For Personal Problems! Talk To Astrologer

શિવજીના કંઠના આભૂષણ નાગ દેવતાની આરાધનાનો દિવસ એટલે નાગપાંચમ


Share on :


શ્રાવણ મહિનામાં દેવાધીદેવ મહાદેવની આરાધનાનું વિશેષ મહત્વ છે તે પ્રકારે જ શ્રાવણ મહિનાની સુદ પાંચમે આવતા તહેવાર નાગ પાંચમના રોજ શિવજીના કંઠના આભૂષણ એટલે કે નાગ દેવતાની પૂજાનું પણ અનેરું મહત્વ છે. આમ તો નાગના નામ માત્રથી લોકો ગભરાઇ જાય છે પરંતુ આ દિવસે તેની ખાસ પૂજા કરવામાં આવે છે અને લોકો તેને મારતા નથી. આ વર્ષે 5 ઑગસ્ટ 2019ના રોજ શ્રાવણ મહિનાની શુક્લ પાંચમના રોજ નાગપંચમીનો તહેવાર છે.

નાગપાંચમે નાગની પૂજાથી કુંડળીમાં કાલસર્પ દોષથી મુક્તિ મળતી હોવાની પણ માન્યતા
એક માન્યતા અનુસાર જ્યોતિષશાસ્ત્રમાં પણ નાગપાંચમનું વિશેષ મહાત્મય આલેખવામાં આવ્યું છે. ખાસ કરીને જે જાતકોની કુંડળીમાં કાલસર્પ દોષ છે તેઓ જો આ દિવસે પૂર્ણ આસ્થા સાથે નાગનું પૂજન કરે તો કુંડળીમાં રહેલા આ દોષના દુષ્પ્રભાવથી મુક્તિ મળી શકે છે. નાગપાંચમના રોજ ભૂમિનું ખેડાણ કરવામાં આવતું નથી કારણ કે નાગ ખેતરમાં જીવાંત વગેરેથી રક્ષણ કરતો હોવાથી તેને ક્ષેત્રપાળ પણ માનવામાં આવે. આ દિવસે ભૂમિ ખેડાણ વખતે નાગને ઇજા થવાની શક્યતાને ધ્યાનમા રાખતા ખેડાણ કરવામાં આવતું નથી.

નાગપાંચમની પૂજા વિધિ
    • સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ નિત્યક્રમમાંથી પરવારીને નાગ દેવતાની પૂજા કરવી
    • આ માટે નાગદેવતાની તસવીર અથવા માટી કે ધાતુમાંથી બનેલા નાગદેવતાની પૂજા કરી શકાય.
    • નાગદેવતાને ભોગરૂપે દુધ, ધાન્ય, હળદર અર્પણ કરી શકાય. આ ઉપરાંત નાગદેવતાને સફેદ ફુલ પણ ચડાવવામાં આવે છે.
    • શ્રદ્ધાપૂર્વક નાગદેવતાની આરતી ઉતાર્યા પછી નાગપાંચમની કથા વાંચવી અને સાંભળવી.
    • કોઇપણ બંધનમાં રહેલા નાગને આ દિવસે મુક્તિ અપાવવાથી પણ નાગપાંચમની પૂજાનું અનેકગણું ફળ મળે છે.
    • આ દિવસે નાગને મારવાનું વર્જિત માનવામાં આવે છે.
    • દુધ પીવડાવવાથી પણ નાગ દેવતા પ્રસન્ન થાય છે.
    • નાગની પૂજાની સાથે સાથે શિવજીનો પણ જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવો તેમજ તેમની પૂજા આરાધના કરવી.


નાગ પંચમીનું મહત્વ
    • નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી નાગનો ભય રહેતો નથી.
    • નાગને દુધ પીવડાવવાથી અક્ષય પુણ્ય અને ધન તેમજ ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે.
    • એવી પણ માન્યતા છે કે ઘરના પ્રવેશ દ્વાર પર નાગનું ચિત્ર બનાવવાથી તે ઘરમાં નાગદેવતાની કૃપા સદાય રહે છે.

નાગના પ્રકાર
    • આમ તો પૃથ્વી પર નાગની સંખ્યાબંધ પ્રજાતિ છે પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર નાગના બે મુખ્ય પ્રકાર ભૌમ અને દિવ્ય છે. તેમાં વાસુકી અને તક્ષકની પણ ગણતરી થાય છે.
    • આ ઉપરાંત 8 પ્રજાતિને નાગના દેવ, એટલે તમામ નાગમાં તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં વાસુકી, તક્ષક, શંખ, અનંત, પદ્મ, મહાપદ્મ, કુલીર અને કર્કટ શામેલ છે,
    • આ આઠ પ્રજાતિને વર્ણ અનુસાર પણ વિભાજિત કરવામાં આવી છે. તેમાં અનંત અને કુલિક બ્રાહ્મણ, વાસુકી અને શંખપાલ ક્ષત્રિય, તક્ષક અને મહાપદ્મ વૈશ્ય તેમજ પદ્મ અને કર્કટ શુક્ર હોવાનું માનવામાં આવે છે.

નાગપાંચમની તિથિ
5 ઑગસ્ટ 2019
નાગપાંચમનું પૂજાનું મુહૂર્ત – 05.48થી 8.28 વાગ્યા સુધી
આમ તો પાંચમની તિથિનો પ્રારંભ 4 ઑગસ્ટ 18.28 વાગ્યાથી થાય છે અને 5 ઑગસ્ટના રોજ 15.54 તિથિ પૂર્ણ થાય છે પરંતુ શાસ્ત્રો અનુસાર ઉદિત તિથિને જે -તે દિવસની તિથિ ગણવામાં આવે છે માટે 5 ઑગસ્ટના રોજ નાગપાંચમનો તહેવાર ઉજવી શકાય

ગણેશજીના આશીર્વાદ સાથે,
ગણેશાસ્પીક્સ ડોટ કોમ

30 Jul 2019


View All blogs

More Articles