હજારો લોકો જીવ ગુમાવે છે. આટલું જ નહીં, આવી આફતો મોટાપાયે આર્થિક પાયમાલી પણ નોંતરે છે. પૃથ્વીના ગોળાર્ધ પ્રદેશોમાં અત્યારે ગ્લેશિયર્સ ચિંતાજનક રીતે પીગળી રહ્યા છે જે આગામી સમયમાં માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વને જોખમમાં મુકી શકે છે. દરિયાની સપાટીમાં થઇ રહેલો ચિંતાજનક વધારો વિશ્વની મહાસત્તાઓને પણ સતાવી રહ્યા છે.

વર્તમાન સમયમાં ગ્રહોની મોટી સ્થિતિ પર નજર કરીએ તો શનિ-કેતુની યુતિ ચાલી રહી છે અને તે પણ અગ્નિ તત્વની રાશિ ધનમાં છે અને સાથે સાથે શાપિત દોષ પણ બને છે. નવેમ્બરની શરૂઆતથી શુભ ગ્રહ ગુરુ પણ બંને ગ્રહો સાથે યુતિમાં આવશે. આ યુતિ દરમિયાન આગ, પૂર, હિમપ્રપાત, ભૂસ્ખલન, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, વાવાઝોડા, વાદળ ફાટવા જેવી કુદરતી આફતો અને માહામારીની શક્યતાઓ નકારી શકાય નહીં. આ ઉપરાંત ડિસેમ્બરના મધ્ય જાન્યુઆરીના મધ્ય દરમિયાન આ રાશિમાં અન્ય ગ્રહો સૂર્ય, બુધ, ચંદ્ર અને શુક્ર પણ યુતિમાં આવી રહ્યા છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં આ સ્થિતિ ચરમસીમાએ રહેશે માટે તે સમયે કુદરતી આફતો અથવા કોઇપણ અણધારી અને અનિચ્છિત ઘટના બનવાની શક્યતા સૌથી વધુ રહેશે. આ સમયમાં બનેલી ઘટનામાં સામાન્ય કરતા વધુ જાન-માલની હાનિ પણ થઇ શકે છે.

જાન્યુઆરીના અંતથી શનિ રાશિ પરિવર્તન કરીને પોતાની જ રાશિમાં આવશે પરંતુ પાપગ્રહ કેતુ સાથે છેલ્લા દોઢ વર્ષથી તેની યુતિ ચાલતી હતી તે હવે ખતમ થશે. એક પ્રકારે આ થોડો રાહતપૂર્ણ સ્થિતિ ગણી શકાય. ફેબ્રુઆરીને માર્ચ દરમિયાન અગ્નિ તત્વના ગ્રહ મંગળ અને કેતુની યુતિ ધન રાશિમાં થશે અને આ રાશિ પણ અગ્નિ તત્વની હોવાથી ખાસ કરીને આગ અને જ્વાળામુખીની મોટી ઘટનાઓ નકારી શકાય નહીં. મંગળ ભૂમિ પુત્ર છે અને કેતુ સાથે યુતિમાં આવતા ધરતીકંપની શક્યતા વધી શકે છે. જૂનના મધ્યથી ઓગસ્ટના મધ્ય દરમિયાન વાવાઝોડાની શક્યતાઓ જણાઇ રહી છે. ગ્રહોની સ્થિતિ જોવામાં આવે તો મે મધ્યથી જુલાઇના અંત સુધીનો તબક્કો ખાસ કરીને ગરમીજન્ય રોગો, લોકોમાં ડિહાઇડ્રેશન, કોલેરા, ઝાડા-ઉલટી જેવા રોગો ફેલાવાની વધુ શક્યતા જણાઇ રહી છે.

વર્ષાંતના તબક્કામાં પૂર્વાર્ધની તુલનાએ સ્થિતિ થોડી બહેતર હોવાથી છેલ્લા ચરણમાં કુદરતી આફતો અથવા રોગચાળામાંથી રાહત મળે તેમજ અગાઉ થયેલી હાનિમાંથી લોકો ફરી બેઠા થઇને પ્રગતિ તરફ આગળ વધે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.

04 Nov 2019


View All blogs

More Articles